તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Migrant Workers Pictures From Mumbai Nashik Highway Via Bijasan Mata Mandir Indore, Dewas Jhansi Madhya Pradesh UP Border To Prayagraj And Banaras

બમ્બઈથી બનારસ:આઝાદી બાદ થઈ રહેલી સૌથી મોટી હિજરતની વાસ્તવિકતા અને તેની સાથે જોડાયેલી કહાનીની તસવીરો

મુંબઈથી વારાણસી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બમ્બઈથી બનારસ સુધી 1500 કિમીની સફર, 100 કલાકનું લાઈવ રિપોર્ટિંગ અને 16 રિપોર્ટ્સ દ્વારા તમને સીધા હાઈવ અને પ્રવાસીઓના ગામ સુધી લઈ જવાનો પ્રયાસ
  • 17 મેની બપોરે 1 વાગ્યે મુંબઈના થાણેથી અમારી સફર શરૂ થઈ હતી, નાસિક હાઈવે થઈને મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશ બોર્ડર પાર કરી અને પછી ઈન્દોર, ઝાંસી અને પ્રયાગરાજ થઈને અમે બનારસ પહોંચ્યા હતા

મેના પહેલા સપ્તાહથી જ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર સહિત અન્ય રાજ્યો માટે પ્રવાસીઓ ઝડપથી હિજરત કરવા માંડ્યા હતા. જેમાંથી મોટાભાગના મજૂર હતા. છાપા, ટીવી ચેનલ અને ડિઝીટલ મીડિયા પ્લેટફોર્મ પર ભૂખ્યા, ખુલ્લા પગે ચાલી રહેલા, ટ્રક-ટેમ્પોમાં ભરેલા પ્રવાસીઓની તસવીર આવવા લાગી હતી.   ભાસ્કર છેલ્લા પાંચ દિવસોથી આ પ્રવાસીઓની હિજરતની કહાની આપ સૌ સુધી પહોંચાડી રહ્યું છે. સીધા ત્યાંથી જે રસ્તા સૌથી વધારે પ્રવાસી મહારાષ્ટ્રથી નીકળીને અન્ય રાજ્યોમાં તેમના ઘરે પહોંચી રહ્યા છે.

પ્રયાસ એટલો જ હતો કે કદાચ આઝાદી પછી થઈ રહેલી આ સૌથી મોટી હિજરતની વાસ્તિવકતા અને તેની સાથેનો સંબંધિત માર્મિક કહાનીઓથી તમે સત્ય જાણી શકો.

આ લક્ષ્ય સાથે 17 મેના બપોરે 1 વાગ્યે મુંબઈના થાણેથી અમારી સફર શરૂ થઈ હતી. નાસિક હાઈવ થઈને મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશ બોર્ડર પાર કરી અને પછી ઈન્દોર, ઝાંસી અને પ્રયાગરાજ થઈને અમે બનારસ પહોંચ્યા 1500 કિમીથી વધારેની સફરમાં 100 કલાક સુધી લાઈવ રિપોર્ટિંગ અને 16 રિપોર્ટ્સ દ્વારા તમને સીધા એ હાઈવે અને પ્રવાસીઓના ગામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ સફકમાં અમે ઘણી તસવીર લીધી, જેને આ ફોટો સ્ટોરીમાં જોડ્યા છે.

સફરની શરૂઆતમાં નાસિક હાઈવે પર ખારેગામ ટોલ પર અમને બપોરે લગભગ 2 વાગ્યે 1500-2000 પ્રવાસીની ભીડ જોવા મળી હતી. અહીંયા મહારાષ્ટ્ર સરકાર તેમને મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશની બોર્ડર સુધી છોડી રહી હતી. ભીડમાં અમારી નજર એક મહિલા પર પડી છે સવારે 4 વાગ્યાથી તેના વારાની રાહ જોઈ રહી હતી. તેના પતિ એક બાળકને લઈને લાઈનમાં ઊભા હતા. પુછ્યું તો મહિલાએ જણાવ્યું કે, અહીંયા સરકાર બસમાં મોકલી રહ્યા છે એ સાંભળ્યું તો અમે પણ અહીંયા આવી ગયા.

નાસિક હાઈવે પર કસારા ગામમાં ઝાડ નીચે આરામ કરતું એક ટોળું મળ્યું. 29 લોકોના આ ગ્રુપ સાઈકલ લઈને જ આસામ જવા માટે નીકળ્યું છે. સાઈકલ જ્યારે જોવા મળી તો અમે પુછ્યું કે, સાધન ન હતું તો ઘરેથી પૈસા મંગાવ્યા અને 5-5 હજારની સાઈકલ ખરીદી. હવે એનાથી જ રોજ 90 કિમી ચલાવીને ઘરે પહોંચવાનું વિચારીએ છીએ.

આ પરિવાર નવી મુંબઈ પાસે આવેલા તલોજા વિસ્તારથી ચાર દિવસ પગપાળા ચાલીને રવિવારે સાંજે 7 વાગ્યા લગભગ ઘુલે જિલ્લાના એમઆઈડીસી પહોંચ્યો છે.

નાસિકના નાકા પર મહારાષ્ટ્ર પોલીસ પ્રવાસીઓને ટ્રકમાંથી કાઢીને લાઈનમાં ઊભી રાખે છે અને પછી તેમને બસમાં બેસાડીને મહારાષ્ટ્ર- મધ્યરપ્રદેશ બોર્ડર પર મુકવા જાય છે.અહીંયા અમને એક પિતાને દીકરીને ખોળામાં લઈને પોતાના વારાની રાહ જોતા નજરે ચઢ્યા હતા.

મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશ બોર્ડર પર આ તસવીર રાતે 12 વાગે લેવાઈ હતી. અહીંયા મોટી બિજાસન માતા મંદિર પર 4 થી 6 હજાર લોકોની ભીડ હતી. મહારાષ્ટ્રથી આવેલા પ્રવાસી અહીંયા પોત પોતાના રાજ્યોના પોસ્ટર સામે બસની રાહ જોતા બેસ્યા હતા.

બિજાસન માતા મંદિર પર અમારી મુલાકાત પ્રવીણ સાથે થઈ. પ્રવીણ 9 મહિનાની ગર્ભવતી છે. છેલ્લા બે દિવસથી તે અલગ અલગ ટ્રકમાં પતિ સાથે સફર કરીને અહીંયા સુધી પહોંચી છે. પ્રવીણે જણાવ્યું કે, મેં સવારથી પાણી સુદ્ધા નથી પીધું કારણ કે પાણી પીવાથી પેશાબ આવે છે અને પછી આંતરડામાં દુખાવો થાય છે.

શિવપુરી હાઈવે પર અમે એક પછી એક મહારાષ્ટ્રની ઘણી રિક્ષાઓ જોવા મળી.રિક્ષા વાળા તેમના પરિવારને લઈને યૂપી-બિહાર તેમના ગામ તરફ જઈ રહ્યા હતા. સફરમાં જ્યારે આ લોકો થાકી જાય છે તો બહાર નીકળીને થોડો આરામ કરી લે છે.

ઝાંસી પહોંચ્યાના થોડા પહેલા અમેન 8 લોકોનું આ ટોળું મળ્યું. આ યુવાનો હૈદરાબાદથી પગપાળા તો ક્યાંક કોઈ ટ્રકના સહારે આગળ વધ્યા છે. આ લોકોને યૂપીના મહોબા જવાનું છે.બુંદેલખંડની ભયાનક ગરમીના કારણે તેમની પાસે ન તો પૈસા હતા ન જમવાનું કંઈ વધ્યું હતું. આ લોકો 6-6 કલાક પાણી વગર ચાલી રહ્યા છે.

આ તસવીર મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશને જોડતી રક્સા બોર્ડરની છે. પ્રવાસી તેમના જિલ્લાની બસની રાહ જોઈ રહ્યા છે. અહીંયાથી રોજ 300 થી 400 બસોમાં મજૂરો બેસાડીને ગોરખપુર, વારાણસી અને જૌનપુર સહિતના પ્રાંતમાં અલગ અલગ જિલ્લામાં મુકવામાં આવે છે.

ઝાંસીમાં બાંગડ ગામની નજીક અમને એક બીજો નજારો જોવા મળ્યો સબ ઈન્સપેક્ટર બૃજેશ કુમાર સિંહે ઉલ્સાનગરમાં મઉથી થઈને અલ્હાબાદ જઈ રહેલા મજૂરોની ગાડી ઊભેલી જોઈ તો ઉતરીને તેમનો હાલચાલ પુછ્યો. તેમને ત્યાં ઊભેલા લોકોને જમવાનું અને પાણીનું પણ પુછ્યુંય અમારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રસ્તામાં રોજ ઘણા મજૂરો મુશ્કેલીનો સામનો કરીને સફર કરી રહ્યા છે

હાઈવેની નજીક ઝાંસીના દેવરીસિંહપુરા ગામમાં દામોદર તેમની પત્નીના અંતિમ સંસ્કાર કરીને આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ગાડી ન હતી એટલે પગપાળા ચાલીને તેમની સાળીને ત્યાં જઈ રહ્યા હતા. રસ્તામાં જ ટ્રકે ટક્કર મારી દીધી અને પત્નીનું મોત થયું હતું. દામોદરને બે બાળકો છે. દસ વર્ષની નાની દીકરી નીલમ અને 14 વર્ષનો દીકરો દીપક.

બનારસ તરફ આગળ વધતા એક જગ્યાએ અમને મજૂર આરામ કરતા જોવા મળ્યા. અહીંયા અજીમ મળ્યા. અજીમ મહોબાના રહેવાસી છે. તે ગુડગાવથી પોતાની પત્નીને સાઈકલ પર બેસાડીને ગામે જઈ રહ્યા હતા.

શ્યામલાલ અને દિનેશ હરિદ્ધારથી પોતાના ગામ રાનીપુર પાછા આવ્યા છે. ઘરમાં જુની લૂમની મશીનોને બતાવીને તેમણે કહ્યું કે, એક સમયે અમે પણ શેઠ હતા. પહેલા રાનીપુરના ઘરે ઘરે વણકર હતા, પણ હવે આખું ગામ ઠપ થઈ ગયું છે.

દિનેશ મુંબઈના મલાડમાં રહેતા હતા ત્યાં તેઓ આરઓ ફિટિંગનું કામ કરતા હતા. ગામે પાછા આવ્યા તો 14 દિવસ માટે ઘરથી દૂર રહેવું પડે છે. એટલા માટે તેમણે ખેતરમાં જ નાની ઝૂંપડી બનાવીન દીધી અને તેમા જ રહે છે.

બહારથી આવેલા લોકોએ ક્યાંક નદી કિનારે, ખેતરમાં તો ક્યાંક મસાણમાં પોતાની ઝૂંપડી બાંધી રહ્યા છે. આ ઝૂંપડીમાં તેમને 14 દિવસ માટે ક્વૉરન્ટીનમાં રહેવાનું છે. તસવીર કેથી ઘાટ પર બનાવેયી એક ક્વૉરન્ટીન ઝૂંપડીની છે.

અમારી સફર વડાપ્રધાને દત્તક લીધેલા ગામ જયાપુરમાં ખતમ થઈ. ગામમાં 35 લોકો બહારથી આવ્યા હતા, જેમને હોમ ક્વૉરન્ટીન કરાયા હતા. અહીંયા એક દેખરેખ સમિતિ બનાવાઈ જે નજર રાથે કે કોઈ ક્વૉરન્ટીન નિયમોનો ભંગ તો નથી કરી રહ્યું ને..

પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 

14મો રિપોર્ટઃકાશીના એક ગામમાં બે લોકો નાવ પર ક્વોરન્ટીન છે, તડકામાં પીપા પુલ નીચે જતા રહે છે, તેની ઉપર જ ચુલો રાખી ભોજન બનાવે છે

16મો રિપોર્ટઃકાશીના એક ગામમાં બે લોકો નાવ પર ક્વોરન્ટીન છે, તડકામાં પીપા પુલ નીચે જતા રહે છે, તેની ઉપર જ ચુલો રાખી ભોજન બનાવે છે

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો