ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, શ્રદ્ધાળુઓથી ઊભરાયું ધામ, હોટલોના રૂમ પણ ઓછા પડ્યા, માથું મૂકવા માટે શેડ પણ નથી

કેદારનાથ ધામ15 દિવસ પહેલાલેખક: પ્રેમપ્રતાપ સિંહ

કેદારનાથનાં દર્શનની રાહ શુક્રવારે ખત્મ થઈ જશે. આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન બાબા કેદારની પંચમુખી ડોલી આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા છે. આ કારણે ત્યાંની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો સંપૂર્ણ રીતે પેક થઈ ગયો છે. કેદારનાથ ધામમાં હોટલોના રૂમ ઓછા પડી રહ્યાં છે. એક-એક રૂમનું રેન્ટ 10થી 12 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રાત પસાર કરવા માટે ટેન્ટ પણ મળી રહ્યાં નથી. માથુ ઢાકવા માટે શેડ પણ નથી અને લોકો ભારે ઠંડીમાં ખુલ્લા આકાશની નીચે રાત વીતાવવા મજબુર છે. ખાવા-પીવાની પણ મોટા પ્રમાણમાં તકલીફ છે.

ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીનો રસ્તો ભક્તોથી ભરેલો જોવા મળી રહ્યો છે.
ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીનો રસ્તો ભક્તોથી ભરેલો જોવા મળી રહ્યો છે.

ચારધામની પ્રથમ બે કડીઓમાં અમે તમને જણાવ્યું કે યાત્રાની તૈયારીઓ કઈ રીતે કરવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, બીજી કડીમાં અમે તમને ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખોલવાનું લાઈવ કવરેજ બતાવ્યું. ત્રીજી કડીમાં આવો અમે તમને કેદારનાથ ધામ તરફ લઈ જઈએ....

શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા ગાડીઓને સોનપ્રયાગથી આગળ જવા દેવામાં આવતા નથી. સોનપ્રયાગથી 5 કિલોમીટર દુર ગૌરીકુંડ સુધી નાના વાહનોમાં જ મુસાફરી કરવાની પરવાનગી છે.

બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે
કોરોનાકાળના બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામના કપાટ આમ શ્રદ્ધાંળુઓ માટે ખુલી રહ્યાં છે. તેને લઈને સ્થાનિક લોકોમાં ઘણો જ ઉત્સાહ છે. જોકે મોનસૂન સિઝનમાં ખરાબ થયેલા રોડને યાત્રા પહેલા રીપેર કરી શકાયા નથી. તેનું કામ અલગ-અલગ જગ્યાએ ચાલી રહ્યું છે.

સોનપ્રયાગ સુધી આપણને જગ્યા-જગ્યાએ કામ થતુ દેખાયું છે. લેન્ડસ્લાઈડના કારણે બનેલા ડેન્જર ઝોનને પણ સંપૂર્ણ રીતે સામાન્ય બનાવી શકાયો નથી.

બાબા કેદારની પંચમુખી ડોલીએ પણ શ્રદ્ધાળુઓની સાથે ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીની યાત્રા કરી.
બાબા કેદારની પંચમુખી ડોલીએ પણ શ્રદ્ધાળુઓની સાથે ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીની યાત્રા કરી.

કેદારનાથમાં શિવ લિંગાયત વિધિથી થશે પૂજા
બાબા કેદારનાથનું મંદિર ભારતીયો માટે માત્ર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર જ નથી. જોકે ઉત્તર અને દક્ષિણ ભારતની ધાર્મિક સંસ્કૃતિનો મીટિંગ પોઈન્ટ પણ છે. ઉત્તર ભારતમાં પૂજા પદ્ધતિ અલગ છે, જોકે બાબા કેદારનાથમાં પૂજા દક્ષિણના વીર શૈવ લિંગાયત વિધિથી થાય છે. મંદિરની ગાદ્દી પર રાવલ હોય છે, જેને પ્રમુખ પણ કહેવામાં આવે છે.

મંદિરમાં રાવલના શિષ્ય પૂજા કરે છે. રાવલ એટલે કે પૂજારી કર્ણાટકના હોય છે. અત્યાર સુધીમાં 326 રાવલ અહીં રહી ચુક્યા છે. જોકે મંદિરના પૂજારી સન્યાસી હોતા નથી.

કેદારનાથ ધામની આસપાસ શ્રદ્ધાળુઓની ભીડ વધવા લાગી.
કેદારનાથ ધામની આસપાસ શ્રદ્ધાળુઓની ભીડ વધવા લાગી.

બાબા 6 મહિના પછી સમાધિમાંથી બહાર આવશે
એવી માન્યતા છે કે બાબા કેદારનાથ જગત કલ્યાણ માટે છ મહિના સમાધિમાં રહે છે. કપાટ બંધ થવાના અંતિમ દિવસે સવા કુંતલ ભભૂતિ ચઢાવવામાં આવે છે. કપાટ ખુલવાની સાથે જ બાબા કેદાર સમાધિમાંથી જાગે છે. તે પછી તેઓ બધા ભક્તોને દર્શન આપે છે.

વિવિધ રંગમાં કેદારનાં દર્શન
બાબા કેદાર પોતાના ભક્તો અને શ્રદ્ધાળુંઓને અલગ-અલગ રંગમાં દર્શન આપે છે. સૂર્યઉદય પહેલા, સૂર્યઉદય પછી, બપોરે અને સાંજના સમયે કેદારનાથ ધામનું કલર કોમ્બિનેશન બદલાતુ રહે છે. તેને પણ લોકો બાબાનો ચમત્કાર ગણે છે અને આર્શીવાદની રીતે ગ્રહણ કરે છે.

રાતની લાઈટિંગમાં કેદારનાથ ધામનો નજારો ભવ્ય લાગે છે.
રાતની લાઈટિંગમાં કેદારનાથ ધામનો નજારો ભવ્ય લાગે છે.

સંપૂર્ણ રીતે પંચમુખી ભોગમૂર્તિની યાત્રા
બુધવારે સવારે છ વાગ્યે ફાટામાં બાબા કેદારની પંચમુખી ભોગમૂર્તિની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ધામ માટે નિમવામાં આવેલા મુખ્ય પુજારી ટી-ગંગાધર લિંગે આરાધ્યનો શૃંગાર કરીને ભોગ લગાવ્યો અને આરતી ઉતારી. આ પ્રસંગે લોકોએ ફુલ, અક્ષતથી બાબાનું સ્વાગત કરીને દર્શન કરીને સુખ-સમુદ્ધિની કામના કરી. સવારે 7.45 વાગ્યે બાબાની પંચમુખી ડોલીએ પોતાના ધામ માટે પ્રસ્થાન કર્યું.

સીતાપુર, સોનપ્રયાગ થઈને બાબા કેદારની ડોલી દિવસે 11 વાગ્યે અંતિમ રાત્રી પડાવ ગૌરીકુંડ પહોંચી, જ્યાં ગ્રામીણો, તીર્થપુરોહિતોએ ડોલીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.

કોરોનાકાળના પગલે છેલ્લા બે વર્ષમાં ડોલને સુક્ષ્મ રૂપથી ધામમાં પહોંચાડવામાં આવી હતી. જોકે આ વખતે પંચકેદાર ગદ્દીસ્થલ ઓંકારેશ્વર મંદિરથી ગૌરીકુંડ સુધી ભક્તોનો ઉત્સાહ ખુબ જ જોવા મળ્યો હતો.

30% વધી ગયું ભાડું
પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાના કારણે હવે યાત્રા મોંઘી થઈ ગઈ છે. હરિદ્વારથી ચારધામ માટે ચાલતી કાર અને મિની બસોના ભાડામાં 30 ટકા સુધીનો વધારો થયો છે. એમ કહેવાઈ રહ્યું છે કે ઈનોવાનું ભાડું 4500થી વધીને 6000, બોલેરો અને મેક્સનું ભાડું 3500થી વધીને 5000, ડિઝાયરનું ભાડું 2800થી 3800 રૂપિયા પ્રતિ દિવસ થયું છે.

અન્ય સમાચારો પણ છે...