ગ્રાઉન્ડ રિપોર્ટલોરેન્સ ગેંગ પાછળ PAKનો હાથ, ISIએ મોકલ્યાં હથિયાર:ગેંગસ્ટર્સ દ્વારા UPમાં નેટવર્ક ફેલાવ્યું, બુલંદશહેરના અંસારી બ્રધર્સ સાથે લિંક

એક મહિનો પહેલાલેખક: રવિ શ્રીવાસ્તવ
  • કૉપી લિંક

21 ફેબ્રુઆરીના રોજ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે દેશભરમાં 72 જગ્યાએ દરોડા પાડ્યા હતા. ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેના નિશાના પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા ગેંગ બેઝ અને ગુંડાઓની સાઠગાંઠ, ટેરર ફંડિંગ-આર્મ્સ સપ્લાયર હતા.

દરોડામાં UPના લખનઉ, પીલીભીત, પ્રતાપગઢ, બુલંદશહેર, બરેલી અને બાગપતના કનેક્શનનો ઘટસ્ફોટ થયો હતો. આ કનેક્શનને પાકિસ્તાન, નેપાળ અને ISIની નવી યોજના સાથે જોડવામાં આવી રહ્યું છે, જેમાં અનેક પાત્રો છે, લોરેન્સ ગેંગનો વિકાસ છે, જે હાલ મેરઠની જેલમાં બંધ છે. બુલંદશહેરના અંસારી બંધુઓ, જેમના પર પાકિસ્તાની હથિયારોના સપ્લાયર હોવાનો આરોપ છે. પીલીભીતના અગરપુર માધોપુર ગામ અને ત્યાં રહેતા પંજાબના ગેંગસ્ટર જુઝાર સિંહ અને યાદવેન્દ્રસિંહ આઝાદ પર પણ આરોપ છે.

આ દરોડામાં NIAને કોમ્પ્યુટરમાં ગેરકાયદે હથિયારો, દસ્તાવેજો અને રાષ્ટ્રવિરોધી સામગ્રી મળી આવી હતી. આ હથિયારો પાકિસ્તાનમાં જ બનાવાયાં હતાં. NIAનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ISIનો આતંકી સ્લીપરસેલ હવે કામનો રહ્યો નથી, તેથી તેણે ભારતમાં સક્રિય ગેંગને તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે. આ દ્વારા દેશમાં હથિયારોનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

આમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેની ગેંગ સૌથી આગળ છે. લોરેન્સ પર પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ આરોપ છે. લોરેન્સ અને ISI વચ્ચેના આ યુપી કનેક્શનની શોધમાં હું પ્રતાપગઢ, બુલંદશહેર અને પીલીભીત પહોંચ્યો.

1. પ્રતાપગઢઃ ગેંગસ્ટર વિકાસ સિંહનું બે રૂમનું પ્લાસ્ટર વિનાનું ઘર

માએ કહ્યું- દેશી બંદૂકના કેસમાં ફસાવ્યો, પછી તે પાછો ફર્યો નથી

લખનઉથી લગભગ 230 કિમી દૂર પ્રતાપગઢનું ગોંડે ગામ છે, જે ઠાકુરોનું ગામ છે. ગામમાં ઘણા લોકો સારી નોકરી કરી રહ્યા છે, શહેરોમાં રહે છે. ગામની વચ્ચે ખેતરના કિનારે પ્રતાપગઢના નંબર વન ગેંગસ્ટર વિકાસ સિંહનું ઘર છે.

ગેંગસ્ટર વિકાસ સિંહનું ઘર, જેમાં તેની માતા અને ભાઈ રહે છે. મારા પિતા મુંબઇમાં કામ કરે છે અને બે વર્ષથી આવ્યા નથી. તેઓ જે રૂપિયા મોકલે છે એના દ્વારા જ ઘર ચાલે છે.
ગેંગસ્ટર વિકાસ સિંહનું ઘર, જેમાં તેની માતા અને ભાઈ રહે છે. મારા પિતા મુંબઇમાં કામ કરે છે અને બે વર્ષથી આવ્યા નથી. તેઓ જે રૂપિયા મોકલે છે એના દ્વારા જ ઘર ચાલે છે.

ઘરની સામેની ખાલી જગ્યામાં કેટલીક ખુરસીઓ પડી છે, સામે પ્લાસ્ટર વિનાનું બે રૂમનું ઘર છે. હું પહોંચ્યો ત્યારે વિકાસની માતા લીલાવતી સિંહ પરિવાર માટે ચા બનાવતી હતી. વિકાસનો નાનો ભાઈ આલોક સિંહ અશ્વિની પણ ઘરે જ હતો.

વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે આલોકે કહ્યું, 'જ્યારે NIAની ટીમ ગામમાં આવી ત્યારે ઘરે કોઈ નહોતું. પ્રયાગરાજમાં મા ગંગા સ્નાન કરવા ગઈ હતી. હું કામ માટે લખનઉ ગયો હતો. NIAએ સવારે મારી સાથે ફોન પર વાત કરી હતી. પછી તેઓ આવ્યા, ભાઈ વિશે પૂછપરછ કરી અને પાછા ફર્યા.'

મા લીલાવતી કહે છે- જ્યારે હું ગામમાં પાછી ફરી ત્યારે ગામના લોકોએ મને કહ્યું હતું કે NIAની ટીમ લગભગ એક કલાક સુધી ગામમાં હતી. લગભગ 70 લોકો આવ્યા હતા. તેમણે પડોશીઓની પૂછપરછ કરી અને તેઓ ઘરની બાજુમાં આવેલાં ખેતરોમાં પણ ગયા. કશું જ ન મળ્યું તો તેઓ પૂછપરછ કરીને પરત ફર્યા હતા.

‘વિકાસ ભણવામાં સારો હતો, પોલીસવાળાઓએ તેને ફસાવી દીધો’
વિકાસની વાત આવી ત્યારે મા લીલાવતીએ કહ્યું- પરિવારમાં બે દીકરા છે. પતિ મુંબઈમાં કામ કરે છે. બે વર્ષથી ઘરે આવ્યા નથી. 10-12 હજાર રૂપિયા કમાણી થાય છે. એનાથી જ ઘર ચાલે છે. નાનો દીકરો ભણી રહ્યો છે. વિકાસ પણ ભણવામાં ખૂબ જ સારો હતો.

પ્રતાપગઢથી ઇન્ટરમીડિયેટ પાસ કર્યા બાદ તેનું અલાહાબાદ યુનિવર્સિટીમાં એડમિશન થયું હતું. પહેલા વર્ષે જ તેને 85% માર્ક્સ મળ્યા હતા. અમારા પટ્ટીદાર (પરિવારના સભ્યો, જેમનો મિલકતમાં ભાગ હોય છે) તેનાથી ચિડાતા હતા. તેમણે તેને ફસાવી દીધો. તે ઘરે આવ્યો. પોલીસે તેને કટ્ટા (દેશી બંદૂક)ના કેસમાં ફસાવ્યો હતો. થોડા દિવસો માટે તે જેલમાં હતો. પાછો ફર્યો ત્યારે બીજા વર્ષમાં એડમિશન લઈને ફરી અલાહાબાદ ગયો.

લીલાવતીએ આગળ જણાવ્યું- વિકાસ તબિયત ખરાબ થવાને કારણે ઘરે આવ્યો હતો. પોલીસ આવી અને બંદૂકના જ મામલે તેને ફરી જેલમાં નાખી દીધો. ત્યાર પછી તેનું મન અભ્યાસ પરથી ઊઠી ગયું. જેલમાંથી પાછો ફર્યો ત્યારે તે ખૂબ જ રડ્યો હતો. પછી ગુનાની લાઇન પકડી લીધી. આ જણાવતાં જ લીલાવતી ચૂપ થઈ જાય છે, લગભગ રડવા ઇચ્છે છે, પરંતુ મારી સામેથી ઊભા થઈને ઘરની અંદર જતાં રહ્યાં

વિકાસનો નાનો ભાઈ આલોક બોલવાનું શરૂ કરે છે- 'ભાઈ જ્યારે ઈન્ટરમાં ભણતો હતો ત્યારે 10મા અને 11માનાં બાળકોને ટ્યૂશન ભણાવતો હતો. તેણે ઘરખર્ચમાં પણ મદદ કરી હતી. ઘણા મોટા કૌભાંડમાં તેનું નામ સામે આવ્યું છે. તે છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે. એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હાલ તે મેરઠ જેલમાં છે.'

લીલાવતી ફરી બહાર આવી જાય છે, જાણે કશુંક બતાવવાનું રહી ગયું હોય. મેં તેમને પૂછ્યું, તમે વિકાસને મળવા જાઓ છો? તેમણે કહ્યું- ક્યારેક ક્યારેક કોર્ટમાં આવે છે ત્યારે અહીં જ મળવાનું થઈ જાય છે. અમારી પાસે એટલા રૂપિયા પણ નથી કે અમે તેના માટે વકીલ રાખી શકીએ કે તેના જામીન કરાવી શકીએ. ગામના લોકો અમારી સાથે વાત કરવા ઇચ્છતા નથી. પોલીસ અધિકારીઓએ તો અમારું ઘર પણ બેવાર બાળી નાખ્યું. ત્યારે ઝૂંપડી હતી. એમાં વિકાસનાં પુસ્તકો, માર્કશીટ વગેરે બધું જ બળી ગયું હતું. તે ફરી ચૂપ થઈ જાય છે.

‘9 વર્ષમાં 13 વખત જેલ બદલી, એટલા રૂપિયા નથી કે વકીલ કરી શકીએ’
આલોક ફરી બોલવાનું શરૂ કરે છે, કહે છે- છેલ્લે, તેની 10 જૂન 2014ના રોજ ધરપકડ થઈ હતી. ત્યારથી તે જેલમાં જ છે. સૌથી પહેલાં તેને નૈની જેલ (પ્રયાગરાજ)મોકલવામાં આવ્યો. એ પછી જૌનપુર આવી ગયો. થોડા મહિના પછી જૌનપુરથી ફરી નૈની જેલ મોકલવામાં આવ્યો. અહીંથી ફરી કૌશાંબી જેલ શિફ્ટ કરી દેવામાં આવ્યો. છ મહિના પછી તેની ટ્રાન્સફર ફતેહપુર જેલમાં કરી દેવામાં આવી. 9 મહિના પછી ત્યાંથી ફરી જૌનપુર શિફ્ટ કરી દેવામાં આવ્યો.’

‘જૌનપુરથી ત્રણ મહિના પછી ફરી ફતેહપુર શિફ્ટ કરી દેવામાં આવ્યો. ત્યાં અઢી મહિના રહ્યા પછી હમીરપુર, પછી ઝાંસી મોકલી દેવામાં આવ્યો. ઝાંસી પછી ઉરઈ લઇ ગયા. ત્યાંથી ઇટાવા જેલ મોકલી દેવાયો. છ મહિના પછી આગ્રા જેલમાં. 2019થી 29 જુલાઈ 2022 સુધી તે આગ્રા જેલમાં જ રહ્યો. એ પછી મેરઠ શિફ્ટ કરી દેવામાં આવ્યો.’

ગેંગસ્ટર વિકાસની હિસ્ટ્રીશીટમાં 27 કેસ નોંધાયેલા છે, જેમાં 9 હત્યાના કેસ છે. વિકાસને અત્યારે પ્રતાપગઢનો નંબર વન ગેંગસ્ટર કહેવામાં આવે છે.

2. બુલંદશહેરનો ખુર્જાઃ ઇન્ટરનેશન હથિયાર સપ્લાયર અંસારી બ્રધર્સ

8 લાખમાં વેચી હતી AK-47, સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવાઈ હતી
29 મે 2022ના રોજ સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી દેવામાં આવી. થોડા દિવસ પછી બુલંદશહેરના હથિયાર સપ્યાલર અંસારીબંધુઓનાં નામ સામે આવ્યાં. તપાસમાં જાણવા મળ્યું કે હત્યામાં જે AK-47નો ઉપયોગ થયો, તે અંસારીબંધુઓએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને 8 લાખ રૂપિયામાં વેચી હતી.

થોડા દિવસો સુધી આ હથિયારો ગાઝિયાબાદમાં સંતાડીને રાખવામાં આવ્યાં હતાં. એ પછી ગયા વર્ષે અંસારી બ્રધર્સ એટલે રિઝવાન, કુર્બાન અને રેહાન અંસારીનાં ઘરે બુલંદશહેરમાં NIA લગભગ 7 વખત દરોડા પાડી ચૂકી છે.

અંસારી બ્રધર્સની કહાની શોધતાં હું બુલંદશહેર પહોંચ્યો. આ શહેરથી લગભગ 22 કિમી દૂર હાઈવેના કિનારે જ ખુર્જા કસબો છે. ખુર્જા પોટરી વર્ક માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં જ સરાય આલમ શેખ સોસાયટી છે, જ્યાં અંસારી બ્રધર્સનું મકાન છે. અહીં અંસારી બ્રધર્સનો દબદબો છે. કેમેરા લઈને જો કોઈ તેમના ઘર તરફ આગળ વધે છે તો લોકો પૂછપરછ શરૂ કરી દે છે.

આ સોસાયટીમાં અંસારી બ્રધર્સના સંબંધી તો છે જ, પરંતુ તેમના એન્ટિ ગેંગના કુરૈશી પણ રહે છે. મેં સોસાયટીમાં અનેક લોકોને પૂછ્યું, પરંતુ કોઈએ પણ અંસારી બ્રધર્સના ઘર અંગે જણાવ્યું નહીં. એક વ્યક્તિએ નામ ન જણાવતાં કહ્યું- અંસારી બ્રધર્સના સંબંધી અનેક વર્ષ પહેલાં જ કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. આ સોસાયટીમાં રહેનાર માત્ર અંસારી જ નહીં, જે હથિયારોનો ધંધો કરે છે. તમે જોઈ લો, ઘરથી લઇને સોસાયટીમાં 100 મીટર સુધી કેમેરા લાગ્યા છે.’ કોઈ વાત કરવા માટે તૈયાર હતું નહીં, તો હું પાછો ફર્યો અને પોલીસ પાસે પહોંચ્યો. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિઝવાન, કુર્બાન અને રેહાન અંસારીના પિતા પહેલાં એક પોટરી બનાવવાની ફેક્ટરીમાં મજૂર હતા. આ ફેક્ટરીમાં ત્રણ ભાઈ પણ કામ કરતા હતા.

ફેક્ટરીની આડમાં તેમણે રિઝવાનના રક્ષણ માટે ગેરકાયદે હથિયારોની દાણચોરી શરૂ કરી દીધી. પહેલાં આ લોકો આસપાસના જિલ્લામાં હથિયાર સપ્લાય કરતા હતા. પછી ત્રણેય ભાઈએ કામની સીમા વધારી દીધી. આ સિલસિલો લગભગ 13 વર્ષ પહેલાં શરૂ થયો.

આ દરમિયાન રિઝવાન ખરાબ કાર્યોથી ખૂબ જ રૂપિયા કમાયો. એ પછી રિઝવાન પોતાના ક્ષેત્રમાં પત્રકાર બનીને ફરવા લાગ્યો અને બીજા ભાઈઓ ગેરકાયદે હથિયારોના કારોબારમાં લાગી ગયા. કામ વધવા લાગ્યું ત્યારે ત્રણેય પાકિસ્તાનથી નેપાળ, પંજાબ અને રાજસ્થાનના રસ્તે હથિયારોની દાણચોરી કરવા લાગ્યા.

હથિયારો પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના શૂટરોને ઓન ડિમાન્ડ સપ્લાય થતાં હતાં. આ કડીમાં તે લોકોનું લોરેન્સ ગેંગ સાથે પણ કનેક્શન થઈ ગયું. લોરેન્સને મૂસેવાલાના મર્ડર પહેલાં પણ અંસારી ગેંગે હથિયાર સપ્લાય કર્યાં હતાં.

2016માં લગભગ એક કરોડ રૂપિયાનાં હથિયારો સાથે કુર્બાન અને રેહાનને દિલ્હીથી પકડવામાં આવ્યા હતા. અનેક દિવસો સુધી બંને જેલમાં રહ્યા. રિઝવાન પણ અનેકવાર જેલ ગયો છે. જોકે લોકલ પોલીસે લાંબા સમય સુધી તેને પકડવાનું ટાળ્યું હતું.

પત્રકાર બનીને તેણે વિસ્તારના અનેક મોટા નેતાઓ સાથે સંબંધ બનાવી લીધા હતા. વર્ષ 2020માં કુર્બાન અંસારીનું કોરોનાથી મોત થઇ ગયું. એ પછી ગેંગ ચલાવવાની જવાબદારી રિઝવાન અને રેહાન પર આવી ગઈ. હાલ તે બંને જેલમાં છે, પરંતુ તેઓ જેલમાંથી જ ગેંગ ઓપરેટ કરી રહ્યા હતા.

3. પીલીભીતનું પૂરનપુરઃ ગેંગસ્ટર જુઝાર સિંહ અને યાદવેન્દ્ર સિંહ આઝાદ

જુઝાર સિંહ સાઇકલની દુકાન પર કામ કરતો હતો. પોલીસ આવી ત્યારે ગેંગસ્ટર હોવાની જાણકારી મળી
21 ફેબ્રુઆરીએ NIAએ પીલીભીતના પૂરનપુર વિસ્તારમાં અગરપુર માધોપુર ગામમાં દરોડા પાડ્યા ત્યારે ગામના લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું નહીં. આ દરોડા પંજાબના કુખ્યાત ગેંગસ્ટર જુઝાર સિંહ અને યાદવેન્દ્ર સિંહ આઝાદના ઘરે મારવામાં આવ્યા હતા. NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમના બંધ ઘરમાંથી પાકિસ્તાની હથિયાર મળ્યાં છે.

હું ગામમાં પહોંચ્યો ત્યારે એક જૂનું ઘર જોવા મળ્યું. જે ત્રણેય બાજુથી ખેતરોથી ઘેરાયેલું હતું. આસપાસ પૂછવાથી જાણવા મળ્યું કે ઘરની દેખભાળ પાડોશી રાજેન્દ્ર સિંહ કરી રહ્યા છે. દરોડા પડ્યા પછી તેઓ ડરેલા છે. રાજેન્દ્ર સિંહ કહે છે કે તેમનો આ પરિવાર સાથે કોઈ સંબંધ નથી. પાડોશી હોવાના કારણે હું બસ દેખરેખ કરતો હતો. એનાથી વધારે તેઓ કશું જ જણાવતા નહીં. એનાથી તેઓ વધારે કશું જ જણાવતા નથી. કેમેરામાં આવવા પણ તૈયાર નથી.

કેમેરા સામે ન આવવાની શરતે ગામના લોકો જણાવે છે, યાદવેન્દ્ર સિંહ આઝાદના પિતા દિલબાગ સિંહે આ ઘર બનાવ્યું, જોકે દિલબાગ સિંહ ક્યારેય અહીં રહ્યા નથી, પરંતુ તેઓ આવતા-જતા રહે છે. હાલ તેમની માત્ર 8 એકર જમીન બચી છે. છેલ્લાં બે વર્ષથી આ ઘરમાં કોઈ આવ્યું નથી.

ગામના લોકોના જણાવ્યા પ્રમાણે, 2016ની આસપાસ જુઝાર સિંહ પીલીભીત આવ્યો હતો. તે ત્યાં એક સાઇકલ રિપેરિંગની દુકાન પર કામ કરીને ખર્ચ ચલાવતો હતો. તે દિલબાગના ઘરમાં રહેતો હતો અને પોતાને દિલબાગનો જમાઈ કહેતો હતો.

જુઝાર સિંહ અહીં માત્ર બે-અઢી વર્ષ જ રહ્યો. એ પછી પંજાબ પાછો ફર્યો. તેના ગયા પછી થોડા દિવસ બાદ પંજાબ પોલીસે દરોડા પાડ્યા ત્યારે જાણવા મળ્યું કે જુઝાર સિંહ અને યાદવેન્દ્ર સિંહ આઝાદ મોટા ગેંગસ્ટર છે. માર્ચ 2022માં પંજાબના કબડ્ડી ખેલાડી સંદીપ નંગલની હત્યામાં પણ બંનેનું નામ સામે આવ્યું હતું. આ મામલે બંનેની ધરપકડ પણ થઈ ગઈ છે. બંને 10 મહિનાથી જેલમાં છે.

ગેંગની દુશ્મનીથી NIAને ફાયદો
ગેંગસ્ટર્સના ભયથી બુલંદશહેર અને પીલીભીતમાં કોઈપણ સામે આવીને કશું જ કહેતા નથી. NIA સૂત્રો પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા ગેંગના લોકોની દેશભરમાં શોધ કરવામાં આવી રહી છે. ટેરર ફંડિંગ અને હથિયારોના સપ્લાયના કેસમાં હરિયાણાના સિરસા, નરનૌલ, ગુરુગ્રામ, યમુનાનગરમાં દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહી પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારતમાં હથિયારોની સપ્લાય નેટવર્કને તોડવા માટે કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ્સની દુશ્મનીનો ફાયદો પણ સુરક્ષા એજન્સીઓને મળી રહ્યો છે. જગ્ગુ ભગવાનપુરિયા અને લોરેન્સ એક સમયે મિત્રો હતા. જગ્ગુ પંજાબમાં ગેરકાયદે હથિયારો અને ડ્રગ્સની સપ્લાયનો માસ્ટરમાઇન્ડ છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેમની મદદ લઇને પંજાબમાં મજબૂત પકડ બનાવી હતી.

જોકે સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ જગ્ગુ લોરેન્સના ગુંડાઓ જગરૂપ રૂપા અને મન્નુના બાતમીદાર હોવાની શક્યતા છે. બંને પંજાબ પોલીસે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. લોરેન્સને શંકા છે કે જગ્ગુ ભગવાનપુરિયા તેના દુશ્મન બામ્બિહા ગેંગ સાથે જોડાયેલો છે. લોરેન્સના નેટવર્ક પર NIAના દરોડા પાછળ જગ્ગુ ભગવાનપુરિયા પણ બાતમીદાર હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...