કરિયર ફન્ડા:સ્કૂલો માટે હોલિવૂડ મૂવીથી શીખ, ડેડ પોએટ સોસાયટી ઉત્કૃષ્ટ ફિલ્મ- પાંચ મોટા લેસન

20 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

अंदाज कुछ अलग है मेरे सोचने का, सबको मंजिल का शौक है और मुझे सही रास्तों का ~ अज्ञात

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

તમામ સ્કૂલ ટીચર્સ અને સ્ટુડન્ટ્સ માટે સંદેશ- સારી મૂવીઝથી આપણે સારી-સારી વાત શીખી શકીએ છીએ, સાચું ને? તો આવો, આજે હું તમારી સાથે આવી જ એક માર્મિક મૂવીની વાત કરીશ.

પીટર વિયર દ્વારા નિર્દેશિત ડેડ પોએટ્સ સોસાયટી (Dead Poet's Society) 1989માં રિલીઝ થઈ. તે એક ઈન્સ્પાયરિંગ ફિલ્મ છે જે એક ઓર્થોડોક્સ (રૂઢિવાદી) સ્કૂલ (વેલ્ટન એકેડમી) અને એક નવા ઈંગ્લિશ ટીચર- મિસ્ટર કીટિંગ અંગે છે. 1959ના ટાઈમ પિરિયડ પર સેટ આ એક ફિક્શનલ ફિલ્મ છે. અનેક પુરસ્કારો ઉપરાંત ફિલ્મે બાફ્ટા એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લેનો એકેડમી એવોર્ડ પણ જીત્યો છે.

અત્યાધુનિક અનુશાસન V/S વ્યક્તિગત સ્વતંત્રતા
મિસ્ટર કીટિંગ પોતાના છાત્રોને ઈન્ડિપેન્ડન્ટ થિંકર (સ્વતંત્ર વિચારક) બનાવવાના ઉદ્દેશ્યથી અપરંપરાગત ટીચિંગ મેથડ્સની સાથે પ્રયોગ કરવા ઈચ્છે છે, જેમને સ્કૂલના કડક હેડમાસ્ટર ગેલ નોલાન પસંદ નથી કરતા.

આ પ્રયાસમાં ટીચર કીટિંગ પોતાના એક સ્ટુડન્ટ (નીલ પેરી) જે વાસ્તવમાં એક્ટર બનવા માગે છે- પરંતુ પિતા તેમને દેશની સૌથી સારી કોલેજમાં અભ્યાસ માટે મોકલવા માગે છે. કો-એક્ટર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વાત પર નીલ પેરીના પિતા તેને વેલ્ટન એકેડમીમાંથી કાઢીને એક મિલિટરી એકેડમીમાં એડમિશન કરાવી દે છે. આ વાતથી નિરાશ નીલ પોતાના પિતાની રિવોલ્વરથી જ આત્મહત્યા કરી લે છે. સ્કૂલના કડક હેડમાસ્ટર પ્રયાસ કરે છે કે નીલની સ્યુસાઇડનો દોષ મિસ્ટર કીટિંગ પર થોપવામાં આવે.

ડેડ પોએટ સોસાયટી મૂવીના પાંચ ઈમ્પોર્ટન્ટ લેસન

1) વિષય મુજબ 'હ્યુમેનિટિઝ'નું મહત્ત્વ- સાયન્સ અને મેથ્સ પાછળ પાગલ સ્કૂલ્સ, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે આ ફિલ્મ હ્યુમેનિટિઝ સબ્જેક્ટ્સ (ભાષા, ઈતિહાસ, રાજનીતિ-શાસ્ત્ર)નું મહત્ત્વ જણાવે છે. ફિલ્મમાં ટીચર કીટિંગ પોતાના સ્ટુડન્ટ્સને જણાવે છે કે ઈન્ડસ્ટ્રી, બેંકિંગ, મિલિટરી વગેરે તમામ જીવનને આસાન, આરામદાયક અને સુરક્ષિત બનાવે છે, પરંતુ "કવિતા, સૌંદર્ય, રોમાન્સ, પ્રેમ... આ તે વસ્તુ છે જેના માટે આપણે જીવિત રહેવા માગીએ છીએ." આ વસ્તુ આપણી લાઈફમાંથી હટાવી દેવામાં આવે તો જીવનનો અર્થ જ ખતમ થઈ જશે.

2) છાત્રોને કોઈ વિશેષ કરિયર સ્ટ્રીમ માટે મજબૂર કરવા- પોતાનાં સપનાં પૂરાં કરવા માટે જીવન ઘણું જ નાનું છે- આપણાંમાંથી અનેક લોકો પોતાના સપનાંનાં કામોને પૂરાં કરવા માટે યોગ્ય સમયની રાહ જુએ છે. પરંતુ જીવન એટલું મોટું નથી. સ્કૂલ્સ અને પેરેન્ટ્સે તે વાત સમજવી જોઈએ કે લાઈફ સ્ટાઈલ, ફાયનાન્સિયલ સુરક્ષાથી વધુ મહત્ત્વપૂર્ણ છે પોતાની પસંદનું કામ કરતા ખુશ રહેવાનું. મધ્ય રસ્તો નીકળી શકે છે, કે કઈ રીતે આપણે આપણી પસંદગીનું કામ કરતાં, એક સારી, સેફ અને રિસ્પેક્ટફુલ લાઈફ લીડ કરીએ.

3) બાળકોની સાથે કોમ્યુનિકેશન (વાતચીત)- વાતચીત એકબીજાને સમજવાની ચાવી છે- એક આદર્શ છાત્ર અને પુત્ર, નીલ પેરીને ખ્યાલ આવે છે કે તેનું ઝનૂન બીજું છે અને તે તેના પિતાની અપેક્ષા મુજબનું નથી. પરંતુ જ્યારે તેના પિતા નથી માનતા, તો તેનાં ગંભીર પરિણામો આવે છે. નીલ એક એવો નિર્ણય કરે છે જે બધાની લાઈફ નષ્ટ કરી દે છે. આ સમજદારીથી ન કરવામાં આવેલા કોમ્યુનિકેશનને કારણે થયું. સ્ટુડન્ટ્સે પોતાની વાત પોતાનાં પેરેન્ટ્સ અને સ્કૂલની સામે રાખવા માટે અચકાવું ન જોઈએ, અને સ્ટુડન્ટ્સ એવું ત્યારે જ કરી શકશે જ્યારે તેમને સપોર્ટિંગ વાતવરણ મળશે.

4) લીકથી હટીને વિચારવું- વિચારશ્રેણીમાં બદલાવ- ક્યારેક ક્યારેક આપણે ગમે તેટલા પ્રયાસ કરી લઈએ, આપણે ઈચ્છીએ છીએ તેવું લાઈફમાં નથી મળતું. સ્કૂલો માટે હોલિવૂડ મૂવીથી શીખ, ડેડ પોએટ સોસાયટી ઉત્કૃષ્ટ ફિલ્મ- પાંચ મોટા લેસન સ્કૂલો માટે હોલિવૂડ મૂવીથી શીખ, ડેડ પોએટ સોસાયટી ઉત્કૃષ્ટ ફિલ્મ- પાંચ મોટા લેસન દૃષ્ટિકોણમાં બદલાવ માટે મિસ્ટર જોન કીટિંગ પોતાના સ્ટુડન્ટ્સને મેજ ઉપર ઊભા થઈને આજુબાજુ જોવાનું કહે છે. દૃષ્ટિકોણમાં બદલાવ તમારા સમગ્ર જીવનને બદલી શકે છે. તો જૂની સાંસરિક વસ્તુઓને અલગ દૃષ્ટિથી જોવાના પ્રયાસ કરો. કેમ કે ક્યારેક-ક્યારેક આપણે જે ફેરફારની શોધ કરી રહ્યા હોઈએ છીએ તે કોઈ નવું કામ, નવું શહેર કે નવી વ્યક્તિ નથી હોતી; ક્યારેક-ક્યારેક આ ફેરફાર તે હોય છે જેને આપણે આપણી અંદર લાવવાની જરૂરિયાત હોય છે, કે આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ.

5) એક્શન જરૂરી છે- ટીચર કીટિંગ પોતાના છાત્રોને કહે છે "Seize the day", અર્થાત્ આજે જે છે તે બધું જ છે. વાત કરવી, સપનાં જોવાં યોગ્ય છે, પરંતુ અંતે તમને સફળતા તો એક્શનથી જ મળશે. જ્યાં સુધી તમે વિચારોને ક્રિયાન્વિત નહીં કરો તો વાત કરવી, યોજના બનાવવી અને રણનીતિ બનાવવી બધું જ વ્યર્થ છે. સ્કૂલ્સ અને પેરેન્ટ્સે સ્ટુડન્ટ્સમાં એક્શન (કાર્યવાહી)ને પ્રોત્સાહિત કરવાં જોઈએ.

ફિલ્મ જોવા પર અન્ય પાઠ જેમકે પોતાના મિત્રો પ્રત્યે વફાદારી, વધુ આત્મવિશ્વાસી હોવું અને ઉચ્ચ આત્મસન્માન રાખવાનું શીખવું, રાજનીતિ અને દોષારોપણના નુકસાન, સહિત પણ લઈ શકાય છે.

તો આજનું કરિયર ફંડા એ છે કે આંધળી દોડમાં પૈસાવાળા કરિયરની પાછળ ભાગવાનું મૂર્ખતા છે. અને હા, કવિતાઓ ખૂબ જ વાંચો.

કરીને દેખાડીશું.