• Gujarati News
  • Dvb original
  • Members Of The Victim's Family In Saharanpur Said, "We Have Evidence Of Innocence, Will The Police See It?"

સહારનપુર હિંસાનું ઇન્વેસ્ટિગેશન:કસ્ટડી દરમિયાન જેમને માર મારવાનો વીડિયો વાઈરલ થયો, તેમના પરિવારે કહ્યું તેઓ દેખાવોમાં હતા જ નહિ

સહારનપુર3 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ

ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પત્રકાર શલભ મણિ ત્રિપાઠીએ શુક્રવારે મુસલમાન સુમદાયના દેખાવો પછી પોલીસ કસ્ટડીમાં માર પડવા અંગેનો એક વીડિયોને ટ્વિટ કરતા લખ્યું- રિટર્ન ગિફ્ટ.

આ વીડિયો વાઈરલ થયો છે અને સહારનપુરનો હોવાનો કહેવાઈ રહ્યું છે. જોકે સહારનપુર પોલીસે ભાસ્કરને કહ્યું કે આ વીડિયો સહારનપુરનો હોવાની પુષ્ટિ થઈ નથી.

સહારનપુરના SSP આકાશ તોમરે ભાસ્કરને કહ્યું- આ વીડિયો સહારનપુરનો નથી. પોલીસ સ્ટેશનમાં બંધ બીજા અન્ય લોકોને માર મારવાના વીડિયો પણ વાઈરલ થયા છે. ભાસ્કરે સહારનપુરમાં આવા જ ઘણા લોકોના પરિવાર સાથે વાત કરી જેમનો દાવો છે કે વીડિયોમાં દેખાઈ રહેલા લોકો તેમના સંબંધી છે અને ગુનેગાર નથી.

પીડિત સંબંધીઓએ કહ્યું, અમારા પુરાવા જોવે પોલીસ

મુન્ની બેગમનો આરોપ છે કે તેમનો પુત્ર સમદ(જમણે) અને ભત્રીજો કૈઉ નિર્દોષ હોવા છતાં પોલીસની કસ્ટડીમાં છે.
મુન્ની બેગમનો આરોપ છે કે તેમનો પુત્ર સમદ(જમણે) અને ભત્રીજો કૈઉ નિર્દોષ હોવા છતાં પોલીસની કસ્ટડીમાં છે.

મુન્ની બેગમ શહેરના ખત્તાખેડીમાં રહે છે. તેનો પતિ ફુરકાન સોફાનો કારીગર છે. પુત્ર અબ્દુલ સમદ પણ પિતાને મદદ કરે છે. તેમણે હાલ જ નવું ઘર બનાવ્યું છે. મુન્ની બેગમનો દાવો છે કે મારામારીના વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણ લોકોમાં તેમના પતિ ફુરકાન, પતિના મિત્ર મેહરાજ અને તેમના દિયરના પુત્ર કૈફ છે.

મુન્ની કહે છે કે મારો પુત્ર અબ્દુલ સમદ પિતરાઈભાઈ મોહમ્મદ કૈફની સાથે કમિટીના પૈસા આપવા માટે સાડા ચાર વાગ્યે ઘરેથી મોટરસાઈકલ પર નીકળ્યો હતો. રસ્તામાં આ બંનેને પકડી લેવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં બંધ કરવામાં આવ્યા હતા. જોકે આ અંગે SSP આકાશ તોમરનું કહેવું છે કે જેટલા પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેની વિરુદ્ધ પોલીસ પાસે પુરતા પુરાવા છે.

SSP ન બતાવી શક્યા પુરાવા
જ્યારે અમે SSPને કેફ, સમદ, ફુરકાન અને મેહરાજની વિરુદ્ધ પુરાવા હોવા અંગેનો સવાલ કર્યો તો તેમણે કહ્યું કે પોલીસની પાસે આ ચારેય વ્યક્તિઓની વિરુદ્ધ પુરતા પુરાવા છે. જોકે તેમણે કોઈ પુરાવા બતાવ્યા નથી, જોકે ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે.

આકાશ તોમર, એસએસપી, સહારનપુર
આકાશ તોમર, એસએસપી, સહારનપુર

આ રિપોર્ટ પ્રકાશિત થવા સુધી પોલીસે અમને કોઈ જ પુરાવા આપ્યા નથી. પોલીસે જે લોકોની ધરપકડ કરી છે, તેમાંથી ઘણાની વિરુદ્ધ પોલીસની પાસે ભીડમાં સામેલ થવા અંગેના પુરાવા છે, જે અમને દેખાડવામાં પણ આવ્યા છે.

મન્નીના જણાવ્યા મુજબ તેમના પતિ ફુરકાન તેમના દોસ્ત મેહરાજની સાથે પોલીસ સ્ટેશનમાં છોકરાઓ વિશે માહિતી મેળવવા માટે ગયા હતા, જ્યાં તેમને પણ કસ્ટડીમાં લઈને લોક કરવામાં આવ્યા છે.

જ્યારે અમે ફુરકાન અને મેહરાજની ધરપકડ વિશે પોલીસને સવાલ કર્યો તો SSP આકાશ તોમરે કહ્યું હતું કે તમામની પુરાવાના આધારે જ ધરપકડ કરવામાં આવી છે. જેમની વિરુદ્ધ પુરાવા નથી, એવા ઘણા લોકોને છોડી પણ દેવામાં આવ્યા છે. જેટલા પણ લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે, તે તમામની વિરુદ્ધ અમારી પાસે પુરતા પુરાવા છે.

મુન્ની બેગમ
મુન્ની બેગમ

પીડિતાએ ભાસ્કરને બતાવ્યા CCTV ફુટેજ
આ ચારેયને હાલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મુન્ની બેગમે દૈનિક ભાસ્કરને કેટલાક CCTV ફુટેજ દેખાડ્યા છે, જેમાં તેમનો પુત્ર સમદ ભાઈ કેફની સાથે શુક્રવારે સાંજે 4 વાગીને 38 મિનિટે ઘરની પાસે જ મોટરસાયકલ ઉભુ રાખતો દેખાય છે. મુન્ની બેગમનો દાવો છે કે કેફ અને સમદે નજીકની મસ્જિદમાં નમાઝ અદા કરી હતી અને પછીથી તે ઘરે આવી ગયા હતા.

પોલીસે મેહરાજને તોફાની બનાવ્યા
મેહરાજ શહેરના મુબારક શાહ મોહલ્લના ઠઠેરોં વાળી ગલીમાં રહે છે. તેમનો નાના ભાઈ મોહમ્મદ ઈમરાન દાવો કરે છે કે મારો મોટો ભાઈ મેહરાજ આખો દિવસ ઘરે જ હતો. તેમણે નજીકની મસ્જિદમાં નમાઝ અદા કરી હતી અને પછી ઘરે આવી ગયો હતો. પછીથી તેમની પત્નીએ તેમની પાસે દહી મંગાવ્યું હતું. દહી લાવીને તેઓ સુઈ ગયા હતા. સાંજે તેમના મુત્ર ફુરકાનનો ફોન આવ્યો હતો, તે પછીથી તે તેમની સાથે પોલીસ સ્ટેશન ગયા હતા. હવે પોલીસ તેમને તોફાની બનાવ્યા છે.

હિંસાના આરોપમાં ધરપકડ કરાયેલા ફુરકાનના ઘરના સભ્યોને એ ચિંતા છે કે તેમના ઘર પર પ્રશાસન બુલડોઝર ન ફેરવી દે. ઘરના સભ્યો સલામતી માટે દુઆ કરી રહ્યાં છે.
હિંસાના આરોપમાં ધરપકડ કરાયેલા ફુરકાનના ઘરના સભ્યોને એ ચિંતા છે કે તેમના ઘર પર પ્રશાસન બુલડોઝર ન ફેરવી દે. ઘરના સભ્યો સલામતી માટે દુઆ કરી રહ્યાં છે.

જે ઉપદ્રવી હશે, તેમના ઘર પર ચાલશે બુલડોઝર
સહારનપુરમાં પોલીસ પ્રશાસને તે બે વ્યક્તિઓના ઘરે બુલડોઝર ચલાવ્યું છે જેમની ઉપદ્રવીઓમાં ભૂમિકા બહાર આવી છે. તેમાંથી એક ભાડાના ઘરમાં રહે છે. શું ધરપકડ કરવામાં આવેલા અન્ય લોકોના ઘરે પણ બુલડોઝર ચાલી શકે છે, આ સવાલ પર SP સિટી રાજેશ કુમાર કહે છે કે પ્રશાસન તેનું કામ કરી રહ્યું છે. આગળ પણ બુલડોઝર ચાલશે. જેમના પણ મકાન ગેરકાયદેસર હોવાનું જણાશે તેને તોડી નાંખવામાં આવશે.

બુલડોઝરના ડરથી ઉંધ ઉડી ગઈ
મુન્ની બેગમના પરિવારે તાજેતરમાં જ લોન લઈને ઘર બનાવ્યું છે. મુન્ની એ ડરથી રાતે સુઈ પણ શક્યા નહોતા ક્યાંક તેમના ઘરને ન તોડી નાખવામાં આવે. મુન્ની કહે છે કે મારો નિર્દોષ પુત્ર અને મારો નિર્દોષ પતિ જેલમાં છે. ઘરમાં હવે કોઈ કમાનાર નથી. મારી બે નાની દિકરીઓ છે. હવે જો આ ઘરને પણ તોડી નાંખવામાં આવશે તો મારુ શું થશે.

શુક્રવારે આ રીતે શરૂ થઈ હતી હિંસા

શુક્રવારે સહારનપુરમાં નમાઝ પછી દેખાવો શરૂ થયા હતા. દુકાનો અને વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
શુક્રવારે સહારનપુરમાં નમાઝ પછી દેખાવો શરૂ થયા હતા. દુકાનો અને વાહનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં શુક્રવારે નમાઝ પછી પૈગંબરના અપમાનની વિરુદ્ધ દેખાવો થયા હતા. હજારો લોકોના ટોળાઓ જામા મસ્જિદ સુધી માર્ચ રરી હતી. ઘંટાઘરથી પરત ફરતી વખતે દેખાવકારોનું એક ગ્રુપ હિંસક થઈ ગયું હતું અને નહેરુ માર્કેટમાં દુકાનોને ટાર્ગેટ બનાવી હતી.

અત્યાર સુધીમાં 84ની ધરપકડ, 100ની ઓળખ

પોલીસનો દાવો છે કે વીડિયો ફુટેજના આધારે હિંસાના આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 84ની ધરપકડ થઈ છે.
પોલીસનો દાવો છે કે વીડિયો ફુટેજના આધારે હિંસાના આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 84ની ધરપકડ થઈ છે.

પોલીસે હવે તોફાનીઓની ઓળખ કરી રહી છે. અત્યાર સુધીમાં 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 100થી વધુની ઓળખ કરવામાં આવી છે. પોલીસ હજી વધુ ધરપકડ કરે તેવી શક્યતા છે.

જે લોકો દેખાવોમાં સામેલ હતા, અથવા તો જેની ધરપકડ કરવામાં આવી છે, તેમના પરિવારમાં હવે બુલડોઝર અને પોલીસ કાર્યવાહીનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. શહેરમાં મોટા ભાગના લોકો પ્રશાસનની આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે જો આ અંગે સખ્ત કાર્યવાહી નહિ કરવામાં આવે તો ખોટો સંદેશ જશે અને આગળ પણ આવો જ ઉપદ્રવ થઈ શકે છે.

બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે પ્રશાસન જરૂરિયાતથી વધુ સખ્ત કાર્યવાહી કરી રહ્યું છે અને તેમાં કેટલાક નિર્દોષ લોકોનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. પરિવારોએ તેમના પુરાવા રજૂ કરી દીધા છે. હવે પોલીસના પુરાવાની રાહ જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...