તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Progressive Farmer From Surat Leaves Engineering Studies To Cultivate With Modern Technology, Earns Rs 5 Lakh In 3 Months By Cultivating Sugarcane In 8 Acres Of Land

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતના પ્રગતિશીલ ખેડૂતે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી અત્યાધુનિક ખેતી આદરી, સક્કર ટેટીની ખેતીથી 3 મહિનામાં 5 લાખની કમાણી

સુરત2 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
પ્રગતિશીલ પ્રવીણભાઈ સફળતાપૂર્વક સક્કર ટેટીની ખેતી કરે છે.
  • ઉનાળાના અમૃતફળ ગણાતી સક્કર ટેટીના 144 ટન મબલખ ઉત્પાદન થવાની આશા

આપણે ત્યાં દરેક ઋતુની અનેક વિશેષતાઓ હોય છે. પ્રત્યેક ઋતુમાં વિવિધ ફળો આરોગવામાં આવે છે. ત્યારે ઉનાળાના અમૃતફળ ગણાતી સક્કર ટેટીની સફળતાપૂર્વક ખેતી સુરતમાં થઈ રહી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પિતાની નાદુરસ્ત તબિયતના લીધે અધવચ્ચે છોડનાર યુવક આજે પ્રગતિશિલ ખેડૂત બની ગયા છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત ખેતીની જગ્યાએ સક્કર ટેટીની ખેતી શરૂ કરી છે. જેમાં આઠ એકર જમીનમાં જ 3 મહિનાની અંદર પાંચેક લાખની કમાણી કરવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યાં છે.

પરંપરાગત ખેતી છોડીને પ્રવીણભાઈએ ટેટીની ખેતી હાઈટેક ઢબે કરી છે.
પરંપરાગત ખેતી છોડીને પ્રવીણભાઈએ ટેટીની ખેતી હાઈટેક ઢબે કરી છે.

અભ્યાસ છોડીને ખેતીમાં જોતરાયા
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામના 41 વર્ષીય યુવા ખેડૂત પ્રવીણભાઈ વલ્લભભાઈ માંગુકિયા મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકના શોભાવડ ગામના વતની છે. પ્રવિણભાઈના પિતા પરંપરાગત શેરડી સહિતના પાકોની ખેતી કરતાં હતાં. જો કે, પુણેમાં બીજા વર્ષનો એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં પ્રવીણભાઈના પિતાની તબિયત નાદુરસ્ત રહેતા તેમણે અભ્યાસ અધુરો છોડીને ખેતીમાં આવી ગયાં હતાં. ખેતીમાં કંઈન નવિન કરવાની તેમની ખેવના અને ધગશના કારણે તેઓ દેશ અને પરદેશના કૃષી મેળામાં જતા થયા હતાં. જયાં તેમણે ખેતીની નવી નવી આધુનિક ટેકનોલોજી અંગે જાણ થવા લાગી હતી.

મહારાષ્ટ્રના નાસિકથી રોપાદીઠ રૂપિયા 2.70ના ભાવે 45 હજાર કુંદન જાતિના રોપા લવાયા હતા.
મહારાષ્ટ્રના નાસિકથી રોપાદીઠ રૂપિયા 2.70ના ભાવે 45 હજાર કુંદન જાતિના રોપા લવાયા હતા.

ઈઝરાયેલની મુલાકાત વખતે માર્ગદર્શન મળ્યું
વર્ષ 2002થી ખેતી કરતાં પ્રવિણભાઈ 2018માં ઈઝરાયેલ ગયાં હતાં. જ્યાંથી તેમને ખેતી અંગેની નવી ટેક્નોલોજી સહિતની પદ્ધતિઓ જાણવા મળી હતી. જેથી એ પદ્ધતિ અને ત્યાંના લોકોના સંપર્કમાં રહિને પોતાની જમીનમાં સફળ પ્રયોગો શરૂ કરી દીધા હતાં. આજે પણ તેઓ ત્યાંથી ટેલિફોનિક અને ઈમેઈલ દ્વારા સતત માહિતી મેળવતાં રહે છે. પ્રવિણભાઈએ ઈઝરાયેલની ટેક્નોલોજી પ્રમાણે જે મલ્ચિંગ કરી સક્કર ટેટીનું વાવેતર કર્યું છે. ખાસ કરીને પોલિ પ્રોપિલીન ગ્રો કવરથી ટેટીને બાહ્ય આવરણથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારના આધુનિક સુરક્ષા કવચ 'ગ્રો-કવર'ના ઉપયોગથી પ્રતિકુળ વાતાવરણ તેમજ જીવાતો અને પક્ષીઓના ઉપદ્રવ સાથે પાકનું રક્ષણ થાય છે.

'ગ્રો-કવર'ના ઉપયોગથી પ્રતિકુળ વાતાવરણ તેમજ જીવાતો અને પક્ષીઓના ઉપદ્રવ સાથે પાકનું રક્ષણ થાય છે
'ગ્રો-કવર'ના ઉપયોગથી પ્રતિકુળ વાતાવરણ તેમજ જીવાતો અને પક્ષીઓના ઉપદ્રવ સાથે પાકનું રક્ષણ થાય છે

મહારાષ્ટ્રથી રોપ લઈ આવ્યા હતા
પ્રવિણભાઈ જણાવે છે કે, મહારાષ્ટ્રના નાસિકથી રોપા દીઠ રૂપિયા 2.70ના ભાવે 45 હજાર કુંદન જાતિના રોપાનો ઓર્ડર આપી મંગાવ્યા હતાં. જેનું 1લી જાન્યુઆરી 2021ના રોજ આઠ એકરમાં વાવેતર કર્યું હતું. પ્લાન્ટ રોપ્યા બાદ 19 દિવસ સુધી પોલી પ્રોપિલીન કવર(ગ્રો કવર) ઢાંકવામાં આવ્યું હતું. મલ્ચિંગના કારણે જમીનમાં ભેજ અને પોષકતત્વો જરૂરિયાત પ્રમાણે જળવાઇ રહે છે તેમજ નિંદણનો પ્રશ્ન પણ ઓછો રહે છે. જ્યારે ગ્રો કવર દ્વારા પાકનું અનેક રીતે રક્ષણ થાય છે. પ્લાસ્ટિકનું ગ્રો-કવર ભીની માટી સાથે ફળોનો સંપર્ક ટાળે છે. તેથી ફળોમાં થતી ઈજા અટકે છે. માખી સહિતની જીવાતો તથા અન્ય વાયરસથી રક્ષણની સાથે ઝાકળ, ભેજ અને કમોસમી વરસાદ જેવા વાતાવરણની પ્રતિકુળ અસરની સામે પાકને રક્ષણ મળે છે. જેમાં તેમને રાજય સરકાર દ્વારા રૂપિયા 38500ની સબસિડી મળી છે. જયારે ડ્રીપ ઈરીગેશનમાં 1.52 લાખની સબસિડી મેળવી છે.

મલ્ચિંગના કારણે જમીનમાં ભેજ અને પોષક તત્ત્વો જરૂરિયાત પ્રમાણે જળવાઈ રહે છે.
મલ્ચિંગના કારણે જમીનમાં ભેજ અને પોષક તત્ત્વો જરૂરિયાત પ્રમાણે જળવાઈ રહે છે.

144 ટન ટેટીના ઉત્પાદનનો અંદાજ
પ્રવિણભાઈના જણાવ્યા અનુસાર ટેટીનું વાવેતર કર્યાના 75 દિવસ બાદ પાક તૈયાર થઈ ચૂકયો છે. જેથી આઠ એકરમાંથી અંદાજે 144 ટન જેટલી ટેટીનું માતબર ઉત્પાદન થવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી. એક એકરે અંદાજીત મજૂરીથી લઈ અન્ય રૂપિયા 75 હજારનો ખર્ચ થયો છે. આજ સુધી મારે માર્કેટ યાર્ડ સુધી પાકને લઈ જવાની જરૂર જ પડી નથી. સોશિયલ મીડિયા અને મિત્રો-પરિચિતોના ગ્રુપમાં સીધું જ વેચાણ કરે છે.ગત વર્ષે તરબૂચના પાકમાં પણ લોકો તરબૂચ ખરીદવા છેક સુરતથી મારા ખેતર સુધી આવતા.જો 50 કિલોનો ઓર્ડર હોય તો તેમના ઘર સુધી ડિલિવરી કરીને વેચાણ કરવામાં આવે છે.

સ્વાદમાં ભારે મીઠાશ ધરાવતી ટેટી લોકો ઘર બેઠા જ મગાવી લે છે.
સ્વાદમાં ભારે મીઠાશ ધરાવતી ટેટી લોકો ઘર બેઠા જ મગાવી લે છે.

ચેરીની ખેતી કરવાનો વિચાર
એક તરફ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે ત્યારે યુવા ખેડૂત પ્રવીણભાઈએ કહ્યું કે,તેમના બાળકોને કૃષિ યુનિવર્સિટીમાં જ કૃષિલક્ષી ઉચ્ચ અભ્યાસ કરાવવો છે. સંતાનોના એગ્રો નોલેજ થકી વધુ ને વધુ પ્રમાણમાં પ્રગતિશીલ ખેતી કરવાં માટે નિશ્ચય છે. તેઓ વધુમાં જણાવે છે કે, ખેડૂતોની જાગૃતિ અને નવું જાણવાની ધગશથી તેમની આવકમાં મબલખ વધારો થયો છે. આ વર્ષે ચેરીના થોડા છોડનું વાવેતર કર્યું છે જેમાં સફળતા મળી છે. જેથી ભવિષ્યમાં ચેરીની ખેતી કરવાની પણ આશા તેમણે વ્યકત કરી હતી.

એક એકરે અંદાજિત મજૂરીથી લઈ અન્ય રૂપિયા 75 હજારનો ખર્ચ થયો છે.
એક એકરે અંદાજિત મજૂરીથી લઈ અન્ય રૂપિયા 75 હજારનો ખર્ચ થયો છે.

જીવામૃતનો પણ ઉપયોગ કર્યો
ટેટીની ખેતીના અનુભવ પ્રવીનભાઈ કહે છે,જૈવિક ખાતરોનો જ ઉપયોગ કરી આટલું સારું ઉત્પાદન લઈ શકાયું છે. મેં આડેધડ રાસાયણિક ખાતરોનો વપરાશ કરી જમીનના પોષક તત્ત્વો નાશ પામે તેવું કામ ક્યારેય કર્યું નથી. છાણ, ગૌમૂત્ર, લીમડાના અર્કથી બનતા જીવામૃત જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ કર્યો છે, જેથી યુરિયા અને ડી.એ.પી.ની પણ જરૂર પડી નથી. તેમણે કહ્યું કે ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી શકાય તે માટે ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી જ ખેતી કરવી લાભદાયક છે.

છાણ, ગૌમૂત્ર, લીમડાના અર્કથી બનતા જીવામૃત જેવાં સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ કરાયો.
છાણ, ગૌમૂત્ર, લીમડાના અર્કથી બનતા જીવામૃત જેવાં સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ કરાયો.

ખેડૂતોને પણ માર્ગદર્શન આપે છે
ઉનાળામાં ફળોની રાણી તરીકે જાણીતી સક્કર ટેટીની સફળતાપૂર્વકની ખેતી કરનાર પ્રવીણભાઈની પાસે લોકો માર્ગદર્શન મેળવવા પણ પહોંચે છે ત્યારે પ્રવિણભાઈ ખેડૂતોને માર્ગદર્શન આપવાની સાથે સાથે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેક્નોલોજીયુક્ત ખેતી કરી સારી આવક મેળવવા પ્રોત્સાહન આપે છે. સાથે કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બની અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો