• Gujarati News
  • Dvb original
  • Manesar Woman Entrepreneur Sells Nutritious Snacks For Rs 5 10 A Piece, And Has Clocked Revenues Worth Rs 20 Lakh Per Month

સફળતાની કહાની:બાળકોમાં કુપોષણ જોઈને પતિ-પત્નીએ નોકરી છોડીને બિઝનેસ શરૂ કર્યો, 5 થી 10 રૂપિયામાં હેલ્થી નાસ્તો, દર મહિને 20 લાખની કમાણી

માનેસરએક વર્ષ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • જપના અને તેમના પતિ વિવેક કૌશિક છેલ્લા 4 વર્ષથી હરિયાણાના માનેસરમાં ઘણા ઓછા પૈસામાં એટલે કે 5 થી 10 રૂપિયામાં નાસ્તો, ચોકોબાર, ઓટ્સ,જેવી હેલ્થી પ્રોડક્ટ માર્કેટમાં વેચી રહ્યા હતા
  • હાલ આ લોકો હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત 10-11 રાજ્યોમાં પ્રોડક્ટ સપ્લાઈ કરી રહ્યા છે, 200 થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર તેમની સાથે જોડાયેલા છે.
  • એક લાખ રૂપિયાથી કામની શરૂઆત કરી હતી, દરરોજ 20 હજાર પ્રોડક્ટ તૈયાર થઈ રહી છે, 2.5 કરોડ રૂપિયાની આસપાસ ટર્નઓેવર છે

હરિયાણાના માનેસરના રહેવાસી જપના ઋષિ કૌશિક 2010માં તેમના પતિ સાથે દહેરાદૂનની ઘણી શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાતે ગયા હતા. તેમના પતિ વિવેક કૌશિક એક સ્ટાર્ટઅપ ફંડ એક્સલરેટર કંપનીમાં જોબ કરતા હતા. તે ગ્રાસ રૂટ લેવલ પર સોશિયલ વર્ક, સ્કિલ ડેવલપમેન્ટ, મોલન્યૂટ્રિશન અને એજ્યુકેશન જેવી પ્રોડક્ટ પર કામ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે ગરીબ બાળકોમાં કુપોષણની સમસ્યા જોઈ. તેમને ખુબ જ દુઃખ થયું કે દેશના મોટાભાગના બાળકો પૂરતું પોષણ મળી રહ્યું નથી. ત્યારપછી જપનાએ નક્કી કર્યું કે, એક એવી પ્રોડક્ટની શરૂઆત કરવામાં આવે જેની કિંમત ઘણી ઓછી હોય અને તેમાં જરૂરી પોષક તત્વો પણ હોય.

ત્યારપછી તેમણે 2016માં હંગ્રી ફોલ નામની એક કંપની બનાવી અને નાસ્તો, ચોકોબાર, ઓટ્સ, જેવી હેલ્થી પ્રોડક્ટ લોન્ચ કરી. જેની કિંમત એકદમ ઓછી એટલે કે 5 થી 10 રૂપિયા હતી. હાલ હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત 10-11 રાજ્યોમાં તેમના કસ્ટમર્સ છે, 200થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર જોડાઈ રહ્યા છે અને દર મહિને 20 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

જપના કહે છે કે અમારો હેતું એક એવી પ્રોડક્ટ તૈયાર કરવાનો હતો જેની કિંમત પણ ઓછી હોય અને તે એનર્જીથી ભરપૂર હોય જેથી ગરીબ બાળકોની ભૂખ મટી શકે.
જપના કહે છે કે અમારો હેતું એક એવી પ્રોડક્ટ તૈયાર કરવાનો હતો જેની કિંમત પણ ઓછી હોય અને તે એનર્જીથી ભરપૂર હોય જેથી ગરીબ બાળકોની ભૂખ મટી શકે.

39 વર્ષની જપનાએ પંજાબ યુનિવર્સિટીના ફૂડ ટેક્નોલોજીમાં માસ્ટર્સ કર્યું છે. 2004માં તેમની નોકરી કોકાકોલા કંપનીમાં લાગી ગઈ હતી. લગભગ 2 વર્ષ તેમણે કામ કર્યું અને અલગ અલગ પોસ્ટ પર કામ કર્યું. 2010માં તેમને નોકરી છોડી દીધી અને પતિના સાથે દહેરાદૂન ચાલ્યા ગયા.

જપનાએ જણાવ્યું કે, મેં અલગ અલગ કંપનીઓમાં પ્રોડક્ટની ક્વોલિટી અને પોષણ અંગે વર્ષો સુધી કામ કર્યું હતું, એટલા માટે મને પહેલાથી ઘણી બધી ખબર હતી. ત્યાર પછી મે અલગ અલગ સ્થળો પર જઈને રિસર્ચ વર્ક કર્યું, માહિતી એકઠી કરી અને પછી નાના રૂમથી કામની શરૂઆત કરી. પછી જપનાના પતિ વિવેક પણ નોકરી છોડીને તેમની સાથે કામે લાગી ગયા.

જપનાએ જણાવ્યું કે, પહેલી વખત જ્યારે અમે પ્રોડક્ટ તૈયાર કરી તો સવાલ એ હતો કે, હવે તેની સપ્લાઈ ક્યાં કરવી અને કેવી રીતે. પછી એક ઓળખીતા દ્વારા દિલ્હીની ઘણી દુકાનોનો સંપર્ક કર્યો. તેમને અમારી પ્રોડક્ટ્સ ગમી અને બધુ વેચાઈ ગયું. ત્યારપછી તો ઘણી જગ્યાઓથી ડિમાન્ડ થવા લાગી, દુકાનદાર જાતે જ અમારી પાસે માંગ કરવા લાગ્યા. આ રીતે અમારું કામ વધતું ગયું.

જપના અને તેમના પતિ નાસ્તો, ચોકોબાર, ઓટ્સ જેવી હેલ્થી પ્રોડક્ટ તૈયાર કરીને માર્કેટમાં વેચી રહ્યા છે.
જપના અને તેમના પતિ નાસ્તો, ચોકોબાર, ઓટ્સ જેવી હેલ્થી પ્રોડક્ટ તૈયાર કરીને માર્કેટમાં વેચી રહ્યા છે.

વિવેકે જણાવ્યું કે, અમે લોકો કોઈ પણ કિંમતે ક્વોલિટી સાથે સમજૂતી નહીં કરીએ ભલે બચત ઓછી થાય. કારણ કે અમે અમારા કામની શરૂઆત ફાયદા માટે કરી જ નથી. જે પ્રોડક્ટ અમે તૈયાર કરીએ છીએ, તેનો ઉપયોગ અમે જાતે પણ કરીએ છીએ. અમારી દીકરી એજ પ્રોડક્ટ તેના લંચમાં લઈને જાય છે.

શા માટે ખાસ છે આ પ્રોડક્ટ્સ
વિવેક કહે છે કે અમે લોકો પહેલા જ દિવસથી ત્રણ વસ્તુ પર કામ કરી રહ્યા છીએ. એક અમારું શ્રેષ્ઠ હોવું જોઈએ, બીજું તેની કિંમત ઓછી હોય અને ત્રીજું કે તે માર્કેટમાં સરળતાથી મળવું જોઈએ. અમારી પ્રોડક્ટ મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર હોય છે. અમારું પુરુ ધ્યાન જ એનર્જી અને પોષણ અંગે છે. સાથે જ અમે લોકો હાઈ ક્વોલિટી પણ ઘણી ઓછી માત્રામાં પ્રિઝર્વેટિવ યુઝ કરીએ છીએ. આ જ કારણ છે કે બીજા પ્રોડક્ટની એક્સપાયરી 6 મહિના અથવા તેનાથી વધુની હોય છે, પરંતુ અમારી પ્રોડક્ટની એક્સપાયરી 90 દિવસની હોય છે. આ સાથે જ અમે લોકો અલગ અલગ રાજ્યોના લોકોને ટેસ્ટ અને અલગ અલગ સિઝન પ્રમાણે પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ.

જપનાએ જણાવ્યું કે, એક થવા બે ચોકો બાર અથવા મફન ખાધા પછી બ્રેકફાસ્ટની જરૂર નથી પડતી. આપણે ક્યાંય ટ્રાવેલ માટે જઈએ તો આ પ્રોડક્ટ સાથે લઈને જઈ શકીએ છીએ.

કેવી રીતે તૈયાર કરીએ છે પ્રોડક્ટ્સ
જપના કહે છે કે, અમે સૌથી પહેલા સામગ્રી એટલે કે ખાંડ, મેદો, ડ્રાઈ ફ્રુટ્સ જેવી વસ્તુ જથ્થાબંધ ખરીદીએ છીએ. અલગ અલગ પેરામીટર્સ પર બધાની ક્વોલિટી અને પોષણની વેલ્યૂની તપાસ કરીએ છીએ. ત્યારપછી અમારા યૂનિટમાં જે મશીન લાગ્યા છે, એમાંથી આ બધી પ્રોડક્ટ તૈયાર થાય છે. તે કહે છે કે અમે એજ ગ્રુપના આધારે સામગ્રી ઉમેરીએ છીએ અને તેના હિસાબથી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ.

જપના જણાવે છે કે એક કે બે ચોકોબાર અથવા મફન પછી બ્રેકફાસ્ટ કરવાની જરૂર પડતી નથી. આપણે ક્યાંય ટ્રાવેલ પર જઈ રહ્યા હોય તો આ પ્રોડક્ટ્સ પોતાની સાથે લઈને જઈ શકીએ છીએ
જપના જણાવે છે કે એક કે બે ચોકોબાર અથવા મફન પછી બ્રેકફાસ્ટ કરવાની જરૂર પડતી નથી. આપણે ક્યાંય ટ્રાવેલ પર જઈ રહ્યા હોય તો આ પ્રોડક્ટ્સ પોતાની સાથે લઈને જઈ શકીએ છીએ

ઓછી કિંમત પછી પણ ક્વોલિટી કેવી રીતે મેન્ટેઈન કરો છો
વિવેક કહે છે કે કિંમત ઓછી રાખ્યા પછી પણ ક્વોલિટીને મેઈન્ટેન કરવી થોડુંક મુશ્કેલ કામ છે, પણ અમે કરીએ છીએ કરણ કે આ જ અમારી ઓળખ છે. જેના માટે અમે રિસોર્સેઝ ઓછા કરી દીધા છે, એક જ મશીનથી ઘણા કામ કરીએ છીએ, અમારો સ્ટાફ મલ્ટીટાસ્કીંગ વાળો છે. સાથે જ સૌથી મોટી વાત એ છે કે વોલ્યૂમ એટલે કે અમે વધુમાં વધુ પ્રોડક્ટ તૈયાર કરવા અને તેને માર્કેટમાં પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ.

વિવેક કહે છે કે એક લાખ રૂપિયાથી અમે અમારા કામની શરૂઆત કરી હતી. ત્યારે અમે સ્ટાફ પણ ઓછો રાખ્યો હતો. આજે અમારી સાથે 35-40 લોકો કામ કરી રહ્યા છે. દરરોજ અમારી કંપનીમાં 20 હજાર પ્રોડક્ટ તૈયાર થઈ રહી છે.205 કરોડ રૂપિયાની આસપાસ અમારું ટર્નઓવર છે.

તેઓ જણાવે છે કે કોરોના અને લોકડાઉનમાં અમારું ઘણું નુકસાન થયું છે. ત્રણ ચાર મહિનાથી બધુ બંધ રહ્યું છે. મોટા પાયે અમારી પ્રોડક્ટ્સ ગોડાઉનમાં રહ્યા અને એક્સપાયર પણ થઈ ગયા છે. છેલ્લા એક મહિનાથી ધીમે ધીમે બધુ પાછું પાટા પર આવી રહ્યું છે. હવે ડિઝીટલ પ્લેટફોર્મ પર અમારી હાજરી વધી ગઈ છે. અમે પહેલાની સરખામણીએ ઓનલાઈન વેચાણ વધુ કરી રહ્યા છીએ. એમેઝોન અને બીજી કંપનીઓ સાથે સોદો પણ કર્યો છે. આગળ અમે અન્ય દેશોમાં પણ અમારી પ્રોડક્ટ એક્સપોર્ટ કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...