તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Lack Of Money Std. After 10 Dropped Out Of School, Then Worked As An Office Boy, Today Earning Millions From Integrated Farming

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુદ્દારીની વાત:પૈસાના અભાવે ધો. 10 પછી અભ્યાસ છોડવો પડ્યો, પછી ઓફિસ બોયની નોકરી કરી, આજે ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગથી લાખો કમાઈ રહ્યા છે

પૂણે5 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં રહેતા જ્ઞાનેશ્વર બોડકે નવી ટેકનીકથી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. તેમણે 300થી વધુ ખેડૂતોને રોજગારી પણ આપી છે. - Divya Bhaskar
મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં રહેતા જ્ઞાનેશ્વર બોડકે નવી ટેકનીકથી ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. તેમણે 300થી વધુ ખેડૂતોને રોજગારી પણ આપી છે.

મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના મુલ્સી તાલુકાના રહેવાસી જ્ઞાનેશ્વર બોડકેનું બાળપણ અભાવમાં પસાર થયું. પરિવાર મોટો હતો પરંતુ આવકનું સાધન નહીવત્ હતું. થોડીઘણી જમીન હતી, જેનાથી આજીવિકા જેમતેમ મળી રહેતી હતી. જ્ઞાનેશ્વર ભણીગણીને કંઈક બનવા માગતા હતા પણ ઘરમાં કમાનાર કોઈ નહોતું. તેથી ધો. 10 પછી અભ્યાસ છોડવો પડ્યો. તેના પછી એક પરિચિતની મદદથી પૂણેમાં તેમને ઓફિસ બોયની નોકરી મળી ગઈ. ઘર-પરિવારનો ખર્ચ નીકળવા લાગ્યો, પરંતુ તેમને વારંવાર થતું કે તેઓ જેટલી મહેનત કરી રહ્યા છે, એટલું તેમને મળતું નથી. 10 વર્ષ પછી જ્ઞાનેશઅવરે નોકરી છોડી દીધી અને ગામમાં પરત આવી ગયા. અહીં આવીને તેમણે બેંકથી લોન લીધી અને ફૂલોની ખેતી શરૂ કરી. આજે તેમની કમાણી લાખોમાં છે. તેઓ સેંકડો ખેડૂતોને રોજગારી આપી રહ્યા છે.

લોકોએ વિરોધ કર્યો, પરંતુ કોશિશ ચાલુ રાખી
જ્ઞાનેશ્વર કહે છે કે હું સવારે 6 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરતો હતો. આ દરમિયાન કંઈક નવું કરવા અંગે પણ પ્લાન કરતો રહેતો હતો. એક દિવસ અખબારમાં મને એક ખેડૂત વિશે વાંચવા મળ્યું, જે પોલીહાઉસ પદ્ધતિથી ખેતી કરીને વર્ષે 12 લાખ રૂપિયા કમાઈ રહ્યો હતો. મને લાગ્યું કે જ્યારે તે આટલી કમાણી કરી શકે છે તો હું કેમ નહીં. એ વિચારીને જ મેં 1999માં નોકરી છોડી દીધી. જ્યારે હું ગામમાં આવ્યો તો ઘરના લોકોએ વિરોધ પણ કર્યો. તેમણે કહ્યું કે જે કંઈપણ કમાણીનો માર્ગ હતો એ પણ બંધ થઈ ગયો. ખેતીમાં નફો હોત તો લોકો બહાર કમાવા શા માટે જતા હોત?

જ્ઞાનેશ્વર લોકલ માર્કેટ્સમાં પોતાની પ્રોડક્ટ્સની સપ્લાઈ કરે છે. સાથે જ તેઓ ખુદ પણ સ્ટોલ લગાવીને શાકભાજી વેચે છે.
જ્ઞાનેશ્વર લોકલ માર્કેટ્સમાં પોતાની પ્રોડક્ટ્સની સપ્લાઈ કરે છે. સાથે જ તેઓ ખુદ પણ સ્ટોલ લગાવીને શાકભાજી વેચે છે.

ગામમાં આવ્યા પછી જ્ઞાનેશ્વરે ખેતી અંગે જાણકારી મેળવવાનું શરૂ કર્યુ. નવી ટેકનીકથી ખેતી કરનારા ખેડૂતોની પાસે તેઓ જવા લાગ્યા. એ દરમિયાન પૂણેમાં હોર્ટિકલ્ચર અને પોલીહાઉસને લઈને આયોજિત એક વર્કશોપ વિશે જાણવા મળ્યું. જ્ઞાનેશ્વર ત્યાં પણ પહોંચી ગયા. બે દિવસના વર્કશોપમાં તેમને થિયરી તો જણાવાઈ પણ પ્રેક્ટિકલ લેવલ પર કોઈ જાણકારી ન મળી.

17 કિમીની સફર કરીને જતા હતા ખેતી શીખવા
જ્ઞાનેશ્વર કહે છે કે હું વધુ ભણ્યો નહોતો. જે કંઈ મને ત્યાં જણાવાયું એ બધુ મારા માથા પરથી જતું રહ્યું. નોકરી છોડી ચૂક્યો હતો અને નવી ખેતી વિશે બરાબર કોઈ સમજાવતું નહોતું પણ હું હાર માનવાનો નહોતો. મેં વિચાર્યુ કે જે લોકો આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, શા માટે તેમની સાથે રહીને જ કામ ન શીખવું. તેના પછી મેં એક પોલીહાઉસ જવાનું શરૂ કર્યુ. હું સાયકલ લઈને 17 કિમીની સફર કરીને ત્યાં જતો હતો. મને તેનો ફાયદો પણ થયો અને ટૂંક સમયમાં નવી ટેકનીક વિશે મને ઘણાખરા અંશે જાણકારી મળી ગઈ.

વર્ષભરમાં 10 લાખની લોન ચૂકવી દેવામાં આવી
ખેતી કરવા માટે તેમણે બેંકમાં લોન માટે અરજી કરી. થોડીઘણી ભાગદોડ પછી લોન મળી ગઈ. તેના પછી જ્ઞાનેશ્વરે એક પોલીહાઉસ તૈયાર કર્યુ. તેના પછી ગુલનાર અને ગુલાબ જેવા સજાવટી ફૂલોની ખેતી શરૂ કરી. થોડા મહિનાઓ પછી જ્યારે ફૂલ તૈયાર થઈ ગયા તો તેમણે લોકલ મંડીમાં વેચવાનું શરૂ કર્યુ. લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો તો હોટેલવાળાઓનો પણ સંપર્ક કર્યો. તેના પછી પૂણેની બહાર પણ પોતાની પ્રોડક્ટ સપ્લાઈ કરવા લાગ્યા. જ્ઞાનેશ્વર કહે છે કે મેં એક વર્ષની અંદર બેંકને 10 લાખ રૂપિયાની લોન ચૂકવી દીધી. તેને લઈને બેંક મેનેજરે મારી પ્રશંસા પણ કરી હતી.

ફૂલોની ખેતીમાં ખોટ થવા લાગી તો શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યુ

જ્ઞાનેશ્વર અત્યારે પોતાના પોલીહાઉસમાં એક ડઝનથી વધુ ફળ અને શાકભાજી ઉગાડી રહ્યા છે. તેમાં મોટાભાગની શાકભાજી પાનવાળી છે.
જ્ઞાનેશ્વર અત્યારે પોતાના પોલીહાઉસમાં એક ડઝનથી વધુ ફળ અને શાકભાજી ઉગાડી રહ્યા છે. તેમાં મોટાભાગની શાકભાજી પાનવાળી છે.

જ્ઞાનેશ્વર કહે છે કે થોડા વર્ષ પછી ફૂલોની ખેતીમાં કમાણી ઘટવા લાગી. દેશમાં મોટાભાગે લોકો નર્સરી લગાવવા લાગ્યા, તેથી ભાવ ઘટી ગયા. એવામાં તેમની સામે નવો પડકાર આવ્યો કે હવે શું કરવું. તેના પછી ખ્યાલ આવ્યો કે ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ વધુ સારો કન્સેપ્ટ છે. તેના દ્વારા સારો નફો મેળવી શકાય છે. તેમણે એ જ પોલીહાઉસમાં શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી.

ત્રણથી ચાર મહિના પછી શાકભાજી આવવા લાગી અને ફરીથી તેમનું કામ પાટા પર આવી ગયું. અત્યારે તેઓ દેશી કેળા, સંતરા, કેરી, દેશી પપૈયા, સ્વીટ લાઈમ, અંજીર અને કસ્ટર્ડ સફરજન, તમામ સિઝનલ અને ઓફ સિઝન શાકભાજી ઉગાડી રહ્યા છે. આ સાથે જ હવે તેમણે દૂધની સપ્લાઈ પણ શરૂ કરી છે. તેમની પાસે ચાર-પાંચ ગાયો છે. તેઓ પેકેટ્સમાં દૂધ ભરીને લોકોનાં ઘરે ડિલિવરી કરે છે.

અનેક શહેરોમાં કરે છે ઓનલાઈન ડિલિવરી
પાક આવ્યા પછી જ્ઞાનેશ્વર સામે મોટી સમસ્યા હતી ગ્રાહકો પાસે પોતાની પ્રોડક્ટ મોકલવાની. આ દરમિયાન તેમની મુલાકાત નાબાર્ડના કેટલાક અધિકારીઓ સાથે થઈ. જ્ઞાનેશઅવરે તેમને કહ્યું કે આપ લોકો જે પ્રોડક્ટ માર્કેટથી ખરીદો છો, જો એ જ પ્રોડક્ટ અમે તમારા ઘરે પહોંચાડીએ તો શું તમે ખરીદશો? જ્ઞાનેશ્વર કહે છે કે અધિકારીઓએ અમારી પાસેથી પ્રોડક્ટને ખરીદવામાં રસ દાખવ્યો અને ટ્રાયલ તરીકે કેટલીક પ્રોડક્ટ માગી, જે તેમને પસંદ પડી. તેના પછી તેઓ અમારા નિયમિત ગ્રાહક બની ગયા.

અત્યારે જ્ઞાનેશ્વરે એક એપ લોન્ચ કરી છે. તેના માધ્યમથી લોકો ઓર્ડર કરે છે અને તેમના ઘર સુધી ચીજો પહોંચી જાય છે. તેના માટે તેમણે સ્પેશિયલ ઓટો અને કેટલીક લક્ઝરી બસ રાખી છે, જેના દ્વારા તેઓ પૂણે, મુંબઈ, ગોવા, નાગપુર, દિલ્હી અને કોલકાતા પોતાની પ્રોડક્ટની સપ્લાઈ કરે છે. જ્ઞાનેશ્વરે ગામના કેટલાક ખેડૂતોની સાથે મળીને અભિનવ ફાર્મિંગ ક્લબ નામથી એક ગ્રૂપ બનાવ્યું. અત્યારે આ ગ્રૂપમાં 300થી વધુ ખેડૂતો જોડાયેલા છે. તેઓ કહે છે કે આ ગ્રૂપમાં સામેલ દરેક ખેડૂત 8થી 10 લાખ રૂપિયા વર્ષે કમાય છે.

ખેતીની સાથે તેઓ પશુપાલન પણ કરે છે. અત્યારે તેમની પાસે 4-6 ગાયો છે. તેઓ તેમનું દૂધ પેક કરીને સપ્લાઈ કરે છે.
ખેતીની સાથે તેઓ પશુપાલન પણ કરે છે. અત્યારે તેમની પાસે 4-6 ગાયો છે. તેઓ તેમનું દૂધ પેક કરીને સપ્લાઈ કરે છે.

ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ કેવી રીતે કરી શકાય?
ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ એટલે એક સમયમાં એક જ ખેતરમાં અનેક પાક ઉગાડવા. તેમાં એક ઘટકને બીજા ઘટકના ઉપયોગમાં લાવી શકાય છે. જેમકે જો તમે ફળો અને શાકભાજીની ખેતી કરો છો તો તમે ગાય અને ભેંસ પણ પાળી શકો છો. તમને ઘાસચારાની અછત નહીં થાય. બીજીતરફ આ પશુઓના છાણનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકાય છે. તેનાથી ઓછા ખર્ચમાં વધુ કમાણી થાય છે. આ સાથે સમયની પણ બચત થાય છે. જ્ઞાનેશ્વરે પોતાની એક એકર જમીનને ચાર સબ-પ્લોટમાં વહેંચી દીધી છે. એક ભાગમાં ફળો, બીજામાં વિદેશી શાકભાજી, ત્રીજામાં અનાજ અને ચોથા હિસ્સામાં પાનવાળી શાકભાજી ઉગાડે છે.

પોલીહાઉસ કેવી રીતે શરૂ કરાય, તેનો શું ફાયદો છે?
પોલીહાઉસ ખેતીમાં એક એવી ટેકનીક છે જેના માધ્યમથી ઓફ સિઝનમાં પણ શાકભાજી અને ફળોની ખેતી આસાનીથી કરી શકાય છે. તેનું સ્ટ્રક્ચર સ્ટીલથી બનાવવામાં આવે છે અને પ્લાસ્ટિકની સીટથી ઉપરનો હિસ્સો ઢાંકી દેવામાં આવે છે. તેનાથી મોટો ફાયદો એ છે કે વરસાદ, કરા પડવાથી કે ગરમીથી તેના પર કોઈ અસર થતી નથી. આ સાથે પાણીની પણ ઓછી જરૂર પડે છે. જ્ઞાનેશ્વર કહે છે કે જે લોકો પોલીહાઉસ લગાવવા ઈચ્છે છે, તેઓ બેંકમાંથી લોન લઈ શકે છે.

તેની સાથે 50 ટકા રાજ્ય સબસિડી સરકાર પણ આપે છે. એક નોર્મલ પોલીહાઉસ લગાવવામાં 5-6 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, ઓછામાં ઓછી 10 વર્ષ તેનું આયુષ્ય હોય છે. જ્યારે તેનાથી 3-4 લાખ રૂપિયા વર્ષે કમાણી કરી શકાય છે.

પોલીહાઉસ શરૂ કરવા માટે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે કૃષિ વિશ્વવિદ્યાલયનો સંપર્ક કરી શકાય છે. જો કોઈ સફળ ખેડૂતે પોલીહાઉસ લગાવ્યું છે અને ખેતી કરી રહ્યો છે તેની પાસેથી પણ આ ખેતી અંગે જાણકારી મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો