ભાસ્કર ઓપિનિયનઝારખંડની સરકારી સ્કુલોમાં મદરેસા રાજ:5 જિલ્લાની 70 સ્કુલોમાં બાળકો હાથ જોડીને નહિ પરંતુ બાંધીને પ્રાર્થના કરે છે, શા માટે?

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધર્મ પણ અજીબ છે અને શાસન વ્યવસ્થા નબળી પડે તો ક્યારેક ક્યારેક તેનુ પાલન પણ અજીબ રીતે થવા લાગે છે. શિક્ષણને તો ધાર્મિક આડમ્બરોથી દૂર રાખવું જોઈએ, જોકે ઝારખંડમાં શિક્ષણના અનેક મંદિરોમાં બાળકોને ધર્મનો અલગ પ્રકારનો રસ પીવડાવાઈ રહ્યો છે.

ઝારખંડથી થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ત્યાં એક સ્કુલમાં નિયમિત રીતે થતી પ્રાર્થનનાને બંધ કરાવવામાં આવી છે અને પ્રાર્થનના સમયે હાથ જોડવા પર પ્રતિબંધ છે. હવે સમાચાર મળ્યા છે કે રાજ્યના પાંચ જિલ્લામાં એવી ઓછામાં ઓછી 70 સ્કુલ છે, જ્યાં હાથ જોડીને પ્રાર્થના કરવા પર પ્રતિબંધ છે.

ઝારખંડના જામતાડમાં લગભગ 70થી વધુ સરકારી સ્કુલ એવી છે, જ્યાં મુસ્લિમ વસ્તી વધતા જ સપ્તાહિક રજાને રવિવારથી બદલીને શુક્રવાર કરવામાં આવી છે.
ઝારખંડના જામતાડમાં લગભગ 70થી વધુ સરકારી સ્કુલ એવી છે, જ્યાં મુસ્લિમ વસ્તી વધતા જ સપ્તાહિક રજાને રવિવારથી બદલીને શુક્રવાર કરવામાં આવી છે.

બાળકો હાથ જોડવાની જગ્યાએ હાથબાધીને પ્રાર્થના કરે છે. આ બધી સ્કુલો સામાન્ય સરકારી સ્કુલો છે, જોકે ગામના લોકોએ તેની દિવાલ પર ઉર્દુ સ્કુલ એમ લખી દીધું છે અને આ બધી સ્કુલો આ પ્રમાણે ચાલી રહી છે અથવા તો ચલાવવામાં આવી રહી છે.

એમ કહેવાય છે કે જ્યારે વાત ફેલાઈ અને ઉપર સુધી ગઈ તો સખ્તાઈ થઈ. સ્કુલના નામની આગળ લખવામાં આવેલો ઉર્દૂ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. થોડા દિવસ આમ ચાલ્યુ, જોકે થોડા દિવસો પછી ગામના લોકોએ ફરીથી આગળ ઉર્દૂ જોડી દીધું. સરકારી અધિકારીઓને ગામના લોકોએ સ્પષ્ટ કહ્યું કે સ્કુલ તો અમારી મરજી મુજબ જ ચાલશે નહિતર બંધ કરી દો. તમે બંધ નહિ કરો તો અમે અમારા બાળકોને સ્કુલમાં મોકલવાનું જ બંધ કરી દઈશું.

શુક્રવારે રજાની વાતનો ઉલ્લેખ દિવાલ પર કરવામાં આવ્યો છે.
શુક્રવારે રજાની વાતનો ઉલ્લેખ દિવાલ પર કરવામાં આવ્યો છે.

આ સ્કુલોમાં ફરજ બજાવી રહેલા કેટલાક શિક્ષકોને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યારથી અમે આવ્યા ત્યારથી અહીં આવું જ ચાલી રહ્યું છે. કોઈ પણ બાળક પ્રાર્થના કરતી વખતે હાથ જોડતા નથી. સ્કુલમાં રજા પણ શુક્રવારે જ રાખવી પડે છે. અમે લોકો આ દિવસે સ્કુલે આવીએ છીએ પરંતુ કોઈ બાળકો આ દિવસે આવતા નથી.

જો કદાચ દરેક ધર્મના લોકો આ રીતે સરકારી સ્કુલો પર પોતાનો દબદબો જમાવે તો હાલની વ્યવસ્થાનું શું થશે, સરળતાથી સમજી શકાય છે. અંતે આપણુ પ્રશાસન એવી કઈ ઉંધમાં રહે છે કે વર્ષો સુધી એ વાતનો ખ્યાલ નથી આવતો કે સ્કુલ-કોલેજોમાં શું થઈ રહ્યું છે.

જો પાંચ-પાંચ વર્ષ સુધી પ્રશાસનને એ વાતનો જ ખ્યાલ ન હોય કે તેમના વિસ્તારનું સ્ટેટ્સ જ બદલાઈ ગયું છે તો આવા શિક્ષણ વિભાગ અને તેને ચલાવનાર અધિકારીઓને શાં માટે સસ્પેન્ડ કરવામાં આવતા નથી! અંતે તે ઓફિસમાં બેસીને શું કરી રહ્યાં છે.

ઝારખંડની એક સરકારી સ્કુલના બાળકો 4 મહિનાથી હાથ બાંધીને પ્રાર્થના કરી રહ્યાં હતા.
ઝારખંડની એક સરકારી સ્કુલના બાળકો 4 મહિનાથી હાથ બાંધીને પ્રાર્થના કરી રહ્યાં હતા.

...અને માત્ર શિક્ષણ વિભાગ જ નહિ, તે વિભાગના મંત્રી, સ્વયં મુખ્યમંત્રી અને આખી સરકાર જ શું કરી રહી છે? આ ગામમાં બીજી ધર્મના બાળકો પણ છે, તેમનો શું વાંક? તેમની પર બીજા ધર્મના રીત-રિવાજને શાં માટે લાદવામાં આવી રહ્યાં છે?

શં ઝારખંડની સમગ્ર સરકારમાં આ પ્રકારનું વિચારનારુ કોઈ નથી? શું શાસન વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી? જો છે તો આવું કેમ થાય છે? કોઈક તો જવાબ આપે!

અન્ય સમાચારો પણ છે...