• Gujarati News
  • Dvb original
  • Learning From The All time Hit Movie "The Shawshank Redemption"; To Keep Moving Forward In Life Despite All Difficulties

કરિયર ફન્ડા:ઓલ-ટાઈમ હિટ મૂવી "ધ શૉશૈંક રિડેમ્પ્શન"માંથી શીખવા જેવું; તમામ મુશ્કેલીઓ બાદ પણ જીવનમાં આગળ વધતા રહેવાનું

16 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

"હોપ ઈઝ અ ગુડ થિંગ, એન્ડ નો ગુડ થિંગ અવર ડાઈસ" - એન્ડ્રી દ્રફેન (એક પાત્ર)
અર્થાત આશાવાદ એક સારી વસ્તુ છે, અને કોઈ પણ સારી વસ્તુ મરતી નથી.

કરિયર ફન્ડામાં સ્વાગત!

મેં હંમેશા કહ્યું છે કે સારી બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોમાંથી ઘણું બધું શીખી શકાય છે. પોતાની પ્રોફેશનલ લાઈફ માટે, આવો, આજે વધુ એક સારી ફિલ્મ જોઈ લઈએ.

વર્ષ 1994માં ફ્રેંક દરાબૉટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'The Shawshank Redemption' (ધ શૉશૈંક રિડેમ્પ્શન) એક બેન્કરની વાત છે જેનું ઉચ્ચકુલીન જીવન ત્યારે અસ્તવ્યસ્ત થઈ જાય છે જ્યારે તેના પર પોતાની પત્ની અને તેના પ્રેમીની નૃશંસ હત્યાઓનો આરોપ લાગે છે. પરંતુ જ્યારે આજીવન કેદની સજા કાપવા માટે તે જેલ પહોંચે છે (શૉશૈંક નામની જેલ), તો તે પોતાની અસલી તાકાતથી વાકેફ થાય છે.

"ધ શૉશૈંક રિડેમ્પ્શન" ફિલ્મથી પ્રોફેશનલ લાઈફ માટે સાત પાઠ

1) ખરાબ નસીબની હડફેટે કોઈ પણ આવી શકે છે- રાતોરાત એન્ડીનું જીવન બરબાદ થઈ જાય છે, અને તે પણ તે ગુના માટે જે તેને કર્યો જ નથી. જેલમાં પહોંચ્યા પછી તે ભયાનક સ્થિતિથી રુબરુ થાય છે- અત્યાચાર, ક્રુરતા, મિત્રની ઉણપ, એકલાપણું, શારીરિક ઉત્પીડન વગેરે. પહેલા મહિનામાં જ તેમને એ સમજાય જાય છે કે કાં તો તે રડી લે, કે પોતાના જીવનને ધીમે-ધીમે ઠીક કરવાનું શરૂ કરે. તે બીજો રસ્તો પસંદ કરે છે. પાઠ- આ આપણી ચોઈસ છે કે આપણે રડતાં રહીએ કે જીવનમાં લડવાનું શરૂ કરીએ.

2) મોટા પ્રોજેક્ટમાં નાના-નાના ટુકડાઓ કરવા પડે છે- એન્ડી પેહલા જ દિવસથી નક્કી કરી લે છે કે "મેં ગુનો કર્યો નથી, તો હું સજા ભોગવીશ નહીં," અને તે સુરંગ બનાવવાનું શરૂ કરી દે છે. રોજ તે એક મુઠ્ઠી જેટલી માટી કાઢી શકે છે, અને જેલમાં નવો બનેલો મિત્ર એલિસ રેડ તેમનો પ્લાન સાંભળીને હંસી પડે છે અને માને છે કે તે મજાક કરી રહ્યો છે કેમકે જે નાનકડી હથોડીથી કામ થશે, તેમાં તો છ વર્ષ લાગી જશે. પાઠ- એક મોટો પ્રોજેક્ટ નાના-નાના પગલાંથી પૂરો થાય છે, જરૂર છે ધૈર્ય રાખવાની.

3) આશાનું કિરણ ક્યારેક તો ચમકશે- એન્ડી ભણેલો ગણેલો હતો, તેથી તે જેલની એક લાઈબ્રેરીને સારી બનાવવા માગતો હતો, પરંતુ પ્રોબ્લમ પૈસાની હતી. તો એન્ડી સ્થાનિક 'વિધાનસભા'ને પત્ર લખવાનું શરૂ કરે છે, અને પૈસા માટે અરજી કરે છે. બધાં જ કહે છે કે તે પાગલ છે, પરંતુ એન્ડી લખતો રહે છે, લખતો રહે છે, અને એક દિવસ તેને પુસ્તકોનું એક મોટું કલેક્શન મોકલી દેવામાં આવે છે. પાઠ- જો તમે આશા નહીં છોડો, તો બીજા પણ તમારી સાથે આવી જશે.

4) હંમેશા મિત્રોની કદર કરો- એન્ડીની મદદ જે મિત્રોએ કરી, તે હંમેશા તેના માટે કંઈને કંઈ કરતો રહ્યો, અને અંતમાં પોતાના સૌથી સારા સાથીને પણ તેને ત્યાં જ બોલાવ્યો જ્યાં તે જતો રહ્યો હતો (જેલમાંથી ભાગીને). તે ઈચ્છત તો ચુપચાપ એકલો પોતાની સ્વતંત્રતાનો આનંદ લેતો રહેત, પણ તેને (કાયદાકીય રીતે) પેરોલ પર છુટેલા પોતાના મિત્રને પોતાની પાસે બોલાવી લીધો. પાઠ- મિત્રોનું સન્માન કરો, અને પોતાની ખુશી અને આનંદને વહેંચો.

5) મગજનો ઉપયોગ કરવાનું ન ભૂલો- ફિલ્મમાં જેલનો વોર્ડન એન્ડીની નાણાકીય ચતુરાઈનો સંપૂર્ણ ફાયદો પોતાના પૈસા માટે કરે છે, અને એન્ડી શાંતિથી મદદ કરતો રહે છે, કોઈ વાંધો નથી ઉઠાવતો. તેને ખ્યાલ છે કે એવું કરવાથી તેને માત્ર નુકસાન થશે, અને મદદ કરતા રહેવાથી તે શાર્પ બની રહેશે. પાઠ- પોતાની સ્કિલ્સને ખતમ ન થવા દો, પોલિશ કરતા રહો.

6) અંધારામાં પણ પોતાને ન ગુમાવો- એન્ડી એક નકારાત્મક વાતાવરણમાં 20 વર્ષ પસાર કરે છે, પરંતુ એક મનુષ્ય તરીકે તે પોતાની સારપને ક્યારેય નથી ગુમાવતો, અને કોઈને પરેશાન પણ નથી કરતો. તેની માનવતા જીવંત રહે છે. પાઠ- પોતાની માનવતાને મારવી જોઈએ કે નહીં, તે આપણી ચોઈસ હોય છે.

7) સારી વસ્તુ, એક ઈનામ જ હોય છે- અંતમાં, તે જણાવી દઉં કે આ મૂવીને શરૂઆતમાં સારો રિસ્પોન્સ મળ્યો ન હતો, પરંતુ ધીમે-ધીમે આગામી કેટલાંક વર્ષોમાં આ હોલિવૂડની સૌથી સુંદર ફિલ્મોમાંથી એક બની ગઈ. પાઠ- સારું કામ કરો, અને બીજું નસીબ પર છોડી દો.

તો આજનો કરિયર ફન્ડા એ છે કે પોતાની પ્રોફેશનલ કે સ્ટુડન્ટ લાઈફમાં પર્મનન્ટ આશાવાદ એક આશીર્વાદ છે.

અમારો વીડિયો જુઓ, અને ફીડબેક આપો.

કરીને દેખાડીશું!