તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Leaving His Job In A Multinational Company, Started Cultivating Lemons In The Village, Earning Rs 6 Lakh Annually.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટીવ સમાચાર:મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડી, ગામમાં લીંબુની ખેતી શરૂ કરી, વાર્ષિક 6 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે

રાયબરેલી6 દિવસ પહેલાલેખક: રવિ શ્રીવાસ્તવ
  • કૉપી લિંક
2016માં નોકરી છોડીને ઘરે આવી ગયો. પત્ની અને બાળકોએ મને સપોર્ટ કર્યો, પણ મમ્મી નારાજ થઈ ગઈ.
  • રાયબરેલીના રહેવાસી આનંદ છેલ્લા 13 વર્ષથી નોકરી કરી રહ્યાં હતા,પટના, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં તેમને કામ કર્યું
  • ગામડે પાછા આવેલા આનંદે ધાન અને ઘઉંની ખેતી શરૂ કરી, પણ નફો ન થયો, પછી રિસર્ચ કરીને લીંબુ વાવ્યા.

રાયબરેલીથી 20 કિમી દૂર કચનાવાં ગામમાં ઘુસતાની સાથે જ લીબુંની સુગંધ તમારું મન મોહી લેશે. કાચા રસ્તાથી થઈને જ્યારે તમે ખેતરમાં પહોંચશો તો સામે તમને લીંબુનો બગીચો મળશે. અહીંયા ક્યારે પેન્ટ-શર્ટમાં તો ક્યારેક ધોતી કુર્તામાં આનંદ મિશ્રા તમને કામ કરતા જોવા મળશે. તે મલ્ટી નેશનલ કંપનીમાં લાખોની નોકરી છોડીને ગામમાં જ ખેતી કરે છે. આનાથી વાર્ષિક 6 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

આનંદે જણાવ્યું કે, BBA પછી 2002માં મારી જોબ એક પ્લાસ્ટિક ફર્નિચર કંપનીમાં લાગી. પહેલું પોસ્ટિંગ નોઈડમાં થયું. પછી આઉટસોર્સિંગ હેડ તરીકે પટના, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થયું. સારો પગાર, મોટું ઘર, ગાડી અને જીવનમાં એ તમામ વસ્તું હતી, જેનાથી જીવન સરળ બની જાય છે, પણ જ્યારે હું તહેવાર અથવા રજાઓમાં ઘરે આવતો, મારું મન અહીંયા જ રોકાઈ જતું. ભાગમદોડ વાળા જીવનથી મન કંટાળી ગયું હતું. એટલા માટે 2016માં નોકરી છોડીને ઘરે આવી ગયો. પત્ની અને બાળકોએ મને સપોર્ટ કર્યો, પણ મમ્મી નારાજ થઈ ગઈ.

બે વર્ષ ભેગા કરેલા પૈસાથી ઘરનો ખર્ચ કાઢ્યો
આનંદે જણાવ્યું કે, પહેલા મેં મારા એક હેક્ટર ખેતરમાં ઘઉં અને ધાન પર કંઈક કરવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ ખાસ ન થયું. ઉપરથી નુકસાન થયું. પછી મે રિસર્ચ કરવાનું વિચાર્યું. નોકરી છૂટી ગઈ હતી, પણ ઘર ચલાવવાનું હતું. બાળકો ભણતા હતા. એટલા માટે 13 વર્ષની નોકરીમાં જે થોડા પૈસા બચાવ્યા હતા, એફડી કરાવી હતી તે બધુ તોડવાનું શરૂ કર્યું જેથી ઘર ખર્ચ આરામથી ચાલી શકે.

આનંદે જણાવ્યું કે, જ્યારે મને લોકો શરૂઆતમાં મજાકમાં લેતા હતા. કહેતા હતા કે, સારા એવા જીવનને ત્યજીને આવતો રહ્યો.
આનંદે જણાવ્યું કે, જ્યારે મને લોકો શરૂઆતમાં મજાકમાં લેતા હતા. કહેતા હતા કે, સારા એવા જીવનને ત્યજીને આવતો રહ્યો.

રિસર્ચ માટે મેં અલ્હાબાદમાં જામફળના બગીચાને જોયો,ફતેહપુરમાં કેળાની ખેતી જોઈ, બારાબંકીમાં મેંથા જોયા અને પછી પદ્મશ્રી રામ સરન વર્મા પાસે બારાબંકી ગયો.જ્યાં તે કેળાની ખેતી કરે છે, પણ મને સમજાયું નહીં, કારણ કે ભલે જામફળ હોય કે કેળા આ બધાની ખેતીમાં ઉત્તરપ્રદેશમાં સ્પર્ધા ઘણી છે. પછી મેં મંડીઓના ચક્કર લગાવ્યા.

રાયબરેલી,લખનઉ, બારાબંકી અને તમામ જગ્યાએ ગયો. બસ એક વાત ખબર પડી કે લીંબુ બહારથી આવે છે અને તેના ભાવ લગભગ એક જેવા જ રહે છે અને માંગ પણ રહે છે.મને ખબર પડી કે તે લીંબુનો 90% માલ કોલકાતા અથવા નાસિકથી આવે છે. મે મંડીઓના આડતિયાઓ સાથે વાત કરી જો લીંબુ અહીંયા મળી જાય તો લેશું. આના માટે વેપારીઓ પણ તૈયાર થઈ ગયા.

2018માં 80 હજાર તો 2019માં 3 લાખ કમાણી કરી
આનંદે જણાવ્યું કે, લીબુંના પાકમાં 2 વર્ષ સુધી નફો નથી થતો, પણ જ્યારે તમે સાર સંભાળ રાખો તો ત્રણ વર્ષમાં તમને નફો મળવાનો શરૂ થઈ જાય છે અને દર વર્ષે નફો લગભગ બમણો થઈ જાય છે. આ રીતે પહેલા વર્ષે 2018માં મને લગભગ 80 હજાર મળ્યા અને 2019માં લગભગ 3 લાખની કમાણી કરી. હવે 2020માં આ કમાણી 5 થી 6 લાખે પહોંચી ગઈ છે. 2021માં 10 લાખ સુધી કમાણી થઈ જશે. હવે ગાડીઓ સીધી ખેતરમાં આવે છે.

આનંદે જણાવ્યું કે, ઝડપથી યુપીમાંથી લીંબુ વિદેશમાં પણ મોકલવામાં આવશે. હાલ તે દેશમાં જ આની સપ્લાઈ કરે છે.
આનંદે જણાવ્યું કે, ઝડપથી યુપીમાંથી લીંબુ વિદેશમાં પણ મોકલવામાં આવશે. હાલ તે દેશમાં જ આની સપ્લાઈ કરે છે.

આનંદે કહ્યું કે, જ્યારે મેં શરૂઆત કરી તો લોકો મજાક ઉડાવતા હતા. કહેતા હતા કે સારા એવા જીવનને ત્યજીને આવી ગયો. કૃષિ વિભાગના લોકો પણ મારી વાતો પર ધ્યાન નહોતા આપતા, પણ હવે એ જ કૃષિ વિભાગના કૃષિ વૈજ્ઞાનિક મારા ખેતરે આવે છે અને ટિપ્સ આપીને જાય છે.

દૂર -દૂરથી લોકો લીંબુની ખેતીની ઝીણવટ શીખવા માટે આવે છે. જો કે, મારો હેતું ખેડૂતોની મદદ કરવાનો છે. થોડાક ફેરફારથી ખેડૂત તેમની ખેતીને શ્રેષ્ઠ બનાવી શકે છે. હું સોશિયલ મીડિયા દ્વારા પણ ખેતી વિશે જણાવી રહ્યો છું. લોકો ફોન પર પણ વાત કરે છે.

હવે વિદેશોમાં લીંબુ મોકલશે
આનંદે જણાવ્યું કે, ટૂંક સમયમાં યુપીથી લીંબુ વિદેશમાં મોકલાશે. તે ઉત્તરપ્રદેશ કૃષિ નિર્યાત નીતિ સમિતિ લખનઉ મંડળના સભ્ય છે. હવે તેનો ફાયદો તે યુપીના ખેડૂતોને આપવા માંગે છે. આનંદે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ઘણા લોકોએ લીંબુની ખેતી શરૂ કરી છે, પણ હાલ અમે પમ યુપીની માંગ પુરી નથી કરી શકતા. આ વિસ્તારમાં આવવાથી ખેડૂતો એટલા માટે ગભરાઈ રહ્યા છે, કારણ કે તેને ખેતીનો કૃષિ વીમો નથી મળતો. જો સરકાર કૃષિ વીમો આપવાનું શરૂ કરી દે તો ખેડૂતોને ફાયદો થશે અને લોકો ઝડપથી આ તરફ વળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો