તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Law Graduate Is Growing Strawberries On The Barren Land Of Bundelkhand; Earning Millions Every Month, The PM Has Also Been Praised

આજના પોઝિટિવ સમાચાર:બુંદેલખંડની બિનઉપજાઉ જમીન પર સ્ટ્રોબેરી ઉગાડી રહી છે લૉ ગ્રેજ્યુએટ; દર મહિને લાખોની કમાણી, PM પણ પ્રશંસા કરી ચૂક્યા છે

ઝાંસી7 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
ઝાંસીમાં રહેતી ગુરલીન ચાવલા ઓર્ગેનિક રીતે સ્ટ્રોબેરીની ખેતી કરે છે. હાલમાં જ મન કી બાતમાં PM મોદીએ તેમનો ઉલ્લેખ કર્યો હતો. - Divya Bhaskar
ઝાંસીમાં રહેતી ગુરલીન ચાવલા ઓર્ગેનિક રીતે સ્ટ્રોબેરીની ખેતી કરે છે. હાલમાં જ મન કી બાતમાં PM મોદીએ તેમનો ઉલ્લેખ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રહેતી ગુરલી ચાવલા રાતોરાત સ્ટાર બની ગઈ છે. સ્ટ્રોબર ગર્લ તરીકે તેને નવી ઓળખ મળી છે. સોશિયલ મીડિયા પર તેની ચર્ચા પણ થઈ રહી છે. લોકો સર્ચ કરી રહ્યાં છે, પોસ્ટ પણ કરી રહ્યાં છે. તેની પાછળનું કારણ છે બુંદેલખંડની બંજર જમીન પર સ્ટ્રોબેરીની ખેતી અને મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના કામની પ્રશંસા.

રવિવારે મન કી બાતમાં PMએ ગુરલીનનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું, 'ઈતિહાસમાં રૂચિ રાખનારાઓ આ ક્ષેત્રને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે જોડીશું, કેટલાંક લોકો સુંદર અને શાંત ઓરછા અંગે વિચારીશું, પરંતુ હાલ અહીં કંઈક અલગ થઈ રહ્યું છે. જેની પ્રશંસા થવી જોઈએ. ગત દિવસોમાં ઝાંસીમાં સ્ટ્રોબેરી ફેસ્ટિવલ શરૂ થયો છે. દરેક લોકોને આશ્ચર્ય થાય છે કે સ્ટ્રોબેરી અને બુંદેલખંડ, પરંતુ આ જ સત્ય છે. જેમાં મોટી ભૂમિકા ભજવી છે ઝાંસીની દીકરી ગુરલીન ચાવલાએ.'

લોકડાઉનમાં ફાજલ સમયનો ફાયદો ઉઠાવ્યો

ગુરલીને સ્ટ્રોબરીની ખેતી ઓનલાઈન શીખી છે. 1.5 એકર જમીનમાં તે તેની ખેતી કરી રહી છે. આ કામમાં તેના પપ્પા પણ મદદ કરે છે.
ગુરલીને સ્ટ્રોબરીની ખેતી ઓનલાઈન શીખી છે. 1.5 એકર જમીનમાં તે તેની ખેતી કરી રહી છે. આ કામમાં તેના પપ્પા પણ મદદ કરે છે.

23 વર્ષની ગુરલીન લૉ ગ્રેજ્યુએટ છે. આ વર્ષે જ તેને પુણેથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. ગુરલીન જણાવે છે, 'હું ફાર્મિગમાં જઈશ તેવું પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું. લોકડાઉનના સમયમાં હું ઘરે આવી ગઈ હતી. આ દરમિયાન ઘરમાં ફાજલ બેસી રહેતી હતી. મેં વિચાર્યું કે કેમ ન તેનો ફાયદો ઉઠાવવામાં આવે. મને ગાર્ડનિંગનો શોખ હતો, તેથી મેં ઘરમાં જ સ્ટ્રોબરીના કેટલાંક પ્લાન્ટ લગાવ્યા. થોડાં દિવસ બાદ જ તેમાંથી ફ્રુટ્સ બહાર નીકળ્યા. જે ફ્રુટ્સ ઘણાં જ ટેસ્ટી હતા.'

ગુરલીને સ્ટ્રોબેરીની ખેતી ઓનલાઈન શીખી છે. તે જણાવે છે કે આ પ્લાન્ટ્સને જોઈને પપ્પાએ મને સપોર્ટ આપ્યો. તેઓએ કહ્યું કે હવે આપણે તેનો વ્યાપ વધારવો જોઈએ. અમારી પાસે ચાર એકર જમીન હતી જે પપ્પાએ એક વર્ષ પહેલાં જ ખરીદી હતી. તેમાં કોઈ જ બીજ લગાડવામાં આવ્યા ન હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં માર્કેટમાંથી 20 હજાર સ્ટ્રોબેરીના છોડ ખરીદીને લાવ્યા. જેને અમને 1.5 એકર જમીન પર લગાવ્યા. જે ડિસેમ્બરમાં વેચવા માટે તૈયાર થઈ ગયા.

દરરોજ 250થી વધુ ઓર્ડર આવે છે

ગુરલીન હાલ સાત એકર જમીનમાં ખેતી કરી રહી છે. સ્ટ્રોબેરીની સાથે સાથે લગભગ એક ડઝન શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડી રહી છે.
ગુરલીન હાલ સાત એકર જમીનમાં ખેતી કરી રહી છે. સ્ટ્રોબેરીની સાથે સાથે લગભગ એક ડઝન શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડી રહી છે.

ગુરલીન કહે છે, 'જ્યારે ફ્રુટ્સ તૈયાર થઈ ગયા ત્યારે અમે લોકલ માર્કેટમાં સંપર્ક કર્યો. તેઓને અમારી પ્રોડક્ટ પસંદ આવી. અમે તેમને પ્રોડક્ટ સપ્લાઈ કરવા લાગ્યા. અનેક સુપર માર્કેટમાં પણ અમે સ્ટ્રોબેરી મોકલીએ છીએ.' આ સાથે જ તેઓએ ઝાંસી ઓર્ગેનિક્સ નામથી નવી વેબસાઈટ બનાવી છે. જ્યાંથી લોકો ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. સ્ટ્રોબેરીની સાથે સાથે ગુરલીન હવે શાકભાજીઓ પણ ઉગાડે છે. કુલ સાત એકર જમીન પર હાલ તે ખેતી કરી રહી છે. તેમના ફાર્મમાંથી દરરોજ 70 કિલો સ્ટ્રોબેરીનું પ્રોડક્શન થાય છે. 250થી વધુ ઓર્ડર આવે છે અને દરરોજ 30 હજાર રૂપિયાનું વેચાણ પણ થઈ જાય છે.

ગુરલીનના ફાર્મમાંથી ફાર્મમાંથી દરરોજ 70 કિલો સ્ટ્રોબેરીનું પ્રોડક્શન થાય છે. 250થી વધુ ઓર્ડર આવે છે અને દરરોજ 30 હજાર રૂપિયાનું વેચાણ પણ થઈ જાય છે.
ગુરલીનના ફાર્મમાંથી ફાર્મમાંથી દરરોજ 70 કિલો સ્ટ્રોબેરીનું પ્રોડક્શન થાય છે. 250થી વધુ ઓર્ડર આવે છે અને દરરોજ 30 હજાર રૂપિયાનું વેચાણ પણ થઈ જાય છે.

ગુરલીનને ખેતી કરતા હજુ પાંચ મહિના જ થયા છે. હાલમાં જ UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેઓને ઝાંસીમાં આયોજિત સ્ટ્રોબેરી ફેસ્ટિવલના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. જ્યાં તેઓ પોતાની પ્રોડક્ટ વેચવાની સાથે સાથે લોકોને સ્ટ્રોબેરીની ખેતીની ટ્રેનિંગ પણ આપે છે. તેઓને આશા છે કે PMની પ્રશંસા પછી મોટા લેવલે તેમના કામને ઓળખ મળશે.

ગુરલીનના પિતા હરજીત સિંહ ચાવલા બિઝનેસમેન છે. તેઓ ટ્રાંસપોર્ટનો વ્યવસાય કરે છે. PMની પ્રશંસા બાદ તેઓ ઘણાં જ ખુશ છે. કહે છે કે દીકરીની સફળતાથી આખું ઝાંસીનું માન વધ્યું છે. મુખ્યમંત્રી યોગીએ પણ અમને મળવા માટે બોલાવ્યા છે.

સોમવારે ગુરલીનને UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સન્માનિત કર્યા હતા. હાલમાં જ તેઓને ઝાંસીમાં આયોજિત સ્ટ્રોબેરી ફેસ્ટિવલના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
સોમવારે ગુરલીનને UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સન્માનિત કર્યા હતા. હાલમાં જ તેઓને ઝાંસીમાં આયોજિત સ્ટ્રોબેરી ફેસ્ટિવલના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

કઈ રીતે કરાય આની ખેતી?
સ્ટ્રોબેરીની ખેતી માટે બલુઇ માટી કે દોમટ માટી સારી માનવામાં આવે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પ્લાન્ટ્સ લગાવવામાં આવે છે. તે માટે તાપમાન 30 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ. જો ગરમી વધે તો પ્લાન્ટ્સને નુકસાન થઈ શકે છે. ફ્રુટ્સ ખરાબ થઈ જાય છે. જો કે બુંદેલખંડમાં 35 ડિગ્રીથી વધુ તાપમાનમાં ગુરલીન પોતાના મજબૂત ઈરાદાથી તેની ખેતી કરે છે, જે કોઈ સરપ્રાઈઝથી ઓછું નથી.

આરોગ્ય માટે ફાયદાકારક હોય છે સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીમાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે જે આરોગ્ય માટે ઘણાં જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન C, વિટામિન A, વિટામિન K મળે છે. જે રૂપ નિખારવામાં અને મોઢા પરથી ખીલ, આંખોની રોશનીની સાથે દાંતનીચમક વધારવામાં ફાયદાકારક હોય છે. તે સાથે જ જેલી, આઈસ્ક્રીમ અને કેટલીક મિઠાઈઓના નિર્માણમાં પણ સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...