• Gujarati News
  • Dvb original
  • Market Will Focus On Agriculture, Commodity, Chemical, Realty And Cement Sectors As Monsoon Progresses

માર્કેટ વ્યૂ:બજારની નજર ચોમાસાની પ્રગતિ સાથે એગ્રિલ્ચર, કોમોડિટી કેમિકલ, રિયલ્ટી અને સિમેન્ટ સેકટર પર રહેશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • આગામી દિવસોમાં હજી વધુ વેચવાલી જોવા મળી શકે

વૈશ્વિક મોરચે ફુગાવા, વ્યાજ દરમાં વધારા સાથે વૈશ્વિક સ્તરે જિયોપોલિટિકલ ટેન્શનના અનિશ્ચિતતાના પરિબળો વચ્ચે વૈશ્વિક બજારોમાં મંદી તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભારતીય શેરો હજુ પણ તેના વેલ્યુએશનથી નીચે મળી રહ્યાના અભિગમથી બે તરફી અફડાતફડીના અંતે પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળે છે પરંતુ ફોરેન ફંડોની ભારતીય શેરબજારોમાં કેશ સેગ્મેન્ટમાં સતત નેટ વેચવલીને જોતાં હજુ બજારમાં અનિશ્ચિતતાનો દોર જળવાયેલો હોવાથી આવી સ્થિતિમાં આગામી દિવસોમાં હજી વધુ વેચવાલી જોવા મળી શકે તેવી શક્યતા છે ઉપરાંત કોર્પોરેટ પરિણામો બાદ હવે બજારની નજર ચોમાસાની પ્રગતિ સાથે એગ્રીકલ્ચર, કોમોડિટી કેમીકલ, રિયલ્ટી અને સિમેન્ટ સેકટર પર રહેશે.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

  • ફિનોલેક્સ કેબલ્સ (398): ઇલેક્ટ્રિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.373 આસપાસ છે. રૂ.360ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.414થી રૂ.424નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.430 ઉપર તેજી તરફી ધ્યાન.
  • કલ્પતરુ પાવર (365): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.347 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.330ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.377થી રૂ.390નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
  • સુબ્રોસ લિમિટેડ (310): રૂ.292નો પ્રથમ તેમજ રૂ.280ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.323થી રૂ.330 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
  • ધામપુર શુગર (273): શુગર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.283થી રૂ.290ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.260નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
  • જેએસડબ્લ્યુ એનર્જી (267): રૂ.253નો પ્રથમ તેમજ રૂ.244ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક યુટિલિટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.278થી રૂ.290 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
  • થિરુમલાઈ કેમિકલ્સ (263): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.244 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.278થી રૂ.288ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
  • ઓઈલ ઈન્ડિયા (248): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.227ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.263થી રૂ.270ના સંભવિત ભાવની શક્યતા છે.
  • એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ (168): ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.155 આસપાસ રોકાણકારે રૂ.180થી રૂ.193ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.147 સ્ટોપલોસ ધ્યાને લેવો.

વિદેશી ફંડ્સની વેચવાલી સામે સ્થાનિક ફંડ્સનો ટેકો
એવી માન્યતા હતી કે વિદેશી રોકાણકારો વેચાણ કરે એટલે બજારમાં મંદી આવે, પણ અત્યારે આ બન્ને માન્યતા ખોટી સાબિત થઈ રહી છે. વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં વર્ષ 2009થી કરેલા કુલ રોકાણ કરતા વધારે છેલ્લા આઠ મહિનામાં વેચાણ કર્યું છે. બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં સર્વકાલીન ઉંચી સપાટીથી સામાન્ય ઘટાડો નોંધાયો છે કારણ કે સ્થાનિક રોકાણકારો શેરબજારમાં સતત નવો પ્રવાહ ઠાલવી રહ્યા છે. અને હજુ પણ એવો વર્ગ પણ છે જે રોકાણ કરવા તૈયાર છે. સ્થાનિક ગ્રાહકો માત્ર સીધા શેરની જ ખરીદી નથી કરી રહ્યા પણ મ્યુચુઅલ ફંડ્સ થકી પણ રોકાણ કરી રહ્યા છે. આ નવા પ્રવાહના કારણે વિદેશી ફંડ્સની જંગી વેચવાલીએ સ્થાનિક ફંડોની ખરીદી જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં આકર્ષણ યથાવત રહ્યું છે.

નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

  • નિફ્ટી ફ્યુચર બંધ (16601): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16737 પોઇન્ટના પ્રથમ અને 16808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16474 પોઇન્ટથી 16404 પોઇન્ટ, 16373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

  • બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (35361): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 35808 પોઇન્ટના પ્રથમ અને 36006 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 35008 પોઇન્ટથી 34808 પોઇન્ટ, 34676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 36006 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

ગ્લોબલ ઈકોનોમી પર પણ દબાણની આશંકા
રશિયા-યુક્રેન યુદ્ધની સાથે-સાથે વિશ્વજગત મોંઘવારી સામે એક મહાજંગ લડી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંકે 20 વર્ષનો સૌથી મોટો વ્યાજદર વધારો કર્યા છતા આગામી સમયમાં મોંઘવારીને કાબૂમાં લેવા અને સિસ્ટમની લિક્વિડિટી સામે લડવા માટે નજીકના ભવિષ્યમાં જ વધુ બે વ્યાજદર વધારાની આગાહી કરી છે. જો કે યુએસ ફેડની સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદર વધારો કરી રહી છે છતાં મોંઘવારી કાબૂમાં નથી આવી રહી અને સ્થિતિ આ પ્રમાણે જ બેકાબૂ રહેશે તો ગ્લોબલ ઈકોનોમી પર પણ ભારે દબાણ સર્જાવાની આશંકા છે.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેક્નિકલ લેવલ

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (2781): ટેક્નિકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2707ના સપોર્ટથી ખરીદવાલાયક. રીફાઇનરી & માર્કેટીગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2808થી રૂ.2828નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
  • ટેક મહિન્દ્ર (1154): આ સ્ટોક રૂ.1123નો પ્રથમ તેમજ રૂ.1117ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1173થી રૂ.1180 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
  • એસીસી લિમિટેડ (2155): 250 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.2121નો પ્રથમ તેમજ રૂ.2103ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક. સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.2183થી રૂ.2202 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
  • કોટક બેન્ક (1858): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1880 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1893ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1828થી રૂ.1808 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1903 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
  • એચસીએલ ટેક્નોલોજી (1050): રૂ.1074 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1088ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.1037થી રૂ.1023નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1103 ઉપર તેજી તરફી ધ્યાન.
  • ઈન્ડસઈન્ડ બેન્ક (926): ટેક્નિકલ ચાર્ટ મુજબ રૂ.944 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.953ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.909થી રૂ.898નો ભાવ દર્શાવે એવી સંભાવના છે. રૂ.960 ઉપર પોઝિટિવ બ્રેકઆઉટ.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે. ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...