તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Makes Agarbatti And Shower Gel With Stale Flowers On The Banks Of Ganges, Does Business Of 2 Lakhs Every Month

આજના પોઝિટિવ સમાચાર:ગંગાકિનારે વાસી ફૂલોમાંથી તૈયાર કરે છે અગરબત્તી અને શૉવર જેલ, દર મહિને થાય છે 2 લાખનો બિઝનેસ

15 દિવસ પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક
  • ફરીદાબાદના રહેવાસી 27 વર્ષના રોહિત પ્રતાપે ઋષિકેશમાં 10 લાખ રૂપિયાના ખર્ચે પ્લાન્ટ લગાવ્યો છે
  • રોહિત કહે છે, ફ્લાવર વેસ્ટ મેનેજમેન્ટથી તીર્થ નગરીનું પ્રદૂષણ પણ ઓછું થાય છે અને વાસી ફૂલોના ઉપયોગથી અગરબત્તી પણ તૈયાર થાય છે
  • ફ્લાવર વેસ્ટ કલેકશન માટે 12 મંદિર, 2 ઘાટની પાસે ડ્રમ રાખવામાં આવ્યા છે, અહીં રોજ 500 કિલો વેસ્ટ એકઠું થાય છે

હરિયાણાના ફરીદાબાદમાં રહેતા 27 વર્ષના રોહિત પ્રતાપે વર્ષ 2014માં ઈલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બીટેક કર્યું. એ બાદ નાગપુર સહિત અનેક શહેરોમાં રહીને ત્રણ કંપનીમાં ક્વોલિટી કંટ્રોલરની નોકરી પણ કરી. ગત વર્ષે નોકરી છોડીને ફ્લાવર વેસ્ટ મેનેજમેન્ટ પર કામ શરૂ કર્યું. હવે તે ઉત્તરાખંડના ઋષિકેશમાં મંદિરમાંથી નીકળતાં ફ્લાવર વેસ્ટથી અગરબત્તી, ધૂપ તૈયાર કરે છે.

રોહિતે 10 લાખના ખર્ચે આ બિઝનેસ શરૂ કર્યો હતો, હવે તે આ બિઝનેસમાંથી દર મહિને દોઢથી બે લાખ રૂપિયાનું વેચાણ કરે છે અને લગભગ 16 મહિલાને રોજગારી પણ આપે છે. રોહિતનું માનવું છે કે એનાથી તીર્થ નગરીમાં પર્યાવરણ પ્રદૂષણ ઓછું થવામાં પણ મદદ મળી રહેશે.

રોહિતનો શરૂઆતથી જ વેસ્ટ મેનેજમેન્ટમાં ઈન્ટરેસ્ટ હતો. 2017માં તેણે જોબની સાથે સાથે આ ફીલ્ડમાં રિસર્ચ કરવાનું પણ શરૂ કર્યું હતુંં. ઉત્તરાખંડના ઋષિકેશમાં રોહિતનાં માસી રહેતાં હતાં, જેમણે યુવાવસ્થામાં જ સંન્યાસ લીધો હતો. એવામાં રોહિત વારંવાર ઋષિકેશ આવતો-જતો રહેતો હતો. એક દિવસ જ્યારે રોહિતે પોતાની માસી સાથે વેસ્ટ મેનેજમેન્ટના પ્લાન પર ચર્ચા કરી તો તેમણે રોહિતને ફ્લાવર વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરવાની સલાહ આપી.

ઋષિકેશ તીર્થ નગરી છે. તેથી અહીં મોટી સંખ્યામાં મંદિરો છે. શ્રદ્ધાળુઓની અવરજવર પણ મોટી સંખ્યામાં હોય છે. સવારે ભગવાનને અર્પિત થનારાં ફૂલો સાંજે ઘાટ પાસે પડ્યાં હોય છે કે મોટી સંખ્યામાં લોકો એને નદીમાં વહાવી દે છે. પરિણામે, નદીઓનું પાણી પણ પ્રદૂષિત થાય છે.

એવામાં રોહિતે 2018માં પોતાની નોકરી છોડવાનો નિર્ણય કર્યો અને ફરીદાબાદમાં રહીને લગભગ 6 મહિના સુધી ફૂલોનાં વેસ્ટથી શું-શું વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય એના પર કામ શરૂ કર્યું. આ દરમિયાન તે વેસ્ટ મેનેજમેન્ટ સેકટરમાં કામ કરતા અનેક લોકોને પણ મળ્યો.

છ મહિના પછી રોહિતે ફરીદાબાદના જ મંદિરમાંથી નીકળતા ફ્લાવર વેસ્ટને એકઠા કર્યા અને સેમ્પલ તરીકે કેટલીક અગરબત્તી અને ધૂપ બનાવ્યાં. આ પ્રોડક્ટ તેને પોતાના પરિવાર અને મિત્રોને આપી જેનો રિસ્પોન્સ સારો મળ્યો, તો એપ્રિલ 2019માં ઋષિકેશમાં એક જગ્યા લઈને એક નાનકડો પ્લાન્ટ લગાવ્યો. પછી સપ્ટેમ્બર 2019માં આ પ્લાન્ટમાં ફ્લાવર વેસ્ટથી અગરબત્તી, ધૂપ અને શૉવર જેલનું પ્રોડક્શન શરૂ કર્યું.

ઋષિકેશનાં 12 મંદિર અને 2 ઘાટ પર રોજ લગભગ 500 કિલો ફ્લાવર વેસ્ટ એકઠું થાય છે.
ઋષિકેશનાં 12 મંદિર અને 2 ઘાટ પર રોજ લગભગ 500 કિલો ફ્લાવર વેસ્ટ એકઠું થાય છે.

રિક્ષાથી ફ્લાવર વેસ્ટ પ્લાન્ટ સુધી લઈ જાય છે

રોહિત જણાવે છે કે અમે ઋષિકેશનાં લગભગ 12 મંદિર અને 2 ઘાટની નજીક 50 કિલોથી લઈને 100 કિલો સુધીની ક્ષમતાવાળાં ડ્રમ રાખ્યાં છે, જેમાં મંદિરોમાંથી નીકળતા ફ્લાવર વેસ્ટ એકઠા કરવામાં આવે છે. અહીંથી અમે રિક્ષાની મદદથી આ વેસ્ટને અમારા પ્લાન્ટ પર લાવીએ છીએ અને જે બાદ એનું રિસાઈકલિંગ કરીને એમાંથી અગરબત્તીઓનું પ્રોડક્શન કરીએ છીએ.

મહિલા કર્મચારી એમાંથી ઉપયોગી ફૂલોને ઝીણવટ પર તપાસી અલગ કરે છે. એ બાદ એને ધોઈ, સુકવીને મશીનમાં દળીને એના પાઉડરની પરર્ફ્યૂમ બનાવીએ છીએ. એ બાદ 'નભ અગરબત્તી' અને 'નભ ધૂપ' નામથી આ પ્રોડક્ટને એ જ પૂજા સ્થળોની સાથો સાથે તીર્થ નગરીની દુકાનો, રહેણાક વિસ્તારોમાં વેચવામાં આવે છે. વધેલાં ફૂલોના કચરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એનું વર્મી કમપોસ્ટ બનાવીને જૈવિક ખેતી કરતા ખેડૂતોને વેચવામાં આવે છે.

રોહિતના જણાવ્યા મુજબ, સામાન્ય દિવસોમાં ઋષિકેશમાંથી રોજ 500 કિલો ફ્લાવર વેસ્ટ નીકળે છે. 1 કિલો ફ્લાવર વેસ્ટથી 70થી 80 ગ્રામ સુધીનો પાઉડર તૈયાર થાય છે અને જેમાં લગભગ 700 હેન્ડ મેડ અગરબત્તીની સ્ટિક તૈયાર થાય છે. આ કામ માટે રોહિતના એક પ્લાન્ટ પર લગભગ 16 મહિલા (ફુલ ટાઈમ, પાર્ટ ટાઈમ) કામ કરે છે. તેના પ્લાન્ટ પર દરરોજ 1000 પેકેટ તૈયાર થાય છે.

રોહિત કહે છે, આ પ્રોડક્ટનું માર્કેટિંગ હું પોતે જ સંભાળું છું. આ ઉપરાંત હાલ અમારી તમામ પ્રોડક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કેટલાક પ્રદેશોમાં ડિસ્ટ્રિબ્યુટર પણ છે અને ઉત્તરાખંડના લોકલ માર્કેટમાં પણ એની સપ્લાઇ કરવામાં આવે છે. અમારે ત્યાં જે હેન્ડ મેડ અગરબત્તી તૈયાર થાય છે, એ ઓર્ગેનિક સેગમેન્ટમાં આવે છે, જેને ઘણો જ સારો પ્રતિસાદ મળે છે.

રોહિત આગળ કહે છે, હાલ અમે ફ્લાવર વેસ્ટમાંથી ધૂપ, અગરબત્તી, શૉવર જેલ, વર્મી કમ્પોસ્ટ અને ગુલાલ તૈયાર કરીએ છીએ. હવે અમે હવન સામગ્રી, લિપ ગ્લોસ, ફેસ પેક પણ બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. આ ઉપરાંત હવે અમારા યુનિટને હરિદ્વાર સહિત અન્ય તીર્થ તેમજ ધાર્મિક સ્થળો પર પણ ખોલવાની તૈયારીમાં છીએ.

તેનું કહેવું છે કે ફ્લાવર વેસ્ટથી પ્રોડક્ટ બનાવવી તો સહેલી છે, પરંતુ એનું માર્કેટિંગ સહેલું નથી હોતું. જો કોઈ ફ્લાવર વેસ્ટને લઈને કામ કરવા માગે છે તો અમે તેની નિઃશુલ્ક મદદ પણ કરીએ છીએ.

( વધુ જાણકારી માટે રોહિત પ્રતાપ સાથે તેમના મોબાઈલ નંબર 097175 88383 પર સંપર્ક કરી શકાય છે.)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો