તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • JNU Will Decode Anti national Ideology, Will Conduct Scholarly Research On Every Issue Of Terrorism Here, Syllabus Ready

JNUમાં તૈયાર થશે રાષ્ટ્રવાદી એક્સપર્ટ:એન્ટી નેશનલ વિચારધારાને ડીકોડ કરશે JNU, આતંકવાદ પર અહીંના સ્કોલર રિસર્ચ કરશે, સિલેબસ તૈયાર

16 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં આતંકવાદ વિરૂદ્ધ 'સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટી'નું ગઠન કરાયું છે. આ વિભાગને સ્પેશિયલ પોઝિશન આપવામાં આવી છે. આ વિભાગ સ્વતંત્ર રીતે પોતાનું કામ કરશે. જેમાં દેશની સુરક્ષા માટે ખતરા સમાન ક્રોસ બોર્ડર ટેરરિઝ્મ અને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝ્મ સહિત આતંકવાદના તમામ મુદ્દે ડોક્ટરેટ લેવલની રિસર્ચ થશે. આ માટે એક્સપર્ટની એક ફૌજ તૈયાર કરવામાં આવી રહી છે, જે ન માત્ર આતંકવાદ વિરૂદ્ધ પોલિસી બનાવશે, પરંતુ એન્ટી નેશનલ એક્ટિવિટી અને વિચારધારાને પણ ડીકોડ કરશે.

9 ફેબ્રુઆરી, 2016નાં રોજ JNUમાં ડાબેરી વિચાર ધારાના છાત્રોએ દેશ વિરોધ નારા કર્યા હતા. લેફ્ટ વિચારધારાના ગઢ ગણાતા JNUમાં ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક ફેરફાર થયા છે અને તેમનો વિરોધ પણ. હવે યુનિવર્સિટી પરિસરમાં શહીદ ભગત સિંહ માર્ગ અને સાવરકર માર્ગ બની ગયો છે. સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપન પણ 2 વર્ષ પહેલાં કરવામાં આવી છે. કુલ મળીને JNUમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. સોશિયલ સ્ટડીઝના એક પ્રોફેસરે નામ ન જણાવવાની શરતે કહ્યું કે 'દેશદ્રોહી નારાઓને કારણે JNUની છાપ બગડી હતી જે હવે સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટીઝ સ્ટડીઝમાં આતંકવાદના દરેક મુદ્દે સંશોધન કર્યા બાદ તૈયાર થયેલા દેશભક્ત એક્સપર્ટ્સ બદલશે.'

છેલ્લાં લગભગ બે વર્ષથી નિષ્ક્રિય રહેલા JNUના સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટી સ્ટડીઝ હવે સક્રિય ભૂમિકામાં આવી ગયું છે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રો. અજય દુબે જણાવે છે કે, 'દેશની સુરક્ષાના મુદ્દે થનારા સંશોધન જરૂરી છે. હાલ અહીં ડોક્ટરેટ લેવલનું જ રિસર્ચ થશે કે જેથી જે મુદ્દાને સ્કોલર પસંદ કરશે તેને પૂરી રીતે સમજવામાં આવ્યા બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે, કેમકે આ સ્કોલર આગળ જઈને દેશની સુરક્ષામાં જોડાયેલી નીતિઓ પર એક્સપર્ટ તરીકે કામ કરી શકે છે.'

તેઓ જણાવે છે કે દેશની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો 'આતંકવાદ' છે. હવે આતંકવાદના પણ અનેક રૂપ જોવા મળી રહ્યાં છે. ક્રોસ બોર્ડર ટેરરિઝ્મ, સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝ્મમાં આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હવે હથિયારોથી વધુ નરેશનની લડાઈ લડવામાં આવી રહી છે. આપણે તે નરેશનને પણ સમજવું પડશે, જે વૈચારિક સ્તરે લોકોને આતંકવાદ પ્રત્યે આકર્ષિત કરે છે. આવું નરેશન ઊભું કરાય છે જે છાત્ર-છાત્રાઓને આતંકી જૂથોના સમર્થક કે સિંપેથાઈઝર બનાવે છે. સિંપેથાઈઝર જ નહીં પરંતુ યુવાનો સક્રિય ભૂમિકા પણ ભજવવા લાગ્યા છે.

તેઓ નામ લીધા વગર કેટલાંક ઉદાહરણ આપે છે, હાલમાં જ એક રાજ્યમાં અનેક યુવકો ISISમાં ભરતી થવા ચાલ્યા ગયા. જ્યારે કે તે રાજ્ય ઘણું જ વિકસિત છે. સાક્ષરત દરમાં પણ સૌથી આગળ છે. આ નરેશન જ છે જે લોકોના વિચારોને ટ્રેપ કરે છે, તેમના પર હુમલાઓ કરે છે.'

આતંકવાદના ક્યા મુદ્દે થશે શોધ?
ક્રોસ બોર્ડર ટેરરિઝ્મ સહિત આધુનિક આતંકવાદની પદ્ધતિ જેવી બાયોલોજિકલ વેપન, સોશિયલ મીડિયા, સાઈબર ક્રાઈમ, ઈન્ટરનલ સિક્યોરિટી, દેશ વિરૂદ્ધ નરેશન બનાવવાની પ્રક્રિયાના દરે મુદ્દે રિસર્ચ થશે. સૌથી ખાસ વાત એ રહેશે કે અહીંનું કોમ્પ્યુટર સાયન્સ, IT અન અન્ય ટેક્નિકલ વિભાગ જેમાં આતંકવાદના આધુનિક હથિયાર એટલે કે ટેક્નોલોજીના ઉપયોગને લઈને રિસર્ચરની સાથે મળીને કામ કરશે. મોલિક્યૂલર બાયોલોજી વિભાગ બાયોલોજિકલ વેપનના રિસર્ચરની સાથે સહયોગ કરશે.

રિસર્ચ દરમિયાન પેપર વાંચવા પડશે

  • ચેલેન્જિસ ફોર નેશનલ સિક્યોરિટી
  • ઈન્ટરનેટ સિક્યોરિટી
  • ટ્રેડિશનલ ટેરર (એટલે કે થોટ પ્રોસેસને પ્રભાવિત કરવું)
  • નોન ટ્રેડિશનલ સોર્સિસ
  • ન્યૂ ટેરર મીડિયમ જેમ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ, બાયોલોજિકલ વેપન
  • રિસર્ચ મેથોડોલોજી

સિલેબસમાં શું છે?
કોર્સના મોડ્યૂલમાં સામેલ 'ફંડામેન્ટલિસ્ટ રિલીઝિયસ ટેરરિઝ્મ એન્ડ ઈટ્સ ઈમ્પેક્ટ' યુનિટમાં ફંડામેન્ટલિસ્ટ રિલિજિયસ થોટ પ્રોસેસને સામેલ કરાયા છે. આ યુનિટમાં કહેવામાં આવ્યું છે કે ફંડામેન્ટલિસ્ટ રિલિજીયસ વેલ્યૂએ 21મી સદીના આતંકવાદમાં ગંભીર રોલ ભજવ્યો છે. જેહાદ જેવો કોન્સેપ્ટ આ પ્રકારના વિચારોનું જ પરિણામ છે. મોતનું યશગાન કરીને માનવ બોમ્બ કે આતંકના બીજી પદ્ધતિઓને શોધવામાં આવી છે. જેમાં સાઈબર સ્પેસનો દુરુપયોગ કરીને એક ખાસ ધર્મના લોકો દ્વારા આતંકવાદ ફેલાવવાનો ઉલ્લેખ પણ સામેલ છે.

સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝ્મમાં મુખ્ય રીતે વેસ્ટ અને સોવિયત યુનિયન અને ચીન વચ્ચે થયેલા આઈડિયોલોજિકલ વોરને સામેલ કરાઈ છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ચીન અને સોવિયત યુનિયન, એટલે કે રશિયા કઈ રીતે અલ્ટ્રા કોમ્યુનિસ્ટ વિચારવાળા અને ટેરરિસ્ટ ગ્રુપના લોકોને લોજિસ્ટિક્સ સપોર્ટની સાથે જ ટ્રેઈનિંગ પણ આપશે.

કોર્સના સિલેબસ અંગે જ્યારે પ્રો.અજય દુબેને પૂછવામાં આવ્યું તો તે કહે છે, 'અમે કોઈ ધર્મને ટાર્ગેટ નથી કરવા માગતા, અમારું નિશાન આતંકવાદ પર જ છે, તેના દરેક મુદ્દાને તપાસ કરવામાં આવશે. અમે ન્યૂટ્રલ રહેતા નેશનલ સિક્યોરિટી માટે સૌથી મોટા ખતરા ગણાતા આતંકવાદ પર શોધ કરીને એક્સપર્ટની ટીમ તૈયાર કરવા ઈચ્છીએ છીએ. આતંકવાદ જે સ્વરૂપ પણ હશે તેને ડીકોડ કરીને અમારા રિસર્ચર તેમની ઓળખ કરશે અને તેની સામે લડવાનું સમાધાન પણ શોધશે.'

અન્ય સમાચારો પણ છે...