• Gujarati News
  • Dvb original
  • Learn Infallible Winning Lessons From The Little Master; Sunil Gavaskar Created An Incomparable Record, A Song Was Made About It

કરિયર ફન્ડા:લિટલ માસ્ટર પાસેથી શીખો જીતવાના અચૂક પાઠ; સુનીલ ગાવસ્કરે રચ્યા અતુલનીય કીર્તિમાન, તેના પર ગીત બન્યું

3 મહિનો પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

અ લવલી ડે ફોર ક્રિકેટ, બ્લૂ સ્કાઈ એન્ડ જેન્ટલ બ્રિજ
ધ ઈન્ડિયન્સ આર અવેટિંગ નાઉ, ટૂ પ્લે ધ વેસ્ટ ઈન્ડિઝ....

ધ ક્રિકેટર્સ કમ ઓન ધ ફિલ્ડ, ધે ઓલ લુક વેરી સ્માર્ટ...
ઇરાપલ્લી પ્રસન્ના, જીજીભૉય એન્ડ વાડેકસ...

ઈટ વાઝ ગાવસ્કર,
ધ રિયલ માસ્ટર,
જસ્ટ લાઈફ અ વોલ,
વી કુડન્ટ આઉટ ગાવસ્કર એટ ઓલ, નોટ એટ ઓલ,
યૂ નો ધ વેસ્ટ ઈન્ડિઝ કુડન્ટ આઉટ ગાવસ્કર એટ ઓલ...
સન્ડે મોટિવેશનલ કરિયર ફન્ડામાં સ્વાગત છે!

મને જણાવો કે શું ક્રિકેટની દુનિયામાં ક્યારેય એવું થયું છે કે તમારા સૌથી મોટા પ્રતિદ્વંદ્વી તમને અકલ્પનીય રીતે હારી ગયા બાદ તમારા સન્માનમાં ગાવાનું બનાવી દે?

આવું એક વખત થયું છે, માત્ર એક જ વખત- સુનીલ ગાવસ્કરના સન્માનમાં, વેસ્ટ ઈન્ડિઝમાં, જ્યારે ભારત 1971માં ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી ગયું.

1971નું વર્ષ ભારતના ક્રિકેટ પ્રેમીઓના દિલ-દિમાગમાં એક અમિટ છાપ છોડી છે. ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બંનેને તેમના જ દેશમાં હરાવ્યા, પહેલી વખત. ઉપર લખેલા શબ્દો કેલિપ્સો સિંગર વિલાર્ડ હેરિસ દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલા પાંચ ટેસ્ટ મેચની સીરીઝ પર બનાવવામાં આવેલા ગીતના છે. 1962માં વેસ્ટ ઈન્ડિઝમાં 0-5થી હાર્યા બાદ, ભારતે 1971માં આ સીરીઝ 1-0થી પોતાના નામે કરી હતી.

લિટલ માસ્ટર જિંદાબાદ!

સુનીલ ગાવસ્કરના ક્રિકેટિંગ જીવનના પાંચ મોટા પાઠ

1) પોતાની નબળાઈ પોતાના મગજમાં હોય છે, હરાવી દો તેને- સુનીલ ગાવસ્કરની ઓછી હાઈટ તેમના માટે એક મોટી સમસ્યા બની શકી હોત, પરંતુ તેમને તે સમસ્યાને પોતાની સ્ટ્રેન્થ બનાવી લીધી. કઈ રીતે? તેમને બાઉન્સર બોલ માટે બોમ્બેમાં ઘણી પ્રેક્ટિસ કરી, અને જ્યારે તેઓ વેસ્ટ ઈન્ડિઝના મેદાનમાં ઉતર્યા, તો તે પ્રેક્ટિસે તેમનો સાથ આપ્યો. જો કે, તેમને પોતાના શબ્દોમાં 'ઈન્ડિઝના ખતરનાક બોલર સૌથી ભયંકર બાઉન્સર ફેંકતા હતા, પરંતુ હું અડગ રહ્યો.' આ અતુલનીય મેન્ટલ બેલેન્સ સુનીલને "લિટલ માસ્ટર" બનાવી દીધો.

2) દર્દ કે આગે જીત હૈ- છેલ્લી ટેસ્ટમાં, સુનીલ ભયંક રીતે દાંતના દર્દથી પીડિત હતા, અને દવાઓ લેવાની પણ મનાઈ હતી (ઊંઘ આવી જાય માટે) તે દુખાવાને ભૂલીને, સુનીલે સીરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, અને આજે પણ તેઓ તે દુખાવાને યાદ કરે છે.

3) ઉપલબ્ધ સંસાધનોમાં પરફોર્મ આપવું- ટૂરની શરૂઆતથી જ ભારતીય ટીમ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી હતી. સુનીલ ગાવસ્કરની આંગળીમાં ઈજા હતી, જે કારણે તેઓ સીરીઝની પહેલી મેચ રમી શક્યા ન હતા. ગુડપ્પા વિશ્વનાથ પણ ઈજાગ્રસ્ત હતા. ટીમના સૌથી સીનિયર ખેલાડી પટૌડીએ 'પર્સનલ કારણો'થી ટીમની સાથે જવાનો ઈનકાર કરી દીધો હતો. અને જમૈકન એરપોર્ટના અધિકારીઓની ભૂલના કારણે ભારતીય ખેલાડીઓમાં તેમની પ્લેઈંગ કિટ પહેલી ગેમ શરૂ થવાની હતી તેના થોડાં કલાક પહેલાં જ મળી હતી, જેના કારણે શરૂઆતમાં ઘણી જ મુશ્કેલીઓ પડી. પરંતુ કોઈ પણ અડચણે સુનીલનું મનોબળ ન તોડ્યું.

4) બિગ ગેમ માઈન્ડસેટ- તમે ગમે તેટલી નેટ પ્રેક્ટિસ કરી લો, અંતતઃ તમારે મેદાનમાં હજારોની સામે પરફોર્મ કરીને જ નામ કમાવવું પડે છે. તે માટે, તમારું માઈન્ડ એકદમ "બિગ ગેમ" માટે રેડી હોવું જોઈએ. પરીક્ષા હૉલમાં પણ, એવી જ રીતે, તમારે પરફોર્મ કરવું પડે છે, અને તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો કે તમે કેટલા મૉક ટેસ્ટ આપ્યા છે.

5) ઈતિહાસ ગયો, વર્તમાન હાથમાં છે, ભવિષ્ય તેનાથી જ લખાશે- હું અજીત વાડેકર, સુનીલ ગાવસ્કર, એકનાથ સોલકર, દિલીપ સરદેસાઈ, સલીમ દુરાની સહિતના ખેલાડીઓ દ્વારા વિન્ડિઝને તેમના જ દેશમાં હરાવ્યા હતા તે વાતો સાંભળીને સાંભળીને મોટો થયો છું. તે સમયે વેસ્ટ ઈન્ડિઝને વેસ્ટ ઈન્ડિઝમાં હરાવવું 'મિશન ઈમ્પોસિબલ' હતું. તે સમયમાં 1932માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ, ભારતે 116 મેચમાંથી માત્ર 15માં જીત મેળવી હતી. વિન્ડિઝ તરફથી ગેરી સોબર્સ, રોહન કન્હાઈ અને ક્લાઈવ લૉયડ જેવાં દિગ્ગજ હતા. ભારત માટે વિદેશી જમીન પર રમવાના હંમેશા પડકાર રહ્યાં છે. એક નવા કેપ્ટન અજીત વાડેકરની લીડરશિપમાં એક એવા ખેલાડી જેની પાસે મોટી આશાઓની સાથે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, તે હતા સુનીલ ગાવસ્કર. 21 વર્ષના સુનીલની પાસે એક પણ ઈન્ટરનેશનલ અનુભવ ન હતો, પરંતુ તેમને પોતાની ટેસ્ટ ડેબ્યૂ એ રીતે કરી, જેવું કોઈએ જોયું ન હોય. અંતિમ ટેસ્ટ મેચમાં, તેમને 124 અને 220 રન બનાવ્યા અને તે સમયે પ્રત્યેક ઈનિંગમાં સેન્ચુરી ફટકારનાર તે માત્ર બીજા ભારતીય બેટ્સમેન બની ગયા. પાંચ મેચની સીરીઝમાં તેમને 154.80ની સરરેરાશથી 774 રન બનાવ્યા. "યૂ નો ધ વેસ્ટ ઈન્ડિઝ કુડન્ટ આઉટ ગાવસ્કર એટ ઓલ" લાઈન અમર થઈ ગઈ.

તો સન્ડ મોટિવેશનલ કરિયર ફન્ડા એ છે કે તમારી અંદર છુપાયેલા લિટલ માસ્ટરને આપણે બહાર કાઢવા જોઈએ, અને નબળાઈને લઈને રડવાને બદલે તેને સ્ટ્રેન્થ બનાવવી જોઈએ.

કરીને દેખાડિશું!