ભાસ્કર ઓપિનિયનજાહેરમાં ન્યાયતંત્રની મજાક ઉડાવવી કેટલી યોગ્ય?:કાયદામંત્રી રિજિજુએ ન્યાયાધીશોની અંદરની રાજનીતિ સામે વાંધો ઉઠાવ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાયદામંત્રી કિરણ રિજિજુએ મંગળવારે ન્યાયાધીશો પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે ન્યાય આપવાની જગ્યાએ અન્ય વસ્તુઓમાં વ્યસ્ત છે. આમની માટે કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી હોવી જોઈએ. પહેલાં સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરતી હતી. 1998માં સુપ્રીમ કોર્ટ દ્વારા કોલેજિયમ સિસ્ટમ શરૂ થઈ. હવે જજની નિમણૂક તેઓ જ કરે છે. અહીં કાયદામંત્રીનું દુઃખ સમજી શકાય છે. ખરેખર તેઓ જજની નિમણૂક કરવા માગતા હોય એવું લાગી રહ્યું છે.

બની શકે કે કંઈ ગડબડ હોય, જે ગમે ત્યાં હોઈ શકે છે, ગમે ત્યારે થઈ શકે છે. ચોક્કસપણે તેને સુધારવાની જરૂર પણ છે, તો સુધારો. તમે સરકારમાં બેઠા છો. અંદરોઅંદર કરો કંઈક સુધારો લાવો. ન્યાયાધીશો અને ન્યાયતંત્ર વિશે આવાં જાહેર નિવેદનો કરીને તમે શું અભિવ્યક્ત કરવા કરવા માગો છો? તમે કાયદામંત્રી બનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈપણ કાર્યક્રમમાં આ રીતે ન્યાયતંત્રની અવગણના કેમ કરો છો?

કાયદામંત્રી આટલા પર અટક્યા નથી. તેમનું કહેવું છે કે તમને બહારથી નહીં દેખાય, પરંતુ અંદરોઅંદર જજો વચ્ચે મોટું રાજકારણ ચાલી રહ્યું છે.

કહે છે સંસદમાં કોડ ઓફ એથિક્સ છે, પરંતુ ન્યાયતંત્રમાં એવી કોઈ વ્યવસ્થા નથી, હોવી જોઈએ. શું મંત્રી એ જણાવવાની કૃપા કરશે કે સંસદમાં કારણ વગરનો હોબાળો, દસ્તાવેજ ફાડવા, ધક્કામુક્કી કરવી, સ્પીકરને બોલવા ન દેવું એ પણ કોડ ઓફ એથિક્સમાં આવે છે? શું બધા સાંસદ એથિક્સનું પાલન કરે છે?

સાંસદ ફંડનો કેવી રીતે ઉપયોગ અને દુરુપયોગ થાય છે એ કોઈનાથી છુપાયેલું નથી. કોને આપવું છે, કોને ન આપવું, કઈ શરતો પર, શું જનતા આ બધું જોતી નથી? આના પર પણ બોલો!

જજો વચ્ચે રાજનીતિ ચાલી રહી છે, તો એ ચાલવા પાછળ જવાબદાર કોણ છે? કાયદામંત્રીનું શું કામ હોય છે?... અને જો તમારી પાસે કોઈ અધિકાર નથી, તો પછી એ માગો, કોણે રોક્યા છે? કમસે કમ આ રીતે જાહેરમાં ન્યાયતંત્રની મજાક ન ઉડાડશો!

સારું, તમે કહો છો તો આવું કંઈક તો હશે, નહીં તો નિવૃત્ત ચીફ જસ્ટિસને મોટું પદ કેવી રીતે મળે? છેવટે કેટલાક વિચારો સત્તામાંથી આવતા જ હશે, નહિતર નિવૃત્ત થયા પછી આટલા મોટા પુરસ્કારનો શો અર્થ છે?

અન્ય સમાચારો પણ છે...