તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Mithila Started Painting Business Leaving Civil Service Preparation, Turnover Is Rs 50 Lakh Per Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:સિવિલ સર્વિસની તૈયારી છોડી મિથિલા પેન્ટિંગનો બિઝનેસ શરૂ કર્યો, દર વર્ષે 50 લાખ રૂપિયાનું છે ટર્નઓવર

પટના7 દિવસ પહેલાલેખક: વિકાસ કુમાર
  • કૉપી લિંક
બિહારના મધુબની જિલ્લામાં રહેતા રજનીશ કુમાર ઝા મધુબની પેઈન્ટિંગ પર કામ કરે છે
  • BPSCની મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ રજનીશ પટનામાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યાં હતા
  • તેઓ મધુબની પેન્ટિંગને પ્રોત્સાહન આપી રહ્યાં છે, તેની સાથે જોડાયેલાં ત્રણસોથી વધુ કલાકારોને તેઓએ રોજગારી આપી છે

ત્રણ વર્ષ પહેલાં મેં ક્રાફ્ટવાળાને કંપની તરીકે રજિસ્ટર્ડ કરી. ઈચ્છત તો ટ્રસ્ટ કે એનજીઓ તરીકે પણ રજિસ્ટર કરાવી શક્યો હોત પરંતુ મેં એવું ન કર્યું. મને લાગ્યું કે આજ દિવસ સુધી મિથિલ પેઈન્ટિંગ કે મધુબની પેઈન્ટિંગ કરનારા કલાકારોનું સૌથી વધુ નુકસાન તેઓએ જ કર્યું છે. મેં આ કળાને વેપાર સાથે જોડવાનો નિર્ણય કર્યો.

હજુ સુધી જે કળાની પહોંચ દેશ-દુનિયાના મોટા-મોટા શેઠ સુધી હતી તેને દિલ્હી, મુંબઈ સહિતના અન્ય મહાનગરમાં રહેતા મિડલ ક્લાસના ફ્લેટ સુધી મેં પહોંચાડી. તેમાં સમય લાગ્યો પરંતુ આજે અમારી કંપની બિહારનું એકલું એવું સ્ટાર્ટઅપ છે, જેને રાજ્ય સરકારે માન્યતા પ્રાપ્ત છે. અમે દર વર્ષે લગભગ પચાસ લાખથી વધુનો વેપાર કરીએ છીએ અને આજે ક્રાફ્ટવાળાનું માર્કેટ મુલ્ય લગભગ 2 કરોડ છે.

અર્થશાસ્ત્રમાં પીએચડી કરી ચુકેલા અને બિહાર લોક સેવા આયોગ (BPSC) ની મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી ગામડે પહોંચેલા રજનીશ કુમાર ઝાએ જ્યારે પોતાની વાત જણાવી રહ્યાં હતા ત્યારે તેમનામાં આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. રજનીશ બિહારના મધુબનીમાં રહે છે. આ નાનાકડા શહેરમાં રહીને પણ તેઓ દર વર્ષે લાખોનો વ્યવસાય કરે છે. વિસ્તારના લગભગ ત્રણસો મિથિલા પેઈન્ટિંગ બનાવનારા કલાકારોને નિયમિત કામ આપી રહ્યાં છે અને તેમની કલાની યોગ્ય કિંમત અપાવી રહ્યાં છે.

આ વર્ષે કોરોનાકાળમાં મધુબની પેઈન્ટિંગવાળા માસ્કની પણ દેશભરમાં ડિમાન્ડ રહી. પીએમ મોદીએ પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.
આ વર્ષે કોરોનાકાળમાં મધુબની પેઈન્ટિંગવાળા માસ્કની પણ દેશભરમાં ડિમાન્ડ રહી. પીએમ મોદીએ પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.

2016 સુધી બિહારની રાજધાની પટનામાં રહીને સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરનારા અને ખાનગી કોચિંગ સેન્ટર સાથે જોડાઈને બીજા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવનારા રજનીશને તે ખ્યાલ ન હતો કે તેઓ ભવિષ્યમાં શું કરશે પરંતુ એટલું જરૂરથી ખ્યાલ હતો કે જે કરી રહ્યાં છે તેને વધુ દિવસો સુધી નહીં કરી શકે.

પોતાના શરૂઆતના દિવસો અંગે તેઓ જણાવે છે કે, ‘હું મારી તૈયારીઓની સાથે-સાથે અન્યને તૈયારી કરાવતો હતો. બધું જ યોગ્ય રીતે ચાલતું હતું. પૈસા મળી રહ્યાં હતા. પરંતુ સાથે કંટાળો પણ આવતો હતો. એક જ પ્રકારનું કામ દરરોજ. તે જ સવાર પડે અને ઉઠવાનું, ક્લાસ જવાનું, ભણાવવાનું અને બાદમાં ઘરે પરત ફરીને આવવાનું. એકદમ મશીન જેવી જિંદગી હતી ત્યારે. હું તેનાથી પરેશાન થવા લાગ્યો હતો. ઘણું વિચાર્યું તો લાગ્યું કે ગામડે જતો રહું. ત્યાં જ કંઈક કરીશ અને પછી બધું જ છોડીને ગામડે પરત ફર્યો.

રજનીશ પટનાથી ગામડે જરૂર આવી ગયા પરંતુ કંઈક અલગ અને નવું કરવાની જગ્યાએ તે જ કરવા લાગ્યા જે તેઓ પટનામાં કરતા હતા. દરભંગામાં કેટલાંક મિત્રો સાથે મળીને તેઓએ ફરીથી કોચિંગ શરૂ કરી દીધું. થોડાં મહિના પછી તેઓને લાગ્યું કે- આવ્યા હતા હરીભજન માટે અને ઓટવા લાગ્યાં કપાસ.

કહેવાનો અર્થ એ છે કે પટનામાં જે વિચાર્યું હતું તે કરી જ ન શક્યો. કંઈક જુદું જ કરવા લાગ્યો. જેનાથી મનમાં ઉચાટ જોવા મળી રહ્યો હતો. જે બાદ તેઓએ પોતાને કોચિંગથી અલગ કરી લીધા અને લોકલ માર્કેટમાં મિથિલા પેઈન્ટિંગની ટોહ લેવા લાગ્યાં.

રજનીશ જણાવે છે કે, ‘પુસ્તકમાં મેં વાંચ્યુ હતું કે મધુબની કે મિથિલા પેઈન્ટિંગની માગ વિશ્વભરમાં રહે છે. જે યોગ્ય પણ છે. આ એક અદ્ભુત કલા છે પરંતુ જ્યારે હું ફરવા લાગ્યો તો સમજી ગયો કે સ્થાનિક બજારમાં તેની કોઈ જ માગ નથી. કેમકે આ કલા બજાર સુધી પહોંચ્તા પહોંચ્તા ઘણી જ મોંઘી થઈ જાય છે. કલાકાર પાસેથી જે પેઈન્ટિંગ છસો રૂપિયામાં ખરીદીવામાં આવે છે, તે રાજધાની દિલ્હી પહોંચ્તા પહોંચ્તા છ હજાર રૂપિયાની થઈ જાય છે અને દેશમાંથી બહાર જતા જતા લાખ રૂપિયાની. આટલી મોંઘી કલાને તો કોઈ અમીર જ ખરીદી શકે.’

રજનીશ કહે છે કે જો આર્ટ એન્ડ ક્રાફ્ટને બચાવવું છે તો તેને વેપાર સાથે જોડવું જરૂરી છે. તેમાં જોડાયેલા કલાકારોને યોગ્ય કિંમત અપાવવી પડશે.
રજનીશ કહે છે કે જો આર્ટ એન્ડ ક્રાફ્ટને બચાવવું છે તો તેને વેપાર સાથે જોડવું જરૂરી છે. તેમાં જોડાયેલા કલાકારોને યોગ્ય કિંમત અપાવવી પડશે.

મિડલ ક્લાસ પરિવાર તો દૂર જ રહેશે. મને ત્યાંથી જ ક્રાફ્ટવાળાનો ખ્યાલ આવ્યો. ત્રણ વર્ષમાં ઘણી જ મુશ્કલી પડી પરંતુ અમે આ કલાને ઘણી હદે દેશના મિડલ ક્લાસથી જોડી દેવામાં સફળતા મળી છે. 2017માં બિહાર સરકાર રાજ્યની સ્ટાર્ટઅપ પોલિસી લઈને આવી.

આ મુજબ જે આઈડિયાને રાજ્ય સરકાર માન્યતા આપશે તેમાં દશ લાખ રૂપિયાનું રોકાણ કરશે. રજનીશે એપ્લાઈ કર્યું. પહેલી વખતમાં તેમનો આઈડિયા રિજેક્ટ થઈ ગયો પરંતુ 2018માં તેને માન્યતા મળી. તેઓને સર્ટિફિકેટ તો મળી ગયું પરંતુ સરકાર તરફથી મળનારી આર્થિક મદદની રાહ તેઓ આજ દિવસ સુધી જોઈ રહ્યાં છે.

રજનીશ જણાવે છે કે બિહાર સરકારનું વર્કિગ તમે સમજી શકો છો. ત્રણ વર્ષ પસાર થઈ ગયા. હજુ સુધી હું સરકાર તરફથી મળનારી આર્થિક મદદની રાહ જોઈ રહ્યો છું. જો આ લોકો ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપને મદદ નહીં કરે તો તેટલા ટાઈમમાં તો આ બંધ જ થઈ જશે. પરંતુ અમે સંપૂર્ણ રીતે સરકારને ભરોસે નથી.

કોરોના આવ્યો અને લોકડાઉન લાગ્યું તો અમે માસ્ક પર મિથિલ પેઈન્ટિંગ બનાવવાનું વેચવાનું શરૂ કર્યું. લગભગ એક લાખ માસ્ક અમે વેચ્યા. રક્ષાબંધન આવી તો મિથિલામાં પ્રચલિત ઘાસની રાખડી વેચી. હવે તો મખાના પણ અમે સપ્લાઈ કરીએ છીએ.

આર્ટ એન્ડ ક્રાફ્ટમાં કાર્યરત કલાકારોને તેની કલાની યોગ્ય કિંમત મળી રહે અને તેને અમીરોના બંગલામાંથી કાઢીને મિડલ ક્લાસના બે-ત્રણ રૂમવાળા ફ્લેટ સુધી પણ પહોંચાડવામાં આવે. આ કામમાં રજનીશ કુમાર ઝા અને તેમના ચાર સાથી મહેનત કરી રહ્યાં છે.

તેઓ પોતાની વાતચીતમાં સ્પષ્ટ રીતે એકરાર કરે છે કે તેઓ વેપાર કરે છે. તેમનું માનવું છે કે જો આર્ટ એન્ડ ક્રાફ્ટને બચાવવું છે તો તેને વેપાર સાથે જોડવું જ પડશે. આ કામમાં લાગેલા કલાકારોને યોગ્ય કિંમત અપાવવી જ પડશે. તેમના કામને પાર પાડવા માટે એક મોટું માર્કેટ તૈયાર કરવું જ પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો