તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Manvata Ni Diwal Has Been Running In Surat For 2 Years, People Put Unwanted Clothes On Themselves And 30 Thousand Needy People Took This.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતમાં 2 વર્ષથી ચાલે છે માનવતાની દિવાલ, લોકો પોતાને ન જોઈતા કપડાં મુકી જતાં 30 હજાર જરૂરીયાતમંદના અંગ ઢંકાયા

સુરત6 દિવસ પહેલાલેખક: આશિષ મોદી
  • ઘરમાં રહેલા જૂના કપડા કોઈ જરૂરિયાતમંદના કામમાં આવે તે માટેનો પ્રયાસ
  • ઘરમાં પડેલા જૂના કપડાની સાથે ન વેચાયેલા કપડાં પણ વેપારી મુકી જાય છે

સુરત શહેરમાં દાન પણ યોગ્ય રીતે કરવામાં આવે તેની કાળજી લેવામાં આવી રહી છે. આપનારને મોટપ ન આવે અને લેનાર નાનપ ન અનુભવે એ માટે ઉધના રેલવે સ્ટેશન પાસે માનવતાની દિવાલ બનાવવામાં આવી છે. જ્યાં જેની પાસે વધારાના કપડાં, બૂટ-ચપ્પલ હોય તે મુકી જાય છે અને જરૂરિયાતમંદો પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુ ત્યાંથી લઇ જાય છે. આ માનવતાની દિવાલ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે અને અત્યારસુધીમાં અંદાજે 30 હજાર લોકોએ અંગ ઢાંકવા માટે કપડાં મેળવ્યા છે.

વેપારીઓના ગ્રુપે માનવતાની દિવાલ બનાવી
ખટિક સમાજ દિનબંધુ સેવાના લક્ષ્મણભાઈ ખટિક, જનહિત સેવા સમિતિના સંચાલક પપ્પુભાઈ રાય સહિતના વેપારીઓ મિત્રોએ ઉધના રેલવે સ્ટેશન પાસે માનવતાની દિવાલ બનાવી છે. આ દિવાલ પર નાના બાળકો લઇને મોટા વૃદ્ધો અને મહિલાઓના પણ કપડાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

નાના બાળકો લઇને મોટા વૃદ્ધો અને મહિલાઓના પણ કપડાં મળી રહે તેવી વ્યવસ્થા
નાના બાળકો લઇને મોટા વૃદ્ધો અને મહિલાઓના પણ કપડાં મળી રહે તેવી વ્યવસ્થા

કડિયાકામ વખતે શ્રમિકોના બાળકો જોઇને વિચાર આવ્યો
લક્ષ્મણ ખટિકે જણાવ્યું હતું કે મારા ઘરે કડિયાકામ ચાલતું હતું. શ્રમિકોના બાળકો પણ હતાં. તેમને જોઇને મને થયું કે આ લોકોને કપડાંની જરૂર છે. મારા છોકરાના વધારાના કપડાં હતા. એકવાર થયું કે આ લોકો અમારા કપડાં પહેરશે કે કેમ પછી એ કપડાં આપ્યા તો બાળકો ખુશ થઇ ગયા. પછી એ બાળકોની માતાએ કહ્યું કે, વધારે હોય તો પણ આપો. પછી વિચાર આવ્યો કે અમારા ઘરે મારા, પત્નીના તથા અન્યના કપડાં પણ ઘણા હોય છે. એ બીજા લોકો પહેરી શકે છે. મે આ વિચાર મિત્રો સાથે શેર કર્યો. પછી પ્લાન બનાવ્યો અને દિવાલ બનાવી. જ્યાં લોકો સ્વૈછીક રીતે કપડાં સહિતની વસ્તુઓ મુકી જાય છે.

લોકો કપડાં પહેરીને ટ્રાય કરે છે અને પસંદ આવે તે લેતા જાય છે
લોકો કપડાં પહેરીને ટ્રાય કરે છે અને પસંદ આવે તે લેતા જાય છે

લોકો નવા કપડાં પણ મુકી જાય છે
માનવતાની દિવાલની 2018થી શરૂઆત કરી છે. જેનો 30 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. નવા કપડાં પણ લોકો મુકી જાય છે. ઘણા લોકો પોતાના ઘરના સભ્યો માટે પણ લેતા જાય છે. પહેરીને ટ્રાય કરે છે અને પસંદ આવે તે લેતા જાય છે. ઘણાના ઘરમાં કપડાં પડી રહે છે, પરંતુ તેનો યોગ્ય નિકાલ થતો નથી. આ દિવાલ શહેરના દરેક વિસ્તારમાં હોય તો એકેય કપડું બેકાર ન જાય અને તમામ લોકોને તેનો લાભ મળે તેમ લક્ષ્મણ ખટિકે જણાવ્યું હતું.

દર અઠવાડિયે દિવાલની સફાઈ કરવામાં આવે છે
પપ્પુભાઈ રાયએ જણાવ્યું હતું કે, દરેકના ઘરે કપડાં, ચાદર, સાડી, બગલ થેલા, પર્સ, બૂટ-ચપ્પલ આ બધી વસ્તુઓ હોય છે, પરંતુ કોઇને આપી શકતાં નથી, પરંતુ એ ઘણાને ઉપયોગી થઇ શકે તેમ છે. અને 2018થી આ દિવાલ બનાવવાનો ઉદ્દેશ્ય પણ એ જ છે. જો આ બધી વસ્તુ માનવતાની દિવાલ પર મુકી જવામાં આવે તો તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે છે. આ દિવાલની દર અઠવાડિયે સફાઈ પણ કરવામાં આવે છે.

લોકો સ્વૈછીક રીતે કપડાં સહિતની વસ્તુઓ મુકી જાય છે
લોકો સ્વૈછીક રીતે કપડાં સહિતની વસ્તુઓ મુકી જાય છે

કોઇ સ્કૂલ બેગ તો કોઇ વાસણ પણ મુકી જાય છે
માનવતાની દિવાલ પર શું મુકવું અને શું ન મુકવું એ અંગે કોઇ નિયમો નથી. જેની પાસે જે વધારે છે તે મુકી જાય છે. કોઇ સ્કૂલ બેગ મુકી જાય છે તો કોઇ તરફાળ અને ચાદર-ચારસા પણ મુકી જાય છે. ક્યારે કોઇ ઘરના વાસણ પણ મુકી જાય છે. પછી જેની જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે લઇ જાય છે. કોઇ વતન જતુ હોય અને પત્ની કે બાળકો માટે કપડાં પસંદ આવે તો તે પણ લેતા જાય છે. અહીં કોઇ પાબંદી પણ રાખવામાં આવી નથી.

કોઇ વતન જતુ હોય અને પત્ની કે બાળકો માટે કપડાં પસંદ આવે તો તે પણ લેતા જાય છે
કોઇ વતન જતુ હોય અને પત્ની કે બાળકો માટે કપડાં પસંદ આવે તો તે પણ લેતા જાય છે

લેનારને હાથ લંબાવવો પડતો નથી
સંસ્થા દ્વારા માનવતાની દિવાલ પર એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કપડા કે અન્ય કોઈ વસ્તુ લેવા આવે તો તેને શરમ ન અનુભવાય અને આપનાર પ્રત્યે માત્ર આશિર્વાદ જ નીકળે તે પ્રકારે તે લઈ શકે છે. લેનારને હાથ લંબાવવો પડતો નથી કે કોઈની પાસે માંગવું પડતું નથી. તેને પસંદ આવે તે કપડા લઈને તે જઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો