તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનએ સોમવારે કોરોનાને લઈને ઘણી જરૂરી વાતો કરી છે. તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરની પીક જોવા મળી રહી છે. વધતા જતા કેસ વચ્ચે પ્રદેશમાં ફરી લોકડાઉન લગાડવાની શક્યતાઓને નકારતાં તેમણે કહ્યું હતું કે ‘જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું તો અમે શીખવાની પ્રક્રિયામાં હતા. એ લોકડાઉનમાં જે શીખ મળી એનો ફાયદો લેવાનો છે, જે માસ્કથી પણ લઈ શકાય છે, તેથી લોકડાઉનની કોઈ જ શક્યતા નથી.’
દિલ્હી સરકાર તરફથી આ વાત કહેવામાં આવી એના 24 કલાક પણ પૂરા થયા ન હતા કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સ કરતાં કહ્યું હતું કે આ બધી વાતોને ફગાવી દીધી. મંગળવારે તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં કોરોનાના કેસ જો આટલી જ ઝડપથી વધતા રહ્યા તો શહેરનાં અનેક મુખ્ય બજારોને ફરી બંધ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત લગ્ન જેવા સમારંભ જ્યાં આયોજનમાં 200 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી, જે હવે ઘટાડીને માત્ર 50 લોકો સુધી જ સીમિત કરવામાં આવી રહી છે.
દિલ્હી સરકારને આ નિર્ણય લેવાની જરૂર કેમ પડી, એના કેટલાક આંકડાથી સમજી શકાય છે. ઓક્ટોબર મહિનાના અંતમાં દિલ્હીમાં કુલ 3,113 કન્ટન્મેન્ટ ઝોન હતા, પરંતુ, છેલ્લા 15 દિવસમાં આ સંખ્યા 4,430 થઈ ગઈ છે, એટલે કે માત્ર બે સપ્તાહમાં જ લગભગ 1,317 નવા કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા પડ્યા છે.
આવું એટલા માટે કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ કોરોનાના સાત-આઠ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. પ્રદેશમાં જેટલી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેટલી જ ઝડપથી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યા ઘટી રહી છે. ખાસ કરીને આઈસીયુવાળાં બેડ ઘણાં જ ઓછાં વધ્યાં છે અને દિલ્હી સરકાર માટે આ જ વાત સૌથી મોટી ચિંતાનો વિષય છે.
દિલ્હી સરકારના આંકડા મુજબ, મંગળવારે બપોર સુધી પ્રદેશમાં કુલ 1,331 વેન્ટિલેટર બેડમાંથી 1,215 ભરાય ગયાં છે અને હવે માત્ર 116 વેન્ટિલેટર જ ઉપલબ્ધ છે. હોસ્પિટલની વાત કરવામાં આવે તો લગભગ તમામ મોટી ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટરવાળાં બેડ ઉપલબ્ધ નથી.
બત્રા હોસ્પિટલ, મેક્સ હોસ્પિટલ શાલિમાર બાગ, મહારાજ અગ્રસેન હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ, મેક્સ હોસ્પિટલ પડપડગંજ, ફોર્ટિસ હોસ્પિટલ વસંતકુંજ અને મૂલચંદ જેવી મોટી ખાનગી હોસ્પિટલમાં આજે એકપણ વેન્ટિલેટરવાળા બેડ ઉપલબ્ધ નથી. અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ ગણ્યાગાંઠ્યાં બેડ જ બચ્યાં છે અને એ એટલી ઝડપથી જ ભરાય રહ્યાં છે.
સરકારી હોસ્પિટલોની સ્થિતિમાં લગભગ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અનેક હોસ્પિટલનાં બેડ ભરાઈ ગયાં છે અને બાકીઓમાં ચાર-પાંચ વેન્ટિલેટર બેડ જ બચ્યાં છે. અહીં સુધી કે વિશ્વના સૌથી મોટી કોવિડ સેન્ટર, સરદાર પટેલ કોવિડ આર્મી હોસ્પિટલમાં પણ એકપણ વેન્ટિલેટર બેડ ખાલી નથી. વેન્ટિલેટર વગરનાં આઈસીયુ બેડ પણ કુલ 2,235માંથી હવે માત્ર 301 જ ખાલી રહી ગયાં છે.
ઝડપથી ઘટી રહેલા આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની સમસ્યા માટે દિલ્હી સરકારે કેન્દ્ર પાસે પણ મદદ માગી છે. મુખ્યમંત્રી કેજરીવાલે હાલમાં જ એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્રએ દિલ્હીમાં 750 નવા આઈસીયુ બેડ આપવાનું આશ્વાસન આપ્યું છે. દિલ્હીમાં કોરોનાથી થનારા મોતમાં પણ ગતિ આવી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ 90થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 15 નવેમ્બરે જાહેર થયેલા હેલ્થ બુલેટિન મુજબ, દિલ્હીમાં હાલના સમયમાં કોરોનાથી થનારા મૃત્યુદર 1.23% છે. આ ઉપરાંત કોરોનાનો પોઝિટિવ રેટ 15.33% સુધી પહોંચી ગયો છે.
કેટલાક વિશેષજ્ઞો માને છે કે દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો અને તહેવારોમાં લોકો દ્વારા કોરોનાના નિયમોનું ખુલ્લેઆમ ભંગ કરવાનું પણ આ તેજીનું મોટું કારણ છે. સ્વાસ્થ્યક્ષેત્રે કામ કરનારી સંસ્થા ચેરિટી બેડ્સ સાથે જોડાયેલા લલિત ભાટિયા પણ જણાવે છે કે ‘છેલ્લા દિવસોમાં માર્કેટમાં જે ભીડ એકઠી થતી હતી એનાથી સંક્રમણના મામલાઓ ઝડપથી વધી રહ્યા છે. લોકો હવે બેદરકાર બની રહ્યા છે અને આ વાત યોગ્ય નથી. પ્રદેશમાં સ્થિતિ ઘણી જ ગંભીર છે, કેમ કે હોસ્પિટલ હવે ખાલી નથી રહી અને જે લોકોને કોરોનાને કારણે હોસ્પિટલમાં જવાની સ્થિતિ બની છે, તેમના માટે મુશ્કેલી ઘણી જ વધી ગઈ છે.’
કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકાર માટે અનિવાર્ય કર્યું છે કે ક્યાંય પણ લોકડાઉન લાગુ કરતાં પહેલાં રાજ્યોને કેન્દ્ર પાસેથી એ માટેની મંજૂરી લેવી પડશે. દિલ્હી સરકારે આ અનુમતિ માટે ઉપ-રાજ્યપાલને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે મોટાં બજારોમાં જો ભીડ આવી રીતે વધતી રહી અને કોરોનાના કેસ નિયંત્રણથી બહાર થયા તો મોટી માર્કેટમાં ફરી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે.
બીજી બાજુ, વેપારી વર્ગનું કહેવું છે કે લોકડાઉન આ વાતનું સમાધાન નથી અને લોકોને કોરોનાની સાથે રહેતા શીખવું પડશે. સરોજિનીનગર માર્કેટ એસોસિયેશનના અધ્યક્ષ કુલદીપ સાહનીનું કહેવું છે કે લોકડાઉન પહેલાં જ વેપારી વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. જો બીજી વખત આવું થયું તો અર્થવ્યવસ્થા ઠપ હોવાની સાથે જ વેપારી વર્ગ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.
સ્વાસ્થ્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ લોકડાઉનન ભલામણ કરવાના મતમાં નથી, પરંતુ કેટલાક લોકો એવું જરૂર માને છે કે આંશિક રીતે ભીડભાડવાળી જગ્યાઓમાં નિયંત્રિત કરવું જરૂરી છે, કેમ કે આવનારા દિવસોમાં દિલ્હીમાં કોરોનાના મામલા વધુ ઝડપથી વધી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આવનારા દિવસોમાં દિલ્હીમાં દરરોજ 15 હજાર સુધીના નવા કેસ સામે આવી શકે છે અને તેનાથી થનારાં મોતની સંખ્યા પણ વધી શકે છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.