કરિયર ફંડાહોલિવૂડ મૂવી 'ધ ગ્રેટ એસ્કેપ'માંથી શીખો જીવનના 4 પાઠ:સૌથી ખરાબ સ્થિતિમાં પણ લડવાનું ચાલુ રાખો

23 દિવસ પહેલા

"ટેલેન્ડથી એક ગેમ જીતી શકાય છે, પરંતુ ટીમવર્ક અને બુદ્ધિથી ચેમ્પિયનશિપ જીતાય છે." - માઈકલ જોર્ડન

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

દ્વિતીય વિશ્વ યુદ્ધ, અને એક પ્રેરણાત્મક સ્ટોરી

બીજું વિશ્વ યુદ્ધ 1939થી 1945 સુધી મિત્ર દેશો (અમેરિકા, રશિયા અને ઈંગ્લેન્ડ) અને એક્સિસ પાવર્સ (જર્મની, જાપાન અને ઈટલી) વચ્ચે લડવામાં આવ્યું હતું.

આજે આપણે એક વાસ્તવિક ઘટના વિશે વાત કરીશું જેમાં તે સમયે સૌથી સુરક્ષિત જર્મન POW (યુદ્ધના કેદીઓ) શિબિરમાંથી મિત્ર દેશના યુદ્ધ કેદીઓ દ્વારા રોયલ એર ફોર્સ સ્ક્વોડ્રન લીડર બાર્ટલેટની આગેવાની હેઠળ લગભગ 250 યુદ્ધ કેદીઓને ભાગી જવાની યોજના બનાવાય છે. તેમાંથી 76 ભાગી જવામાં સફળ રહ્યા! આ ઘટના પર જોન સ્ટુજીસ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ ગ્રેટ એસ્કેપ' 1963માં રિલીઝ થઈ હતી.

તમે શું કરશો...
માની લો કે હું તમને કહું કે એક ખૂબ જ શક્તિશાળી શત્રુએ તમને કેદ કર્યા છે, અને ભાગી જવાના પ્રયાસમાં મોત મળી શકે છે. તો શું તમે "ગિવ અપ" કરશો, અથવા લડતા રહેશો? જો તમે આ ફિલ્મ જોશો તો તમને જીવનમાં એક નવો એંગલ મળશે. મેં આ મૂવીને પાંચ વખત જોઈ છે, અને દરેક વખતે મારામાં જોશ જોવા મળ્યો.

'ધ ગ્રેટ એસ્કેપ' મૂવીમાંથી આપણાં જીવન માટેનાં ચાર પાઠ

1) અવિરત પ્રયાસ, નિરાશાથી ભરેલા માહોલમાં પણ આશાને જોવી - ફિલ્મની શરૂઆતથી જ તમામ પાત્રોનો એટીટ્યૂડ ઈમ્પ્રેસિવ છે.

A. તેમની નૈતિકતા જોઈને એવું લાગતું નથી કે તેમની સાથે કંઈ ખોટું થયું છે અથવા તેઓ યુદ્ધ કેદીઓ તરીકે કેદ થયા છે.
B. ફિલ્મની શરૂઆત એક અથવા બે બંદી અલગ-અલગ જગ્યાએથી તેમના સ્તરેથી ભાગી જવાનો પ્રયાસ કરે છે, કેપ્ટન વર્જિલ હિલ્ટ્સનો પ્રયાસ પણ સામેલ હતો જેમાં એક એવું સ્થાન મળે છે જેના વિશે વિચારે છે કે જર્મન વૉચિંગ ટાવર્સથી બચી શકાય છે.
C. જો કે, વ્યક્તિગત પ્રયાસમાં અસફળ થાય છે, પરંતુ તમામ બંદીઓની ડિક્શનરીમાં હારની જગ્યા શીખ શબ્દ હતો.
D. જેમ કે મૂવી આગળ વધે છે તમામ કેદીઓ સાથોસાથ અને તેમના પ્રયાસ પણ આગળ વધે છે.

2) દુશ્મનની હિલચાલ પર નજર રાખવી અને દુશ્મનની ભૂલોનો લાભ લેવો - જર્મન કમાન્ડન્ટે યુદ્ધ કેદીઓમાંના એક વરિષ્ઠ અધિકારી કેપ્ટન રામસેને મળેલી બેઠકમાં જણાવ્યું કે જેલમાંથી ભાગવું અશક્ય છે અને આ તમામ કેદીઓના હિતમાં છે કે તેઓ શિસ્તમાં રહે.
A. સ્ક્વોડ્રન લીડર રોજર બાર્ટલેટને ખ્યાલ આવે છે કે તમામ મુશ્કેલીમાં મુકાયેલા કેદીઓને એક જગ્યાએ રાખીને જર્મનોએ જેલ તોડનારાઓની શ્રેષ્ઠ ટીમને એકસાથે લાવી છે.
B. આમ નકારાત્મક સ્થિતિને મૂળભૂત રીતે હકારાત્મક આંખોથી જોવી એ એક મોટી વાત છે.

3. ટીમવર્ક અને યોજના- બાર્ટલેટને મહેસૂસ થયા પછી જેલમાંથી ભાગી જવાની યોજનાઓની સૌથી અનુભવી ટીમ એક જગ્યાએ એકઠી થઈ છે તો તમામને કામ પર લગાવી દે છે.

A. કેટલાક, જેમ કે લેફ્ટિનેન્ટ "ટનલ કિંગ" ડેની વેલિન્સ્કી (ચાર્લ્સ બ્રોન્સન) ખોદકામ શરૂ કરે છે, જ્યારે લેફ્ટિનેન્ટ બોબ "સ્ક્રોઉંજર" હેન્ડલી (જેમ્સ ગાર્નર) 250 જેટલા કેદીઓના હિંમતભેર ભાગી જવા માટે જરૂરી સામગ્રી એકત્ર કરવાનું શરૂ કરે છે.
B. લેફ્ટિનેન્ટ કોલિન બેલીથ (ડોનાલ્ડ પ્લીઝેંસ) ફેક આઈડી પર કામ કરે છે જ્યારે ઓસ્ટ્રેલિયન સેડગવિક (જેમ્સ કોબર્ન) કેમ્પની આસપાસમાંથી સ્ક્રેપ મેટલમાંથી અદ્ભુત સાધનો બનાવે છે.
C. લેફ્ટિનેન્ટ એરિક એશ્લે-પીટ (ડેવિડ મેક્કલમ) ટનલમાંથી આવતી બધી ગંદકીથી છુટકારો મેળવવાનો માર્ગ શોધી કાઢે છે.
D. અન્ય પુરુષોને યુનિફોર્મ, નકલી આઈડી બનાવવા અને જર્મન ગાર્ડ્સ અને તેમની આદતોને જાણવા માટે નિયુક્ત કરવામાં આવે છે.

4. કોઈપણ નવા આઈડિયાને કરીને પરીક્ષણ કરો - શિસ્તના ભંગના કિસ્સામાં 'હિલ્ટ્સ' અને 'ઇવ્સ'ને થોડા અઠવાડિયા માટે એકલા રૂમમાં બંધ રાખવાની સજા આપવામાં આવે છે, ત્યાંથી બહાર નીકળ્યા પછી તેઓ અન્ય લોકોને મળે છે.

A. 'હિલ્ટ્સ' પાસે ટનલ ખોદવાની પોતાની યોજના છે, એક વિચાર જે એટલો સરળ છે કે તે કામ કરી શકે છે, અને તે રાત્રે તેને અજમાવવાનો ઇરાદો રાખે છે.
B. તેને શુભેચ્છા પાઠવતા, મુખ્ય ટીમને ખબર પડે છે કે હિલ્ટ્સ કદાચ સફળ નહીં થાય, પરંતુ તે ઓછામાં ઓછા જર્મનોને અન્ય પ્રયાસોથી વિચલિત કરશે.
C. હિલ્ટ્સ અને ઇવ્સ તે રાત્રે વાડની નીચે સુરંગ બનાવવાનું શરૂ કરે છે, પરંતુ તેઓ પકડાઈ જાય છે અને બીજા દિવસે સવારે તેમને ફરીથી એકાંત જેલમાં મોકલવામાં આવે છે.
D. બાર્ટલેટે 300 ફૂટથી વધુ લાંબી ત્રણ ટનલ ખોદવાનું આયોજન કર્યું હતું, જેથી જો કોઈ શોધવા આવે તો તેનો ઉપયોગ કરવા માટે અન્ય ટનલ હોય.
E.આમ આ ઘટનામાંથી પ્રોજેક્ટની નિષ્ફળતાનો ટ્રેક રેકોર્ડ હોવા છતાં, પ્રોજેક્ટ કરવાના પાઠ (જેલમાંથી ભાગવાના ઘણા પ્રયાસો અગાઉ નિષ્ફળ ગયા હતા) અને ટાઈમ મેનેજમેન્ટ વગેરે પણ શીખી શકાય છે.

મૂવી ખુબજ મોટિવેશનલ છે, તમે પણ અચૂક જુઓ, અને મોટિવેશન મેળવો!

આજના કરિયર ફન્ડા એ છે કે જીવન અને મોતની સ્થિતિમાં પણ પોઝિટિવ ઍટિટ્યૂડ, ટીમવર્ક, પ્લાનિંગ, ટાઈમ મેનેજમેન્ટથી કોઈપણ પ્રોજેક્ટમાં સફળતાની સંભાવના વધી જાય છે.

કરીને બતાવીશું !

અન્ય સમાચારો પણ છે...