તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આખી દુનિયા ઈશ્વરનું સર્જન છે. માત્ર માનવી જ નહિ, જગતનાં તમામ પશુ-પંખીઓને જીવવાનો સમાન અધિકાર છે. જીવદયા એ જ સાચી માનવતા હોવાનું માનતા કેશોદના સોના-ચાંદીના વેપારીએ સેવાની અનોખી ધૂણી ધખાવી છે. છેલ્લાં 20 વર્ષથી અબોલ પશુ-પક્ષીઓ ભૂખ્યાં ન રહે એ માટેની ખેવના કરે છે. રોજના 2 કલાકનો સમય ફાળવી 5 કિલોમીટર ચાલીને પશુ-પક્ષીઓને ખોરાક આપવાનું કામ કરે છે. તેમણે આ કાર્ય માટે અત્યારસુધીમાં કોઈની પાસે પૈસા માટે લાંબો હાથ કર્યો નથી. છેલ્લા બે દાયકામાં અનિલભાઈ ખેરાએ પોતાના ખિસ્સામાંથી પશુ-પક્ષીના ખોરાક માટે 50થી 60 લાખ રૂપિયા વાપર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ સેવાયજ્ઞ હું જીવીશ ત્યાં સુધી મારા ખર્ચે જ ચાલુ રાખીશ.
વૃક્ષો પર મકાઈ લટકાવે
અનિલભાઈએ જણાવ્યું હતું કે હું રોજ બે કલાકનો સમય કાઢી મારા નિત્યક્રમ મુજબ પાંચ કિલોમીટર ફરું છું. પશુ-પક્ષીઓના ખોરાક માટે નિયત કરેલાં સ્થળો પર જાવ છું. કેશોદના રેલવે સ્ટેશન, ભારત મિલ, ચાર ચોક શંકર મંદિર, પોલીસ ક્વાર્ટર, સરકારી દવાખાનું, સરકારી ગેસ્ટ હાઉસ, પીડબ્લ્યુડી, ચાંદીગઢના પાટિયા જેવાં જુદાં-જુદાં સ્થળો પર આવેલાં વૃક્ષો પર મકાઈના ડોડા લટકાવી દઉં છું. બાદમાં ખીસકોલી સહિત પક્ષીઓ એ ખાય જાય છે.
પક્ષી-ખીસકોલીને બચાવવા મકાઈ લટકાવે છે
અનિલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પક્ષીઓને નીચે જમીન પર ચણ નાખીએ તો કૂતરા કે બિલાડાઓ એનો શિકાર કરી જાય છે, આથી મને વિચાર આવ્યો કે મકાઈના ડોડાને વૃક્ષો પર જ લટકાવી દેવામાં આવે તો પોપટ, કબૂતર, ખીસકોલી શિકારના ડર વગર આરામથી ખોરાક લઇ શકે. આથી હું જમીન પર ચણ નાખવાને બદલે મકાઈના ડોડા વૃક્ષો પર જ લટકાવી દઉં છું.
કીડિયારું પણ પૂરે છે
અનિલભાઈ પક્ષીઓ મકાઈના ડોડામાંથી દાણા ચણી જાય પછી વધેલા ડોડાને બીજા દિવસે આવી એકત્ર કરે છે. બાદમાં આ ડોડાને રસ્તામાં રઝળતી ગાયોને આપી દે છે, આથી મકાઈના એક ડોડામાંથી પક્ષીઓ અને ગાયોનું ભેટ ભરાય છે તેમજ ઘરેથી લોટ સાથે નીકળી રસ્તામાં કીડિયારું પણ પૂરતા જાય છે. આ સિવાય કૂતરા અને બિલાડાઓને ગાંઠિયા અને બિસ્કિટ પણ ખવડાવે છે.
રસ્તા પર રખડતા લોકોને ભોજન પૂરું પાડે છે
અનિલભાઈ પશુ-પક્ષીઓને ખોરાક આપવા નીકળે ત્યારે રસ્તામાં રખડતા લોકોને પણ નાસ્તો કરાવે છે તેમજ શિયાળાની ઋતુમાં આ લોકોને ઓઢવા માટે ચાદરની પણ વ્યવસ્થા કરી આપે છે. અનિલભાઈએ આ સેવાને 20 વર્ષથી ચાલુ રાખી છે, જેમાં તેઓ રોજ 800થી 1000 સુધીનો ખર્ચ કરે છે. અત્યારસુધીમાં તેમણે પશુ-પક્ષીઓના ખોરાક પાછળ 50થી 60 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે.
રોજ સવારે પશુ-પક્ષીઓ અનિલભાઈની રાહ જુએ છે
અનિલભાઇએ જણાવ્યું હતું કે દરરોજના નિત્યક્રમ મુજબ અબોલ પશુ, પક્ષી રોજ સવારે પોતાની રાહ જુએ છે. મને આવતા જોઇને પશુ-પક્ષીઓમાં પણ હરખની હેલી છવાય તેવો માહોલ ઊભો થાય છે. આ દૃશ્યો જોઇને મારું મન પ્રફુલ્લિત થાય છે. હું રોજ પક્ષીઓ માટે ચણ અને પશુઓ માટે લીલા ચારાના જથ્થાની વ્યવસ્થા રાખું છું. આ કામમાં મારી પત્ની, પુત્ર ભાર્ગવ અને પુત્રવધૂ પણ મદદ કરે છે. અમારામાંથી કોઇ બહાર ગયું હોય તો પરિવારનો કોઇ એક સભ્ય પશુ-પક્ષીઓને ખોરાક પહોંચાડે છે.
આ પણ વાંચોઃ-લગ્નના છ મહિના બાદ ગર્ભવતી થયાં અને રિપોર્ટ HIV+ આવ્યો
ખેતર ભાડે રાખી ચારા માટે ગાજર, જુવાર અને મકાઇ વાવે છે
અમારી મૂડી કે મિલકત કરતાં અબોલ જીવોના ખોરાક માટે વધુ ચિંતિત અનિલભાઈએ જણાવ્યું હતું કે રસ્તા પર રઝળતા ઢોર માટે ક્યારેક તો ખેતર ભાડે રાખું છું. આ ખેતરમાં ગાજર, જુવાર કે મકાઈ વાવી ગાયોને ખવડાવીએ છીએ. જો ચારાની તાત્કાલિક જરૂર પડે તો ખેતરમાં ઊભા લીલા ચારાની સીધી ખરીદી કરી લઇએ છીએ. આ કામમાં અમારો સોની સમાજ તેમજ મિત્રમંડળ વધારોનો આર્થિક સહયોગ પણ આપે છે.
આ પણ વાંચોઃ-યુએસથી પરત આવીને ભારતમાં ફૂડ ટ્રક બિઝનેસ શરૂ કરનારા કપલની કહાની
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.