તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The Price Of Land Has Increased 8 Times In 2 Years, See In 25 Pictures How The Whole Of Ayodhya Will Change

અયોધ્યાથી મેગા સ્ટોરી:2 વર્ષમાં જમીનની કિંમત 8 ગણી વધી, 25 તસવીરોમાં જોવો કઈ રીતે બદલાશે સમગ્ર અયોધ્યા

અયોધ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અયોધ્યામાં 2017-18માં 5,962 રજિસ્ટ્રેશન થયા, જે 2020-21માં 232% વધીને 13,856 થયા

અયોધ્યામાં છેલ્લા 2 વર્ષમાં જમીનની કિંમતોમાં 8 ગણો વધારો થયો છે. 9 નવેમ્બર 2019નાં દિવસે રામ મંદિરનાં પક્ષમાં આવેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પછી જમીનો ઝડપથી વેચાવવાની ચાલુ થઇ ગઇ. આ ઝડપનો અંદાજો 2 બાબતોથી લગાવી શકાય છે, પહેલી- યુપી સરકારે 17 ઓક્ટોબર 2020નાં દિવસે એક આદેશ જાહેર કરીને આયોધ્યાની કેટલીક જમીનોના વેચાણ પર પ્રતિબંધ લગાવવો પડ્યો, કારણકે સરકાર અહીંયા પોતાનો પ્રોજેક્ટ શરૂ કરવા ઇચ્છે છે. બીજી- અયોધ્યાનાં સ્ટેમ્પ તેમજ રજીસ્ટ્રેશન વિભાગના આંકડાઓ અનુસાર 2017-18માં 5,962 રજીસ્ટ્રેશન થયા હતા. 2020-21માં આ આંકડો 13,856 સુધી પહોંચી ગયો. એટલે કે 2017-18ની સરખામણીએ 2020-21માં 232% વધારે રજીસ્ટ્રેશન થયા.

જમીનોની કિંમતમાં આવી તેજી
2017માં વિકાસ સિંહ નામના વ્યક્તિએ રામલલ્લા મંદિરથી આશરે 2.5 કિલોમીટર દુર વિદ્યાકુંડ વિસ્તારમાં 1361 સ્કવેર ફુટનો પ્લોટ ખરીદ્યો હતો. ત્યારે આ પ્લોટનાં તેમણે 8.16 લાખ રૂપિયા ચુકવ્યા હતા. હવે લોકો આજ પ્લોટનાં 30 લાખ પણ ચુકવવા તૈયાર છે પરંતુ વિકાસ સિંહ હાલ આ જમીનને વેચવા તૈયાર નથી.

વિકાસનાં જમીન ખરીદ્યાનાં એક વર્ષ પહેલા અચલ ચંદ્ર ગુપ્તાએ જમીન ખરીદી હતી. અચલ હોટલ ચલાવે છે. તેમણે રામ મંદિરથી માત્ર 2 કિલોમીટર દુર શાકમાર્કેટ પાસે 5 વર્ષ પહેલા 2100 સ્ક્વેર ફુટનો પ્લોટ 14.17 લાખમાં ખરીદ્યો હતો અને અત્યારે આજ પ્લોટનાં 84 લાખ મળી રહ્યાં છે.

આ બાબતે વધુ જાણવા અમે અયોધ્યા પહોંચ્યા. રામ મંદિરના નિર્માણની શરૂઆત થયાને 11 મહિના થયા છે. અમે ત્યાંની સંપૂર્ણ જાણકારી મેળવી. મંદિરના નિર્માણ સાથે, નવુ શહેર કેવું હશે, કેવી રીતે અયોધ્યાનો દેખાવ બદલાશે અને નવું શહેર કેવી રીતે સ્થાયી થવાનું છે... અને આ વિકાસ સાથે, જમીનની કિંમતમાં ક્યાં અને કેટલો વધારો થયો, તે દરેક બાબતની જાણકારી મેળવી. તો ચાલો જાણીએ 25 સ્લાઇડ્સમાં અયોધ્યાને લગતી દરેક માહિતી ...