• Home
  • Dvb Original
  • Migrant Workers News Update form Mumbai To Banaras Due to covid 19 Lockdown

બમ્બઈથી બનારસ 97 કલાકથી LIVE રિપોર્ટ્સ / પીએમ મોદીએ દત્તક લીધેલા ‘જયાપુર’માં ગામના લોકોએ દેખરેખ સમિતિ બનાવી, 35 લોકો બહારથી પરત ફર્યા પરંતુ હજી સુધી કોરોના મુક્ત

Migrant Workers News Update form Mumbai To Banaras Due to  covid-19 Lockdown
X
Migrant Workers News Update form Mumbai To Banaras Due to  covid-19 Lockdown

  • દેખરેખ સમિતિ ચુપચાપ એ વાત પર ધ્યાન આપે છે કે ક્વોરન્ટિન વ્યક્તિ ક્યાંક ગામમાં બહાર તો નથી ફરતોને, બહારથી આવેલી વ્યક્તિની તુરંત મેડિકલ તપાસ કરવામાં આવે છે
  • ગામમાં છેલ્લા 20 દિવસમાં 35 લોકો મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતથી આવ્યા છે, તે દરેક લોકો હોમ ક્વોરન્ટિન કરાયા છે

વિનોદ યાદવ અને મનીષા ભલ્લા

May 21, 2020, 04:44 PM IST

વારાણસી. ભાસ્કરના જર્નલિસ્ટ બમ્બઈથી બનારસની સફર પર નિકળ્યા છે. તેમણે માર્ગો પર જ્યાથી લાખો લોકો તેમના ગામ તરફ ચાલીને જઈ રહ્યા છે. કોઈ ખુલ્લા પગે, ચાલીને, સાઈકલ, ટ્રકો અને ગાડીઓમાં ભરીને કોઈ પણ સંજોગોમાં ઘરે જવા માંગ છે. છેવટે મુશ્કેલ સમયમાં આપણે ઘરે જ તો જઈ છીએ. અમે પણ આ માર્ગોની જીવિત કહાની તમારા સુધી લઈ આવ્યા છીએ.

16મી સ્ટોરી, વડાપ્રધાનનાદત્તક લીધેલા ગામ જયાપુરથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દત્તક લીધેલા ગામ જયાપુરમાં દાખલ થતાં જ અમને મોઢા પર ગમછો લપેટેલા ગામના સરપંચ શ્રીનારાયણ પટેલ લૉનો અભ્યાસ કરતાં તેમના દિકરા રાહુલને કઈક સમજાવતા જોવા મળ્યા હતા. પૂછતા ખબર પડી કે રાહુલ દેખરેખ સમિતિનો સભ્ય છે. તેની જવાબદારી છે કે ગામમાં કોરોના કોઈને ન થાય તેનું ધ્યાન રાખવું. આ જવાબદારીમાં લોકો મોઢે માસ્ક બાંધીને ફરે ત્યાંથી લઈને બહારથી આવેલા લોકોને ક્વોરન્ટિન કરવા સુધીનું કામ રાહુલ અને તેની સમિતિ કરે છે.

ગામના પ્રધાન શ્રીનારાયણ પટેલે જણાવ્યું કે,  બનારસ ધીમે ધીમે હોટસ્પોટ બની રહ્યું છે, જેથી હવે દેખરેખ સમિતિનું કામ કાજ વધી ગયું છે.

ગામમાં છેલ્લાં 20 દિવસમાં 35 લોકો મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતથી આવ્યા છે. આ દરેક લોકો અત્યારે હોમ ક્વોરોન્ટિન છે. કારણકે બનારસ ધીમે ધીમે પૂર્વાચલના કોરોના સંક્રમિતોનું હોટસ્પોટ બની રહ્યું છે. તેથી દેખરેખ સમિતિનું કામ વધી ગયું છે. જોકે અત્યાર સુધી આ ગામ કોરોના મુક્ત છે.દેખરેખ સમિતિના યુવા સભ્ય રાહુલ સિંહ પટેલે જણાવ્યું છે કે, અમે લોકો ગામમાં જે પ્રવાસી મજૂર આવે છે તેમને થર્મલ સ્ક્રીનિંગ લઈ જઈ છીએ. ત્યાં તેમની તપાસ કરાવ્યા પછી તેમને ક્વોરન્ટિન કરવાની વ્યવસ્થા કરીએ છીએ. ત્યારપછી અમારી સમિતિના સભ્યો ચૂપચાપ તેના પર નજર રાખે છે કે, ક્વોરન્ટિન વ્યક્તિ ક્યાંક બહાર તો નથી ફરી રહ્યો ને.

4200ની વસ્તી વાળા ગામમાં બેન્ક, એટીએમ, પોસ્ટ ઓફિસ, સોલર પ્લાન્ટ જેવી મહત્વીની સુવિધા છે

 બનારસી હરિયાણાથી 9 લોકો સાથે ગામે પાછા આવ્યા છે. તે માટીથી બનેલા તેમના ઘરોને બતાવતા કહેતા હતા કે , પ્રાઈમરી શાળામાંથી ક્વૉરન્ટીન સેન્ટર હટાવવું યોગ્ય નિર્ણય ન હતો. બનારસીની ફરીયાદ છે કે તેની પાસે માટીના ઘરમાં બે રૂમ છે. જેથી તેને ધ્યાનમાં રાખીને સરકારે સરકારી શાળામાં અમારા જેવા ગરીબો માટે ક્વૉરન્ટીન થવાની સુવિધા આપવી જોઈએ.  ભિવંડીથી નાસિક સુધી પગપાળા અને પછી ટ્રકથી ગામે પહોંચેલા ગૌતમને લાગે છે કે તંત્રને એમના જેવા પ્રવાસી મજૂરો માટે ઘરની જગ્યાએ શાળામાં જ ક્વૉરન્ટીન રાખવા જોઈએ. ત્યાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા રહે છે. હોમ ક્વૉરન્ટીન રહેના લોકોના ઘરમાં બાળકોના કારણે અંતર રાખવું મુશ્કેલ બને છે. તેમણે જણાવ્યું કે, મારા ત્રણ બાળકો છે ગામમાં આવ્યા પછી હું ક્વૉરન્ટીન છું. ત્રણ બાળકોને નજરો સામે જોવું છું પણ ભેટી શકતો નથી. 


ભિવંડીથી નાસિક સુધી પગપાળા પછી ટ્રકમાં પહોંચેલા ગૌતમને લાગે છે કે તેમના જેવા પ્રવાસી મજૂરો માટે શાળામાં ક્વૉરન્ટીન સેન્ટર રાખવું જોઈએ. 

 ગામના જ રાજારામનું કહેવું છે કે, અમારા જેવા ગરીબોને એક એક રૂમનું ઘર આપીને સરકારે બહું મોટો ઉપકાર કર્યો છે. એ જ રૂમમાં આખા પરિવાર સાથે અમે ક્વૉરન્ટીન છીએ. સાથે જ રાશનની પણ તકલીફ પડી રહી છે. રાજારામ સરકારથી બહુ નારાજ છે. તેમના બે દીકરા હૈદરાબાદ અને માંડુમાં ફસાયા છે. બન્ને કંપનીઓમાં મજૂરી કરતા હતા.  લગભગ 8 હજાર જેવું વેતન મળતું હતું પણ આજે બે મહિના થઈ ગયા છે એ લોકો રસ્તા પર છે. રાજારામનું કહેવું છે કે સરકારે અમારા બાળકોને અનાથ સમજ્યા છે. ઘર બાળકોની કમાણીથી ચાલતું હતું. હવે સરકાર અમારી પાસે ભીખનો વાટકો પકડાવશે. તેમણે ગુસ્સામાં જણાવ્યું કે, તમે મીડિયા વાળા બતાવો છો કે ટ્રેન ચાલી રહી છે, કે ન બસ દોડે છે. આ બધું માત્રને માત્ર વોટ લેવાના ધંધા છે. મારા બાળકો ભૂખ્યા છે, ચારેય બાજુ તાળા વાગ્યા છે પરદેશમાં તેમને કોઈ જમવાનું પણ આપતું નથી.


ગામના જ રાજારામનું કહેવું છે કે અમને ગરીબોને એક એક રૂમ આપીને સરકારે અમારી પર ઉપકાર કર્યો છે

 આ જ ગામના ગુડ્ડીના પતિ પણ હૈદરાબાદમાં ફસાયા છે. બે મહિના થઈ ગયા તે ઘરે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુડ્ડીએ જણાવ્યું કે, તેની પતિ સાથે વાત થાય છે. તેમની પાસે પૈસા ખતમ થઈ ગયા છે. જમવાની કોઈ વ્યવસ્થા નથી. એ ન તો ઘરે પૈસા મોકલાવી શકે છે ન પોતે કમાઈ શકે છે. ગુડ્ડીના કહ્યાં પ્રમાણે મનરેગાના કામના હજુ સુધી પૈસા મળ્યા નથી. હાલ તો ગામમાં મનરેગાનું કામ નથી પણ જે કામ પહેલા કર્યું હતું તેના પણ પૈસા મળ્યા નથી. ગામની 80 મહિલાઓ પાસે વણાટનું કામ હતું. તેમને 20 લચ્છા કાતવાના 100 રૂપિયા મળતા હતા. આ સૂતર ખાદી સેવાના ગ્રામ ઉદ્યોગમાં જતું હતું. ગામના રાહુલ યાદવના કહ્યાં પ્રમાણે. ધીમે ધીમે ઘણી મહિલાઓ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ રહી હતી પણ લોકડાઉનના કારણે આ કામ પણ આજકાલ બંધ છે. 4200 વસ્તી વાળા આ ગામમાં બેન્ક, એટીએમ, પોસ્ટ ઓફિસ, સોલર પ્લાન્ટ જેવી બધી સુવિધા છે. 

દેખરેખ સમિતિ ક્વૉરન્ટીન કરાયેલા એક વ્યક્તિના પરિવારને જઈને સમજાવે છે કે કેવી સાવચેતી રાખવાની છે.

પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 

બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે
ચોથો રિપોર્ટઃમહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

પાંચમો રિપોર્ટઃહજારોની ભીડમાં બેસેલી પ્રવીણને નવમો મહિનો છે ગમે ત્યારે બાળક થઈ શકે છે, સવારથી પાણી સુદ્ધા નથી પીધું જેથી પેશાબ ન થાય

છઠ્ઠો રિપોર્ટ: થોડા કિમી ઓછું ચાલવું પડે એટલા માટે રફીક સવારે નમાઝ પછી હાઈવે પર આવીને ઊભા રહે છે અને પગપાળા જતા લોકોને રસ્તો બતાવે છે
સાતમો રિપોર્ટઃ60% ઓટો-ટેક્સીવાળા ગામડે જવા નિકળી ગયા છે, અમે હવે છ-આઠ મહિના તો નહીં આવીએ, ક્યારેય ન આવત પણ લોન ભરવાની છે
આઠમો રિપોર્ટઃ MP પછી ચાલીને જતાં મજૂર નજરે પડતા નથી, અહીંથી રોજ 400 બસોમાં લોકોને જિલ્લા સુધી મોકલાઈ રહ્યા છે

નવમો રિપોર્ટ:બસ મમ્મીને કહેવું છે કે અમને કોરોના નથી થયો, મમ્મીને ચહોરો બતાવીને પાછા આવી જશું 

અગિયારમો રિપોર્ટ: પાનીપતથી ઝાંસી પહોંચેલા દામોદર કહે છે- હું ગામડે તો આવ્યો પણ પત્નીની લાશ લઇને, આવવું એટલે સરળ હતું કારણ કે મારી સાથે લાશ હતી 

બારમો રિપોર્ટઃગામમાં 40 લોકો બહારથી આવ્યા છે, પરંતુ માત્ર તે ઘરની આગળ ક્વોરેન્ટીનનું સ્ટિકર લાગેલું છે જેમને રાહુલ ગાંધીએ ગાડીમાં પહોંચાડ્યા
તેરમો રિપોર્ટઃબનારસમાં રુસ્તમપુર કોરોનાનું હોટસ્પોટ છે, એકમાત્ર પોઝિટિવ દર્દીના પરિવારના લોકો તેને કવોરન્ટીન સેન્ટરમાં ખાવાનું આપવા જાય છે તો ગામવાળા ગાળો ભાંડે છે

14મો રિપોર્ટઃકાશીના એક ગામમાં બે લોકો નાવ પર ક્વોરન્ટીન છે, તડકામાં પીપા પુલ નીચે જતા રહે છે, તેની ઉપર જ ચુલો રાખી ભોજન બનાવે છે

16મો રિપોર્ટઃકાશીના એક ગામમાં બે લોકો નાવ પર ક્વોરન્ટીન છે, તડકામાં પીપા પુલ નીચે જતા રહે છે, તેની ઉપર જ ચુલો રાખી ભોજન બનાવે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી