ભાસ્કર એક્સપ્લેનર2024 માટે મમતાએ 40 સીટનો ટાર્ગેટ રાખ્યો:23 વર્ષમાં 12 રાજ્યોમાં ગયાં, પરંતુ અસફળ રહ્યાં; હવે બંગાળની મુસ્લિમ બહુમતી બેઠક પણ હારી ગયાં

17 દિવસ પહેલાલેખક: અક્ષય વાજપેયી
  • કૉપી લિંક

વર્ષ 1997ની વાત છે, ડિસેમ્બર મહિનો. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના મોટા નેતાઓમાં સામેલ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં જાહેર કરવામાં આવ્યું કે તેઓ અને તેમના સમર્થકો ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. મમતાની પ્રેસ કોન્ફરન્સ ચાલી જ રહી હતી કે સમાચાર આવ્યા કે તેમને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે. લગભગ પાર્ટીના આ નિર્ણયનો અંદાજો મમતાને પહેલાંથી જ હતો.

રાજીવ ગાંધી સુધી પહોંચ રાખનાર મમતાને કાઢવાનો નિર્ણય તરત લેવામાં આવ્યો નહોતો, પરંતુ તેમની અને કોંગ્રેસ વચ્ચે અનેક વર્ષોથી વૈચારિક મતભેદ ચાલી રહ્યા હતા. પાર્ટીમાં તેમના સૌથી મોટા વિરોધી તે સમયના બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ સોમેન્દ્ર નાથ મિત્રા હતા. મમતા મિત્રાને તરબૂચ કહીને બોલાવતા હતા, કેમ કે તરબૂચ અંદરથી લાલ હોય છે અને વામપંથીનો રંગ પણ લાલ છે.

મમતાને એવું લાગતું હતું કે મિત્રા વામપંથીના સમર્થક છે, અને મમતા વામપંથીના સૌથી મોટી દુશ્મન હતાં. પછી મમતાની સોનિયા સાથે પણ અનેક મુદ્દે અસહમતી રહી અને તેમણે 1 જાન્યુઆરી 1998ના રોજ નવી પાર્ટી બનાવી લીધી. ત્યારથી અત્યાર સુધી TMCને 25 વર્ષ થઈ ગયા છે, પરંતુ પાર્ટી પશ્ચિમ બંગાળ બહાર કોઈપણ જગ્યાએ સરકાર બનાવી શકી નહીં.

બંગાળ બહાર દીદી ફેલ
સરકાર બનાવવી તો દૂરની વાત છે TMC બંગાળ બહારના કોઈપણ રાજ્યમાં પોતાના બળે બે આંકડા સુધી પણ પહોંચી શક્યું નથી. 2021માં, મેઘાલયમાં TMC પાસે ચોક્કસપણે 12 ધારાસભ્યો હતા, પરંતુ તે બધા કોંગ્રેસમાંથી TMCમાં આવ્યા હતા. TMCની ટિકિટ પર જીતેલા કોઈ ધારાસભ્યો નહોતા.

TMC 2001માં અસમ, 2005માં UP, 2009માં અરુણાચલ પ્રદેશ, 2009માં કેરળ, 2012માં મેઘાલય-મણિપુર, 2014માં તમિલનાડુ, 2017માં પંજાબ, 2018માં ત્રિપુરા, 2021માં હરિયાણા, 2021માં બિહાર, 2022માં ગોવા પહોંચી. કોઈ જગ્યાએ ચૂંટણી લડી, તો કોઈ પાર્ટીએ એક્ટિવિટી શરૂ કરી, પરંતુ તેમાંથી કોઈપણ રાજ્યમાં પાર્ટી સરકાર બનાવી શકી નહીં.

મેઘાલયમાં ટૂંકા ગાળાને બાદ કરતાં મુખ્ય વિપક્ષી પાર્ટી પણ બની શકી નથી. મમતા માત્ર બંગાળમાં સતત ત્રણ વખત જીત્યાં છે.

હાલમાં બંગાળની સાગરદિઘી સીટની પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ બંગાળ પણ TMC માટે લોકસભા ચૂંટણીમાં એકતરફી હોય તેવું લાગતું નથી. 2019માં જ BJPએ બંગાળની 42માંથી 18 લોકસભા સીટ જીતી છે.

46 સીટ સાથે દેવગૌડા PM બની શકે છે તો મમતા કેમ નહીં...
મમતા બેનર્જીએ 2024માં ચૂંટણી એકલા હાથે લડવાનો પ્લાન કરી દીધો છે. સાગરદિધીમાં 23 હજાર વોટથી હારી ગયાં પછી તેમણે કહ્યું કે આવું BJP, CPM અને કોંગ્રેસ એકસાથે આવી ગઈ હોવાથી આવું બન્યું. TMCની તાકાત અંગે જણાવતાં તેમના સ્ટેટ વોઇસ પ્રેસિડેન્ટ જયપ્રકાશ મજૂમદાર કહે છે કે ‘TMC લોકસભામાં ચોથી સૌથી મોટી પાર્ટી છે. રાજ્યસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. ભારતમાં સૌથી વધારે ધારાસભ્યોવાળી ત્રીજા નંબરની પાર્ટી છે. UP અને મહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળથી જ સૌથી વધારે(42) સાંસદ પહોંચે છે.

એવામાં પાર્ટીને આશા છે કે બંગાળમાં ક્લીન સ્વિપ કરવાથી વિપક્ષી પાર્ટીઓ વચ્ચે મોટો રોલ નિભાવી શકે છે. મજૂમદારના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ 40 લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. બંગાળની બહાર તે સીટ ઉપર જ કેન્ડિડેટ્સ ઉતારવામાં આવશે, જ્યાં પાર્ટી મજબૂત છે. TMC નેતાઓને લાગે છે કે જો 1996માં 46 સીટ સાથે જનતા દળના દેવગૌડા વડાપ્રધાન બની શકે છે તો પછી 2024માં મમતા આવું શા માટે કરી શકે નહીં.

ત્રિપુરામાં 60% વસ્તી બાંગ્લા બોલનારી, પરંતુ TMCને 1% વોટ પણ મળ્યો નહીં
મમતા બેનર્જીની ત્રિપુરામાં તાકાત લગાવવાનું એક મોટું કારણ એવું પણ હતું કે રાજ્યમાં 60% લોકો બાંગ્લા બોલે છે. મેઘાલય અને ગોવામાં પણ પાર્ટી એટલા માટે ગઈ, કેમ કે તેમને એવું લાગી રહ્યું હતું કે આ નાનાં રાજ્ય છે અને અહીંનું કલ્ચર બંગાળથી હળતું-મળતું આવે છે. એવામાં બની શકે છે કે તેમને સફળતા મળી જાય. ત્રણેય રાજ્યોનાં પરિણામોએ TMCને ખરાબ રીતે નિરાશ કરી છે.

TMCએ ત્રિપુરાની 60માંથી 28 સીટ ઉપર ચૂંટણી લડી હતી, પરંતુ એકપણ સીટ જીતી શક્યા નહીં. વોટિંગ ટકાવારી 1%થી પણ ઓછી રહી. TMCએ 2021માં મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીમાં એન્ટ્રી લીધી અને બે વખત CM મુકુલ સંગમા પોતાના 11 સાથી ધારાસભ્યો સાથે TMCમાં આવી ગયા. તે પછી TMC મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ. એવામાં તેમને આશા હતી કે 2023માં થનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સત્તામાં આવી શકે છે, પરંતુ મેઘાલયમાં પાર્ટીને 5 સીટ જ મળી. એટલે કોંગ્રેસથી જે 12 ધારાસભ્ય TMCમાં સામેલ થયા હતા, તેમની સંખ્યા ત્યારે પણ TMC પહોંચી શકી નહીં.

મેં TMCના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ જયપ્રકાશ મજૂમદારને પૂછ્યું કે, બંગાળની બહાર તમે દરેક જગ્યાએ હારી રહ્યા છો અને દાવો BJPની સત્તાને હટાવવાનો કરો છો? આ અંગે તેઓએ કહ્યું- કોઈ અન્ય રાજ્યમાં જઈને પાર્ટીનું વિસ્તરણ કરવું દુકાન ખોલવા સમાન નથી કે ગયા અને બિઝનેસ ચાલુ થઈ ગયો. ઇલેક્ટોરલ સિસ્ટમ છે. જેમાં લોકો સુધી પોતાની વાત પહોંચાડવામાં અને પ્રવેશ કરવામાં સમય લાગે છે.

તેમણે આગળ જણાવ્યું કે- મેઘાલયમાં અમે BJPથી ત્રણ સીટ વધારે જીત્યા અને કોંગ્રેસ સમાન સીટ લાવ્યાં. જ્યારે પહેલીવાર ચૂંટણી લડ્યા હતાં. ત્રિપુરામાં લોકલ ઇલેક્શનમાં અમને જીત મળી હતી. 20% વોટ મળ્યા હતા, પરંતુ વિધાનસભા ચૂંટણી BJP વિરુદ્ધ કોંગ્રેસ-CPM એક થયાં હતાં. ત્રિપુરામાં હિલ્સમાં તો BJPને પણ સફળતા મળી નહીં. આવનાર સમયમાં અમે ત્રિપુરા-મેઘાલયમાં ચોક્કસ ચૂંટણી જીતીશું.

શું બંગાળના મુસ્લિમ પણ મમતા બેનર્જીથી નિરાશ છે
2021માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં સાગરદિધી સીટ TMCના સુબ્રત સાહાએ 50 હજાર વોટથી જીતી હતી, પરંતુ 22 મહિના પછી જ આ સીટ કોંગ્રેસના ખાતામાં જતી રહી. કોંગ્રેસ કેન્ડિડેટની જીતનું માર્જિન પણ 23 હજાર વોટનું રહ્યું. સાગરદિધીમાં 64% મુસ્લિમ પોપ્યુલેશન છે. એવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું બંગાળના મુસ્લિમો પણ દીદીથી નિરાશ છે.

પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 27% છે અને ચૂંટણી જીતવા માટે સૌથી મોટો રોલ પ્લે કરે છે. અત્યાર સુધી મુસ્લિમ સમુદાય મમતા બેનર્જીને એકતરફી જિતાડતાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલાં મમતાને મળી રહેલા સંકેત યોગ્ય લાગતા નથી. પશ્ચિમ બંગાળમાં મોટા સ્તરે કરપ્શનના મામલાઓ સામે આવ્યા છે.

ટીચર્સ રિક્રૂટમેન્ટમાં હજારો ટીચર્સ રસ્તા ઉપર બેઠા. હાઈકોર્ટે પણ હાયરિંગ પ્રોસેસમાં કરપ્શન થવાની વાત જણાવી. બીરભૂમમાં જે હિંસા થઈ, તેમાં માઇનોરિટી કમ્યુનિટીના લોકો જ માર્યા ગયા. મમતા સરકારમાં નંબર બે ઉપર રહેલા મંત્રીથી લઇને તેમના ખાસ અનુબ્રત મંડળ સુધી બધા જ જેલમાં છે. એવામાં કહેવાય છે કે મમતા માટે બંગાળને બચાવવું હવે પડકાર સમાન બની ગયું છે.

કોંગ્રેસ ક્યારેક લેફ્ટ સાથે, ક્યારેક વિરુદ્ધ, વિશ્વાસ કેવી રીતે કરવો મજૂમદાર કહે છે, હાલની ભારતીય રાજનીતિમાં શરદ પવારને સાઇડમાં કરીએ તો મમતા બેનર્જી સમાન સિનિયર અને અનુભવી નેતા કોઈ અન્ય નથી. PM મોદી પણ તેમનાથી જુનિયર છે, કેમ કે મમતા ઇન્દિરા ગાંધીના સમયગાળાથી રાજનીતિ કરી રહ્યાં છે અને નરસિમ્હા રાવ સરકારમાં પણ મંત્રી રહ્યા.

તેઓ આગળ જણાવે છે કે, હાલના સમયમાં કોંગ્રેસ નીતિ વિના રાજનીતિ કરી રહી છે. તેઓ કેરળમાં વામપંથીઓ વિરુદ્ધ લડે છે. તેમના નેતા રાહુલ ગાંધી ત્યાંથી વામપંથીઓને હરાવીને ચૂંટણી જીતે છે, પરંતુ બંગાળમાં વામપંથીઓ સાથે મળીને TMC વિરુદ્ધ ચૂંટણી લડે છે. એવામાં કોંગ્રેસ ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકાય. હા, જો કોંગ્રેસ પોતાના બળે 140 સીટ લઇને આવે તો આપમેળે જ તેમની જગ્યા વિશાળ થઈ જશે. 40-50 સીટ જીતીને તમે પોતાને મોટા બાબુ સમજશો તો કેવી રીતે ચાલશે.

લોકસભા ચૂંટણીમાં 40 સીટનો ટાર્ગેટ
TMCએ લોકસભામાં 40 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. નવી સ્ટ્રેટજીથી કામ શરૂ કરી દીધું છે. મજૂમદાર કહે છે કે, BJP આજે આટલી મજબૂત માત્ર કોંગ્રેસના કારણે જ બની છે. કોંગ્રેસ પોતાનું કામ યોગ્ય રીતે કરે તો લોકસભામાં સ્થિતિ અલગ હોય. હવે અમે જોઈ રહ્યા છીએ કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકમાં કોંગ્રેસ કઈ રીતે ચૂંટણી લડે છે. તેના દ્વારા અનેક બાબતો સ્પષ્ટ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...