તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Left Millions Of Jobs And Started Making Vermicompost; Business Spread Across 14 States, Earning One Crore A Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:લાખોની નોકરી છોડીને વર્મીકંપોસ્ટ બનાવવાનું શરૂ કર્યું; 14 રાજ્યમાં ફેલાયો બિઝનેસ, વર્ષે કમાણી એક કરોડ

મેરઠ2 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
મેરઠમાં રહેતા અમિત ત્યાગીએ 20 વર્ષ પહેલાં એક કિલો અળસિયાંની સાથે વર્મીકંપોસ્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. હવે દેશભરમાં ફર્ટિલાઈઝર સપ્લાઇ કરે છે. - Divya Bhaskar
મેરઠમાં રહેતા અમિત ત્યાગીએ 20 વર્ષ પહેલાં એક કિલો અળસિયાંની સાથે વર્મીકંપોસ્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. હવે દેશભરમાં ફર્ટિલાઈઝર સપ્લાઇ કરે છે.

મેરઠમાં રહેતા અમિત ત્યાગીએ MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અનેક વર્ષ સુધી તેમણે મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારે કામ કર્યું, પરંતુ પત્નીની સલાહને અનુસરીને તેમણે પોતાનું જમાવેલું કામ છોડીને વતનમાં પરત ફરવાનો નિર્ણય કર્યો. 20 વર્ષ પહેલાં તેમણે એક કિલો અળસિયાંની સાથે વર્મીકંપોસ્ટ બનાવવાનું શરૂ કર્યું. આજે ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ગુજરાત, ઓડિશા, આસામ સહિત 14 રાજ્યમાં તેમના લગભગ આઠ હજાર યુનિટ છે. એનાથી તેઓ વર્ષે એક કરોડ રૂપિયાની કમાણી કરે છે.

49 વર્ષના અમિત કહે છે, "મારી પત્નીએ પણ MBAનો અભ્યાસ કર્યો છે. તેને એક કાર્યક્રમમાં વર્મીકંપોસ્ટ તૈયાર કરવાની જાણકારી મળી હતી. એ બાદ તેને કંઈક એવું કામ શરૂ કરવા પર જોર આપ્યું. એ બાદ અમે નક્કી કર્યું કે પ્રયાસ કરીને જોઈએ. કામ શરૂ કર્યા બાદ અમે પહેલું સેમ્પલ એક નર્સરીવાળાને વેચ્યું. લગભગ સપ્તાહ બાદ નર્સરીવાળો ફરીથી ફર્ટિલાઈઝર ખરીદવાની ડિમાન્ડ કરવા લાગ્યો. ખાતર તૈયાર ન હતું, તો અમે બહાનું બનાવ્યું અને કહ્યું કે ખાતર 10 રૂપિયા પ્રતિ કિલો છે. જો કે એ સમયે ખાતરની કિંમત માત્ર 50 પૈસા પ્રતિ કિલો હતી. નર્સરીવાળો એને 10 રૂપિયા કિલોમાં ખરીદવા માટે પણ તૈયાર થઈ ગયો."

અમિત જણાવે છે, એનાથી અમારો ઉત્સાહ વધ્યો અને થયું કે આ બિઝનેસને આગળ ધપાવી શકાય છે, પરંતુ આ સફર એટલી આસાન ન હતી. ત્યારે ઘણા ઓછા લોકો ઓર્ગેનિક ખેતી કરતા હતા. મોટા ભાગના લોકો આ અંગે વધુ જાણતા પણ ન હતા. આવી સ્થિતિમાં કેમિકલ ફર્ટિલાઈઝરની જગ્યાએ વર્મીકંપોસ્ટ ખરીદવા માટે લોકોને સમજાવવાનું કામ મુશ્કેલ ટાસ્ક હતો. એ બાદ તેમણે પોતાની માર્કેટિંગ સ્કિલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

અમિત મેરઠમાં દર મહિને 100 ટનથી વધુ ખાતર તૈયાર કરે છે. દેશનાં 14 રાજ્યમાં તેમનો પ્લાન્ટ છે.
અમિત મેરઠમાં દર મહિને 100 ટનથી વધુ ખાતર તૈયાર કરે છે. દેશનાં 14 રાજ્યમાં તેમનો પ્લાન્ટ છે.

અમિતે ગામડાંની મુલાકાત કરવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ કોઈ ને કોઈ ગામમાં જતા હતા અને ચૌપાલ કરીને લોકોને વર્મીકંપોસ્ટ અંગે જણાવતા હતા. આ રીતે ધીમે-ધીમે લોકો તેમની સાથે જોડાતા ગયા. હવે તેઓ દેશભરમાં પોતાના દ્વારા તૈયાર કરાયેલું ખાતર સપ્લાઈ કરે છે. અનેક લોકો તો એડવાન્સ બુકિંગ કરાવે છે. તેમણે મેરઠમાં જ 300થી વધુ વર્મીકંપોસ્ટ બેડ લગડાવ્યાં છે. દર મહિને તેઓ 100 ટનથી વધુનું ખાતર તૈયાર કરે છે.

વર્મીકંપોસ્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે
અમિત જણાવે છે, વર્મીકંપોસ્ટ તૈયાર કરવાના અનેક પ્રકાર છે. લોકો પોતાની સુવિધા મુજબ કોઈપણ રીત અપનાવી શકે છે. સૌથી આસાન રીત છે બેડ સિસ્ટમ, જેમાં ત્રણથી ચાર ફૂટ પહોળો અને જરૂરિયાત મુજબ લાંબો બેડ બનાવવામાં આવે છે. એ માટે જમીન પર પ્લાસ્ટિક નાખવામાં આવે છે. જે પછી તેની ચારેબાજુ ઈંટથી બાઉન્ડરી બનાવવામાં આવે છે. વચ્ચે ગોબર નાખીને તેને સારી રીતે ફેલાવી દેવામાં આવે છે. એ બાદ અળસિયાં નાખીને ઉપરથી સૂકું ઘાસ અને તણખલા નાખીને ઢાંકી દેવામાં આવે છે. એ બાદ એની ઉપર નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

બેડની લંબાઈ કેટલી હોય, ગોબર અને અળસિયાંની જરૂરિયાત કેટલી હોય, એને લઈને તેઓ કહે છે કે ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ બેડની લંબાઈ રાખી શકે છે, પરંતુ તેમણે ધ્યાન રાખવું જોઈએ કે જેટલી જરૂરિયાત છે એ મુજબ તેમની પાસે મટીરિયલ પણ હોવું જોઈએ. લગભગ એક ફૂટ લાંબા બેડ માટે 50 કિલો ગોબરની જરૂર પડે છે. જો અમે 30 ફૂટ લાંબો બેડ બનાવીએ તો અમને 1500 કિલો ગોબર અને 30 કિલો અળસિયાં જોઈએ.

વર્મીકંપોસ્ટ બન્યા પછી એની ઉપરથી ખાતર કાઢવામાં આવે છે. નીચે જે વધે છે તેમાં અળસિયાં હોય છે. અહીંથી જરૂરિયાત મુજબ અળસિયાં કાઢીને બીજા બેડ પર નાખવામાં આવે છે.
વર્મીકંપોસ્ટ બન્યા પછી એની ઉપરથી ખાતર કાઢવામાં આવે છે. નીચે જે વધે છે તેમાં અળસિયાં હોય છે. અહીંથી જરૂરિયાત મુજબ અળસિયાં કાઢીને બીજા બેડ પર નાખવામાં આવે છે.

જો કોઈ ખેડૂતની પાસે ગોબરની ઉપલબ્ધતા ઓછી છે તો તે 30 ટકા ગોબર અને ઘાસ કે કોઈ વસ્તુ પણ મેળવી શકે છે, જે સહેલાયથી સડી જાય. એક ફૂટ બેડ માટે એક કિલો અળસિયાંની જરૂર હોય છે. જો અળસિયાં ઓછા હશે તો ખાતર તૈયાર થવામાં સમય લાગી શકે છે. પર્યાપ્ત રીતે તમામ વસ્તુઓ મેળવવામાં આવ્યા પછી 30 ફૂટ લાંબા બેડથી ખાતર બનાવવામાં એક મહિનાનો સમય લાગે છે.

અમિત જણાવે છે કે અળસિયાંની અનેક પ્રજાતિઓ હોય છે. હું જે યુઝ કરું છું એ ઓસ્ટ્રેલિયાઈ આઈસોનિયા ફેટિડા છે. આ એક દિવસમાં એક કિલો ગોબર ખાય છે અને તે ડબલ પણ થઈ જાય છે. એટલે જે લોકો ખાતરની સાથે અળસિયાંનો બિઝનેસ કરવા માગે છે તેમના માટે આ ઉત્તમ વિકલ્પ છે.

આ માટે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે?
અમિતના જણાવ્યા મુજબ, એ માટે સૌથી જરૂરી વસ્તુ જમીન અને એનું લોકેશન છે. જમીન એવી જગ્યાએ હોવી જોઈએ, જ્યાં પાણી ઉપલબ્ધ હોય અને જ્યાં આવવા-જવા માટે રસ્તો હોય. એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે અહીં પાણી ભરાતું ન હોય. જે બાદ લાંબી પ્લાસ્ટિક શીટ, ગોબર, ઘાસ અને અળસિયાંની જરૂર રહે છે.

અમિત દેશભરમાં સજગ ઈન્ટરનેશનલ બ્રાંડના નામથી ખાતર વેચે છે. નર્સરી, ઘરમાં તૈયાર થતા બગીચા, ખેતર અને પોલી હાઉસમાં તેમના ખાતરની સપ્લાઈ થાય છે.
અમિત દેશભરમાં સજગ ઈન્ટરનેશનલ બ્રાંડના નામથી ખાતર વેચે છે. નર્સરી, ઘરમાં તૈયાર થતા બગીચા, ખેતર અને પોલી હાઉસમાં તેમના ખાતરની સપ્લાઈ થાય છે.

શું શું સાવધાની રાખવાની જરૂર છે?
અમિત જણાવે છે, ગોબર 15-20 દિવસથી વધુ જૂનું ન હોવું જોઈએ. એવું થવાથી ગોબરમાંથી નીકળતી મિથેન ગેસ અળસિયાં માટે નુકસાનકારક હોય છે. આ સાથે જ નિયમિત રીતે પાણીનો છંટકાવ જરૂરી છે, સાથે જ બેડની ઊંચાઈ દોઢ ફૂટથી વધુ ન હોવી જોઈએ.

ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મળી શકે?
અમિત હજારો ખેડૂતોને ટ્રેન કરી ચૂક્યા છે. તેઓ જણાવે છે, વર્મીકંપોસ્ટ તૈયાર કરવા માટે વધુ રોકાણની જરૂર નથી હોતી. ઘણા જ ઓછા રોકાણે એની શરૂઆત કરી શકાય છે. આપણે પહેલા એક બેડથી શરૂઆત કરવી જોઈએ. એ બેડ તૈયાર થઈ જાય તો એ જ અળસિયાંને બીજા બેડ પર અને આ રીતે ત્રીજો, ચોથો બેડ તૈયાર કરવા જોઈએ.

વર્મીકંપોસ્ટ બન્યા બાદ ઉપરથી ખાતર કાઢવામાં આવે છે અને નીચે જે વધે છે તેમાં અળસિયાં હોય છે. ત્યાંથી જરૂરિયાત મુજબ અળસિયાં કાઢીને બીજા બેડ પર નાખવામાં આવે છે. આવું કરવાથી વારંવાર અળસિયાં ખરીદવાની જરૂરિયાત નથી પડતી. તેમના જણાવ્યા મુજબ ખાતર તૈયાર કરવામાં ખર્ચ 3 રૂપિયા પ્રતિ કિલો આવે છે, જેને જથ્થાબંધ રીતે છ રૂપિયાથી લઈને 20 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો