માર્કેટ વ્યૂ:આ સપ્તાહે શેરબજારમાં બેતરફી અફરાતફરી જોવા મળી શકે છે, દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે
નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ અને રિઝર્વ બેન્કના ચાવીરૂપ દર તેમજ સકારાત્મક વૈશ્વિક સંકેતો જાળવી રાખવાના નિર્ણયને પગલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ અમેરિકામાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવા-મોંઘવારીના 40 વર્ષની ઊંચાઈએ પહોંચી ગયેલા આંકને લઈ માર્ચમાં વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત અને ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ સાથે સપ્તાહના અંતે મહારથીઓ, ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા દરેક ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
ટેક્નિકલ ચાર્ટ મુજબ આ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી શકે છે
- નિફ્ટી ફ્યુચર બંધ (17330): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 17007 પોઇન્ટના પ્રથમ અને 16808 પોઇન્ટના અતિમહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 17373 પોઇન્ટથી 17404 પોઇન્ટ, 17474 પોઇન્ટની અતિમહત્ત્વની સપાટીને સ્પર્શી શકે એવી સંભાવના ધરાવે છે. અંદાજિત 17474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (38440): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 38008 પોઇન્ટના પ્રથમ અને 37808 પોઇન્ટના અતિમહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 38575 પોઇન્ટથી 38707 પોઇન્ટ, 38808 પોઇન્ટની અતિમહત્ત્વની સપાટીને સ્પર્શી શકે એવી સંભાવના ધરાવે છે. અંદાજિત 38808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (2373): રિફાઇનરી સેક્ટરનો આ સ્ટોક હાલમાં રૂ. 2360 આસપાસ રૂ. 2323ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. ટૂંકા સમયગાળે રૂ. 2404થી રૂ. 2430ની મૂવમેન્ટ નોંધાવે એવી શક્યતા છે. રૂ.2430 ઉપર તેજીતરફી ધ્યાન.
- ઇન્ફોસિસ (1720): ટેક્નિકલ ચાર્ટ મુજબ રૂ. 1690 આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!! રૂ. 1670ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ. 1744થી રૂ. 1750નો ભાવ નોંધાવે એવી સંભાવના છે.
- ગોદરેજ પ્રોપર્ટીઝ (1560): રિયલ્ટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1508નો પ્રથમ તેમજ રૂ. 1484ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક. અંદાજિત રૂ. 1593થી રૂ. 1608 સુધીની તેજીતરફી રુખ નોંધાવશે.
- બાલાજી ટેલીફિલ્મ્સ (80): બ્રોડકાસ્ટિંગ અને કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે રોકાણલક્ષી રૂ. 93થી રૂ. 102ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ. 66નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
- અદાણી પાવર (124): રૂ. 10ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. 113ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ઇલેક્ટ્રિક યુટિલિટીઝ સેક્ટરના આ સ્ટોકમાં તેજીતરફી રૂ. 137થી રૂ. 140 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ રહેશે.
- સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (101): સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 93નો પ્રથમ તેમજ રૂ. 88ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક. અંદાજિત રૂ.112થી રૂ. 120 સુધીની તેજીતરફી રુખ નોધાવશે.
- તાતા સ્ટીલ (1251): ટેક્નિકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1277 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ. 1227થી રૂ. 1208ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી આ સ્ટોકમાં રૂ. 1293નો સ્ટોપલોસ ધ્યાનમાં લેવો.
- સન ફાર્મા (878): રૂ. 909 આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતાં અને રૂ. 919ના સ્ટોપલોસે વેચવાલાયક ફાર્મા સેકટરના આ સ્ટોકમાં તબક્કાવાર રૂ. 860થી રૂ. 848નો ભાવ દર્શાવે એવી સંભાવના છે. રૂ. 919 ઉપર તેજીતરફી રુખ ધ્યાનમાં લેશો.
બજારની ભાવી દિશા
ભવિષ્યના સંભવિત ઘટનાક્રમ ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલની કિંમત 93 ડોલર પ્રતિ બેરલને પાર થતાં ઉદ્યોગજગત માટે નેગેટિવ ફેક્ટર તેમજ રશિયા-યુક્રેનના તણાવ સાથે દુનિયાના વિકસિત રાષ્ટ્રોમાં મોંઘવારી વધતાં મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહી છે. ઉપરાંત સૌની નજર અમેરિકાની ફેડ રિઝર્વ બેન્ક કેટલા પ્રમાણમાં વ્યાજદર વધારશે તેના પર છે એની ઊંડી અને વ્યાપક અસર ઊભરતા દેશોનાં બજાર પર થશે, જેને ધ્યાનમાં રાખીને વિદેશી સંસ્થાઓ રોકાણની રણનીતિ અપનાવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, મ્યુ. ફંડો અને રિટેલ રોકાણકારો તરફથી શેરબજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.
સરકાર માટે મોંઘવારીને અંકુશમાં લેવાનું અનિવાર્ય બની ગયું છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજદરમાં વધારો કરવાનું મોકૂફ રાખ્યું છે, રાજ્યોની ચૂંટણીઓ સુધી બજારનું સેન્ટિમેન્ટ ખરડાય નહીં અને ભારતમાં એલઆઈસીના મેગા આઈપીઓ સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેજીના ખેલાડીઓ દ્વારા તેજી જાળવી રાખવા પ્રયાસો થઇ રહ્યા છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બેતરફી અફરાતફરી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
લેખક નિખિલ ભટ્ટ - સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર : આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્યભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.