• Gujarati News
  • Dvb original
  • Jana Sangh Formed 70 Years Ago In Protest Of Nehru Liaquat Agreement, Know The Journey To Reach 3 To 303 Lok Sabha Seats

ભાસ્કર એક્સપ્લેનર:70 વર્ષ અગાઉ નેહરુ-લિયાકત સમજૂતીના વિરોધમાં બન્યો જનસંઘ, જાણો 3થી 303 લોકસભા સીટ સુધી પહોંચવાની સફર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી બરાબર 70 વર્ષ અગાઉ એક પાર્ટીની રચના થઈ. નામ હતું જનસંઘ. 1975માં ઈમર્જન્સી પછી ચૂંટણી થઈ તો ઈન્દિરા ગાંધીના વિરોધમાં એનો વિલય પણ બાકી વિરોધી પાર્ટીઓની જેમ જનતા પાર્ટીમાં થઈ ગયો, પરંતુ 29 વર્ષ પછી જ આ એક નવા નામ અને ચૂંટણીચિહન સાથે અસ્તિત્વમાં આવી. નામ ભારતીય જનતા પાર્ટી, આજે આ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે.

પરંતુ જનસંઘના જન્મનું કારણ શું હતું? જનસંઘની રચના કેવી રીતે થઈ? લોકસભા ચૂંટણીમાં જનસંઘનું પ્રદર્શન કેવું રહ્યું? જનસંઘથી ભાજપા બનવાની શું કહાની છે? આવો જાણીએ...

નેહરુ-લિયાકત સમજૂતી શું હતી?
આઝાદીની સાથે જ દેશનું વિભાજન પણ થયું. વિભાજન પછી ભારત અને પાકિસ્તાન બંને ભીષણ રમખાણોથી પીડિત હતા. એ જ નેહરુ-લિયાકત સમજૂતીનું કારણ બન્યું. બંને દેશોના વડાપ્રધાનોએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતીમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશો પોતપોતાના દેશમાં લઘુમતી પંચની રચના કરશે. એનો વિરોધ કરતા નેહરુ સરકારના ઉદ્યોગમંત્રી શ્યામા પ્રસાદ મુખર્જીએ રાજીનામું આપી દીધું. તેમણે આ સમજૂતીને મુસ્લિમ તુષ્ટિકરણ કરનાર ગણાવી. નેહરુ-લિયાકત સમજૂતીમાં 4 મહત્ત્વની બાબત હતી...
1. પ્રવાસીઓને વિસ્થાપન દરમિયાન સુરક્ષા આપવામાં આવશે. પોતાની સંપત્તિ વેચવા માટે આ લોકો સુરક્ષિત રીતે આવી-જઈ શકશે.
2.અપહૃત અનેક મહિલાઓને ફરી પરિવાર પાસે મોકલવામાં આવશે. જે લઘુમતીઓની સંપત્તિ પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો તેમને એ પરત આપવામાં આવશે.
3. બંને દેશમાં જબરદસ્તીથી ધર્મપરિવર્તન ગેરકાયદે હશે, લઘુમતીઓને સમાન અને સુરક્ષાના અધિકાર અપાશે. લઘુમતીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો કુપ્રચાર નહીં ચલાવાય.
4. યુદ્ધને ભડકાવનાર અને કોઈ દેશની અખંડિતતા પર સવાલ સર્જનારા પ્રચારને પ્રોત્સાહન આપવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...