કરિયર ફંડાપૈસાની અછતના કારણે પરીક્ષાની તૈયારી છોડશો નહીં:જાણો આર્થિક તંગીને દૂર કરવાના નવ રસ્તા

24 દિવસ પહેલા

બિદ્યા ધન ઉધમ બિના કહૌ જુ પાવૈ કૌન|
બિના ડુલાએ ના મિલે જ્યોં પંખા કી પૌન||
~ વૃન્દ

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

કવિ વૃંદા કહે છે કે પરિશ્રમ વિના કોઈને જ્ઞાન અને ધન પ્રાપ્ત થતું નથી. અર્થાત્ જ્ઞાન અને ઐશ્વર્ય માત્ર પરિશ્રમથી જ મળી શકે છે, પરિશ્રમ વિના નહીં. જેમ કે પંખાને ચાલુ ક્યા વિના હવાનો આનંદ મેળવી શકાતો નથી.

આજે હું એક સળગતી સમસ્યા વિશે વાત કરીશ - સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પૈસાની સમસ્યા. આ લાખો પરિવારોને સામનો કરવો પડે છે, પરંતુ આનો ઉકેલ છે, જે તમારે સમજવું જોઈએ.

પૈસાની વાસ્તવિકતા

1. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને આ ઉદાહરણ આપું છું, માની લો કે તમે 15 ફૂટ x 15 ફૂટના રૂમને છતથી જમીન સુધી નોટોથી ભરી દો, માત્ર હલનચલન અને સૂવા માટે જગ્યા છોડી દઉ, તો તમે કેટલાં દિવસ જીવી શકશો?

2. મુશ્કેલથી 15/20 દિવસ અથવા થોડો વધુ (હા તમારા માટે પીવા માટે પાણી પણ નથી)

3. હવે વિચારો કે તમને એક જ રૂમમાં નાનું રસોડું બનાવી દઉ (સમય સમય પર રાશન પૂરું પાડવામાં આવે છે), એક શૌચાલય, સૂવા માટે બેડ, પીવા અને ઉપયોગ માટે પાણીનું કનેક્શન, ટીવી અને મોબાઇલ ફોન હોય તો તે રૂમમાં આખું જીવન પસાર કરો. અને આ બધું એકત્ર કરવા માટે તમારે એટલા પૈસા (એક રૂમ ભરેલા) ની પણ જરૂર નથી!

4. પૈસાની વાસ્તવિકતા આટલી જ છે કે જ્યાં સુધી તે તમને વાસ્તવિક મૂલ્ય ધરાવતા સંસાધનો પ્રદાન કરવામાં મદદ કરે ત્યાં સુધી તે મહત્વનું છે.

આવો જાણીએ કે કઈ રીતે પૈસાની કમી હોવા છતાં સારી રીચે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય છે.

સામાન્ય રીતે: તમારા હોમટાઉનથી નાણાકીય સમસ્યાઓ હોવા છતાં પરીક્ષાની તૈયારી

પોતાના પરિવારમાં રહીને તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી, તેથી આ લેખમાં હું તેમના શહેરની બહારના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સૂચનો આપી રહ્યો છું.

આ મુદ્દાના બે પાસાં છે (1) પૈસા બચાવવા અને (2) જરૂરી પૈસાની વ્યવસ્થા કરવી.

1) પૈસા બચાવવાના- ચાર રસ્તા

A. ખરાબ અને બિનજરૂરી આદતો ટાળો- તમે સારી રીતે જાણો છો કે એક સિગારેટ કે પાન મસાલા મોંઘા છે, અને જો તમે ઈચ્છો તો તમે 'બે સિગારેટ કે ગુટખા'ના પૈસાથી રોજની જરૂરિયાત (લગભગ 250 ml દૂધ) લઈ શકો છો. હું દારૂ વિશે વાત કરીશ નહીં, કારણ કે તે સૌથી મોંઘી આદત છે. તમામ પ્રકારની લક્ઝરીનો ત્યાગ કરો.

B. તમે કરી શકો એટલું કામ જાતે કરો- પૈસા બચાવવાનો એક સારો રસ્તો એ છે કે તમે જેટલી વસ્તુઓ કરી શકો તે જાતે જ કરો. આ કામોમાં રૂમની સફાઈ, કપડાંની ઇસ્ત્રી અને રસોઈ બનાવવાનો સમાવેશ થાય છે.

C. કુકિંગ સ્કિલ શીખો- જો તમે પરિવાર સાથે ન હોવ અને બીજા શહેરમાંથી કોચિંગ કરી રહ્યાં હોવ તો પોતાના માટે ભોજન બનાવવું ફાયદા છે. ઘણીવાર બહારનું ખાવાનું સ્વાસ્થ્ય માટે પૈસા કરતાં મોંઘુ હોય છે. રોટલી બનાવવી એ એક અઘરું અને પ્રેક્ટિસનું કામ છે પણ તેના બદલે આવી ઘણી બધી વાનગીઓ છે જે ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છે જેમ કે કોઈપણ શાક, દાળ-ભાત, ખીચડી, ઉપમા, પોહા વગેરે!

D.ઓછામાં ઓછું કમ્યુટેશન- કમ્યુટેશન એટલે એક જ શહેરમાં રોજેરોજ અથવા દિવસમાં ઘણી વખત એક જગ્યાએથી બીજા સ્થળે જવું, તેને ઓછું રાખો. તે પૈસા અને સમયનો બગાડ કરે છે, તેથી તમારા કોચિંગ અથવા કાર્યસ્થળથી 'વોકિંગ ડિસ્ટન્સ' પર જ રૂમની વ્યવસ્થા કરો.

E. આ સિવાય સમાજના કામમાં વધું પૈસા ખર્ચ થાય છે- થોડા દિવસો માટે એકાંત, વનવાસ લેવો, વાળ ખૂબ ટૂંકા કરાવો અને પછી તે ખૂબ લાંબા થાય ત્યાં સુધી તેને વધવા દેવા અને રૂમ શેરિંગ કરો.

2) જરૂરી પૈસાની વ્યવસ્થા કરવી- કોચિંગ/કોલેજની ફી, પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને રોજિંદી જરૂરિયાતો માટે મિનીમમ પૈસાની જરૂર હોય છે.

A. સગા સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉધાર- જીવનના આ તબક્કે, પૈસાની વ્યવસ્થા કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે, કારણ કે ત્યાં કોઈ વ્યાજ ચૂકવવાનું નથી અને તમે તમારી અનુકૂળતા મુજબ પૈસા પાછા આપી શકો છો. જો તમે સખત મહેનત કરતા હોય તેવું લાગતું હોય, તો મદદ કરનાર લોકો કોઈ પણ નાની રકમ પાછી માંગશે નહીં, પરંતુ સંપૂર્ણ ચૂકવણી કરવાની જવાબદારી તમારી છે.

B. જાતે ભણાવીને- ફક્ત તે જ વિષયો શીખવો, જે તમે અભ્યાસ કરી રહ્યાં છો. આનો એક ફાયદો એ છે કે એક જ વસ્તુ શીખવવાથી તમારું રિવિઝન ચાલુ રહેશે અને બીજાને સમજાવવાથી વૈચારિક સ્પષ્ટતા પણ આવે છે. વાસ્તવમાં તમે કોઈપણ કાર્ય કરી શકો છો જે તમને તમારા ધ્યેયથી દૂર ન લઈ જાય, જેમ કે તમે કોઈ મેગેઝિન અથવા વેબસાઈટ વગેરે માટે તમારા વિષય સાથે સંબંધિત આર્ટિકલ લખી શકો છો.

C.સામાજિક ટ્રસ્ટ અને એનજીઓ- દરેક સમાજ જેમ કે ગુજરાતી સમાજ, પંજાબી સમાજમાં આવા ટ્રસ્ટ છે જે અભ્યાસમાં મદદ કરે છે. મારો એક ઓળખીતો છે જેણે નાણાકીય સમસ્યાઓના કારણે પોતાના ભત્રીજાઓનો સમગ્ર એન્જિનીયરિંગનો ખર્ચ આવા ટ્રસ્ટ દ્વારા ઉઠાવ્યો હતો.એનજીઓનો સંપર્ક કરી શકાય છે. એકવાર તમે સક્ષમ બન્યા પછી, તમે સમાજ પાસેથી જે લીધું છે તે પાછું આપવાનું ભૂલશો નહીં.

D. બેંક લોન- જો શક્ય હોય તો છેલ્લો રસ્તો બેંક લોન હોઈ શકે છે. જો કે આ તબક્કે તમારા ક્રિડેંશિયલ્સ પર આ હોવું મુશ્કેલ છે પરંતુ તમારા માતા-પિતા વગેરેના નામ પર અથવા તેમની સાથે મળીને લઈ શકાય છે.

જો તમારામાં જુસ્સો હોય તો રસ્તો સાફ છે. જેથી રોવા ધોવાનું ફિલ્મ નિર્માતાઓ માટે છોડી દો, અને દરેક સૂચનને ધ્યાનમાં લીધા પછી તમારી યોજના બનાવો. તમારું ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે.

આજનું કરિયર ફન્ડા છે કે ઘણી વખત આપણે પૈસાના અભાવને કારણે હાર માની લઈએ છીએ, તો તે ખૂબ જ ખોટું છે, અને આપણે દરેક શક્ય માર્ગ અપનાવવો જોઈએ અને તેમાંથી બહાર નીકળવું જોઈએ.

કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...