તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:માણસથી માણસમાં ફેલાતો જીવલેણ વાયરસ સામે આવ્યો, લક્ષણો અને તેનાથી બચવાની રીતો જાણો

7 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

આખી દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. કરોડો સંક્રમિત છે. આ વચ્ચે અન્ય એક વાયરસે એન્ટ્રી મારી છે. 2003માં બોલિવિયાના ગ્રામીણ વિસ્તારોમાં આ વાયરસથી સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. 2019માં તેનો ફેલાવો પ્રથમ વખત એક કરતા વધુ વ્યક્તિમાં જોવા મળ્યો છે.

અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ પ્રિવેન્શન (CDC)ના સંશોધનકારોએ તાજેતરમાં શોધી કાઢ્યું છે કે ચૈપરે નામનો આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. CDCએ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ વાયરસ વિશ્વ માટે કેટલો મોટો ખતરો બની શકે છે.

ચાલો જાણીએ આ વાયરસ શું છે? તેના લીધે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે? તેના લક્ષણો શું છે?

ચૈપરે વાયરસ શું છે?
ચૈપરે હેમોરૈજિક ફીવર (CHHF) એ જ એરીના વાયરસ ફેમિલીથી થાય છે જેનાથી ઇબોલા વાયરસ છે. CDC અનુસાર, સામાન્યરીતે આ વાયરસ ઉંદરોના લીધે ફેલાય છે. ચેપગ્રસ્ત ઉંદર, તેના પેશાબ અને મળની સાથે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવા પર પણ આ ફેલાય છે. બોલિવિયાના ચૈપરે પ્રોવિન્સમાં આ વાયરસ પહેલા જોવા મળ્યો હતો. આ પ્રોવિન્સના નામે તેને ચૈપરે વાયરસ કહેવામાં આવે છે.

પહેલીવાર ક્યારે આવ્યો? અત્યાર સુધીમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?
2003માં બોલિવિયાના ચૈપરે પ્રોવિન્સમાં CHHFનો કેસ સામે આવ્યો હતો. આ વાયરસે એક સંક્રમિત વ્યક્તિનો જીવ પણ લીધો છે. તે પછી સંક્રમણના નવા કેસ સામે આવ્યા નહતા. 16 વર્ષ પછી, ફરી એક વખત 2019ના અંતમાં, બોલવિયાના ચરાનાવી પ્રાંતમાં CHHFના કેસ નોંધાયા હતા. પાંચ લોકોને આ ચેપ લાગ્યો.

તેનાથી ત્રણ લોકોના મોત થયા. વૈજ્ઞાનિકો કહે છે કે આ ચેપ બોલિવિયાની રાજધાની લા પાઝમાં બે ચેપગ્રસ્ત લોકોમાંથી ત્રણ આરોગ્ય કાર્યકરોમાં ફેલાયો છે. એક દર્દી અને બે આરોગ્ય કર્મચારીઓના પાછળથી મોત થયા. એટલે કે, વાયરસથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

વાયરસ પ્રથમ વખત 2003માં આવ્યો હતો, તો હવે તેની વાત કેમ થઇ રહી છે?
આ વાયરસના લક્ષણો 2003માં પ્રથમવાર જોવા મળ્યાં હતા, પરંતુ યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના સંશોધનકારોએ તાજેતરમાં જ તેની શોધી કરી છે.

વાયરસ વિશે CDCના સંશોધનકારોએ શું શોધી કાઢ્યું છે?
અમેરિકન સોસાયટી ઓફ ટ્રોપિકલ મેડિસિન્સ એન્ડ હાઇજીનની વાર્ષિક બેઠક આ અઠવાડિયાની શરૂઆતમાં થઈ હતી. આ મીટિંગમાં CDCના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ,તેઓએ બોલિવિયામાં વર્ષ 2019માં મળેલા વાયરસનો અભ્યાસ કર્યો હતો. આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે. આનો સૌથી મોટો ખતરો હેલ્થ કેર સેક્ટરમાં કામ કરનાર લોકોને છે.

આ વાયરસ કેવી રીતે ફેલાય છે?
વૈજ્ઞાનિકો માને છે કે લોહી, પેશાબ, લાળ અને સીરમ જેવા આપણા શરીરના ઘણા ફ્યૂડ આ વાયરસને ફેલાવવામાં ખૂબ મદદ કરે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે બોલિવિયામાં સંક્રમિત થનાર ડોક્ટરોમાં ઇન્ફેક્શનની સારવાર દરમિયાન લાળથી ફેલાય છે. તેમજ દર્દીઓને ઘરેથી હોસ્પિટલ લઈ જવા દરમિયાન એમ્બ્યુલન્સ કર્મી સંક્રમિત થયા. જોકે આ કર્મીનો જીવ બચી ગયો.

તેના લક્ષણો શું છે અને કેટલા દિવસોમાં દેખાય છે?
ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી 4થી 21 દિવસની અંદર ચેપના લક્ષણો દેખાવવાનું શરૂ થાય છે. અત્યાર સુધી જે કેસો નોંધાયા છે તેમાં તાવ, માથાનો દુખાવો, સાંધા અને માંસપેશીઓમાં દુખાવો, આંખોની પાછળનો દુખાવો, પેટનો દુખાવો, ઝાડા, અને ઉલ્ટી જેવા લક્ષણો દેખાયા છે.

શું તેની સારવાર શક્ય છે?
હાલમાં CHHFની કોઈ સારવાર નથી. હાલમાં આ વાયરસ માટે કોઈ ખાસ દવા નથી. તેના દર્દીઓને સામાન્ય રીતે સપોર્ટિવ કેર જેવા ઇન્ટ્રાવીનસ ફ્યૂડ આપવામાં આવે છે. CDCની વેબસાઈટે જે લિસ્ટ આપ્યું છે તેમાં શરીરને ડી-હાઇડ્રેશનથી બચાવવા પ્રવાહીના સેવન, દર્દીની સારવાર માટે સપોર્ટિવ થેરેપી જેવી વિગતો શેર કરવામાં આવી છે.

તમે તેનાથી કેવી રીતે બચી શકો છો?
ઉંદરો, ખિસકોલી જેવા પ્રાણીઓને ઘર અને આજુબાજુથી દૂર રાખજો. કારણકે તેઓ આ વાયરસના મોટા કેરિયર છે. CDC કહે છે કે, ઉંદર, ખિસકોલી જેવા જાનવરોના સંપર્કમાં આવાથી બચો. દરેક ખાવાની વસ્તુને સાફ કરો જે આવા પ્રાણીઓની સંપર્કમાં આવી શકે તેવી આશંકા હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો