J&K સીમાંકનમાં ભેદભાવનો આરોપ:વિપક્ષે કહ્યું- ભાજપનું ધ્યાન હિન્દુઓની બહુમતી ધરાવતા જમ્મુ પર, આ કારણે અહીં 6 સીટ અને SC-STનું રિઝર્વેશન

શ્રીનગરએક મહિનો પહેલાલેખક: મુદાસ્સિર કુલ્લૂ

સીમાંકન આયોગે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 7 સીટને વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. એમાં 6 જમ્મુ અને 1 કાશ્મીરની સીટ વધારવામાં આવશે. આ સંશોધન પછી વિધાનસભામાં સીટની સંખ્યા 83માંથી વધીને 90 થશે. વિધાનસભાની કુલ 90 સીટમાંથી 43 જમ્મુમાં, જ્યારે 47 સીટ કાશ્મીરમાં હશે. આ પ્રસ્તાવનો ભાજપ સિવાયના પક્ષોએ વિરોધ કર્યો છે.

ભાજપ જમ્મુની વોટ બેન્ક પર નિર્ભર
ભાસ્કરે જ્યારે રાજકીય પક્ષોને આ અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું હતું કે ભાજપ હિન્દુઓના પ્રભાવ ધરાવતા જમ્મુમાં સીટ વધારવા માગે છે. તે ઈચ્છે છે કે એનાથી તે સત્તામાં આવે અને પોતાનો મુખ્યમંત્રી બનાવી શકે. જો જમ્મુમાં સીટ વધે છે તો એનો ફાયદો ભાજપને થશે, કારણ કે તે અહીંની વોટ બેન્ક પર ખૂબ જ નિર્ભર છે. કાશ્મીર પર ભાજપની નિર્ભરતા ઓછી છે, ત્યાં તે અગાઉની વિધાનસભા ચૂંટણીમાં એકપણ સીટ જીતી શકી નહોતી.

રાજકીય પક્ષોની માગ, વસતિના આધારે સીટોની વહેંચણી
2011ની વસતિ ગણતરી મુજબ, કાશ્મીરમાં 68 લાખ 88 હજાર 475ની વસતિ છે. તે રાજ્યની લગભગ 54.93 ટકા વસતિ છે. એની પાસે 46 સીટ છે, જે વિધાનસભામાં પ્રતિનિધિત્વના હિસાબથી 52.87 ટકા છે. આ રીતે જમ્મુમાં 53 લાખ 78 હજાર 538 લોકો રહે છે. એની પાસે વિધાનસભામાં 37 સીટ અને ત્યાંનું પ્રતિનિધિત્વ 42.52 ટકા છે.

કાશ્મીરની પાર્ટીઓની માગ છે કે સીટોની વહેંચણી વસતિના આધારે જ થવી જોઈએ. ઘાટીની રાજકીય પાર્ટીઓ તર્ક આપે છે કે કાશ્મીર ઘાટીની વસતિ જમ્મુની સરખામણીમાં 15 લાખ વધુ છે. આવા સંજોગોમાં તેને વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

ST અને SCના રિઝર્વેશનનો પણ પ્રસ્તાવ, ભાજપનું ફોકસ બહુમતી પર
ભાજપે તેના ચૂંટણી જાહેરનામા પત્રમાં અનુસૂચિત જનજાતિ(ST)ને આરક્ષણ આપવાની વાત કહી હતી. જમ્મુ-કાશ્મીરમાં તેની વસતિ 11.9 ટકા છે. એના માટે સીમાંકન આયોગે 9 સીટોનો પ્રસ્તાવ આપ્યો છે. તેમની સૌથી વધુ વસતિ જમ્મુ પ્રાંતમાં છે, એટલે કે લગભગ 70 ટકા અને કાશ્મીરમાં આ આંકડો 30 ટકાનો છે. એમાં ગુજ્જર બકરવાલ, સિપ્પી અને ગડ્ડી છે.

અનુસૂચિત જાતિ(SC) માટે 7 સીટનો પ્રસ્તાવ રાખ્યો છે. રાજ્યમાં તેમની વસતિ 9 લાખ 24 હજાર 991 છે અને તે વસતિના 7.38 ટકા છે. કાશ્મીર ઘાટીમાં તેમની સંખ્યા ખૂબ જ ઓછી છે.

હવે જરા આંકડાઓમાં જોઈએ એની અસર
ગત વિધાનસભા ચૂંટણીમાં PDPને 28 સીટ મળી હતી, ભાજપને 25, નેશનલ કોન્ફરન્સને 15, કોંગ્રેસને 12 સીટ મળી હતી. ભાજપને સૌથી વધુ સીટ જમ્મુમાં મળી હતી, જ્યાં હિન્દુઓનો પ્રભાવ છે. 2014માં ભાજપને બહુમતી કરતાં 44 સીટ ઓછી મળી હતી. હવે સીમાંકન પછી ભાજપને બૂસ્ટ મળી શકે છે. રાજકીય દળોનું માનવું છે કે જમ્મુમાં SC અને ST વસતિ પર ફોકસ વધારીને ભાજપ આગામી ચૂંટણીમાં 45 સીટના આંકડાને પાર કરવા માગે છે.

પરિસીમન પર ભાજપનો તર્ક
ભાજપ કહી રહી છે કે જમ્મુ 26 હજાર 293 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે અને કાશ્મીર 15 હજાર 948 વર્ગ કિલોમીટરમાં. આ કારણે પરિસીમન માત્ર વસતિના આધારે નહિ, પરંતુ વિસ્તારને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. જોકે ભાજપ કાશ્મીરમાં પણ તેનું પ્રભુત્વ વધારવા માગે છે અને આ કારણે રાજ્યના પાર્ટી ચીફ રવીન્દર રૈનાએ અહીં સીમાની નજીક આવેલા વિસ્તારોમાં રેલીઓ કરી હતી.

અહીં ગુજ્જર અને બકરવાલ સમુદાયનું પ્રભુત્વ છે, જે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. તેમને વાયદો કરવામાં આવ્યો કે તેમના જીવનસ્તરને સુધારવામાં આવશે. કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસને કહ્યું હતું કે ચૂંટણી સીમાંકન પછી જ થશે. સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈ 6 માર્ચ 2022 સુધીમાં પોતાનો રિપોર્ટ ફાઈનલ કરી લેશે.

મહબૂબાએ કહ્યું- ભાજપના રાજકીય ફાયદા માટે બન્યું કમિશન
આ અંગે પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રેસિડન્ટ મહબૂબા મુફ્તીએ કહ્યું- સીમાંકન કમિશનની સામેના મારા વાંધાઓ ખોટા નહોતા. તેમની કોશિશ લોકોને એકબીજાની વિરુદ્ધ ઊભા કરવાની છે. વસતિ ગણતરીના આંકડાઓને પણ ધ્યાનમાં લેવામાં આવતા નથી.

એક ક્ષેત્રને 6 અને કાશ્મીરને બસ એક સીટ જ અપાઈ રહી છે. આ કમિશન ભાજપને રાજકીય ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું છે. ધર્મ અને ક્ષેત્રવાદ પર વહેંચણી થઈ રહી છે. કોશિશ એ જ છે કે ઓગસ્ટ 2019માં જે પગલું ભરવામાં આવ્યું હતું એના આધાર પર સરકાર બનાવવામાં આવે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું- આ સીમાંકનથી ખૂબ જ નિરાશ છું
નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યું- આ સીમાંકનથી ખૂબ જ નિરાશ છું. કમિશન BJPનો પોલિટિકલ એજન્ડા પૂરો કરી રહ્યું છે. જે ડેટા હતા એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા. જોકે અમને આ મંજૂર નથી. 6 સીટ જમ્મુ અને માત્ર 1 કાશ્મીરને અપાઈ રહી છે. એ 2011ની વસતિ ગણતરી મુજબ પણ ખોટી છે.

કોંગ્રેસે કહ્યું- વસતિ મુજબ સીમાંકન થયું નથી
જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ ચીફ ગુલામ અહમદ મીરે કહ્યું- SC અને ST માટે સીટ પહેલેથી રિઝર્વ છે. જ્યાં સુધી સીમાંકનની વાત છે એ વસતિના આધારે થવું જોઈએ. 2011ની વસતિ ગણતરી મુજબ જમ્મુ અને કાશ્મીરની વસતિ 1.22 કરોડ છે. વસતિની રીતે સીમાંકન થઈ રહ્યું નથી.

સજ્જાદે કહ્યું- ભલામણ અમને મંજૂર નથી
પૂર્વ મંત્રી અને પીપલ્સ કોન્ફરન્સના ચીફ સજ્જાદ ગની લોને કહ્યું- સીમાંકન કમિશનની ભલામણ અમને મંજૂર નથી. આ એ લોકો માટે મોટો ઝટકો છે, જે લોકશાહીમાં માને છે. અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ પણ ભલામણોને ફગાવી દીધી અને કહ્યું હતું, વસતિ અને જિલ્લાઓને જ આ માટેનો આધાર બનાવવો જોઈએ.

રિસર્ચ સ્કોલર અને એક્ટિવિસ્ટ પણ વિરોધમાં
રાજકીય પાર્ટી સિવાય આમ લોકોએ પણ આ સીમાંકન પર સવાલ ઉઠાવ્યા છે. રિસર્ચ સ્કોલર શાહિદ અહમદે કહ્યું- આ તો એ જ થઈ રહ્યું છે જે BJP ઈચ્છતી હતી. મને એ વાત સમજાતી નથી કે કયા આધારે જમ્મુમાં 6 અને કાશ્મીરમાં માત્ર 1 સીટને વધારાઈ રહી છે.

સfનિયર જર્નલિસ્ટ અહમદ અલી ફૈયાઝે કહ્યું- 1996 સુધી 10 વિધાનસભા સીટનું અંતર હતું, ત્યારે કાશ્મીરમાં 42 અને જમ્મુમાં 32 સીટ હતી. હવે કમfશન કહી રહ્યું છે કે કાશ્મીરમાં 48 અને જમ્મુમાં 52 સીટ હશે. ગુજ્જર એક્ટિવિસ્ટ ઈરશાદ અહમદ ખટાનાએ કહ્યું- ST માટેના રિઝર્વેશનથી ગુજ્જર બકરવાલ સમુદાયના લોકોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...