ભાસ્કર ઇન્ટરવ્યૂરવીન્દ્ર જાડેજાનાં બહેન કોંગ્રેસમાં, તો પત્ની ભાજપનાં ઉમેદવાર:PM મોદીને મળવાથી રીવાબાનું જીવન બદલાઈ ગયું, ફોનથી ટિકિટ મળી

14 દિવસ પહેલા

જામનગરને છોટી કાશી અને સૌભાગ્યનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના બાલ હનુમાન મંદિરમાં 1964થી 24 કલાક રામધૂન ચાલી રહી છે. મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ દિવસોમાં જામનગર ચૂંટણીને કારણે સમાચારોમાં છે. ભાજપે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

એક વખત સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયેલાં રીવાબા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. ત્યાર પછી જ તેમણે ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું હતું. જોકે તેઓ સાંસદ કે ધારાસભ્યની ચૂંટણી લડવી કે કેમ એ અંગે મૂંઝવણમાં હતાં.

ફોન આવ્યો, મોદી-શાહ તમને ઉમેદવાર બનાવવા માગે છે
એક દિવસ રીવાબાને ગુજરાત બીજેપી ચીફ સીઆર પાટીલનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 'મોદીજી અને અમિત શાહજી તમને ઉમેદવાર તરીકે જોવા માગે છે. તમે તૈયારી શરૂ કરો.'

રવીન્દ્ર જાડેજા અને રીવાબા નવેમ્બર 2018માં પીએમ મોદીને મળ્યાં હતાં. વડાપ્રધાને બન્ને સાથેનો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
રવીન્દ્ર જાડેજા અને રીવાબા નવેમ્બર 2018માં પીએમ મોદીને મળ્યાં હતાં. વડાપ્રધાને બન્ને સાથેનો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

રીવાબાએ સૌપ્રથમ આ વાત તેમના પતિ રવીન્દ્ર જાડેજાને જણાવી અને ચૂંટણી લડવાનું મન બનાવી લીધું. હવે તેઓ પ્રચારક્ષેત્રે છે. તેઓ સવારે 8 વાગ્યે નીકળી જાય છે.

રવીન્દ્ર જાડેજાનાં બહેન કોંગ્રેસમાં છે
રવીન્દ્ર જાડેજાની મોટી બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે. તેઓ જામનગર ઉત્તરમાંથી ટિકિટનાં દાવેદાર પણ હતાં, પરંતુ પાર્ટીએ બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. હવે નયનાબા જાડેજા બિપેન્દ્ર સિંહ માટે પ્રચાર કરી રહ્યાં છે. ભાસ્કરે રીવાબા અને નયનાબા સાથે વાત કરી. આ સાથે જામનગર બેઠકનું ગણિત પણ સમજ્યા હતા.

પહેલા રીવાબા જાડેજા સાથે વાત...

સવાલ: તમે ચૂંટણી લડવાનો નિર્ણય ક્યારે લીધો? શું તમે 2018માં પીએમ મોદીને મળ્યાં હતાં, ત્યારે જ ચૂંટણી લડવાનું નક્કી થયું હતું?
જવાબ: હું શરૂઆતથી જ સિવિલ સર્વિસીઝમાં જવા માગતી હતી. દિલ્હીમાં સિવિલ સર્વિસ માટે પણ તૈયારી માટે ગયાં હતાં. ભારતીય વાયુસેના માટે પણ તૈયારી કરી હતી. આ દરમિયાન તેમની સગાઈ થઈ અને પછી 2016માં લગ્ન કર્યા. મનમાં ક્યાંક એવું હતું કે મારે દેશની સેવા કરવી છે.

2018માં પીએમ મોદીને મળ્યા હતા. મને એટલી પ્રેરણા મળી કે મેં આ પછી રાજકારણમાં જોડાવાનું મન બનાવી લીધું અને 2019માં ભાજપમાં જોડાઈ ગઈ. ત્યારે ચૂંટણી લડવા જેવી વાત નહોતી. મોદીજીએ મને રાજકારણમાં આવવાની પ્રેરણા આપી છે.

જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય હતા. આ વખતે પાર્ટીએ રીવાબા જાડેજાને આ બેઠક પરથી ઉતારવા માટે તેમની ટિકિટ કાપી નાખી હતી.
જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય હતા. આ વખતે પાર્ટીએ રીવાબા જાડેજાને આ બેઠક પરથી ઉતારવા માટે તેમની ટિકિટ કાપી નાખી હતી.

સવાલ: તમે ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી કે ભાજપે તમને ટિકિટ આપી હતી?
જવાબ: એક રાત્રે મને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહજી તમને જામનગર ઉત્તરના ઉમેદવાર તરીકે જોવા માગે છે. તમે તૈયારી શરૂ કરો. મેં આ વાત સૌપ્રથમ રવીન્દ્રને કહી. એ સમયે તેઓ બેંગલુરુમાં હતા. તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને પછી અમે આગળના આયોજન વિશે વાત કરવાનું શરૂ કર્યું. ઘરે પણ બધાને આ વિશે કહ્યું હતું.

સવાલ: ચૂંટણીની તૈયારી કેવી રીતે ચાલી રહી છે, શું રવીન્દ્ર સાથે વાત થઈ શકે છે?
જવાબ: હું સવારે 8 વાગ્યે નીકળું છું. પરત આવવાનું નક્કી નથી. અમે રવીન્દ્ર સાથે રોજ બપોરના સમયે જ વાત કરી શકીએ છીએ.

સવાલ: લોકો કહે છે કે તમે સેલિબ્રિટી ઉમેદવાર છો. જો તમે જીતી ગયાં છો, તો શું તમને કામ માટે મળવું મુશ્કેલ બનશે?
જવાબ: જે લોકોએ મારી પ્રોફાઈલ જોઈ છે તેઓ જાણે છે કે મેં ઘણાં ગામોની મુલાકાત લીધી છે. છેલ્લાં અઢી વર્ષમાં મેં રોજેરોજ 350થી 400 કિમીનો પ્રવાસ કર્યો છે. મારા પતિ આટલા પોપ્યુલર છે. મારી પાસે પણ ફેમ છે. મારી પણ એક અલગ ઓળખ છે. પછી તમે જ વિચારો કે શું મારે આમાં આવવાની જરૂર હતી!

હું આમાં માત્ર લોકોની સેવા કરવા આવી છું. એકવાર તેઓ મને જિતાડીને ગાંધીનગર મોકલશે, ત્યાર બાદ તેઓ પોતે મારી હાજરી અનુભવશે. હું હંમેશાં લોકોની વચ્ચે જ રહીશ.

સવાલ: રાજકારણને લગતી ચર્ચા રવીન્દ્ર સાથે પણ થાય છે કે માત્ર ક્રિકેટ પર?
જવાબઃ અત્યારે અમારી વચ્ચે માત્ર મારા કરિયરની જ ચર્ચા થઈ રહી છે. હવે દરેક ક્ષેત્રમાં રાજકારણ જ છે. તમામ વિષયો પર વાતચીત ચાલુ રહે છે.

સવાલઃ રવીન્દ્ર તમારી સાથે પ્રચાર કરતા કેમ નથી દેખાતા?
જવાબ: તેઓ ટૂંક સમયમાં પ્રચાર કરતા જોવા મળશે. આ તમામ બાબતો પક્ષ નક્કી કરે છે. પાર્ટી નક્કી કરશે ત્યારે તેઓ પ્રચારમાં જોડાશે.

સવાલ: શું ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ક્રિકેટર્સ પણ તમારા અભિયાનમાં દેખાવાના છે?
જવાબઃ હું અન્ય ક્રિકેટરો વિશે કંઈ કહી શકું એમ નથી. મારી દરેક સાથે ઔપચારિક વાતચીત થાય છે. તેમની વાઇફ સાથે પણ મારે વાતચીત થાય છે. જોકે મારા પતિનું મારા પ્રચારમાં આવવું એ જ મારા માટે મોટી વાત છે.

હવે વાંચો રવીન્દ્ર જાડેજાની મોટી બહેન અને કોંગ્રેસનેતા નયના જાડેજાનો ઈન્ટરવ્યૂ...

સવાલ: રીવાબા ભાજપનાં ઉમેદવાર છે. તમે તેમની ઉમેદવારીને કેવી રીતે જુઓ છો?
જવાબ: હું રીવાબાને માત્ર ભાજપનાં ઉમેદવાર તરીકે જોઈ રહી છું. હું કોંગ્રેસની વિચારધારાની છું અને હંમેશાં આ વિચારધારાને અનુસરીશ. રીવાબાનો ભાજપમાં જોડાવાનો નિર્ણય તેમનો પોતાનો છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે.

સવાલ: લોકો રીવાબાને સેલિબ્રિટી ઉમેદવાર કહી રહ્યા છે?
જવાબ: હા, તો પછી તમે આમાં ખોટું શું બોલો છો. તમે મહિનાના મોટા ભાગના વિદેશપ્રવાસ પર છો. જો તમે તમારા પતિ સાથે મુસાફરી કરો છો, તો તમે લોકો માટે ક્યારે સમય કાઢશો. અહીંના લોકો એવા નેતા ઈચ્છે છે જે હંમેશાં તેમના માટે ઉપલબ્ધ હોય અને તેમની સાથે જ રહે.

સવાલ: તેઓ દાવો કરે છે કે જીત્યા પછી પણ લોકો તેમની હાજરી અનુભવશે?
જવાબ: તેમની પાસે આ વસ્તુ કરવા માટે પુષ્કળ સમય હતો. થોડા દિવસો પહેલાં તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ નહોતું કે તેઓ સાંસદ કે ધારાસભ્યની ચૂંટણી લડશે. હવે ભાજપ ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે, જેનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી કે તે લોકો માટે શું કામ કરશે.

સવાલ: રવીન્દ્ર જાડેજા તમારી પાર્ટી માટે પણ પ્રચાર કરશે?
જવાબઃ હું નથી ઈચ્છતી કે રવીન્દ્ર પ્રચાર કરે. મારા માટે તેઓ પ્રથમ ભારતીય ખેલાડી છે અને હું તેમને માત્ર ભારતીય ખેલાડી તરીકે જોવા માગું છું. હું ક્યારેય નથી ઈચ્છતી કે તે રાજકારણી બને. તેમણે પણ આડકતરી રીતે તેમનું નિવેદન આપ્યું છે કે તેઓ તેમની સાથે જોડાયા છે. હું તેમને ક્યારેય દબાણ કરીશ નહીં.

કોઈપણ રીતે, જ્યારે કોઈ તમારી સાથે ઊભું ન હોય, ત્યારે પતિ સાથે ઊભા રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમારા ઉમેદવારો પોતે એટલા મજબૂત છે કે તેમને કોઈના પ્રચારની જરૂર નથી.

એક વખત ભાજપ, એક વખત કોંગ્રેસના ફાળે ગઈ હતી
જામનગર બેઠક 1985થી 2007 સુધી ભાજપનો ગઢ રહી છે. 2008માં સીમાંકન પછી, જામનગર ઉત્તર નવી વિધાનસભા બની. આ પછી 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયો હતો. તેમણે ભાજપના ઉમેદવાર મુળુભાઈને 9 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. 2017માં તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર જીવનભાઈ કુંભારવાડિયાને 40,000થી વધુ મતોથી હરાવ્યા હતા. જામનગરમાં ફરવા પર ખબર પડે છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેમ છતાં આ વખતે તેમની ટિકિટ કપાઈ હતી.

રીવાબા માટે ચૂંટણી જીતવી સરળ નથી
સ્થાનિક લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ બેઠક પર રીવાબા માટે ચૂંટણી જીતવી સરળ નથી. જામનગરના લોકોને એવું લાગે છે કે તેઓ એક સેલિબ્રિટી છે, તેથી તેઓ હંમેશાં તેમની આસપાસ રહેશે નહિ અને હંમેશાં સંપર્કમાં રહેશે નહિ. ત્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કપાતાં તેમના સમર્થકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ કોઈ ખૂલીને બોલી રહ્યું નથી. આ બેઠક પર સૌથી વધુ લઘુમતી મતદારો છે, જેઓ કોંગ્રેસને મતદાન કરી રહ્યા છે.