તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો આપણે સૌ જીરો વેસ્ટ લાઈફસ્ટાઈલ અપનાવવા ઈચ્છીએ છીએ,પણ પ્લાસ્ટિક રેપર એવી ચીજ છે જેને આપણે ઈચ્છીએ તો પણ નજર અંદાજ કરી શકતા નથી. ચિપ્સ, નમકીન, બિલ્કિટથી લઈ સર્ફ, શેમ્પૂ સુધી બધુ જ પ્લાસ્ટિક રેપરમાં મળે છે. પ્લાસ્ટિક રેપરનો ઉપયોગ સતત વધી રહ્યો છે, કારણ કે તેમાં સામાન વધારે સેફ રહે છે, પણ તે પર્યાવરણ માટે વિશેષ નુકસાનકર્તા છે.
એક અભ્યાસ પ્રમાણે પ્લાસ્ટિક રેપર વેસ્ટ ખાસ કરીને પોલીથિનને લીધે પ્રત્યેક વર્ષ એક લાખથી વધારે સમુદ્રી જીવોનો ભોગ લે છે. આ તો વાત થઈ પ્લાસ્ટિક રેપર વેસ્ટની. હવે વાત એવી વ્યક્તિની કે જે પોતાના સ્ટાર્ટઅપ મારફતે પર્યાવરણનું સંરક્ષણ કરવા સાથે કમાણી પણ કરે છે.
પુણે સ્થિત 40 વર્ષના નંદન ભટનું સ્ટાર્ટઅપ ઈકોકારી પ્લાસ્ટિક બેગ, ચિપ્સ, બિસ્કીટ પેકેટ, ગિફ્ટ રેપર્સ જેવા મલ્ટી પેકેજીંગવાળા પ્લાસ્ટિકનો રીસાઈકલિંગ કરે છે. આ સમગ્ર કાર્ય આર્ટિજન (કાગીગર)ના માધ્યમથી થાય છે. તેની પ્રોસેસિંગની પદ્ધતિ મેન્યુઅલ હોય છે. તેમા પ્લાસ્ટિક બેગ્સ વેસ્ટથી ચરખા મારફતે ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેનો હોમ ડેકોરેટિવ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે.
વર્ષ 2015માં શરૂઆત થયેલું આ સ્ટાર્ટઅપ ગયા નાણાકીય વર્ષમાં રૂપિયા 98 લાખનું ટર્નઓવર નોંધાવ્યું હતું. આ ઉપરાંત તેણે 17 જેટલા આર્ટિજનને પણ રોજગારી આપી છે.
પ્લાસ્ટિક વેસ્ટ બેગ્સને સાફ કરી બે દિવસ સુધી તડકામાં સુકવી
નંદન કહે છે કે તેમા સૌથી પહેલા સ્ટેપ પ્લાસ્ટિક કલેક્શન હોય છે. આ માટે બે પદ્ધતિથી કામ થાય છે. પહેલી પદ્ધતિ-એવી NGO કે જે વેસ્ટ પિકર્સ સાથે કામ કરે છે,તેનાથી પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરે છે. આ ઉપરાંત તે પર્યાવરણ પ્રત્યે જાગૃત એમેઝોન અને કોર્પોરેટ પણ પ્લાસ્ટિક વેસ્ટ ડોનેટ કરે છે.
નંદન કહે છે કે અમે એવા પ્લાસ્ટિક પર કામ કરી રહ્યા છીએ જેની પર કોઈ કામ કરતું નથી. અમે ઓડિયો એન્ડ વીડિયો કેસેટ ટેપ, જે યુઝ થતો નથી. તેની પણ રીસાઈકલિંગ કરે છે. આ વેસ્ટ જ્યારે આપણા યુનિટમાં આવે છે તો સૌથી પહેલા આપણા આર્ટિજન તેને સાફ કરે છે,જેથી તેમાં ગંદકી ન રહે. ત્યારબાદ તડકામાં બે દિવસ સુધી સુકવવામાં આવે છે. ત્યારબાદ અમે તેને રંગ પ્રમાણે અલગ કરી છીએ. સેગ્રીગેશન બાદ તે લાંબી સ્ટ્રીપમાં કાપી છીએ.
ત્યારબાદ આ સ્ટ્રિપને પરંપરાગત ચરખાથી રોલ કરી છીએ. તેના હેન્ડલૂમને અમે મોડિફાઈ કર્યું છે. જેથી પ્લાસ્ટિકની વીવિંગ થઈ શકે. આ રીતે અમે પ્લાસ્ટિકથી ફેબ્રિક તૈયાર કરી છીએ. ત્યારબાદ અમારી ટીમના ડિઝાઈનર તેને પ્રોડક્ટ ડિઝાઈન કરે છે અને આર્ટીજનની મદદથી તે પ્રોડક્ટ તૈયાર થાય છે.
ટ્રેકિંગ સમયે પહાડો પર પ્લાસ્ટિક રેપર વેસ્ટ જોઈને વિચાર આવ્યો
નંદન BE કર્યાં બાદ MBAનો અભ્યાસ કરે છે. તેણે અનેક મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કર્યું છે. તે કહે છે કે તે મૂળ કાશ્મીરી છે અને ઘણી વખત ટ્રેકિંગ કરતો રહ્યો હતો. આ સમયે મે એવો અહેસાસ કર્યો કે લોકો પહાંડોને ટ્રેકિંગને બદલે પિકનિક સ્પોર્ટ માની લીધા છે. લોકો ત્યાં જઈને પાર્ટી કરતા હતા અને તમામ પ્લાસ્ટીક વેસ્ટ ત્યાં છોડીને આવતા હતા. ત્યારથી હું વિચાર કરતો હતો કે આ વેસ્ટનું મેનેજમેન્ટ કરવા માટે કોઈ પદ્ધતિ છે કે નહીં?
ત્યારબાદ વર્ષ 2013માં મે રૂપિયા 10 લાખ વાર્ષિક પેકેજ વાળી નોકરી છોડી દીધી. આશરે બે વર્ષ સુધી CSR કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. તે સમયે અમને આ કામ મળ્યું અને ત્યારથી અમે આ નાના સ્તર પર કામગીરી જોતા. ટેસ્ટિંગ બાદ ફરી ઓગસ્ટ,2015માં અમે તેની ઉપર સંપૂર્ણપણે કામ શરૂ કર્યું. અમે પ્લાસ્ટિક બેગ્સને રીસાઈકલિંગ કરી તેમાંથી પ્રોડક્ટ તૈયાર કરી. અમને શરૂઆતમાં ઘણો રિસ્પોન્સ મળ્યો.
ભારત ઉપરાંત યુરોપ, USA અને ઈસ્ટ એશિયન કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે ઉત્પાદન
નંદન કહે છે કે હવે અમે 15 લાખથી વધારે બેગ્સને વેસ્ટમાં જતા બચાવી ચુક્યા છીએ અને તેને રિસાઈકલ કરી ચુક્યા છીએ. અમે તેના મારફતે 25 પ્રકારના પ્રોડક્ટ તૈયાર કર્યાં છે. આ ઉપરાંત અમે કોર્પોરેટની ઓનલાઈન ડિમાન્ડ પ્રોડક્ટ કસ્ટમાઈઝ પણ કરી છીએ. અમારું માર્કેટ અત્યારે ભારતના એ ક્લાસ શહેરોમાં છે, કારણ કે ત્યાં લોકોમાં તેને લઈ વધારે જાગૃતિ છે.
તેમને મામુલ છે કે તે શાં માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેને લીધે તેમના જીવનમાં શું પરિવર્તન આવી શકે છે. આ ઉપરાંત અમારા ઉત્પાદનો યુરોપ, US અને ઈસ્ટ એશિયા કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે. ત્યાં માર્કેટ ભારતની તુલનામાં વધારા પરિપક્વ છે. આ ઉપરાંત વેબસાઈટ, ઈવેન્ટ મારફતે પ્રોડક્ટ સેલ કરે છે.
નંદન કહે છે આગામી નાણાકીય વર્ષમાં અમે અમારું ટર્નઓવર રૂપિયા 2 કરોડ સુધી લઈ જવાનું છે, આ સાથે અમારી સાથે 50 નવા આર્ટિજન જોડવા ઈચ્છે છે. આ ઉપરાંત અમારો પ્રયત્ન છે કે આગામી વર્ષોમાં અમે વિવિધ શહેરોમાં આ મોડલને લાગૂ કરી ત્યાંના વેસ્ટથી પ્રોડક્ટ તૈયાર કરીએ.
નંદને પુણે સ્થિત પ્લાન્ટ પર વર્તમાન સમયમાં દૈનિક 30 કિલો પ્લાસ્ટિક વેસ્ટ રીસાઈકલિ થાય છે, અને દરરોજ આશરે 25 ફેબ્રિક તૈયાર થાય છે. આ ઉપરાંત ફેબ્રિકથી પ્રોડક્ટ તૈયાર કરવામાં એકથી બે દિવસનો સમય લાગે છે.
આજે મને મારી સેટલ્ડ જોબ છોડવાનો અફસોસ નથી
નંદન કહે છે કે મને મારી સેટલ્ડ નોકરી છોડવાનો કોઈ અફસોસ નથી, કારણ કે જ્યારે તમે કોઈ જોબમાં હોય છો તો તમે એક સાયકલમાં ફસાઈ જાવો છો. એક તારીખે વેતન આવે છે, 5 તારીખ સુધી EMI કપાય છે અને 10 તારીખ સુધી ફરીથી તમે જીરો પર આવી જાવ છો. ત્યારબાદ 20 દિવસ તમારે સ્ટ્રગલ કરવાની હોય છે, દરમિયાન તમારી પાસે વિચારવાનો સમય રહેતો નથી.
નોકરી છોડીને તમે બિઝનેસ શરૂ કરવા પર શરૂઆતી એકાદ વર્ષમાં તમને થોડી મુશ્કેલી પડી શકે છે, કારણ કે તમારે મહિનાની પહેલી તારીખે બેન્ક બેલેન્સ જોવાની આદત પડી ગઈ હોય છે, પણ જ્યારે તમે તમારા કારોબારમાં પ્રત્યેક મહિને ગ્રોથ જોવો છો તો તમને ખુશી થાય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.