તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Both The Gurudwaras Are Locked, Although There Is A Sound Coming From Inside, After Knocking On The Door He Said Tell A Hindustani To Call At 8 O'clock

કાબુલના ગુરુદ્વારાથી રિપોર્ટ:બંને ગુુરુદ્વારા પર તાળાં છે, જોકે અંદરથી અવાજ આવી રહ્યો છે, દરવાજો ખખડાવ્યા પછી કહ્યું- કોઈ હિન્દુસ્તાનીને કહો કે 8 વાગે ફોન કરે

એક મહિનો પહેલાલેખક: કાબુલીવાલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનથી કાબુલીવાલાએ કહેલી આ બીજી કહાની છે. પ્રથમ કહાની તમે વાંચી લીધી હશે. જો ન વાંચી હોય તો તમે અહીંથી વાંચી શકો છો.

કાબુલના આ રહેવાસીએ ત્રણ દિવસમાં શહેર ગલી-મોહલ્લાઓમાંથી પસાર થતા લગભગ દોઢસો કિલોમીટર સુધીની મુસાફરી કરી. એ ખાસ કરીને એવા વિસ્તારમાંથી પસાર થયા, જ્યાં મોટા ભાગે હિન્દુસ્તાનીઓ જ રહે છે.

આ રસ્તાઓ પરથી પસાર થાવો એટલે પહેલા તમને ઘણા હિન્દુસ્તાની દુકાન જમાવીને બેઠેલા જોવા મળતા હતા. 100-500 જેટલી પાઘડીવાળી વ્યક્તિઓ જોવા મળે જ, જોકે હવે એવું રહ્યું નથી. આ ત્રણ દિવસમાં હિન્દુસ્તાનીની માત્ર એક જ દુકાન ખુલ્લી જોવા મળી અને રસ્તા પર કોઈ પાઘડીવાળા ન જોવા મળ્યા...!

આ દરમિયાન કોઈ મંદિર પણ ખુલ્લું જોવા મળ્યું નહોતું. જોકે ગુરુદ્વારા જરૂર જોવા મળ્યાં, એ પણ બે-બે. એક બંધ અને એક ધીમા અવાજમાં પોતાના હોવાનો પુરાવા આપતું. પ્રથમ ગુરુદ્વારા કારતે પરવાન અને બીજું શોર બજારમાં જોવા મળ્યું. કાબુલીવાલા બંને જગ્યાએ પહોંચ્યા. અન્ય વાતો તેમના જ શબ્દોમાં...

અંદરથી અવાજ આવી રહ્યો છે, જોકે ગુરુદ્વારાનો દરવાજો 10 દિવસથી ખૂલ્યો નથી
શોર બજાર કાબુલ સિટીના પોશ વિસ્તારમાં આવે છે. એમાં મેઇન રોડ પર જ એક વ્હાઈટ કલરની લગભગ 3000 સ્કવેર યાર્ડની ત્રણ માળની ઈમારત છે. એની છતની બાલ્કની વાદળી રંગથી પેઈન્ટ કરેલી છે. એમાં કોઈ જગ્યાએ ગુરુદ્વારા એમ લખ્યું નથી. જોકે આસપાસ રહેતા લોકોના જણાવ્યા અનુસાર, અહીં રોજ સવાર-સાંજ લગભગ 50-60 લોકો આવે છે.

હાલ બિલ્ડિંગનો મેઇન ગેટ બંધ છે. લગભગ 12 ફૂટ લાંબો આ ગેટ લોખંડનો બનેલો છે. અમે આ ગેટને 21 ઓગસ્ટની બપોરે 12.30 કલાકે, 22 ઓગસ્ટની સાંજે 5.45 કલાકે અને 23 ઓગસ્ટની સાંજે 7.15 કલાકે ખખડાવ્યો. બૂમો પાડી કે અમે હિન્દુસ્તાની મીડિયા દૈનિક ભાસ્કર માટે વીડિયો રેકોર્ડ કરીશું.

જોકે અંદરથી કોઈ જવાબ ન મળ્યો. 22 ઓગસ્ટે દરવાજો ખખડાવ્યા પછી અમે અહીં 1 કલાક સુધી રોકાયા. ત્યારે અમે પણ કેટલાંક બાળકોનો અવાજ સાંભળ્યો. જોકે આજુબાજુના લોકોનું કહેવું છે કે ગુરુદ્વારામાં કેટલાક પરિવાર રહે છે. તેમની શોર બજારમાં જ મસાલાની દુકાન છે.

પહેલા દરવાજો ન ખોલ્યો, પછીથી મોબાઈલ નંબર આપીને કહ્યું- તમારી સાથે નહિ, કોઈ હિન્દુસ્તાનીને કહો કે રાતે 8 વાગ્યા પછી કોલ કરે
કારતે પરવાન કાબુલની ગીચ વસતિમાંથી એક છે. અહીં ડાબી તરફ એકબીજાને અડીને આવેલાં બે-બે માળનાં બિલ્ડિંગો છે. એમાંથી પ્રથમ બિલ્ડિંગના ઉપરના ફલોર પર ગુરુદ્વારા ચાલે છે. નીચે હાકિમ નરિંદર સિંહ ખાલસા ફોલિક મેડિકલિસ્ટ નામથી દવાઓની દુકાનો છે. આ દુકાનો પણ બંધ છે અને ગુરુદ્વારાના દરવાજા પર 3 તાળાં છે.

આસપાસના લોકોનું કહેવું છે કે પહેલાં આ જ 8-10 ઘરોમાં 24-25 શીખ પરિવાર રહેતા હતા. પાડોશીઓએ આ અંગે જણાવ્યું કે 20 તારીખની રાતે અહીંથી 30-40 લોકો પીળા રંગની બસમાં બેસીને નીકળ્યા હતા. એ બસ હાલ અહીં જ ઊભી છે.

અમે ઈચ્છતા હતા કે આ વાત સીધી જ શીખ પરિવારો સાથે થઈ જાય, જોકે 21 ઓગસ્ટની બપોરે લગભગ 2.15 વાગી રહ્યા હતા. બૂમ પાડ્યા અને દરવાજો ખખડાવ્યાના અડધો કલાક પછી એક સરદારજી બહાર આવ્યા. તેઓ કંઈપણ પૂછવા પર બે લાઈન જ રિપીટ કરી રહ્યા હતા- અમે બધા સુરક્ષિત છે. અમારે હાલ કોઈને કંઈ કહેવું નથી.

અમે તેમને જણાવ્યું કે હિન્દુસ્તાની મીડિયા હાઉસ માટે તમારો અવાજ રેકોર્ડ કરવા માગીએ છીએ. જેથી તમારી વાતને હિન્દુસ્તાનની સરકાર સુધી પહોંચાડી શકાય. આ અંગે તેમણે કહ્યું હતું કે અમારો મોબાઈલ નંબર નોંધી લો. આ અંગે અમે તમારી સાથે વાતચીત નહિ કરીએ. કોઈ હિન્દુસ્તાનીને કહેજો કે રાતના 8 વાગ્યા પછી ફોન કરે.

અમે અમારો સામાન ગુરુદ્વારામાં રાખી ચૂક્યા છે, સ્થિતિ બગડશે તો બહાર કાઢીશું, 1996થી 2001વાળા તાલિબાની શાસન-1માં પણ અમે અહીં જ હતા
21 ઓગસ્ટની રાતે 7.50 કલાકે ભોપાલથી અમે કાબુલના શીખ રહેવાસીને એક વોઈસ મેસેજ અને એક લેખિત મેસેજ મોકલ્યો. તેમને જણાવ્યું હતું કે અમે તેમની સાથે વાત કરવા માગીએ છીએ. તેમની વાતોને છાપવા માગીએ છીએ, જોકે એમાં કોઈ ખતરો હોય તો અમને જણાવે, અમે તેમની વાતને સંબંધિત અધિકારીઓ સુધી જ સીમિત રાખીશું. તેને પ્રકાશિત કરીશું નહિ.

તેમણે મેસેજ જોયો, જોકે કોઈ જવાબ ન આપ્યો. રાતે 8 વાગ્યે અમે તેમને ફોન કર્યો, જોકે તેમણે કાપી નાખ્યો. પછી એ દિવસે તેમની સાથે કોઈ વાત ન થઈ શકી. બીજા દિવસે એટલે કે 22 ઓગસ્ટે અમારા કાબુલીવાલાએ તેમની સાથે ફરીથી વાત કરી, જોકે તેમણે વાત કરવાનો ઈનકાર કરી દીધો.

સોમવારે, 23 ઓગસ્ટની બપોરે 3.10 મિનિટે તેમણે સામેથી અમને ફોન કર્યો. તેમણે પોતાની વાતની શરૂઆત ત્યાંથી કરી કે તેમને અત્યારસુધીમાં તાલિબાન તરફથી કોઈપણ રીતે હેરાન કરવામાં આવ્યા નથી. જોકે તેઓ વારંવાર એ જ વાત રિપીટ કરી રહ્યાં હતા કે જુઓ આગળ શું થાય છે.

પછીથી તેમણે જણાવ્યું કે તેમના ત્યાંથી લગભગ 22 પરિવાર કાબુલ એરપોર્ટ જવા નીકળ્યા હતા, જોકે કાલથી તેમની સાથે વાત થઈ રહી નથી. અમને તેમની ચિંતા છે, હિન્દુસ્તાની સરકારને અમારી અરજ છે કે વિમાન મોકલીને તેમને ઘરે પરત બોલાવી લે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અને તેમની સાથેના 4 પરિવાર લગભગ 30 વર્ષથી કાબુલમાં જ મેડિકલ અને મસાલાની દુકાન ચલાવે છે. તેઓ અહીં ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી તેમને કોઈ ખતરો દેખાતો નથી. હાલ તેમણે પોતાનો કીમતી સામાન ગુરુદ્વારામાં જ મૂક્યો છે.

જોકે હજી સુધી તો આ લોકોએ અમને કંઈ જણાવ્યું નથી, જોકે આગળ શું થશે એનો ખ્યાલ નથી, અમને અહીંથી લઈ જાઓઃ મંજેદ સિંહ
કારતે પરવાનથી નીકળતી વખતે એક મસાલાની દુકાન પર એકલા એક વાદળી પાઘડીવાળા સરદાર બેઠેલા જોવા મળ્યા. તેઓ હિન્દીમાં બોલી રહ્યા હતા. અમે તેમને કહ્યું તો તેઓ મોબાઈલ કેમેરા પર વાત કરવા રાજી થઈ ગયા. તેમણે 2.25 મિનિટ વાત કરી. વાત કરતી વખતે તેમનો ચહેરો સપાટ લાગતો હતો. તેઓ વધુ ખુશ કે દુઃખી દેખાઈ રહ્યા ન હતા. તેમની વાત અમે નીચે જણાવી છે-

હાલ તો 3-4 દિવસમાં કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. એ પછીની ખબર નથી કે શું થશે. અહીં અમારી 12-15ની ફેમિલી રહે છે. એમાંથી 10-12 ફેમિલી જતી રહી છે. ઈન્ડિયામાં અને કોઈ પ્રોબ્લેમ નથી. હજી સુધી તો આ લોકોએ અમને કંઈ જણાવ્યું નથી. એ પછીનો ખ્યાલ નથી કે શું થશે. અત્યારસુધીમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારસુધી તો બરાબર છે. ઈન્ડિયાની સરકારને મારી એ જ અરજ છે કે અમને અહીંથી લઈ જાય. જો કોઈ એમાં પ્રોબ્લેમ કરે તો અમેરિકા, કેનેડા કે બીજા કોઈ દેશમાં મોકલી દો.

અમને લઈ જાઓ. અમને અહીંથી લઈ જાઓ. હાલ તો અમને ખ્યાલ નથી કે શું થશે. હાલ તો 3-4 દિવસમાં કંઈ પ્રોબ્લેમ નથી, જોકે એ પછીની વાત તો અલ્લાને ખબર કે શું થશે. તેમની સંપત્તિનું શું થશે, તે માત્ર અલ્લાને જ ખબર છે. અમારા બે લોકોને હોટલમાં તાલિબાનો મળ્યા હતા. આ લોકોએ તેમને કોઈ પ્રોબ્લેમ કર્યો નહોતો, જોકે તે બોલ્યા કે તમે લોકો અહીંથી જતા રહો. તેમણે કિડનેપ ન કર્યા, જબરદસ્તી ન કરી. હવે આ લોકો દિલ્હી પહોંચી ગયા છે.

(આ તમામ વાતો કાબુલીવાલે દૈનિક ભાસ્કરના જનાર્દન પાંડેયને જણાવી છે.)

કાબુલીવાલાની ત્રીજી કહાની તાલિબાની શાસનમાં કાબુલની મહિલાઓની સ્થિતિ પર છે. ત્રણ દિવસ દરમિયાન ક્યારે, ક્યાં, કેટલી મહિલાઓ શું કરતી જોવા મળી? એની સમગ્ર માહિતી કાલે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો-

અન્ય સમાચારો પણ છે...