તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Tear Of The Ticket Proved To Be A Turning Point For The Movement, We Are Now Ready For The Heat; We Will Stay In The Rain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન કોર કમિટીના મેમ્બર કક્કાજીનો ઇન્ટરવ્યુ:ટિકૈતનાં આંસુ આંદોલન માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયાં, ગરમી માટે અમે અત્યારથી તૈયાર; વરસાદમાં પણ રહીશું

ભોપાલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંચ સપ્ટેમ્બરે હું મારા ખેતરમાં હતો ત્યારે દિલ્હીથી એક પત્રકારનો ફોન આવ્યો હતો. તેમણે પૂછ્યું કે કક્કાજી, શું તમે સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદાને જોયા છે. મેં કહ્યું, હાલ તો જોઈ શક્યો નથી. પછી મેં કાયદાઓ વિશે માહિતી મેળવી. 20 દિવસ મને ત્રણ કાયદાને સમજતા લાગ્યા. પછી અમે નિર્ણય લીધો કે કાળા કાયદાઓનો વિરોધ કરવામાં આવે, કારણ કે એ ખેડૂતવિરોધી છે.

આ કહેવું છે મધ્યપ્રદેશના મોટા ખેડૂતનેતા શિવકુમાર શર્મા(કક્કાજી)નું. ભાસ્કર સાથે વાત કરતાં તેઓ બોલ્યા, અમારી કોર કમિટીમાં સાત સભ્ય છે, જેમને આ પ્રકારના આંદોલનો ચલાવવાનો વર્ષોનો અનુભવ છે. મોટા ભાગે સરકાર જે કહે છે એનાથી ઊંધું કરે છે. હાલ પણ કઈ રહી છે કે કાયદો પરત નહિ લેવાય. જોકે જ્યાં સુધી કાયદો પરત નહિ લેવામાં આવે ત્યાં સુધી અમે પણ જમીન છોડીશું નહિ. ગરમી માટે અત્યારથી તૈયારીઓ થઈ ચૂકી છે. વરસાદમાં પણ અહીં જ રહીશું. જ્યાં સુધી કાયદાઓ પરત લેવામાં આવશે નહિ ત્યાં સુધી આંદોલન પણ સમાપ્ત થશે નહિ. વાંચો ઈન્ટરવ્યુના અંશ...

સરકારે કાયદો પરત લેવાનો ઈનકાર કર્યો છે, તમે લોકો આંદોલન રોકી રહ્યા નથી; હવે આગળની રણનીતિ શું છે ?
સરકાર પર દબાણ બનાવવાની એકમાત્ર રીતે આંદોલન જ છે. અમે આંદોલનના આગામી કાર્યક્રમ બહાર પાડ્યા છે. 207 ખેડૂતની શહીદી પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે અને બીજા પણ કેટલાક કાર્યક્રમ થવાના છે. અમારું આંદોલન હવે બે ગણી ગતિથી ચાલશે.

તમારી આંદોલનમાં શું ભૂમિકા છે, કેટલાક સિલેક્ટેડ લોકો દ્વારા આંદોલનને હાઈજેક કરવાની કોશિશ કરાઈ રહી છે?
આ સમગ્ર આંદોલન સંયુક્ત ખેડૂત મોરચાના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. એમાં રાજકીય અને બિન-રાજકીય બંને વિચારધારાના લોકો સામેલ છે. મોરચાની કોર કમિટીમાં સાત સભ્ય છે, જેમાં એક હું પણ છું. આ કમિટી જ તમામ નિર્ણય લે છે. આંદોલનને હાઈજેક કોઈ ન કરી શકે. જે પણ નિર્ણય લેવામાં આવશે એ કોર કમિટી દ્વારા લેવામાં આવશે.

તમે RSS સાથે જોડાઈ રહ્યા છો, શું આ આંદોલન પણ RSS દ્વારા કરવામાં આવનારા કાર્યક્રમોની દિશા પર કરવામાં આવી રહ્યું છે?
હું થોડા સમય માટે ભારતીય કિસાન સંઘ સાથે જરૂર જોડાયો હતો, જોકે મારો RSS સાથે કોઈ સીધો સંબંધ નથી. હા, હું એની કાર્યપ્રણાલીથી વાકેફ જરૂર છું. સમગ્ર દેશનાં 540 ખેડૂત સંગઠનોને ઓર્ગેનાઈઝ્ડ કરવાનો અમારી સામે પડકાર હતો. જોકે કોર કમિટીના સભ્યોને આ પ્રકારનાં આંદોલનોને ચલાવવાનો વર્ષોનો અનુભવ છે. આ કારણે બધું વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે.

પછી 26 જાન્યુઆરીએ હિંસા શા માટે થઈ, ઉપદ્રવ શા માટે થયો?
મેં એને લઈને સાર્વજનિક રીતે કહ્યું હતું કે જે થયું એ ખોટું થયું અને અમારે એની જવાબદારી લેવી પડશે. જોકે કોઈપણ જુઠ્ઠું વધુ દિવસો સુધી ચાલતું નથી. મીડિયાએ કેટલાક દિવસો સુધી સમાચારો ચલાવ્યા. ખાલિસ્તાન સાથે પણ આંદોલનને જોડવામાં આવ્યું, જોકે હવે બધું સમાપ્ત થઈ ચૂક્યું છે, કારણ કે દેશ સત્ય જાણી ચૂક્યો છે.

શું રાકેશ ટિકૈતનું રોવાનું આંદોલનનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું?
26 જાન્યુઆરીની હિંસા પછી ખેડૂત આંદોલનને ઝટકો લાગ્યો હતો. રાકેશ ટિકૈતનાં આંસુ જોઈને હરિયાણાના ખેડૂત પણ જાગ્યા, જેઓ પહેલા મજબૂતાઈથી આગળ આવી રહ્યા ન હતા. તેમનાં આંસુઓથી આંદોલનને મજબૂતી મળી છે.

એવું શા માટે થઈ રહ્યું કે આંદોલનમાં માત્ર પંજાબ-હરિયાણાના ખેડૂત જ જોવા મળી રહ્યા છે?
દિલ્હી સાથે હરિયાણા જોડાયેલું છે. પંજાબ માત્ર 200 કિમી દૂર છે. તેઓ સવારે જઈને રાતે ઘરે પરત આવી જાય છે. જોકે બાકીના હિસ્સાના ખેડૂતો વારંવાર દિલ્હી નહિ આવી શકે. આ કારણે પંજાબ-હરિયાણના ખેડૂતો જ વધુ જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં 6થી 7 લાખ ખેડૂત અલગ-અલગ જગ્યાએ આંદોલન કરી રહ્યા છે. દિલ્હીમાં મ.પ્રના 800-900 ખેડૂત રોજ હોય છે. એક દિવસમાં 50 જાય છે તો 40 આવે પણ છે.

હોશંગાબાદ, પિપરિયામાં તમારી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યાં ?
આમ કરનાર ત્રણ-ચાર લોકો હતા, જે સરકાર સાથે જોડાયેલા છે. એના જવાબમાં અમારા સંગઠને હોશંગાબાદમાં મોટી રેલી કાઢી હતી. હું છેલ્લા 78 દિવસમાં માત્ર બે દિવસ માટે જ ઘરે ગયો છું, એ પણ જ્યારે પરિવારમાં ડેથ થયું હતું ત્યારે. મેં વર્ષોથી ખેડૂતો માટે ઈમાનદારીથી આંદોલન કર્યું છે. ક્યારેય સમાધાન કર્યું નથી. આંદોલન કરવાનો 50 વર્ષનો અનુભવ છે, એ આગળ પણ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો