શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની 2008ના જે આવાસીય પ્રોજેક્ટ પાત્રા ચોલ કોભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરવામાં આવી છે, તેની કહાની ખૂબ જ દુઃખદ છે. તેના કારણે ઘણા લોકો ઘર વગરના થયા છે. તેમાં પ્લોટ ખરીદનાર કેટલાક લોકોની જીંદગી રસ્તા પર પસાર થઈ રહી છે, તો કોઈ ઘરેણા વેચીને ભાડું ભરી રહ્યું છે.
7 હજાર એકરમાં ફેલાયેલી આ કોલોનીમાં 672 પરિવાર રહેતા હતા. તેમને મોટા ઘર અને લાખો રૂપિયાની લાલચ આપીને બેઘર કરવામાં આવ્યા હતા. જમીન ખરીદ્યા પછી બિલ્ડર ઘરને ખાલી કરાવવા માટે બુલડોઝર લઈને પહોંચ્યા હતા અને લોકોને ઘસડી-ઘસડીને ઘરની બહાર કાઢ્યા હતા.
આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે 14 વર્ષ પછી ત્યાં રહેનારની જીંદગી કેવી છે.
કોક્રીટનું ખંડેર બનતો જઈ રહ્યો છે પાત્રા ચોલ વિસ્તાર
અમે જ્યારે મુંબઈના ગોરેગાંવમાં બનેલા સિદ્ધાર્થનગર પાત્રા ચોલ પહોંચ્યા તો ત્યાં ફ્લેટના નામે માત્ર અન્ડર કન્સ્ટ્રક્શન ઈમારતો મળી હતી. તેની દિવાલો ખરાબ થઈ ગઈ હતી. તેમાં લાગેલા સળિયા અને સિમેન્ટ ખરાબ થઈ ગયા હતા. અમે અહીં રહેનારને શોધવાનું શરૂ કર્યું તો ખ્યાલ આવ્યો કે બિલ્ડરની સાથે કરાર કરનાર 400થી વધુ લોકો તો હવે આ દુનિયામાં જ નથી. તેમના પરિવાર રસ્તા પર જીંદગી જીવવા મજબૂર છે.
ખૂબ શોધવા પર અમને 5-6 પરિવાર મુંબઈના બહારના વિસ્તારમાં મળ્યા છે. તેમણે પોતાની જે વ્યથા જણાવી, તે સાંભળીને કોઈને પણ દયા આવી જાય.
કેટલાક લોકો પોતાના ઘરેણા, કેટલોક ઘરનો સામાન અને થોડી ગામની જમીનને વેચીને બીજાના ઘરમાં ભાડે રહેવા જઈ રહ્યાં છે. કેટલાક એવા પરિવાર મળ્યા, જેના વડીલો નવા ઘરની આસા લઈને આ દુનિયામાંથી જતા રહ્યાં. ઘર ન હોવાના કારણે ઘણા લોકોના લગ્ન થઈ શક્યા નથી. તેમની ઉંમર હવે વધી રહી છે.
જોકે આ લોકોનું કહેવું છે કે તેઓ તેમની સમસ્યાની રજૂઆત દરેક પક્ષ, મંત્રી, નેતા અને અધિકારી સમક્ષ કરી ચૂક્યા છે. જોકે કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નથી.
7 દિવસનો સમય આપવામાં આવ્યો, જોકે બીજા જ દિવસે બુલડોઝરથી ઘરને તોડી પાડવામાં આવ્યું
70 વર્ષના શાંતિ પવાર કહે છે કે અમને વાયદો કરવામાં આવ્યો હતો કે 3 વર્ષમાં નવો ફ્લેટ આપીશું. ઘર ખાલી કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો, જોકે બીજા જ દિવસે બુલડોઝર લઈને પહોંચી ગયા. મારુ ઘર તોડી નાંખ્યું. ઘણો બધો સામાન નીચે દબાઈ ગયો. તેમને જ્યારે જરૂર હતી ત્યારે તેમણે અમારી પાસે ભીખ માંગી અને હવે અમારે જરૂરિયાત છે, તો અમે તેમની સામે હાથ ફેલાવીને ઉભા છીએ.
સ્થિતિ એટલી ખરાબ છે કે આત્મહત્યા કરીએ લઈએ તેવું થાય છે
પાત્રા ચોલમાં જન્મેલા 48 વર્ષના નરેશ સોનાવડેએ કહ્યું કે પાત્રા ચોલથી નીકળ્યા પછી અમારે ઘરનો સામાન વેચવો પડ્યો. સોનુ વેચવું પડ્યું. છેલ્લા 8 વર્ષનું ભાડું મળ્યું નથી. મકાન માલિક અમને ભાડેથી ઘર આપતા નથી. ક્યારેક-ક્યારેક તો એવું થાય છે કે અમે આખા પરિવાર સાથે કઈંક કરી નાંખીએ.
અમને અમારી જ સોસાયટીના લોકોએ દગો કર્યો
પાત્રા ચોલની 9 નંબર ગલીમાં રહેતા જોજફે જણાવ્યું કે 12 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, જોકે ક્યારેય કોઈએ કઈંજ એક્શન લીધું નથી. અમને દગો અમારી સોસાયટી તરફથી આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તમને ઘર મળશે, પૈસા મળશે અને લાઈફ સારી હશે, જોકે અમે બરબાદ થઈ ગયા છે. કોરોનામાં અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. 250થી વધુ લોકો માત્ર ટેન્શનથી મરી ગયા છે.
ઘર ન હોવાના કારણે લગ્ન થઈ રહ્યાં નથી
અહીં જ જન્મેલા અનિલ હીરેએ જણાવ્યું કે અમને 2 વર્ષમાં ઘર આપવાનો વાયદો આપવામાં આવ્યો હતો, જોકે આજે 14 વર્ષ થયા અને કઈં જ મળ્યું નથી. જેમણે આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું, તે જ અનશન પર બેઠા છે અને તે જ બધા કૌભાંડ કરી રહ્યાં છે. હું નાનો હતો, આજે મોટો થઈ ગયો પરંતુ ઘર મળ્યું નથી. ઘર ન હોવાના કારણે મારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી.
ભાડુ આપવા માટે ઘરેણા વેચવા પડ્યા
ગોરેગાંવમાં એક ભાડાના મકાનમાં રહેનાર જ્યોતિ સાવંત કહે છે કે અમારે દરેક મહિને 40 હજાર રૂપિયા ભાડુ આપવું પડે છે. પૈસા નહોતા તો મજબૂરીમાં પોતાના ઘરેણા વેચવા પડ્યા. હવે કોઈની પાસે નોકરી નથી. અમે લોકો ત્યાં 16-17 વર્ષથી રહી રહ્યાં હતા અને અચાનક એક દિવસે કોઈ આવ્યું અને અમારી આંખોની સામે ઘરને તોડી નાંખ્યું. અમારે ત્રણથી ચાર દિવસ રસ્તા પર જ પસાર કરવા પડ્યા. અમે હવે માત્ર એ જોઈ રહ્યાં છે કે સરકાર શું કરે છે.
ખાવાનું ખાતા લોકોને ઘસેડીને ઉઠાવ્યા અને ઘરને તોડી પાડ્યું
સિદ્ધાર્થ નગરની નમ્રતા જણાવે છે કે ઘરમાંથી બહાર નીકળ્યા પછી અમારી પાસે ભાડું આપવા માટે પણ પૈસા નહોતા અને સ્થિતિ સતત ખરાબ થઈ રહી હતી. અમે લોકો 2-3 દિવસ સુધી રસ્તા પર રહ્યાં હતા. બિલ્ડરના લોકો જ્યારે ઘરને તોડવા માટે બુલડોઝર લઈને પહોંચ્યા તો કેટલાક લોકો જમતા હતા. તેમને દયા ન આવી અને ઘસડીને લોકોને બહાર કાઢ્યા અને તેમના ઘરને તોડી પાડ્યા.
ભાડા માટે 25 કરોડ આપવાનો વાયદો કર્યો હતો
પાત્રા ચોલ સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા રમાકાંત થોર્વેએ જણાવ્યું કે અમારો ગુરુ આશીષ બિલ્ડર અને મહાડાની સાથે એક ત્રિપક્ષી કરાર થયો હતો. એગ્રીમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે 672 લોકોને 650 સ્કવેર ફુટનુ ઘર મળશે. 25 કરોડ રૂપિયાનું કોરપસ ફન્ડ મળશે. જેમાંથી અમારા ટેનન્ટનું મંથલી મેન્ટેનન્સ ભરાશે. અહીં મંદિર સહિત ઘણી એમેનિટી બનશે. 2008માં આ કોલોનીને ખાલી કરવામાં આવી અને 7 વર્ષ પછી અહીંના લોકોને મળનાર ભાડું પણ બંધ થઈ ગયું.
સંજય રાઉતની વિરુદ્ધ 4 પુરતા પુરાવા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.