બ્લેકબોર્ડછોકરીઓમાં ભય, શરીર પર કોઈ કબજો કરી રહ્યું છે:હું અચાનક મારા મોઢાને બાચકા ભરવા લાગી, બહેનપણી માથું પછાડી રહી હતી; ભભૂતીથી જીવ બચ્યો

23 દિવસ પહેલા

હરિયાળી, ઊંચા પર્વતો, વહેતાં ઝરણાં અને તાજી હવા. રજામાં હિલ સ્ટેશન જનારા લોકો બસ આટલું જ જાણે છે, પરંતુ ગાઢ જંગલોથી ઘેરાયેલા આ પહોડોની બીજી બાજુ પણ છે. ધ્રૂજી જવાય એવી ઠંડી અને ડરી જવાય એવું અંધારું. આ ખીણોમાં કેટલાંય સપનાં ખોવાઈ ગયાં. બરબાદીની અનેક કહાનીઓ વચ્ચે એક કહાની બીજી પણ છે, એ પણ ન જાણી કે જોઈ હોય.

જુલાઈમાં પહાડના લોકો ચા સાથે વરસાદની તસવીરો મૂકે છે. ત્યારે ઉત્તરાખંડનો બાગેશ્વર જિલ્લો બૂમબરાડાથી ગુંજી ઊઠ્યો. આ બૂમો હતી સ્કૂલની વિદ્યાર્થિનીઓની. પોતાના ચહેરાને બાચકા ભરતી અને દીવાલ પર માથું પછાડતી આ છોકરીઓને ભભૂતી આપીને શાંત કરાઈ.

ડોક્ટર આને માસ હિસ્ટીરિયા કહે છે, તો ગ્રામજનો વળગણ. બીમારી એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં ફેલાઈ. ક્યારે અને શા માટે થયું એ કોઈ જાણતું નથી. મુશ્કેલીમાંથી પસાર થયેલી આ છોકરીઓની વાત જાણવા અમે આ જિલ્લાનાં કેટલાંક ગામની મુલાકાત લીધી.

આ સ્કૂલનું બોર્ડ છે, જ્યાં થોડા દિવસ પહેલાં જ બાળકીઓ અચાનક બૂમો પાડવા લાગી હતી અને રડવા લાગી હતી.
આ સ્કૂલનું બોર્ડ છે, જ્યાં થોડા દિવસ પહેલાં જ બાળકીઓ અચાનક બૂમો પાડવા લાગી હતી અને રડવા લાગી હતી.

કોઠગોદામથી બાગેશ્વર લગભગ 6 કલાક થાય. વરસાદમાં સ્પીડ ઘટી જાય છે. સાંકડા રસ્તાઓમાંથી પસાર થતાં જ્યારે મેં સ્કૂલની ઘટનાનો ઉલ્લેખ કર્યો, વાતોડિયા ડ્રાઇવરના ચહેરા પર પણ ભય જોવા મળ્યો. તેણે કહ્યું, પહાડ પર રસ્તો છે, ક્યારે, શા માટે થયું એ કોઈ જાણતું નથી. તમે હાલ ન પૂછો.

મેં વારંવાર પૂછ્યું તો તેણે કહ્યું, પહાડો ઉપર પ્રેત રહે છે. મારામાં આવ્યું હતું ત્યારે વિશ્વાસ થયો, તમે પણ જાણી જશો. એક રીતે વોર્નિંગ આપતાં તેણે મને શહેર સુધી પહોંચાડી. ત્યાંથી લગભગ 50 કિમી દૂર પચાર ગામ છે. આ એ જ ગામ છે, જ્યાં માસ હિસ્ટીરિયાનો શિકાર થયેલી છોકરીઓ રહે છે. તમામે વાત કરવાનો ઈનકાર કરી દીધો. એક છોકરીની માતાએ કહ્યું હતું કે ચહેરો બતાવશો તો લગ્નમાં મુશ્કેલી પડશે.

ખતરનાક રસ્તાઓ વચ્ચેથી પસાર થઈને વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે.
ખતરનાક રસ્તાઓ વચ્ચેથી પસાર થઈને વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે.

મેં કહ્યું, પુત્રી તો તમારી છે, 11માં ધોરણમાં છે અને લગ્નને હજુ વાર છે. માતાએ કહ્યું, શહેરમાં નથી રહેતા, નાના ગામમાં રહીએ છીએ. વર્ષો વીતી જાય તોપણ બધાને યાદ રહે છે.

ઘણી મહેનત પછી એક વિદ્યાર્થિનીનો પરિવાર વાતચીત માટે તૈયાર થયો. પિતા ગામમાં માજી સરપંચ હતા. ભણેલા-ગણેલા અને ખુલ્લા મનવાળા. શરત એટલી હતી કે ચહેરો ન બતાવવો અને એટલું જ પૂછવું, જેનાથી છોકરી ડરી ન જાય, કારણ કે તે હાલમાં જ આ મુશ્કેલીમાંથી બહાર આવી છે.

'હું મારા જ હાથથી મારા ચહેરાને બાચકા ભરતી રહી. ટીચર મને પકડી રહ્યા હતા. કોઈ પાણી છાંટી રહ્યું હતું, કોઈ ભભૂતી લગાવી રહ્યું હતું. પછી હું બેભાન થઈ ગઈ. ભાન આવ્યું તો આખા શરીરમાં દુખાવો હતો. ક્યારેય ન થાય એવો દુખાવો થઈ રહ્યો હતો.' -પાતળા શરીરવાળી શાંતિથી સમગ્ર વાત જણાવી રહી હતી.

સનેતીની લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટર કોલેજમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ્યારે છોકરીઓ બીમાર થવા લાગી, કુસુમ પણ ડરી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. ધોરણ 12માં આર્ટ્સમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની બૂમો પાડીને બેભાન થઈ ગઈ હતી. સતત બેવાર એવું થયું. હાલ બધું બરાબર છે, પરંતુ કેટલા દિવસ સારું રહેશે એ નક્કી નથી.

અઢી વર્ષ પહેલાં પણ આ સીઝનમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓમાં આ બીમારી થઈ હતી. આ સમયે સ્કૂલમાં રહેલા મંદિરમાં પૂજા કરાવાઈ હતી અને બધું શાંત થઈ ગયું. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યએ આ વાત ઈન્ટરવ્યુમાં જણાવી હતી, જેનો ઉલ્લેખ આગળ રિપોર્ટમાં છે. હાલ અમે કુસુમ સાથે છીએ.

શું તમામ છોકરીઓ સાથે આવું થઈ રહ્યું છે? ના, બધા સાથે અલગ અલગ વસ્તુઓ થઈ રહી છે. કોઈ રડી રહી છે, કોઈ બૂમો પાડી રહી છે. કોઈ વાળ ખુલ્લા કરીને દીવાલ સાથે માથું અથડાવી રહી છે. ઘણાના હોઠ ધ્રૂજી રહ્યા છે. પછી તમામ બેભાન થવા લાગે છે. કોઈ થોડીવારમાં ભાનમાં આવી ગઈ તો કોઈને વાર લાગી. એક છોકરી ત્રણ કલાક બેભાન રહી. ડોક્ટર પણ ડરી ગયા હતા.

ડોક્ટરોએ શું કહ્યું?
ડોક્ટરે કહ્યું હતું, તમે લોકો નાટક કરી રહ્યા છે. એકને હોઈ શકે, પણ બધાને કઈ રીતે હોય. કુસુમ આગળ જણાવે છે, હું બીજા દિવસે સ્કૂલે ન ગઈ. ઘેર જ હતી. પગ દુખતા હતા. ત્રીજા દિવસે સ્કૂલે પહોંચ્યાની સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ત્યાર પછી સ્કૂલના લોકો મને ઘરે મોકલી ગયા.

હવે, સ્કૂલે જઈ રહી છે. હું ધોરણ 12માં છે. હું સ્કૂલે નહીં જાઉં તો કેવી રીતે ચાલશે. જવું જ પડશે. તે વારંવાર પોતાના ખંભાને સ્પર્શી રહી હતી. તેણે ગળામાં કાળો દોરો પહેર્યો છે. ઘરની દીવાલ પર ખરાબ તાકતોની રક્ષા માટે પહાડી ટોટકા જોવા મળે છે. અમે કુસુમની માતાને મળ્યા. તેણે કહ્યું, આ બનાવ બન્યો ત્યારે હું ઘરે ન હતી. મોટી પુત્રીએ તેને સૂવડાવી હતી. તે જાગી ત્યારે મેં ભભૂતી લગાવી.

કુસુમની મોટી બહેન કાકડીની પ્લેટ લઈને આવી હતી.
કુસુમની મોટી બહેન કાકડીની પ્લેટ લઈને આવી હતી.

દેવતાઓ બધાનું સારું કેર છે, બાળકોને પરેશાન શા માટે કરે?
'પરેશાન ન કરે, તો કોઈ આના પર ધ્યાન કેમ આપશે. ચૂપ રહેશે તો કોઈ પૂજા ન કરે.એટલા માટે વચ્ચે વચ્ચે કંઈક કરતા રહે છે.'

કુસુમના પિતા કહે છે, છોકરીઓ બીમાર છે કે દેવી-દેવતાનો પ્રકોપ છે. કંઈ ખબર પડતી નથી. મેં પૂછ્યું, તમે ખૂલીને વાત કરી રહ્યા છો, પણ બીજા લોકો કેમ ચૂપ છે?

પોતાને જ કંઈ જાણ નથી તો આ લોકો શું જણાવવાના. ડરી પણ રહ્યા છે.

અમારું આગળનું મુકામ સનેતી ગામની સ્કૂલ હતી, જ્યાં જુલાઈથી લઈ ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ઘણીવાર આવી ઘટના બની. લાંબા ઘાસ અને પહાડો વચ્ચે હાયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે. ધૂળવાળા રસ્તાઓ, જ્યાં ગમે ત્યારે સાપનો ભેટો થઈ જાય.

આ દૃશ્ય કોલેજની સ્થિતિને વર્ણવે છે.
આ દૃશ્ય કોલેજની સ્થિતિને વર્ણવે છે.

મારી સામેથી પણ એક સાપ નીકળી ગયો, મારા ડર પર સ્થાનિકો હસવા લાગે છે

અમે લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટર કોલેજ પહોંચ્યા . સ્કૂલમાં કોઈ બાઉન્ડરી ન હતી. દૂર દૂર સુધી અનેક વૃક્ષો છે, વચ્ચે વચ્ચે રૂમ હતા અને એની સામે રૂમ નંબર અને વિષય લખેલા હતા.

હું રવિવારે પહોંચી, સ્કૂલ બંધ હતી. અમે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો કેપ્ટન ધનસિંહ બાફલાને મળ્યા, જેઓ સેનામાંથી નિવૃત્ત થયા છે. તેઓ કહે છે, અઢી વર્ષ પહેલાં પણ આવું થયું હતું. ત્યારે સ્કૂલમાં પૂજા કરાઈ હતી અને બધું શાંત થઈ ગયું હતું. હવે ફરી થવા લાગ્યું છે.

સાંજ પડતાં અમે શહેર પરત ફર્યા. અમારી મુલાકાત દયા સિંહ દાનુ સાથે થઈ. તેઓ દોરા-ધાગા કરે છે અને રિસાઈ ગયેલાં દેવી-દેવતાઓને મનાવે છે. સ્થાનિક વ્યક્તિ કહે છે, દોરા-ધાગાથી તેને 5થી 10 હજાર મળે છે. રોજ આવા કેસ આવે છે.

દયા કહે છે, દરરોજ બાળકો આવે છે. બધાને એક જેવી બીમારી છે .આ કોઈ બીમારી નથી કે દવા આપી શકાય. અમે નખ જોઈને જ કહી દઈ છીએ કે દેવતા છે કે બીજું કંઈ.

ઈલાજ કેવી રીતે કરો છો?
ભભૂતી લગાવીને કરીએ છીએ. જે પણ બાળકના શરીરમાં છે એ જતા રહે છે. તેમને જે જોઈ છે એ અમે આપીએ છીએ.

વરસાદની સીઝનમાં જ આવું કેમ થાય છે?
મારા આ સવાલ પર દયાળ હસવા લાગે છે અને કહે છે, પ્રેતાત્મા તો હવા હોય છે. હવાનું તો કેવું છે કે એ ગમે ત્યારે ચાલે. ક્યારેક શાંત પણ હોય, તો ક્યારેક ચાલે. આજકાલ આવું જ થઈ રહ્યું છે.

મેં મારા નખ બતાવીને કહ્યું, જણાવો કે મને તો કોઈ વળગ્યું નથી ને. તો કહ્યું, સવારે ખાલી પેટે આવજો.

અમારી મુકાલાત ડો. કેએસ રાવત સાથે થઈ. તેઓ ડાયટ ટીચર છે. તેમના પૈતૃક ગામમાં પણ આવી ઘટના બની હતી. તેણે કહ્યું હતું, આટલાં વર્ષના કરિયરમાં અમે દર વર્ષે કોઈ ને કોઈ જગ્યાએ આવી ઘટના જોઉં છું.

રહી પહાડોની વાત, અહીં વરસાદ ભયંકર પડે છે. ઘણીવાર દટાયેલા મૃતદેહો પણ બહાર નીકળી જાય છે. સ્કૂલે જતાં બાળકો આ ડરામણાં દૃશ્યો જુએ તો ડરી જાય છે. આની અસર પણ થાય છે.

કિશોરાવસ્થામાં છોકરીઓમાં ઘણા ફેરફારો થાય છે. તેમના શરીરમાં કેલ્શિયમ-આયર્નની ઊણપ હોય છે. તેમને ડર ઝડપથી લાગે છે.

ડો. રાવત પહેલી એવી વ્યક્તિ હતા, જેઓ સાયન્સની વાત કરી રહ્યા હતા. તેમણે માનસિક બીમારીમાં કાઉન્સેલિંગની વાત પણ કહી હતી.

અન્ય સમાચારો પણ છે...