તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Game Of Drug MRP; A Medicine Made For 50 Paise Is Sold For 10 Rupees, A Medicine For 195 Rupees Becomes 350 For A Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરિજિનલ:દવાઓની MRPનો ખેલ; 50 પૈસામાં બનતી દવા 10 રૂપિયામાં વેચાય છે, 195 રૂપિયાની દવા એક મહિનામાં જ 350ની થઈ જાય છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર કોરોના દરમિયાન આપવામાં આવતી એક દવાનો ફોટો વાયરલ થયો છે. ફોટામાં આઈવરમેક્ટિન ટેબલેટ(Ivermectin Tablets USP Dinzo-12)ના બે પત્તા રાખવામાં આવ્યા છે. એકની મેન્યુફેકચરિંગ ડેટ સપ્ટેમ્બર 2020 છે અને બીજીની ઓક્ટોબર 2020 છે. પહેલાની MRP 195 રૂપિયા છે અને બીજાની 350 રૂપિયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસ્વીરને શેર કરીને દવા બનાવનારી ફાર્માસ્યુટિકલ કંપની અને સરકારને સવાલ કરી રહ્યાં છે.

એક યુઝર અનિરુદ્ધ માલપાની લખે છે કે ફાર્મા કંપની લાલચું છે. કોરોનાકાળમાં દાવાઓના ભાવ વધારી દીધા, કારણ કે આ દવા કોરોનાના દર્દીઓને આપવામાં આવે છે. આ કારણે એક મહિનામાં લગભગ 100 ટકા રેટ વધી ગયો. સરકાર શું સૂઈ ગઈ છે ? દિલ્હીના ડોક્ટર સૈય્યદ ફૈઝાન અહમદ લખે છે કે આ તો લૂટ છે.

પોતાને એન્ટરપ્રન્યોર ગણાવનાર યુઝર અભિષેક તેનો જવાબ આપે છે. તેઓ કહે છે કે સન ફાર્માએ જે ટેબલેટ બનાવી છે, તેની કિંમત વધુ છે. જોકે બ્લૂ બેલ ફાર્માએ પણ આ ટેબલેટ બનાવી છે, તેની કિંમત વધુ છે.

આ મામલાને જોઈને બે સવાલ મગજમાં આવે છે...
1. દવાઓના ભાવમાં આટલો બધો ફરક શા માટે છે ?
2. દવાઓના ભાવ કઈ રીતે નક્કી થાય છે ?

જ્યારે અમે આ અંગે તપાસ કરી તો ચોંકાવનારા જવાબ પ્રકાશમાં આવ્યા. દેશમાં લગભગ 3000 ફાર્માસ્યુટીકલ કંપનીઓ દવાઓ બનાવે છે. તેમાં 90 ટકાથી વધુ પ્રાઈવેટ કંપનીઓ છે. પ્રાઈવેટ કંપનીઓની સ્ટ્રેટેજી એટલી શક્તિશાશી અને સરકારના કાયદાઓ એટલા નબળા છે કે દવાઓ તેના અસલ ભાવથી 2000 ટકા વધુ ભાવે વેચાઈ રહી છે. આ અંગે વડાપ્રધાન, રાષ્ટ્રપતિને પણ પત્ર લખવામાં આવ્યો છે. ચાલો ભારતના દવાઓના માર્કેટના પાનાઓને ક્રમબંધ રીતે ખોલીએ

સિનિયર સાયન્ટિસ્ટ અને ડિસેંટિંગ ડાયગ્નોસિસના લેખક ડો. અરુણ ગદ્રે કહે છે કે સરકારી સંસ્થા તમિલનાડુ કોર્પોરેશન, ફાર્મા કંપનીઓ પાસેથી હાઈપરટેન્શનન દવા 50 પૈસામાં ખરીદે છે. આ જ દવાઓ સામાન્ય લોકોને 10 રૂપિયામાં વેચવામાં આવે છે.

NPPAએ વર્ષ 2005થી ડ્રગ પ્રાઈસ કન્ટ્રોલ ઓર્ડર એટલે કે DPCO અંતર્ગત દવાઓની MRP નક્કી કરવાનું નક્કી કર્યું. એસેન્શિયલ દવાઓનું લિસ્ટ લાંબું કર્યું. સરકાર દવાઓને બે કેટેગરીમાં વહેંચે છે.

1. એસેન્શિયલ ડ્રગ 2. નોન એસેન્શિયલ ડ્રગ

સરકારે કહ્યું કે મલ્ટીવિટામિન, કફ સિરપ, ટોનિક આ બધી નોન એસેન્શિયલ મેડિસનના ભાવ પર સરકાર હાલ કામ કરી શકતી નથી. હાલ તેનો સંપૂર્ણ ફોકસ એસેન્શિયલ ડ્રગ પર છે.

2018 સુધીમાં સરકારે 874 એસેન્શિયલ ડ્રગ સિલેકટ કર્યા અને તેની MRP નક્કી કરવા લાગી. એ વાત આખી અલગ છે કે ભારતમાં 10,000થી વધુ દવાઓ બનાવવા અને વેચવામાં આવે છે. 874ને બાદ કરતા ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમને અનુકુળ હોય તે ભાવે દવાઓનું વેચાણ કરે છે.

દવાઓના ભાવ નક્કી કરવાની સરકારી સિસ્ટમ
સરકારે એરિયાના પ્રમાણે ડ્રગ ઈન્સપેક્ટરની નિમણૂંક કર્યા છે. તેઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓની પાસે જાય છે, કોઈ પણ દવામાં વપરાતા કાચા માલનું નિરીક્ષણ કરે છે. તે પછી બજાર ભાવ મુજબ કંપનીનો નફો, સરકારી નિયમ મુજબ 16 ટકા ડિસ્ટ્રીબ્યુટર માર્જિન, 8 ટકા રિટેલર માર્જિન જોડે છે અને MRP નક્કી કરે છે. પછીથી તે MRPથી વધુ કોઈ કેમિસ્ટ ગ્રાહક પાસેથી પૈસા લઈ શકતો નથી.

આ સિસ્ટમ લાગુ થયા પછી NPPAએ માર્ચ 2017માં એક ટ્વિટ કર્યું. તેમાં જણાવવામાં આવ્યું કે ઓથોરિટીની કોશિશથી કેન્સરની દવાઓની કિંમત 10 ટકાથી 86 ટકા સુધી ઘટી ગઈ છે. ડાયાબિટીસની દવાઓ પણ 10 ટકાથી 42 ટકા સુધી સસ્તી થઈ ગઈ છે.

સરકારી સિસ્ટમમાં છે ખામીઓ, 8 ગણા સુધી ઘટી શકે છે દવાઓના ભાવ
સરકારી સિસ્ટમ NPPA પહેલેથી કામ કરી રહી હતી. જોકે નીતિ આયોગે 2008માં વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને દવાઓના ભાવો લખવા માટે કહ્યું. શું મુશ્કેલી હતી ? આપણે જોયુ કે કોરોનાકાળમાં આઈવરમેક્ટિન ટેબલેટ(Ivermectin Tablets USP Dinzo-12) જેવી દવાઓ 195ની જગ્યાએ 350માં વેચવામાં આવી. જોકે સરકારે જે 875 દવાઓનું લિસ્ટ બનાવ્યું છે, તેની કિંમત હાલ પણ યોગ્ય નથી.

જે દવાઓ પાસ કરે છે, તેમને દવાના કોમ્બિનેશનનો ખ્યાલ નથી
દિલ્હી મેડિકલ કાઉન્સલ એટલે કે DMCના એક્ઝિક્યુટિવ મેમ્બર ડો.અજય ગંભીર એક ટીવી કાર્યક્રમમાં કહે છે, કોઈ પણ દવા બનાવીને માર્કેટમાં લાવવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીએ ઘણા સ્ટેપમાંથી પસાર થવું પડે છે. જો આ સ્ટેપ પર ધ્યાન આપવામાં આવે તો કદાચ થોડો ફરક પડશે નહિતર દવાઓના ભાવ ઘટશે નહિ.

કચરો છે હજારો દવાઓ, ડોક્ટર કમીશન માટે લાખે છે
ઉતર પ્રદેશના એક સરકારી ડોક્ટર કહે છે કે હવે ઘણા ડોક્ટર કોઈ ખાસ કંપનીની દવા લખવા માટે 40 ટકા સુધી કમીશન લે છે. ડોક્ટર પોતાનો અભ્યાસ અને દર્દીનો રોગ જોઈને નહિ પરંતુ તેમને કઈ કંપની વધુ કમીશન આપશે, તે જોઈને દવા લખે છે. આજકાલ તો ફાર્મા કંપનીઓ ડોક્ટરોને વિદેશી ટ્રિપ કરાવી રહી છે.

ચાર મહિનામાં પત્તંજલિએ વેચી 250 કરોડ કિટ, આયુષ મંત્રાલયે કહ્યું- અમને આ દવાઓ વિશે માહિતી નથી જૂન 2020માં બાબા રામદેવની પતંજલિએ કોરોનિલ ટેબલેટ અને શ્વાસારિ વટી નામની બે દવાઓ લોન્ચ કરી. દાવો કર્યો કે તેનું ક્લિનિકલ ટ્રાયલ થયું છે. ટ્રાયલમાં સામેલ તમામ 218 કોરોના દર્દીઓ સાજા થયા છે. દવા લોન્ચ થયા પછી આયુષ મંત્રાલયે કહ્યું આવી કોઈ દવા વિશે માહિતી નથી.

સરકાર ભાવ નક્કી કરે તે પહેલા કંપનીએ વહેંચી દીધી દવાઓ, કમાઈ લીધા 35.8 કરોડ
દવાઓની કિંમતો પર નજર રાખનારી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ NPPAએ 2018 5 ડ્રગ કંપનીઓને નોટીસ પાઠવીને કહ્યું કે લીવરની ગંભીર બીમારી, હેપેટાઈટિસ સીની દવા પ્રાઈસ અપ્રુવલ પહેલા જ કઈ રીતે વેચવાની શરૂ કરી દીધી?

સોફાસ બબલ 400mg, વેલપટાસ્વિર 100 mgના કોમ્બિનેશન વાળી દવાની પ્રાઈસિંગને નવેમ્બર 2017માં મંજૂરી મળી હતી. જોકે પાંચ કંપનીઓએ તેને મે 2017માં જ વેચવાનું શરૂ કર્યું. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, હેપેટાઈટિસ સીની દવાથી કંપનીઓએ મે-નવેમ્બર 2017ની વચ્ચે 35.8 કરોડ રૂપિયાની કમાણી કરી.

નોન એસેન્શિયલ ચીજો પર લગામ પણ જરૂરી, વસુલી રહ્યાં છે 800%થી વધુ પૈસા
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMAના પૂર્વ અધ્યક્ષ ડો. કે કે અગ્રવાલ કહે છે કે એસેન્શિયલ ચીજોને લઈને સરકારે પગલા ભર્યા છે. જોકે નોન એસેન્શિયલ જેમ કે સીરીન્જ પર માર્જિન 700%થી 800% સુધી વધેલું હોય છે. સીરીન્જ પર કંપનીઓ મન ફાવે તેમ ભાવ પ્રીન્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser