• Gujarati News
  • Dvb original
  • Jayant Of Rajasthan Got Cancer 6 Times One After The Other, But Never Gave Up; Now A Motivational Speaker, Gives Encouragement To Millions Of People

મોટીવેશનલ કહાની:રાજસ્થાનના જયંતને 6 વખત કેન્સર થયું, 60 વાર રેડિયોથેરાપી કરાવી પડી પણ હાર ન માની; હવે મોટિવેશનલ સ્પીકર બનીને લાખો લોકોને પ્રેરણા આપે છે

ભોપાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્સર એક એવો ખતરનાક રોગ છે જેનું નામ સાંભળતા જ માણસ હચમચી જાય છે. કેન્સરે ઘણા લોકોનો જીવ લીધો છે, પરંતુ આને હરાવનારા લોકોની ગણતરીમાં કેટલાક લોકો એવા પણ છે જેમનાં હિંમત અને જુસ્સાની આપણે પ્રંશસા કરીએ છે. આજની વાત એક એવા છોકરાની છે જેણે કેન્સરને એક વાર, બે વાર, ત્રણ વખત નહીં, પરંતુ 6 વખત હરાવ્યું છે. 23 વર્ષીય જયંત કંદોઈ રાજસ્થાનના અજમેર જિલ્લાનો છે. જયંત ભારતમાં એવો પ્રથમ વ્યક્તિ છે જેણે કેન્સરને 6 વખત હરાવ્યું છે.

જયંત બાળપણથી જ શિક્ષણનો ખૂબ શોખ હતો. તે તેની શાળામાં સંપૂર્ણ હાજરી સાથે ટોપર હતો. જિલ્લા સ્તરે ખોખો ચેમ્પિયન, ડાન્સર, સિંગર અને એન્કરિંગમાં પણ આગળ રહ્યો હતો, પરંતુ કેન્સર નામના કીડાએ તેની હસતી જીંદગી પર બ્રેક લગાવી દીધી હતી.

2013માં પહેલીવાર કેન્સર થયું, 12 વખત કીમોથેરાપી થઈ

વારંવાર કેન્સર હોવાના કારણે જયંત ભણવામાં ધ્યાન આપી નહોતો શકતો પરંતુ તેણે હિમ્મત ન હારી અને હવે તે MBAનો અભ્યાસ કરી રહ્યો છે
વારંવાર કેન્સર હોવાના કારણે જયંત ભણવામાં ધ્યાન આપી નહોતો શકતો પરંતુ તેણે હિમ્મત ન હારી અને હવે તે MBAનો અભ્યાસ કરી રહ્યો છે

જયંતને પહેલી વાર 2013માં કેન્સર થયું હતું. ત્યારે તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તેના ગળાની જમણી બાજૂ Hodgkin's lymphoma થયું. ભગવાન મહાવીર કેન્સર હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. જયંતે આ સમયગાળા દરમિયાન 12 વખત કીમોથેરાપી લીધી હતી. જયંતે કેન્સરની સારવારની સાથે બોર્ડની પરીક્ષા પણ હતી. થેરાપીની સાથે જયંતે પણ પરીક્ષા આપી હતી અને તેની શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

તે પછી બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ કેન્સરે ફરી એકવાર જયંત પર હુમલો કર્યો. જયંતને ફેબ્રુઆરી 2015માં તેના ગળાની બીજી બાજુ આ જ રોગ થયો હતો. જયંતે આ માટે રેડિયોથેરાપીનો સહારો લેવો પડ્યો હતો. જયંતે 60 રેડિયોથેરાપીના સેથન લીધા છે.

કેન્સરની સારવાર કરવામાં આવી હતી અને તે સ્વસ્થ થઈ ગયો હતો. તેની સારવાર દરમિયાન પણ જયંતે ક્યારેય વાંચવાનું અને લખવાનું બંધ કર્યું ન હતું. ત્યારબાદ જયંત બીકોમનો અભ્યાસ કરવા દિલ્હી ગયો હતો. જયંતે એપ્રિલથી જુલાઈ 2017ની વચ્ચે પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ કરી હતી. જયંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે દુખાવો ખૂબ વધ્યો હતો, ત્યારે જાણવા મળ્યું હતું કે તેને ફરીથી કેન્સર છે. જયંતે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું જે ટૂંક સમયમાં જ એક કરોડ રૂપિયાનું ફન્ડિંગ મેળવવાનું હતું, પરંતુ જયંતને સારવાર માટે તેના અભ્યાસ અને સ્ટાર્ટઅપ્સ બંનેને અધવચ્ચેથી જ છોડવું પડ્યું.

2020માં છઠ્ઠી વખત કેન્સર થયું

જયંતને પહેલી વાર વર્ષ 2013માં કેન્સર થયું હતું. ત્યારે તે ધોરણ 10માં ભણતો હતો, પરંતુ હિંમત ન ગુમાવી અને હોસ્પિટલમાંથી પાછો ફર્યો હતો
જયંતને પહેલી વાર વર્ષ 2013માં કેન્સર થયું હતું. ત્યારે તે ધોરણ 10માં ભણતો હતો, પરંતુ હિંમત ન ગુમાવી અને હોસ્પિટલમાંથી પાછો ફર્યો હતો

જયંતને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બે વર્ષ સુધી ચાલી હતી. જયંતે પોતાના મિત્રો સાથે મળીને સિટી સ્ટાર ક્લબ નામની સંસ્થા ખોલી હતી. જેમાં તેઓ કેન્સરના દર્દીઓને મદદ કરે છે. જયંતના પેક્રિયાઝમાં 2019ની શરૂઆતમાં અને ડિસેમ્બર 2019માં બાજુમાં એક નાની ગાઠ થઈ. આ વખતે પણ જયંતે હિંમત ગુમાવી ન હતી અને કેન્સરને હરાવ્યું હતું. ત્યારબાદ જયંતને નવેમ્બર 2020માં 6ઠ્ઠી વખત કેન્સરની ચપેટમાં આવી ગયો અને ત્યારે તેનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

કેન્સરને હરાવવાની આ જર્નીમાં જયંતના માતા-પિતા તેના મોટા સપોર્ટ સિસ્ટમ હતાં. જયંતે કહ્યું કે તેના પિતાએ કહ્યું હતું કે તને ભગવાન પાસેથી પણ છીનવીને લેતો આવીશ. જયંત જણાવે છે કે મારા મિત્રો મારી સાથે રમતા નહોતા.

કેન્સર બાદ જયંતનું જીવન બદલાઈ ગયું હતું, પરંતુ સૌથી સારી બાબત એ હતી કે તેમણે કદી પણ હિમ્મત ન હારી. લોકો આજે પણ કેન્સરને મોટી બિમારી સમજે છે. અને આ ખોટી બાબત છે. જયંત કહે છે કે આપણે દરેક પાસે સમાન વ્યવહાર કરવો જોઈએ. કોઈને નિરાશ ન કરો, રોગ થોડા સમય પછી દૂર થઈ જશે, પરંતુ સંબંધ બગડી જશે. જો આપણ સૌ કેન્સરથી મળીને લડીશું તો ઝડપથી જંગ જીતી લઈશું.

હવે લોકોને મોટિવેટ કરવાનું કામ કરે છે
જયંત તેના સ્વભાવમાં પરિવર્તન વિશે કહે છે: અગાઉ હું ખૂબ જ જિદ્દી, મનસ્વી, ગુસ્સેલ હતો. હવે હું જીવનને બીજા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો છું. હું લોકોને કેવી રીતે મદદ કરી શકું છું હું તેના પર વધુ ધ્યાન આપું છું. જયંતનું એક પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે અને તે તેના માટે ખૂબ ઉત્સાહિત છે. તેમની સંસ્થા વતી પણ તેઓ ઘણા લોકોને મદદ કરી રહ્યા છે. જયંતે 2017માં તેના 5 મિત્રો સાથે મળીને આ સંસ્થાની શરૂઆત કરી હતી, આજે 700થી વધુ લોકો તેમની સાથે જોડાયા છે.

સાથે જ તેમણે 2018માં જ્ઞાન કી બાતે નામની એપ લોન્ચ કરી હતી, જેને હવે 10 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. તે ટૂંક સમયમાં સ્થાનિક દુકાનદારો માટે પણ એપ્લિકેશન શરૂ કરવાનો છે. જયંત હાલમાં મોટિવેશનલ સ્પિકર અને MBAના બીજા વર્ષના વિદ્યાર્થી પણ છે. જયંત પોતાની હોસ્પિટલ ખોલવા માગે છે જેમાં તે કેન્સરના દર્દીઓની મફત સારવાર કરાવવા માગે છે. જેથી કેન્સર થયા બાદ કોઈને સારવાર માટે હેરાન ન થવું પડે.

અન્ય સમાચારો પણ છે...