વીડિયો:15મી ઓગસ્ટ 1947ના દિવસે જૂનાગઢ આઝાદ થયું નહોતું, જાણો કેમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ 15મી ઓગસ્ટ 1947ના દિવસે એક જૂનાગઢ રાજ્યને છોડી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો.એક તરફ સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કર્યો હતો તો બીજી તરફ જૂનાગઢમાં માતમ છવાયેલો હતો.આમ થવા પાછળનું કારણ જૂનાગઢના તત્કાલીન નવાબ મહાબતખાન ત્રીજાની જાહેરાત હતી.નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરવાની જાહેરાત કરી હતી.જૂનાગઢ અખંડ ભારતનો જ એક હિસ્સો રહે અને પાકિસ્તાનમાં ન ભળે તે માટે આરઝી હકૂમતની લડતના મંડાણ થાય છે.તો ચાલો આ અમારી આ ખાસ રજૂઆતમાં જાણીએ કે જૂનાગઢને કોને આઝાદી અપાવી અને કેટલા દિવસ મોડી આઝાદી મળી.