તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Launched Online Ambulance And Medicine Start up In Lockdown, Business Of 10 Lakh Patients Every Month, Helping 200 Patients Every Day

આજના પોઝિટિવ સમાચાર:લોકડાઉનમાં ઓનલાઈન એમ્બ્યુલન્સ અને દવાઓનું સ્ટાર્ટ અપ શરૂ કર્યુ, દર મહિને 10 લાખ દર્દીઓનો બિઝનેસ, દરરોજ 200 દર્દીઓની કરે છે મદદ

પટના5 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક

બિહારના પટના જિલ્લાના રહેવાસી નીરજ ઝા વ્યવસાયે ડોક્ટર છે. અનેક હોસ્પિટલોમાં હેલ્થકેરને સંબંધિત કામ કરી ચૂક્યા છે. કેટલીક હોસ્પિટલોમાં હોસ્પિટલ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે પણ તેમણે કામ કર્યુ છે. ગત વર્ષે જ્યારે કોરોના ફેલાયો તો હેલ્થ સિસ્ટમ સૌથી વધુ પ્રભાવિત થઈ. કોઈને દવાઓ મળતી નથી તો કોઈને એમ્બ્યુલન્સ મળતી નથી.

એવામાં નીરજને લાગ્યું કે આ મામલે કંઈક કામ કરવું જોઈએ. તેના પછી જુલાઈ 2020માં તેમણે હનુમાન નામથી એક સ્ટાર્ટઅ લોન્ચ કર્યુ. જેના દ્વારા તેઓ લોકોને એમ્બ્યુલન્સ, દવાઓ, ઓક્સિજન અને હોમ નર્સિંગની સુવિધા આપી રહ્યા છે. અત્યારે તેઓ બિહારના 22 જિલ્લાઓમાં એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવી રહ્યા છે. તેનાથી દર મહિને 10થી 12 લાખની આવક થઈ રહી છે.

કઈ રીતે આવ્યો આઈડિયા?
નીરજ કહે છે કે આ કામ શરૂ કરવાનો આઈડિયા બે વર્ષ અગાઉ આવ્યો હતો. ત્યારે હું એક હોસ્પિટલમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. એ દરમિયાન આઈટી એક્સપર્ટ દીપક સાથે મારી મુલાકાત થઈ જે તેમના પિતાના ઈલાજ માટે આમતેમ ભટકી રહ્યા હતા. દીપક બેંગલુરુમાં જોબ કરી રહ્યા હતા. તેમના પિતા માટે તેમણએ ઓનલાઈન મેડિકલ હેલ્પની કોશિશ કરી પણ ક્યાંયથી રિસ્પોન્સ ન મળઅયો તો તેમને ખુદ દરભંગા આવવું પડ્યું. એ મુલાકાત પછી અમે બંને દૂરના પરિચિત નીકળ્યા. એ દરમિયાન અમારા દિમાગમાં આઈડિયા આવ્યો કે આ પ્રકારની કોઈ પહેલ કરવામાં આવે તો લોકોને ઓનલાઈન મેડિકલ હેલ્પ અને સપોર્ટ મળી જાય.

નીરજ ઝા (જમણે) છેલ્લા કેટલા વર્ષોથી મેડિકલ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. તેઓ અનેક હોસ્પિટલોમાં મેનેજમેન્ટનું કામ સંભાળી ચૂક્યા છે.
નીરજ ઝા (જમણે) છેલ્લા કેટલા વર્ષોથી મેડિકલ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. તેઓ અનેક હોસ્પિટલોમાં મેનેજમેન્ટનું કામ સંભાળી ચૂક્યા છે.

તેના પછી દીપક ફરી પોતાની જોબમાં લાગી ગયા અને હું પણ મારા કામમાં વ્યસ્ત થયો પરંતુ અમે અમારા આઈડિયાનું ડિસ્કશન ચાલુ રાખ્યું. પછી નવેમ્બર 2019માં અમે વધુ એક મીટિંગ કરી અને આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યુ. દીપકે પોતાની નોકરી છોડી દીધી અને મેં પણ રાજીનામું આપી દીધું. દીપકને આઈટીનો સારો એવો અનુભવ હતો તો અમને ટેકનોલોજી ડેવલપ કરવા અને એપ તૈયાર કરવામાં વધુ મુશ્કેલી ન પડી. બાકી હું મેડિકલ સેક્ટર સાથે જોડાયેલો હતો તો નેટવર્ક ડેવલપ કરવામાં સરળતા રહી.

કેવી રીતે કરે છે કામ?
નીરજ કહે છે કે અમે ઓનલાઈન એપ, વેબસાઈટ અને એક સોફ્ટવેર ડેવલપ કર્યુ છે. તેના દ્વારા કોઈપણ સર્વિસ રિક્વેસ્ટ કરી શકે છે. તેઓ કહે છે કે જે રીતે ઓલાથી કારનું બુકિંગ થાય છે એ રીતે અમારી એપછી એમ્બ્યુલન્સનું બુકિંગ થાય છે. તેની સાથે જ વેબસાઈટથી પણ અમે લોકો બુકિંગ એક્સેપ્ટ કરીએ છીએ. જો કોઈ એપ કે વેબસાઈટ પર ન જઈ શકે તો તેઓ અમારા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને પણ મેડિકલ હેલ્પ અને એમ્બ્યુલન્સની રિક્વેસ્ટ કરી શકે છે. અમે ટૂંક સમયમાં એ જગ્યાએ પહોંચવાની કોશિશ કરીએ છીએ.

નીરજ કહે છે કે અત્યારે તેમની પાસે કુલ 350 એમ્બ્યુલન્સ છે. જે બિહારના 22 જિલ્લાઓમાં લોકોને સર્વિસ પહોંચાડી રહી છે.
નીરજ કહે છે કે અત્યારે તેમની પાસે કુલ 350 એમ્બ્યુલન્સ છે. જે બિહારના 22 જિલ્લાઓમાં લોકોને સર્વિસ પહોંચાડી રહી છે.

નીરજની ટીમે હેલ્થના ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ સાથે ટાઈઅપ કર્યુ છે. કોઈ તેમના માટે ઓક્સિજન પ્રોવાઈડ કરે છે તો કોઈ દવાઓ અને હોમ નર્સિંગ ડેવલપ કરવાના ઈક્વિપમેન્ટ્સની વ્યવસ્થા કરે છે. જે રીતની રિક્વેસ્ટ આવે છે તેના હિસાબે તેમની ટીમ એ સંસ્થા સાથે વાત કરીને કસ્ટમર્સ સુધી મદદ પહોંચાડે છે.

શું-શું કામ કરે છે?
નીરજ કહે છે કે અત્યારે અમારી પાસે 350 એમ્બ્યુલન્સ છે. અમે કેટલીક ઈ-રિક્ષા એમ્બ્યુલન્સ પણ તૈયા કરી છે જે પટનામાં ચાલી રહી છે. તેની સાથે જ અમે લોકો દવાઓ અને બીજી મેડિકલ એસેસરીઝની પણ હોમ ડિલિવરી કરીએ છીએ. અમે માત્ર દવાઓની કિંમત લઈએ છીએ, જ્યારે ડિલિવરી ચાર્જ ફ્રી છે.

તેની સાથે જ ઓક્સિજન પ્રોવાઈડ કરવો, મેડિકલ ટેસ્ટ કરાવવો, કોરોનાનો ટેસ્ટ કરાવવામાં પણ લોકોની મદદ કરીએ છીએ. અમારી ટીમ લોકોના ઘરે જઈને આ કામ કરે છે. આ સાથે જ અમે 30થી વધુ ઘરોમાં નર્સિંગ હોમ પણ સેટઅપ કર્યા છે.

તેઓ કહે છે કે એમ્બ્યુલન્સ સર્વિસિઝનું કામ અમે બિહારના 22 જિલ્લાઓમાં કરી રહ્યા છીએ. જ્યારે બાકી મેડિકલ હેલ્પની સર્વિસીઝ માત્ર પટના સુધી સીમિત છે. નીરજ કહે છે કે અત્યારે અમારૂં સ્ટાર્ટઅપ નવું છે. આ સાથે અમે ત્યારે તેને ચલાવી રહ્યા છીએ જ્યારે હેલ્થ સિસ્ટમ પડી ભાંગી છે. આથી સમગ્ર બિહારમાં કે તેની બહાર હજુ સુધી પહોંચી શક્યા નથી.

નીરજ ઝાની ટીમ એમ્બ્યુલન્સ પ્રોવાઈડ કરવાની સાથે મેડિકલ ટ્રીટમેન્ટ, દવાઓ અને તપાસની સર્વિસ પણ પૂરી પાડે છે.
નીરજ ઝાની ટીમ એમ્બ્યુલન્સ પ્રોવાઈડ કરવાની સાથે મેડિકલ ટ્રીટમેન્ટ, દવાઓ અને તપાસની સર્વિસ પણ પૂરી પાડે છે.

તેઓ કહે છે કે અત્યારે દેશમાં સ્થિતિ ખરાબ છે. લોકોને આવશ્યક ચીજો મળી રહી નથી. આથી અમે નક્કી કર્યુ છે કે અમે ઓક્સિજન ભરાવવાના પૈસા નહીં લઈએ. કોઈ ખાલી સિલિન્ડર લઈને આવે તો અમે મફતમાં તેને રિફિલ કરાવી આપીએ છીએ. આ સાથે જ અમે કોઈને મેડિકલ એસેસરીઝ પ્રોવાઈડ કરીએ છીએ તો તેના માટે પણ માત્ર તેનો ખર્ચ જ કસ્ટમર્સ પાસેથી લઈએ છીએ. કોઈ એડિશનલ બેનિફિટ અમે કમાઈ લેવાની કોશિશ અમે કરતા નથી.

નીરજની ટીમમાં અત્યારે 16 લોકો કામ કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે. તેઓ કહે છે કે દરરોજ અમારી પાસે 500થી વધુ સર્વિસ રિક્વેસ્ટ આવી રહી છે. જેમાંથી 150થી વધુ એમ્બ્યુલન્સની હોય છે. આ રીતે દરરોજ અમે 200થી વધુ લોકો સુધી સર્વિસ પહોંચાડી રહ્યા છીએ. અત્યારે સંસાધનો અભાવ હોવાથી અમે બધા લોકો સુધી પહોંચી શકતા નથી.