ભાસ્કર એક્સક્લૂસિવવોટ્સએપનો 3.35નો લાસ્ટ સીન જિંદગીનો છેલ્લો સીન બન્યો:‘પપ્પા પંખો સાફ કરતા કરતા હાથ હલાવે છે અને પેશાબ કર્યો છે’, દીકરાને ક્યાં ખબર હતી કે પિતા નહીં તેની લાશ લટકે છે

વલસાડ12 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય
  • કૉપી લિંક

ભૂમિકા ઠાકુર મારી વાઈફ છે. જેનું છેલ્લા અઢી વર્ષથી સુનિલ વર્મા સાથે અફેર છે. મેં એને બહુવાર રંગેહાથ પકડી છે. મેં તેને બહુવાર ચાન્સ આપ્યા પણ એ ના સમજી. ગેર મર્દ માટે મારા છોકરાઓ અને મને છોડી દીધો. જોકે હું સમજાવવા ગયો તો એણે મને કીધું તમારી સાથે સંબંધ નથી રાખવા તું ક્યાંક જઈને મરી જા. તો સ્વીટુ હું તારી લાઈફમાંથી જઈ રહ્યો છું. હું આ વીડિયો એટલા માટે બનાવી રહ્યો છું, મેં સાચો પ્યાર કર્યો મારી પત્નીનું અફેર હોવા છતાં હું એને નફરત નથી કરી શકતો. મારા મોતની જીમ્મેદાર ભૂમિકા ઠાકુર. આ શબ્દો છે ઓઢણીથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરનારા વલસાડ તાલુકાના જૂજવા ગામે‎ રહેતા અને વાપીના ચલા સ્થિત કોટક‎ મહિન્દ્રા બેંકના બ્રાન્ચ હેડ (મેનેજર) કંવલજિત સિંગના.

કોટક મહિન્દ્રા બેંકના બ્રાન્ચ હેડએ કરી હતી આત્મહત્યા
વલસાડના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં રહેતા કોટક મહિન્દ્રા બેંકના બ્રાન્ચ હેડ (મેનેજર) કંવલજિતસિંગે 23 ફેબ્રુઆરી, 2023ના રોજ બેડરૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મેનેજરના આપઘાત પાછળ તેની પત્ની ભૂમિકા કારણભૂત હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. મૃતક કંવલજીતસિંગના ભાઈ અમરજિતસિંગે પોલીસ સમક્ષ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં પણ પત્ની ભૂમિકાનું અબ્રામાના બિલ્ડર સાથે એફેર હોવાનું માનવું છે તેવું જણાવ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે, જો કે દુષ્પ્રેરણાનો ગુનો હજુ સુધી નોંધ્યો નથી.

આ આત્મહત્યા અંગે દિવ્ય ભાસ્કરે મૃતક કંવલજીતસિંગના ભાઈ અમરજિતસિંગ, વલસાડના ઇન્ચાર્જ SP વિજયસિંહ ગુર્જર, વલસાડ રૂરલના PSI જે. જે. ડાભી સાથે વાતચીત કરી હતી.

‘મને કામ કરવામાં મન નથી લાગતું’
આત્મહત્યા કરનારા કંવલજીતસિંગના ભાઈ અમરજિતસિંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બરથી મારા મમ્મી પાપા રાજસ્થાન ખાતે એક લગ્નમાં ગયા હતા. આત્મહત્યા કરી તેના આગલા દિવસે મારો ભાઈ 22 ફેબ્રુઆરીએ જોબ પર ગયો નહોતો .23 ફેબ્રુઆરીના રોજ પણ પણ તે જોબ પર ગયો નહોતો. મેં જોબ પરથી 12.53એ મારા ભાઈને ફોન કર્યો કે તું જોબ પર કેમ નથી ગયો? તો એણે કહ્યું કે ‘મને કામ કરવામાં મન નથી લાગતું’મેં ભાઈને કહ્યું કે ‘તારે કામ નહોતું કરવું તો 27 જાન્યુઆરીએ કોટક મહિન્દ્રા બ્રાન્ચ (ચલા વાપી) હેડ તરીકે જોઈન્ટ કેમ કર્યું હતું?.’ મેં એને કહ્યું કે તારે આરામ કરવો હતો. ત્યાર બાદ એણે કહ્યું કે ‘તું જલ્દી આવ આપણે વાત કરીએ’. મેં કહ્યું કે હું કામ પતાવીને આવું આપણે વાત કરીએ અને ત્યાર બાદ મેં ફોન મુક્યો.

પત્ની ભૂમિકા સાથે મૃતક કંવલજિત સિંગ.
પત્ની ભૂમિકા સાથે મૃતક કંવલજિત સિંગ.

નાના દીકરાએ પિતાને લટકતા જોતા જ...
‘ત્યાર બાદ મારાભાઈની તેની પત્ની ભૂમિકા સાથે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ. આ ઉગ્ર બોલાચાલી થયા બાદ મારો ભાઈ નીચેના રૂમમાંથી ઉપર એના રૂમમાં જતો રહ્યો અને પંખા સાથે દુપટ્ટો બાંધીને આમહત્યા કરી લીધી અને 4 વર્ષનો છોકરો ઉપર રમવા ગયો તો તેણે એક દ્રશ્ય જોયું અને નીચે આવીને 10 વર્ષના તેના ભાઈને કહ્યું કે, ‘પપ્પા પંખાઓ સાફ કરતા કરતા હાથ હલાવે છે અને પેશાબ કર્યો છે’ પરંતુ આ વાતથી મારાભાઈના મોટા દીકરાને લાગ્યું કે મજાક કરી છે એટલે તેણે ધ્યાન આપ્યું નહીં. મારા વાઈફ 4 વાગ્યે કપડાં સુકાવવા ગઈ ત્યારે તેમણે જોયું કે મોટાભાઈ પંખા સાથે લટકી ગયા છે અને ત્યાર બાદ મારી પત્નીએ મને કોલ કર્યો અને હું ઘરે આવ્યો. મેં મારા ભાઈના વોટ્સએપમાં જોયું કે મારા ભાઇનો 3.35 વાગ્યાનો લાસ્ટ સીન હતો.’

સુનિલે કહ્યું કે, છોકરી સામેથી આવી હતી
‘મારા ભાઈ કંવલજિત અને ભૂમિકા ઠાકુરના વર્ષ 2013માં લગ્ન થયા હતા. આ સમયે અમે વલસાડની સોનાદર્શન સોસાયટીમાં રહેતા હતા. 2014ના અંતમાં મારા ભાઈ(કંવલજીતસિંગ) નોકરીના કારણે સેલવાસમાં શિફ્ટ થયા હતા. 2014માં મારાભાઈને એક છોકરો થયો હતો અને ફ્લેટ રહેતા હતા. આ બધું ત્યાં સુધી તો નોર્મલ ચાલી રહ્યું હતું. માર્ચ 2022માં મારા ભાઈનો કોલ આવ્યો અને મને કહ્યું કે, ‘તારા ભાભીના ઘર ગોકુલધામ સોસાયટી વલસાડમાં આવી જા’ છોકરીના ભાઈએ છોકરીને બાથરૂમમાં બેસીને વાત કરતા પકડી હતી, તેણે મને કહ્યું ‘તું જલ્દી આવ’. જેથી હું ત્યાં પહોંચ્યો ત્યારે મારા ભાભી અને બિલ્ડર સુનિલ વર્મા પણ હાજર હતો, અને ત્યારે સુનિલે કહ્યું કે, છોકરી સામેથી આવી હતી. અમે મારા ભાઈને કહ્યું કે આવી રીતે તો સાથે ના રહી શકાય બે છોકરાઓ છે, તું તારી રીતે વિચારી લે. મારા માતા પિતાએ પણ ત્યારે જ ચોખ્ખી ના પાડી દીધી હતી કે આવો સબંધ ના રખાય. આ સમયે એવું નક્કી કર્યું કે હવે આવું નહી થાય તેમ કહીને મારા ભાભી મારા ભાઈ સાથે સેલવાસ ચાલી ગઈ હતી.’

મારા ભાઈના દિમાગમાં તેની પત્નીના આ અફેર અંગે વિચારો આવતા હતાઃ અમરજિતસિંગ
મારા ભાઈના દિમાગમાં તેની પત્નીના આ અફેર અંગે વિચારો આવતા હતાઃ અમરજિતસિંગ

‘2022માં પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો’
‘ત્યાર બાદ મારા ભાઈના દિમાગમાં તેની પત્નીના આ અફેર અંગે વિચારો આવતા હતા અને ત્યારે પણ તેમની વચ્ચે અણબનાવ થતાં હતા અને 2022માં એના ફ્લેટમાં સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. મારો ભાઈ નવમાં માળે રહેતો હતો અને તેને પત્નીએ બચાવવા જતા બાલ્કનીની સાઈડ વાળી બારી તૂટી ગઈ હતી હતી. થોડા સમય પછી એક બેંકમાં તે જોડાયો. પરંતુ નોકરીનું સ્થળ સેલવાસથી દૂર હતું એટલે એમણે વલસાડમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું’

‘મારા બાળકો...મારા બાળકો...’
‘વલસાડમાં શિફ્ટ થવાનું નક્કી કર્યા બાદ વલસાડના જુજવા ગામમાં આવેલી કુબેર રેસિડેન્સીમાં તેમણે બંગ્લો ખરીદ્યો હતો અને તેમના ઘરે ફર્નિચરનું કામ ચાલતું હતું ત્યારે સોનાદર્શન સોસાયટીમાં આવેલા મારા પપ્પાના મકાનમાં રહેવા માટે ગયા હતા. એક દિવસ હું નોકરી પર હતો અને મારા ભાઈનો ફોન આવ્યો કે ભૂમિકા 108 એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલમાં ગઈ છે અને એવો આક્ષેપ કર્યો કે મારા ભાઈએ એની સાથે મારઝૂડ કરી હતી. આ સમયે હોસ્પિટલમાં મારી ભાભીની ફેમિલીના સભ્યો એવા પી.કે. ઠાકુર, બલરાજ સિંહ અને ચિરાગ હાજર હતા. તેમણે પોલીસમાં મારા ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બીજા દિવસે સવારે મે મહિનામાં મેં જ જામીન કરાવ્યા અને ત્યાર પછી મારી ભાભી એના મમ્મીના ઘરે ગોકુલધામ જતી રહી. જ્યારે મારાભાઈ કંવલજીતસિંગ વલસાડની શિવધારા સોસાયટીમાં આવેલા મારા ઘરે આવી ગયા. પરંતુ મારા ભાઈને તેના બાળકો વિના ગમતું નહોતું તે સતત મારા બાળકો...મારા બાળકો...કરતો રહેતો હતો.’

ભૂમિકા અને મૃતક કંવલજિતસિંગ.
ભૂમિકા અને મૃતક કંવલજિતસિંગ.

સુનિલ વર્મા સાથે વાત ન કરવા માટે કરાર કર્યા હતા
‘મારા ભાઈ તેની પત્નીને પાછા લાવવા સતત પ્રયત્ન કરતો હતો. જૂન મહિનામાં અમદાવાથી મારા ફૂવાને બોલાવ્યા અને છોકરીના ઘરે ગોકુલધામ સોસાયટીમાં બેઠક રાખી હતી અને અમે નમતું જોખ્યું હતું. તેમજ સામસામે એગ્રીમેન્ટ બનાવ્યું કે, ભાભી કોઈપણ ભોગે સુનિલ વર્મા સાથે ફોન પર વાત કરશે નહીં અને ત્યાર બાદ સમાધાન થતા મારા ભાઈ અને એની વાઈફ ઝુઝવા પાછા એમના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા.’

‘મારી ભાભી ઓગસ્ટમાં બે વાર છોકરા સાથે વાત કરતા કરતા પકડાઈ’
‘મારી ભાભી ઓગસ્ટ મહિનામાં બે વાર છોકરા સાથે ફોન પર વાત કરતા કરતા પકડાઈ અને તેના કાકા-કાકીને બોલાવ્યા. છોકરીઓને ખખડાવીને કહ્યું કે અમે તને બોલાવીશું નહીં તેમ કરીને સમાધાન કરાવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં મારા ભાઈ અને ભાભી માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા. તે દરમિયાન મારા ભાઈ બેંકની પરીક્ષાના કામથી 15 મિનિટ બહાર ગયા હતા, ત્યારે ભૂમિકાએ સુનિલ વર્મા સાથે વાતચીત કરી.એગ્રીમેન્ટમાં લખ્યું હતું તો પણ વાત ચાલુ હતી ત્યારે એમના ભાઈએ જોયું કે વાત કરે છે, ત્યાર બાદ મારી ભાભીના પરિવારજનોએ સામાધાન કર્યું હતું.’

ડાબેથી મૃતક કંવલજિતસિંગ અને તેનો ભાઈ અમરજિતસિંગ.
ડાબેથી મૃતક કંવલજિતસિંગ અને તેનો ભાઈ અમરજિતસિંગ.

‘મારી વાઇફને ડિલવરી આવી ને ભાભી સામાન પેક કરી નીકળી ગઈ’
મૃતકના ભાઈ અમરજિત સિંગે આગળ જણાવ્યું કે, 23 નવેમ્બરે હું મિટિંગમાં હતો, મારી વાઇફને ડિલવરી થઈ, આ સમયે મારા મમ્મી-પપ્પા અમદાવાદ ખાતે લગ્નમાં ગયા હતા. જેથી મેં મારા ભાઈને કોલ કર્યો કે મારી વાઇફને પેઇન થાય છે, તું પહોંચ અને હોસ્પિટલ લઇ ગયા બીજી બાજુ મારા ભાઈની વાઈફ તેનો સમાન પેક કરીને ઘરે નીકળી ગઈ એના પિયર જતી રહી, અમે મારા ભાઈને સમજાવ્યો કે તારે ડિવોર્સ લઇ લેવા જોઇએ. પરંતુ એ માન્યો નહીં અને ડિસેમ્બરમાં મારા ભાભીને પાછા લાવવા માટે વલસાડની ખોડિયાર હોટલમાં મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં મારા ફુવા, મારા ભાઈ અને છોકરીના કાકા તથા માસા હાજર હતા. મારા ભાભીના ફેમિલિના લોકોએ કહ્યું કે આ તો દરરોજ ત્રાસ આપે છે. જ્યારે છોકરીના કાકાએ કહ્યું કે, અમારા પરિવારજનો પાસેથી 15 લાખ લીધા છે એનો હિસાબ કરો, ત્યાર બાદ ઝઘડો થયો એ લોકોએ કહ્યું કે ત્રણ ચાર મહિના રાહ જુઓ કંઈક ઉપાય કરીએ. મારા ફુવા અમારા ઘરે શિવધારામાં આવી ગયા અને અમે પણ મારા ભાભીના ઘરે કહી દીધું કે મારા પપ્પા અને હું જ ફોનમાં સમાધાન બાબતે વાત કરીશું પછી કોઈ દિવસ મારા પર કે મારા ભાઈ પર ફોન આવ્યો નથી.

‘મેરેજ એનવર્સરી અને વેલેન્ટાઈન ડે પર સોનાની રિંગ ગિફ્ટ કરી’
‘નવેમ્બર મહિનાથી જ મારા ભાભી એના માતા-પિતાને ત્યાં જતા રહ્યા હતા. મારો ભાઈ તેની પત્નીને પાછી લાવવા માટે રોજ પ્રયાસ કરતો હતો. 28 જાન્યુઆરીના રોજ તેમની મેરેજ એનિવર્સરી હતી. જેથી મારી ભાભીને લઈને સેલિબ્રેશન કર્યું અને ભાભીને સોનાની રિંગ પણ ગિફ્ટમાં આપી હતી. તેમના પ્રયત્નો ચાલુ હતા અને રોજ પ્રયાસ કરતો હતો કે આવી જાય પરંતુ તે તડપાવતી હતી.14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે નિમિત્તે ભૂમિકાના ઘરે જઈને મરાભાઈએ વેલેન્ટાઈન ડે ઉજવ્યો હતો અને રિંગ ગિફ્ટમાં આપી હતી. આ રીતે મારા ભાઈએ તેને પાછી લાવવા ખૂબ પ્રયાસો કર્યા હતા.’

ભૂમિકા અને મૃતક કંવલજિતસિંગ.
ભૂમિકા અને મૃતક કંવલજિતસિંગ.

‘સુનિલ વર્માને સજા થશે તો જ મારા ભાઈની આત્માને સંતોષ મળશે’
પોલીસ દ્વારા ફરિયાદ ન લેવા અંગે મૃતકના ભાઈ અમરજિત સિંગે કહ્યું કે, મેં ઓડીયો ક્લિપ તેમજ ચેટિંગના પુરાવા પોલીસને આપ્યા છે. પરંતુ પોલીસ અમને ન્યાય મળે એવી માંગ છે. ભૂમિકા તેમજ સુનિલ વર્માને સજા થશે તો જ મારા ભાઈની આત્માને સંતોષ મળશે.

અત્યાર સુધીની તપાસમાં આ દુષ્પ્રેરણાનો મામલો હોય એવું લાગતું નથીઃ SP
દિવ્ય ભાસ્કરે આ મામલે વલસાડના ઇન્ચાર્જ SP વિજયસિંહ ગુર્જર જણાવ્યું કે, આ મામલે 306ની ફરિયાદ દાખલ કરવા માટે જરૂરી પૂરાવા જરૂરી છે. જરૂરી પૂરાવા મળ્યા પછી ફરિયાદ દાખલ કરવામાં આવશે. અત્યાર સુધીની તપાસમાં અમને આ દુષ્પ્રેરણાનો મામલો હોય એવું લાગતું નથી. આ સમગ્ર બનાવની તપાસ DySP કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. આત્મહત્યા પહેલાનો વીડિયો વાઇરલ થયો હતો તે મારા ધ્યાનમાં છે.

કોઈ પુરાવા મળશે તો અમે ફરિયાદ દાખલ કરીશું: PSI
જ્યારે વલસાડ રૂરલના PSI જે. જે. ડાભીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોવાથી હું વધારે માહિતી નહીં આપી શકું. લાગતા વળગતા સાહેદોના નિવેદન લેવામાં આવ્યા છે. મૃતકના મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યા છે. મૃતકના પિતાએ કહ્યું કે મરતા પહેલા વીડિયો બનાવ્યો હતો, જે વિડિયો રિકવરી માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. ભવિષ્યમાં કોઈ પુરાવા મળશે તો અમે ફરિયાદ દાખલ કરીશું.મોબાઇલમાંથી કંઈ મળી આવશે તો અમે ચોક્કસ આગળ કાર્યવાહી કરીશું.

મૃતકની પત્નીનું નિવેદન લેવું એ તપાસનો વિષય છેઃ PSI
દિવ્ય ભાસ્કરે PSI જે. જે. ડાભીને પૂછ્યું કે મૃતકની પત્નીનું નિવેદન લીધું છે? જેના જવાબમાં જે. જે. ડાભીએ કહ્યું કે એ તપાસનો વિષય છે.

ગળાફાંસો ખાધેલી હાલતમાં કંવલજિતસિંગ.
ગળાફાંસો ખાધેલી હાલતમાં કંવલજિતસિંગ.

આત્મહત્યા કરતા પહેલા વીડિયોમાં શું કહ્યું હતું?
આત્મહત્યા પહેલા કંવલજિતસિંગે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે પોતાની પત્ની પર બેવફાઈનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભૂમિકા ઠાકુર મારી વાઈફ છે. જેનું છેલ્લા અઢી વર્ષથી સુનિલ વર્મા સાથે અફેર છે. મેં એને બહુવાર રંગેહાથ પકડી છે. જે મારા મોબાઈલમાં ફાઇલ મેનેજરમાં સેવ ફાઈલમાં એના પ્રૂફ છે. થોડા પ્રૂફ ડ્રાઇવમાં પણ છે, મેં તેને બહુવાર ચાન્સ આપ્યા પણ એ ના સમજી. ગેર મર્દ માટે મારા છોકરાઓ અને મને છોડી દીધો. જોકે હું સમજાવવા ગયો તો એણે મને કીધું મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવા તું ક્યાંક જઈને મરી જા. તો સ્વીટુ હું તારી લાઈફમાંથી જઈ રહ્યો છું, ધ્યાન રાખજે મારા જેવો ચાહવા વાળો તને નહીં મળે. મારા છોકરાઓનું ધ્યાન રાખજે. દરેક વ્યક્તિ તને યુઝ કરવામાં માગશે મેં તને ભગવાનની જેમ પૂજી, ભગવાનની જેમ તારા નાના નાના શોખ પૂરા કરવાની કોશિશ કરી. આ ઘર લીધું એનો ઇન્સ્યોરન્સ છે. હું આ વીડિયો એટલા માટે બનાવી રહ્યો છું, મેં સાચો પ્યાર કર્યો મારી પત્નીનું અફેર હોવા છતાં હું એને નફરત નથી કરી શકતો. હું એની સામે ઝુકતો હતો એને લાવવા માટે એ કોઈ દિવસ ના ઝૂકી અને કહેતી કે મરી જા મને તારાથી નફરત છે મારા મોતની જીમ્મેદાર ભૂમિકા ઠાકુર. આ શબ્દો છે ઓઢણીથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરનારા વલસાડ તાલુકાના જૂજવા ગામે‎ રહેતા અને વાપીના ચલા સ્થિત કોટક‎ મહેન્દ્ર બેંકના બ્રાન્ચ હેડ (મેનેજર) કંવલજીત સિંગના.

અન્ય સમાચારો પણ છે...