તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • 4 Stories Of Men Who Had To Go To Jail, Career Ended, Court Cases Gone; One Student Even Committed Suicide

મહિલાઓના વિક્ટિમ કાર્ડના શિકાર:પુરુષોની 4 કહાની, જેમણે જેલ જવું પડ્યું, કરિયર ખતમ થઈ ગયું, કોર્ટ કેસ ચાલ્યા; એક વિદ્યાર્થીએ તો આત્મહત્યા કરી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • રોહતકમાં બે બહેનોએ બેલ્ટથી યુવકોની મારઝૂડ કર્યા પછી છોકરાઓ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો તો તમે જોયો હશે. જેમાં એક છોકરીએ રસ્તાની વચ્ચે ઉતરીને ડ્રાઈવરને ઉછળી- ઉછળીને થપ્પડ મારી રહી છે. છોકરીએ ડ્રાઈવરનો મોબાઈલ પણ તોડી નાંખ્યો. ઘટના લખનઉના અવધ ક્રોસ રોડની છે. છોકરીનો આરોપ હતો કે કેબ ડ્રાઈવરે તેની સાથે ગાડી અથડાવી છે. પોલીસે છોકરીની વાત પર વિશ્વાસ કરીને કેબ ડ્રાઈવરને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડ્યો અને ચલાણ પણ ફાડ્યું.

બીજા દિવસે ઘટનાના એક CCTV ફુટુજ બહાર આવ્યા અને થપ્પડ મારનારી છોકરીના વિક્ટિમ કાર્ડની પોલ ખુલી ગઈ. CCTVમાં જોવા મળ્યું કે છોકરીને કેબ અથડાઈ નથી. તે પછી સોશિયલ મીડિયા પર છોકરીની ધરપકડ કરવા અને કેબ ડ્રાઈવરને ન્યાય અપાવવાની મુવમેન્ટ શરૂ થઈ. 2 ઓગસ્ટે સાંજ સુધીમાં પોલીસે વાઈરલ વીડિયોમાં દેખાઈ રહેલી છોકરી પ્રિયદર્શિની યાદવ પર કેસ નોંધ્યો.

આ ઘટનાના પગલ ફરી એક વખત વિક્ટિમ કાર્ડ પર ચર્ચા શરૂ થઈ. આ સિવાય આ પહેલા પણ આવા ઘણા કેસ પ્રકાશમાં આવી ચુક્યા છે. તેની પેટર્ન કઈક એવી હતી કે મહિલાએ કોઈની પર આરોપ લગાવ્યા અને તેની કોઈ પણ પ્રકારની તાપસ વગર આરોપોને સાચા માની લેવામાં આવ્યા. જોકે પછીથી આ આરોપ સાચા સાબિત ન થયા. જોકે આવા કેસના કારણે છોકરાઓને આત્મસમ્માન, કરિયર, પૈસા સિવાય ઘણુ બધુ ગુમાવવું પડ્યું. અમે અહીં આવા ચાર ચર્ચિત કેસની વાત કરી રહ્યાં છે....

1. ટ્રાફિક લાઈટ પર થઈ બબાલ, જોકે છોકરીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો

તસ્વીરમાં દેખાઈ રહેલા વ્યક્તિ સર્વજીત સિંહ બેદી છે, જેમની પર જસલીન કૌરે સોશિયલ મીડિયા પર આ તસ્વીર શેર કરીને ખરાબ કમેન્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તસ્વીરમાં દેખાઈ રહેલા વ્યક્તિ સર્વજીત સિંહ બેદી છે, જેમની પર જસલીન કૌરે સોશિયલ મીડિયા પર આ તસ્વીર શેર કરીને ખરાબ કમેન્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો.

શરૂઆતની કહાનીઃ 23 ઓગસ્ટ 2015ના રોજ જસલીન કૌરે એક ટ્વિટ કર્યું. તેમાં રોયલ ઈનફીલ્ડ પર જતા સર્વજીત સિંહનો ફોટો હતો. સાથે જ કેપ્શન લખવામાં આવી હતી કે આ શખ્સે તિલક નગરમાં શરમજનક રીતે મારી ઉપર ખરાબ કમેન્ટ કરી. આ ટ્વિટને અરવિંદ કેજરીવાલ સહિતની ઘણી હસ્તીઓએ રિટ્વિટ કરી અને જસલીનની બહાદુરીની પ્રશંસા કરી. જસલીને સર્વજીતની વિરુદ્ધ FIR નોંધાવી. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી બધાએ સર્વજીતને વિલન બનાવી દીધો.

પછીથી સત્ય બહાર આવ્યુંઃ દિલ્હીની ત્રીસ હજારી કોર્ટમાં આ કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો. જોકે કેસમાં જસલીનના નિવેદન સતત બદલાતા રહેતા હતા. તેના કારણે કોર્ટે ભરોસો ન કર્યો. 2019માં સર્વજીત નિર્દોષ સાબિત થયો.

2. ફુડ ડિલિવરીમાં મોડુ થવાના કારણે ચર્ચા, લગાવવામાં આવ્યો મારપીટનો આરોપ

હિતેશાએ ડિલિવરી બોય કામરાજ પર મારપીટનો આરોપ લગાવ્યો. તે પછી કામરાજે પણ રડતા-રડતા આ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો.
હિતેશાએ ડિલિવરી બોય કામરાજ પર મારપીટનો આરોપ લગાવ્યો. તે પછી કામરાજે પણ રડતા-રડતા આ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો.

શરૂઆતની કહાનીઃ બેંગલુરુની હિતિશાએ 10 માર્ચે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો. જેમાં તે કહી રહી હતી કે કઈ રીતે ઝોમેટો બોયે તેની પર હુમલો કર્યો. હિતેશાનું કહેવું હતું કે ડિલીવરી લેટ થવાના કારણે તેણે ઓર્ડર લેવાથી ઈન્કાર કરી દીધો. આ વાત પર બંને વચ્ચે ચર્ચા થવા લાગી. આ દરમિયાન ડિલીવરી બોયે તેમના નાક પર પંચ માર્યો અને ભાગી ગયો. તે પછી હિતેશાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. તેનુ હાડકુ ફેકચર થઈ ગયું. આ અંગે હિતાશાએ પોલીસ ફરિયાદ પણ કરી. માત્ર ડિલિવરી બોયની ધરપકડ કરવામાં આવી.

પછીથી સત્ય સામે આવ્યુંઃ આ ઘટનાના થોડા દિવસો પછી ડિલીવરી બોય કામરાજે પોતાનો પક્ષ રજૂ કર્યો. તેણે કહ્યું કે વરસાદના કારણે ડિલિવરી લેટ થઈ. તે પછી યુવતીએ ઓર્ડરના બદલામાં પૈસા આપવાથી ઈન્કાર કર્યો. મેં ખાવાનું પરત આપી દેવા કહ્યું જોકે તેણે ખાવાનું પરત પણ ન કર્યું. આ દરમિયાન તેણે મને ચપ્પલ મારવાની કોશિશ કરી. જ્યારે હું પોતાનો બચાવ કરી રહ્યો હતો, ત્યારે છોકરીનો હાથ જ તેના મોઢા પર લાગી ગયો અને રિગથી ઈજા થઈ.

3. ઈન્સ્ટાગ્રામ પર લગાવવામાં આવ્યો રેપની કોશિશનો આરોપ, છોકરીએ સુસાઈડ કરી લીધી
શરૂઆતની કહાનીઃ 2020માં ઈન્ટરનેટ પર એક સ્કેન્ડલ બહાર આવ્યું બ્યોસ લોકર રૂમ. તેમાં બહાર આવ્યું કે સોશિયલ મીડિયા ગ્રુપ પર સગીર છોકરાઓ રેપની વાત કરી રહ્યાં છે. આ અંગેના સમાચાર જોયા પછી ગુરુગ્રામની એક સગીરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો કે માનવ સિંહએ બે વર્ષ પહેલા તેમના પર રેપ કરવાની કોશિશ કરી હતી. આ પોસ્ટ વાઈરલ થઈ અને માનવને મોટા પ્રમાણમાં મેસેજ અને કોલ આવવા લાગ્યા. ટ્રોલિંગના પ્રેશરથી 2 કલાકની અંદર માનવે 11માં માળથી કૂદને આત્મહત્યા કરી.

પછીથી સત્ય સામે આવ્યુંઃ ઈન્સ્ટ્રાગ્રામ પર આરોપ લગાવનારી યુવતીએ રેપની કોશિશની કોઈ પોલીસ ફરિયાદ ન કરાવી. માનવના પરિવારે યુવતીની વિરુદ્ધ સુસાઈડ માટે પ્રેરવાનો આરોપ લગાવ્યો. જોકે પિતાએ આરોપ લગાવ્યો કે ગુરુગ્રામ પોલીસે આ કેસની યોગ્ય તપાસ કરી નથી. તે પછી હ્યુમન રાઈટ્સ કમીશને તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે કરાવવાનું કહ્યું છે.

4. બસની સીટને લઈને થયો હતો વિવાદ, છોકરીએ બેલ્ટથી મારામારી કરી

રોહતકમાં બે બહેનોએ બેલ્ટથી યુવકોની મારઝૂડ કરી હતી.
રોહતકમાં બે બહેનોએ બેલ્ટથી યુવકોની મારઝૂડ કરી હતી.

શરૂઆતની કહાનીઃ ડિસેમ્બર 2014ની વાત છે. રોહતક રોડવેઝ બસ સ્ટેન્ડથી સોનીપત જનારી બસ મુસાફરોથી ભરેલી હતી. તેમાં કોલેજથી પરત ફરી રહેલી બંને બહેનો પુજા અને આરતી હતા. કોઈક બોલચાલ પછી બંને બહેનોએ ત્રણ યુવકોની બેલ્ટથી મારઝૂડ કરી. યુવતીઓનો આરોપ હતો કે છોકરાઓ છેડતી કરી રહ્યાં હતા. છોકરાઓને ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા.

પછીથી સત્ય બહાર આવ્યુંઃ આ બસમાં બેઠેલા જ કેટલાક મુસાફરોએ આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું કે આ કેસ છેડતીનો ન હતો. આ માત્ર એક સીટને લઈને વિવાદ હતો. અઢી વર્ષ સુધી કેસ ચાલ્યો. કોર્ટે 2017ના રોજ રોહતકના આસન ગામના રહેવાસી ત્રણે યુવકો કુલદીપ, મોહિત અને દીપકને નિર્દોષ છોડ્યા. જોકે ત્યાં સુધીમાં છોકરાઓનું ઈન્ડિયન આર્મીને જોઈન કરવાનું સપનું અધુરું જ રહી ગયું્.

અન્ય સમાચારો પણ છે...