કરિયર ફંડાકંટાળાને ઉપયોગી સાધન બનાવી શકો છો:દરેક દિવસને ખાસ બનાવો, કંટાળાને દૂર કરો

25 દિવસ પહેલા
  • શિક્ષાવિદ સંદીપ માનુધને

કરિયર ફંડામાં તમારું હાર્દિક સ્વાગત છે!

એક ઝેન વિદ્યાર્થી એક મંદિરમાં ગયો અને પૂછ્યું કે જો તે મંદિર સાથે જોડાય તો તેને જ્ઞાન પ્રાપ્ત કરવામાં કેટલો સમય લાગશે. "દસ વર્ષ", ઝેન માસ્ટરે કહ્યું. "ઠીક છે, જો હું ખરેખર સખત મહેનત કરું અને મારા પ્રયત્નોને બમણો કરું તો તે કેટલો સમય લાગશે?" વીસ વર્ષ, ઝેન માસ્ટરે કહ્યું.

કંટાળો પણ આ જ પ્રકારનો હોય છે. તમે જેટલી તાકાત અને પ્રયત્નોથી તેને દૂર કરવા પ્રયાસ કરશો, તેટલો જ તે વધતો જશે.

કંટાળી ગયો યાર!
શું તમે પણ રોજબરોજના કામ, અભ્યાસ, ભોજન, રૂટીન, સ્કૂલ, કોલેજ, કોચિંગ જવાને લઈ અને લોકોથી પણ કંટાળો અનુભવો છો?

આ આદતને પોતાના પર ભારે ન થવા દો, અને તેનો તોડ નીકાળો

કંટાળો શું છે?
કંટાળો એ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક અવસ્થા છે, જેમાં વ્યક્તિ પાસે એવું કશું કરવા જેવું નથી હોતું, જેનાથી માનસિક રીતે સંતોષ મળે, અથવા બીજું કંઈ કામ કરવાની ઈચ્છા નથી હોતી અથવા તો કોઈ કામ કરવામાં આનંદ ન આવે.

કંટાળાની પોતાની એક અર્થવ્યવસ્તા હોય છે અને 'પ્લેઇંગ કાર્ડ'થી લઈને 'કેરમ' અને 'બિલિયડ્સ'થી લઈને 'સ્નૂકર' સુધી તમામ રમત ક્યાંકને ક્યાંક કંટાળાને કારણે જન્મી છે. સંપૂર્ણ 'એન્ટરટેઇનમેન્ટ માર્કેટ' હોરર ફિલ્મોથી લઈને કોમેડી સુધી, તથા કાર્ટૂન કોમિક્સ બુકથી લઈને મોટા-મોટા મોલ્સ સુધી માણસના કંટાળાની ફીલિંગ પર જ ટકેલું છે.

કંટાળાને તેનું રાજકારણ પણ હોય છે, અને સંશોધન સૂચવે છે કે કંટાળામાં આપણે આપણી રાજકીય વિચારધારાને અર્થની ભાવના સાથે સંરેખિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

કંટાળાના નુકસાન
કેટલાક લોકોને કંટાળો આવે ત્યારે ઘણું ખાવાનું ગમે છે, જ્યારે કેટલાકને દોડવું કે કસરત કરવી ગમે છે. દરેક વ્યક્તિ તેની પોતાની રીતે તેનો સામનો કરવાનો પ્રયાસ કરે છે, કેટલીક રીતો ખોટી છે અને કેટલીક સાચી છે.

કંટાળો વ્યક્તિને કોઈપણ ડ્રગનું વ્યસની બનાવી શકે છે અને સંશોધન મુજબ, કંટાળો ન અનુભવતી વ્યક્તિ કરતાં કંટાળો અનુભવતી વ્યક્તિ 'હૃદય રોગ'થી મૃત્યુ પામે છે.

કંટાળાના ફાયદા
અન્ય માનવીય લાગણીઓ જેમ કે હસવું, રડવું, ગુસ્સો આવવો વગેરેની જેમ, કંટાળો એ પણ એક આવશ્યક લાગણી છે અને જો તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવે તો આપણે તેનો ઉપયોગ આપણા ફાયદા માટે કરી શકીએ છીએ.

કંટાળો આપણા માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. 'માહિતીના પૂર'ના આ સમયમાં આપણું મન માહિતીથી ભરાઈ ગયું છે. જેના કારણે એકાગ્રતા અને ફોકસમાં ઘટાડો થાય છે. તેથી જ્યારે કંટાળો અનુભવાય ત્યારે વિરામ લેવો એ આપણા મગજને આરામ આપવા અને તણાવ ઘટાડવામાં મદદ કરવાની મૂલ્યવાન તક છે.

કંટાળો નવીનતાની શોધ કરવા પ્રેરિત કરે છે. કંટાળા વિના, માણસો પાસે નવીનતા શોધવાનું સાહસ અને ઇચ્છા નહીં હોય જે આપણને ઉત્સુક બનાવે છે અને સતત નવી વસ્તુની શોધમાં રહે છે. કંટાળો એ ભાવનાત્મક સંકેત છે કે આપણે જે કરવા માંગીએ છીએ તે કરી રહ્યા નથી. એટલે કે કંટાળો નવા ધ્યેયો મેળવવા પ્રેરે છે.

નાની ઉંમરે કંટાળાને સહન કરવાનું શીખવું એ સેલ્ફ-કંટ્રોલ સ્કિલ્સ(વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને નિયંત્રિત કરવા) વિકસાવવા માટે ઉત્તમ છે.

કંટાળામાંથી લાભ મેળવવા માટેની 'એડજસ્ટમેન્ટ ટેકનીક' - FATF

કંટાળા સામે લડવાને બદલે, તેને સાથે લઈને ચાલો, તેમાંથી કંઈક સર્જનાત્મક મેળવો. કંટાળા સામે સતત લડાઈ લડવાને બદલે, તેને સ્વીકારવું સરળ અને વધુ પ્રોડક્ટિવ છે. તેથી જ ઘણી 'પૂર્વીય પરંપરાઓ' કંટાળાને પ્રોત્સાહન આપે છે, તેને ઉચ્ચ ચેતનાના માર્ગ તરીકે જોવે છે. કંટાળા સાથે 'એડજસ્ટમેન્ટ' કરો.

FATF – Find reason, Adjust, Think new way, Find meaning

1) કારણ તપાસો(Find reason)-સૌથી પહેલા જાણો કે તમને કંટાળો કેમ આવે છે. તમે જે કામ રોજ કરો છો, જેમાં કંઈ નવું નથી, તે કારણે કંટાળો આવે છે કે તમે જે કામ કરો છો તેમાં કંઈ સમજાતું નથી એ કારણસર કંટાળો આવે છે.(ઘણા વિદ્યાર્થીઓને ગણિત વિષય સમજમાં ન આવતા કંટાળાને કારણે સારી ઊંઘ આવે છે.)

ઘણીવાર કંટાળા હાથ ધરેલા કાર્ય અને માનસિક સ્થિતિ અથવા ક્ષમતા વચ્ચે મેળ ન થતા ઉદભવે છે.

તમારી માનસિક ક્ષમતા વધુ મુશ્કેલ કાર્યો માટે છે અને તમે એ જ જૂના, કાર્યો કરો છો જે તમને પહેલાથી જ આવડે છે. અથવા તમારી માનસિક ક્ષમતા ઓછી છે અને તમને આપેલ કાર્યને સમજી શકતા નથી.

2)એડજસ્ટમેન્ટ ટેક્નિક(adjust)- તમારે માનસિક ક્ષમતા અને હાથ ધરેલા કામ વચ્ચે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે.

ઉદાહરણ-જો તમે મુશ્કેલ જિગ્સો પઝલ(Jigsaw puzzle) હલ કરવા પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ તમે માનસિક રીતે એટલા થાકેલા છો કે તમે તેને હલ નથી કરી શકતા, તો કોઈ સરળ કાર્ય કરો. આનાથી તદ્દન ઊંધું હોઈ શકે કે પઝલ તમારા માટે એકદમ સરળ હોય. ત્યારે તમે 'એડજસ્ટમેન્ટ' કરીને ઓછા સમયમાં સોલ્વ કરવાનો ચેલેન્જ પોતાની સમક્ષ રાખી શકો છો.

3) નવી રીતો વિચારો(Think new ways)- એકવિધ કાર્યોના કંટાળાને ટાળવા માટે એક અસરકારક રીત એ છે કે તેને થોડો સમય જ કરવાનો પ્રયાસ કરો, તદ્દન નવી રીતે કરવા વગેરે. ઉદાહરણ તરીકે, મારા એક મિત્ર કે જેમને દરરોજ કેટલાક કલાકો સુધી હાથથી લખવું પડતું હતું, તેમણે લખવાનો હાથ બદલ્યો અને બીજા હાથનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

4) મીનિંગ શોધો(Find meaning)- એ જ રીતે, 'મીનિંગલેસ' કામ કરવાથી ઉદ્ભવેલા કંટાળાને તે જ કામનો નવે મીનિંગ આપી 'એડજસ્ટ' કરો. વિચારો કે તે કામ તમારા માટે કેવી રીતે મહત્વપૂર્ણ થઈ શકે છે.

હું આશા રાખું છું કે મારા સૂચનો તમારા માટે ઉપયોગી થશે.

આજનો કરિયર ફંડા છે કે કંટાળો એક ઉપયોગી લાગણી છે, જો તમે એડજસ્ટમેન્ટ ટેક્નિકનો ઉપયોગ કરો છો તો તેનો લાભ ઊઠાવી શકો છો.

કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...