• Gujarati News
  • Dvb original
  • Leaving Their Jobs, Renata And Shreya Start An Eco friendly Gift Box Startup With A Turnover Of Rs 80 Lakh In Its First Year.

આજના પોઝિટિવ સમાચાર:નોકરી છોડીને રેનાતા અને શ્રેયાએ ઈકોફ્રેન્ડલી ગિફ્ટ બોક્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ, પ્રથમ વર્ષે જ 80 લાખ ટર્નઓવર

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈકોફ્રેન્ડલી લાઈફસ્ટાઈલનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો પોતાની રૂટિન લાઈફમાં હેલ્ધી અને ઈકોફ્રેન્ડલી ચીજો સામેલ કરી રહ્યા છે. જો કે પ્રોડક્ટની કિંમત અને ઉપલબ્ધતા હજુ પણ પડકાર છે. તેના માટે રેનાતા અને શ્રેયાએ એક પહેલ કરી છે. બંનેએ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા ઈકોફ્રેન્ડલી બોક્સ લોન્ચ કર્યા છે. જેમાં તમે તમારી જરૂરિયાતની મલ્ટીપલ ચીજો પોતાની પસંદથી એડ કરી શકો છો. એટલે કે એક જ બોક્સમાં તમે તમારી જરૂરિયાતની ચીજો ઘરે મગાવી શકો છો. છેલ્લા એક વર્ષમાં તેમણે તેનાથી 80 લાખનો બિઝનેસ કર્યો છે.

27 વર્ષની રેનાતા જયપુરની રહેવાસી છે. જ્યારે શ્રેયા મધ્યપ્રદેશના રતલામની છે. બંનેએ મુંબઈની એક કોલેજમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. તેના પછી બંનેએ લગભગ 8 વર્ષ સુધી અલગ-અલગ કંપનીઓમાં નોકરી કરી.

શરૂઆતથી જ હેલ્થ અંગે અવેર રહેતી હતી
ભાસ્કર સાથે વાત કરતા રેનાતા કહે છે કે હું શરૂઆતથી હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટને લઈને અવેર રહેતી હતી. મારી કોશિશ રહેતી કે ઈકોફ્રેન્ડલી ચીજોનો જ ઉપયોગ કરૂ. હાલના દિવસોમાં અનેક સ્ટાર્ટઅપ શરૂ થયા છે, જ્યાં આ પ્રકારની પ્રોડક્ટ મળે છે, પરંતુ તેની કિંમત વધુ હોય છે. એવા ઓછા પ્લેટફોર્મ છે, જ્યાં એક જ જગ્યાએ આપણી જરૂરિયાતની ચીજો મળતી હોય અને એ પણ ચોઈસ પ્રમાણે.

27 વર્ષની રેનાતા જયપુરની રહેવાસી છે. જ્યારે શ્રેયા મધ્યપ્રદેશના રતલામની છે
27 વર્ષની રેનાતા જયપુરની રહેવાસી છે. જ્યારે શ્રેયા મધ્યપ્રદેશના રતલામની છે

તેઓ કહે છે કે આ અંગે હું શ્રેયા સાથે હંમેશા વાત કરતી રહેતી હતી. તેને પણ આવી જ મુશ્કેલી હતી પરંતુ ત્યારે અમારી પાસે તેનો કોઈ માસ્ટર પ્લાન નહોતો અને ન તો અમે સ્ટાર્ટઅપ અંગે કંઈ પ્લાન કરી રહ્યા હતા.

વર્ષ 2019ના અંતમાં રેનાતા અને શ્રેયાએ નક્કી કર્યુ કે તેઓ ખુદ જ એવું પ્લેટફોર્મ લોન્ચ કરશે જ્યાં લોકો પોતાની જરૂરિયાતની દરેક ચીજ ખરીદી શકે, એ પણ પોતાની પસંદગી પ્રમાણે. હવે સવાલ એ હતો કે તેનું મોડેલ કેવું હોય અને કેવી રીતે લોકો સુધી પહોંચે? આ અંગે બંનેએ રિસર્ચ કરવાનું શરૂ કર્યુ. અલગ-અલગ પ્રોડક્ટને લઈને તેમના મેન્યુફેક્ચરર સાથે વાત કરી. અનેક સ્થાનિક કારીગરો સાથે કરાર કર્યા, જેઓ ઈકોફ્રેન્ડલી ચીજો બનાવતા હતા.

નોકરી છોડી લોન્ચ કર્યુ સ્ટાર્ટઅપ
રેનાતા કહે છે કે રિસર્ચ અને ફિલ્ડ વિઝિટ પછી ફેબ્રુઆરી 2020માં અમે બંનેએ ખુદની નોકરી છોડી દીધી અને Verth નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. તેના માટે અમે પોતાની બચતનું રોકાણ કર્યુ. જો કે શરૂઆત મુશ્કેલ રહી, એક મહિના પછી જ કોવિડ આવ્યો અને અમારે કામ બંધ કરવું પડ્યું.

રેનાતા કહે છે કે અમારી તમામ પ્રોડક્ટ ઈકોફ્રેન્ડલી છે, કિફાયતી છે અને લોકોની ચોઈસ પ્રમાણેની છે.
રેનાતા કહે છે કે અમારી તમામ પ્રોડક્ટ ઈકોફ્રેન્ડલી છે, કિફાયતી છે અને લોકોની ચોઈસ પ્રમાણેની છે.

તેઓ કહે છે કે કોવિડ વખતે શરૂઆતના દિવસોમાં અમે થોડા પરેશાન થયા. આવક બંધ થઈ ગઈ. દિમાગમાં એવો પણ ખ્યાલ આવ્યો કે અમારે નોકરી નહોતી છોડવી જોઈતી પરંતુ થોડા સમયમાં જ અમે તેમાંથી બહાર આવવામાં પણ સફળ રહ્યા.

ઓનલાઈન માર્કેટિંગ દ્વારા ઝડપ પકડી
વાસ્તવમાં ત્યારે લોકડાઉનના કારણે માર્કેટ બંધ હતા. લોકો ઝડપથી ઓનલાઈન પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યા હતા. રેનાતા અને શ્રેયાએ પણ તેનો ફાયદો ઉઠાવ્યો અને ઓનલાઈન માર્કેટિંગ પર ફોકસ કરી દીધું. અને ખુદની વેબસાઈટની સાથે સોશિયલ મીડિયા પર પોતાની પ્રોડક્ટના ફોટો વીડિયો અપલોડ કરવા લાગ્યા. તેનાથી તેમને સારી આવક થઈ.

રેનાતા કહે છે કે અમારો કન્સેપ્ટ અને મોડેલ થોડું અલગ છે. અમારી પ્રોડક્ટ પણ કિફાયતી છે. આથી ટૂંક સમયમાં જ લોકો અમારી સાથે જોડાવા લાગ્યા. તેના પછી અમે ગૂગલ અને ઈન્સ્ટાગ્રામ પર પેઈડ પ્રમોશન શરૂ કર્યુ. જેથી મોટી કંપનીઓ સુધી અમે પહોંચી શકીએ.

તેઓ કહે છે કે ગત વર્ષે દિવાળીમાં અમારે ખૂબ સારૂં વેચાણ રહ્યું. અનેક મોટી કંપનીઓ અને કોર્પોરેટ હાઉસીઝની સાથે અમે ડીલ કરી. તેમના માટે ગિફ્ટ બોક્સ તૈયાર કર્યા.

શું છે Verth બોક્સની ખાસિયત?

રેનાતા કહે છે કે તહેવારોમાં અમારૂં વેચાણ ખૂબ વધારે થાય છે. કેમકે ત્યારે લોકો ગિફ્ટ માટે આ બોક્સનો ઉપયોગ કરે છે.
રેનાતા કહે છે કે તહેવારોમાં અમારૂં વેચાણ ખૂબ વધારે થાય છે. કેમકે ત્યારે લોકો ગિફ્ટ માટે આ બોક્સનો ઉપયોગ કરે છે.

રેનાતા કહે છે કે અમારી સૌથી મોટી ખાસિયત છે કે તમામ પ્રોડક્ટ ઈકોફ્રેન્ડલી છે, કિફાયતી છે અને લોકોની ચોઈસ પ્રમાણે છે. અમારી પાસે હેલ્થ અને બ્યુટી કેરની પ્રોડક્ટ છે. તેના વિશે પાંચ-પાંચ પ્રોડક્ટના અલગ-અલગ બોક્સ છે. કસ્ટમર પોતાની પસંદથી કોઈપણ બોક્સ ઓર્ડર કરી શકે છે.

એટલું જ નહીં અમારી વેબસાઈટ પર અનેક કેટેગરી પણ છે. તેમાં જઈને પોતાના હિસાબથી અલગ-અલગ પ્રોડક્ટ સિલેક્ટ કરીને કસ્ટમર પોતાનું બોક્સ કસ્ટમાઈઝ્ડ કરી શકે છે. તેમાં તેઓ પાંચથી ઓછી અને વધુ પણ પ્રોડક્ટ રાખી શકે છે. રેનાતાના અનુસાર તેઓ પોતાની પ્રોડક્ટ સબસ્ક્રિપ્શન મોડેલ પર પણ સેલ કરે છે. તેમાં કસ્ટમર એક મહિનાથી લઈને 6 મહિના સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકે છે. એક મહિનાનું સબસ્ક્રિપ્શન 799 રૂપિયા અને 6 મહિનાનું 1320 રૂપિયાનું છે.

હાલ રેનાતા અને શ્રેયા મળીને બ્રાન્ડ ટુ કસ્ટમર એટલે કે B2C અને બ્રાન્ડ ટુ બિઝનેસ એટલે કે B2B બંને લેવલ પર કામ કરી રહી છે. દર મહિને તેમને 100થી વધુ ઓર્ડર મળી રહ્યા છે. અનેક મોટી કંપનીઓ તેમની કસ્ટમર છે.