ભાસ્કર રિસર્ચકેમ USમાં 79% મોત બંદૂકોને કારણે થાય છે?:ભારતમાં દેશી કટ્ટા ખરીદવા સરળ નથી, એટલી તો USમાં અસોલ્ટ રાઇફલ ખરીદવી સરળ છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકા બંદૂકોથી પરેશાન છે...2023ના બે જ મહિનામાં અમેરિકામાં 88 માસ શૂટિંગની ઘટનાઓ બની ચૂકી છે. 99 લોકોનાં મોત થયાં છે.

આ ઘટનાઓ દુઃખદ છે... પરંતુ ભારતમાં બેસીને બંદૂકો પર અમેરિકાની ચિંતાને સમજવી અઘરી છે.

સ્વાભાવિક છે કે, યુપી-બિહાર સહિતનાં ઘણાં રાજ્યોના કુખ્યાત વિસ્તારોમાં જ્યારે કટ્ટા બનાવવાનો વ્યવસાય કુટીર ઉદ્યોગની જેમ વધી રહ્યો છે, ત્યારે અમેરિકામાં બંદૂકની હિંસાનો અવાજ વધુ પડતો લાગે છે.

પરંતુ જ્યારે તમે આંકડાઓની તુલના કરશો ત્યારે તમને આ ચિંતાનું કારણ સમજાશે.

2020માં ભારતમાં વિવિધ પ્રકારની હિંસામાં લગભગ 50 હજાર લોકોનાં મોત થયાં હતાં, પરંતુ બંદૂકની હિંસામાં માત્ર 20% લોકો મૃત્યુ પામ્યા હતા.

બીજી તરફ, અમેરિકામાં 2020માં, હિંસક અથડામણમાં લગભગ 30 હજાર લોકોનાં મોત થયાં, જેમાંથી લગભગ 79% લોકોએ બંદૂકની હિંસામાં જીવ ગુમાવ્યો હતો.

ભારત કરતાં અમેરિકામાં બંદૂકની હિંસાથી થતા મૃત્યુની સંખ્યા આટલી વધારે છે, તેનું કારણ એ છે કે ભારત કરતાં અમેરિકામાં બંદૂક ખરીદવી ઘણી સરળ છે.

ભારતમાં, જો તમે કાયદેસર રીતે બંદૂક ખરીદવા માગતા હોવ, તો તમારે લાંબી અને સખત લાઇસન્સની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

ભારતમાં ગેરકાયદેસર રીતે બંદૂકો ખરીદનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. પરંતુ આ રીતે, દેશી કટ્ટની પિસ્તોલ ઉપલબ્ધ છે, પરંતુ સેમી ઓટોમેટિક બંદૂક ખરીદવી મુશ્કેલ છે, જોખમી અને ખૂબ ખર્ચાળ હોઈ શકે છે.

તેનાથી વિપરીત, USમાં, કોઈપણ લાઇસન્સ વિના બંદૂકો ખરીદી અને સ્ટોર કરી શકે છે. માત્ર અમુક રાજ્યોએ ખરીદી પર બંદૂકની નોંધણી કરાવવી ફરજિયાત બનાવી છે.

સમજો, અમેરિકામાં 18 વર્ષનો કિશોર પણ ચોકલેટ ખરીદવા જેટલી સરળતાથી બંદૂક ખરીદી શકે છે અને શા માટે ભારત જેવા કડક બંદૂકના કાયદા અમેરિકામાં લાગુ નથી...

માત્ર સામૂહિક ગોળીબાર જ નહીં, બંદૂકથી થતા ફાયરિંગની નાની-નાની ઘટનાઓ પણ વધી રહી છે

મિઝોરીના સેન્ટ લુઈસમાં થયેલી હત્યાની વીડિયો ક્લિપને લઈને હાલમાં અમેરિકામાં હોબાળો મચી ગયો છે.

27 ફેબ્રુઆરીની આ ઘટનામાં ડીશોન થોમસ નામના 23 વર્ષના યુવકે ફૂટપાથ પર બેઠેલા એક વ્યક્તિને ગોળી મારી હતી.

થોડા સમય પહેલાં થોમસનો આ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો.

આ ઘટનાની 45 સેકન્ડની વીડિયો ક્લિપ ફરી એકવાર અમેરિકામાં બંદૂકની હિંસાનો મુદ્દો ઉઠાવી રહી છે.

વાઇરલ વીડિયો-ક્લિપમાંથી સ્ક્રીન ગ્રેબમાં ડીશોન થોમસને ગોળીબાર કરતાં પહેલાં પિસ્તોલ લોડ કરતા દેખાય છે. પોલીસે ઘટના બાદ તરત જ થોમસની ધરપકડ કરી હતી.
વાઇરલ વીડિયો-ક્લિપમાંથી સ્ક્રીન ગ્રેબમાં ડીશોન થોમસને ગોળીબાર કરતાં પહેલાં પિસ્તોલ લોડ કરતા દેખાય છે. પોલીસે ઘટના બાદ તરત જ થોમસની ધરપકડ કરી હતી.

અમેરિકાનું બંધારણ દરેક નાગરિકને બંદૂક રાખવા અને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર આપે છે

યુએસ બંધારણનો બીજો સુધારો (સેકન્ડ અમેન્ડમેન્ટ) લોકોને શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર આપે છે. આ સુધારો 15મી ડિસેમ્બર, 1791ના રોજ અમલમાં આવ્યો હતો.

આ તે સમય હતો જ્યારે અમેરિકાની કુલ વસ્તી માત્ર 39.29 લાખ હતી. ઘણા પરિવારો એવા વિસ્તારોમાં રહેતા અને ખેતી કરતા હતા જ્યાં આસપાસના માઇલો સુધી અન્ય કોઈ પરિવાર નહોતું.

તે દિવસોમાં, દરેક વ્યક્તિને તેના પરિવાર અને સંપત્તિની સુરક્ષા માટે બંદૂકની જરૂર હતી. એટલા માટે અમેરિકી સંસદે 1791માં તેને દરેક નાગરિકનો બંધારણીય અધિકાર બનાવ્યો હતો.

અમેરિકામાં બંદૂકોનું સ્થાનિક બજાર વિશાળ છે... 35 વર્ષમાં બંદૂકોનું ઉત્પાદન 353% વધ્યું છે
આજે અમેરિકામાં સ્થિતિ બદલાઈ ગઈ છે, પરંતુ હવે બંદૂકોનું સ્થાનિક બજાર એટલું મોટું થઈ ગયું છે કે ગન કંટ્રોલ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે.

1986માં અમેરિકામાં કુલ 30.41 લાખ બંદૂકોનું નિર્માણ થયું હતું. 2021માં આ આંકડો 1.38 કરોડ પર પહોંચી ગયો છે. એટલે કે 35 વર્ષમાં બંદૂકોનું ઉત્પાદન 353% વધ્યું છે.

આજે, અમેરિકામાં 45% પરિવારો ચોક્કસપણે ઓછામાં ઓછી એક બંદૂક રાખે છે. આવી સ્થિતિમાં લોકોને બંદૂક ખરીદવાથી રોકવા માટે કાયદો બનાવવો મુશ્કેલ બની ગયો છે.

માત્ર 1 કલાકમાં અમેરિકામાં ખરીદી શકાય છે બંદૂક
અમેરિકામાં, જે 18 વર્ષનો થાય છે તે કાયદેસર રીતે શોટગન અથવા રાઈફલ ખરીદી શકે છે. હેન્ડગન અથવા પિસ્તોલ ખરીદવા માટે ત્યાં તમારી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં કોઈપણ વ્યક્તિ માત્ર 1 કલાકમાં બંદૂક ખરીદી શકે છે.

બંદૂક વેચતા પહેલાં માત્ર એક બેકગ્રાઉન્ડ ચેક... બંદૂકો બને છે તેના કરતાં વધુ વેચાઈ રહી છે

બંદૂકોનું વેચાણ કરતા અધિકૃત ડીલરોને યુએસ ફેડરલ તપાસ એજન્સી FBIના ડેટાબેઝની એક્સેસ હોય છે. તેને નેશનલ ઇન્સ્ટન્ટ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક સિસ્ટમ (NICS) કહેવામાં આવે છે.

આ સિસ્ટમથી બંદૂક ખરીદનારના આઈડીના આધારે બેકગ્રાઉન્ડ ચેક કરી શકાય છે. આમાં તેના ગુનાહિત રેકોર્ડ, ઘરેલુ હિંસાની ફરિયાદો અને ઇમિગ્રેશન સ્ટેટસ વિશે માહિતી આપવામાં આવી છે.

સામાન્ય રીતે આ બેકગ્રાઉન્ડ ચેક પણ 10થી 20 મિનિટમાં પૂરું થઈ જાય છે.

જો આપણે દર વર્ષે અમેરિકામાં બનતી બંદૂકોની સંખ્યાને NICS ચેકની સંખ્યા સાથે સરખાવીએ તો મામલો ચોંકાવનારો છે. બંદૂકો દર વર્ષે બને છે તેના કરતાં અનેક ગણી વધારે વેચાય છે. 2021માં જ, 1.38 કરોડ બંદૂકો બનાવવામાં આવી હતી, જ્યારે 3.88 કરોડ બંદૂકો માટે NICS તપાસ કરવામાં આવી હતી.

એક રીત એવી પણ જેમાં બેકગ્રાઉન્ડ ચેક પણ નથી થતા
બંદૂકોના ઉત્પાદનના આંકડા અને NICS ચેક વચ્ચે આટલો મોટો તફાવત દર્શાવે છે કે મોટાભાગની બંદૂકો બીજા હાથે ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે.

પરંતુ આ બંદૂકોની ખરીદીમાં પણ, NICS ચેક ત્યારે જ થાય છે જ્યારે તે ઓથરાઇઝ્ડ બંદૂક ડીલર પાસેથી ખરીદવામાં આવે.

પરંતુ જો તમે કોઈ સામાન્ય વ્યક્તિ પાસેથી બંદૂક ખરીદી રહ્યા છો અથવા તે તમને ભેટમાં બંદૂક આપી રહ્યો છે, તો બેકગ્રાઉન્ડ ચેક કરવાની જરૂર નથી.

ઉદાહરણ તરીકે મિસ્ટર XYZ પાસે 3 હેન્ડગન છે, તે તેમાંથી 1 વેચવા માગે છે. ઘટનામાં મિસ્ટર જોહન્સન તેમની પાસેથી હેન્ડગન ખરીદવા જાય છે, ત્યાં મિસ્ટર જોહન્સન પર કોઈ બેકગ્રાઉન્ડ ચેક નહીં થાય.

અમેરિકામાં વસ્તી કરતાં વધુ બંદૂકો
સ્મોલ આર્મ્સ સરવેના 2022ના અહેવાલ મુજબ, અમેરિકામાં સામાન્ય નાગરિકો પાસે 393 મિલિયન બંદૂકો છે, જ્યારે અમેરિકાની જ વસ્તી 330 મિલિયન છે.

એટલે કે અમેરિકાની વસ્તીમાં દર 10 વ્યક્તિએ 12 બંદૂકો છે.

તેની સરખામણી ભારત સાથે કરો, 140 કરોડની વસ્તી સાથે અહીં માત્ર 7.11 કરોડ બંદૂકો છે.

ભારતમાં 86% બંદૂકો ગેરકાયદેસર છે...અમેરિકામાં 99% કરતાં વધુ
ભારતમાં, બંદૂક રાખવા માટે પહેલા લાઇસન્સ મેળવવું ફરજિયાત છે, પરંતુ લાઇસન્સ વગરનાં હથિયારોની સંખ્યા ઘણી વધારે છે.

સ્મોલ આર્મ્સ સરવેના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 7.11 કરોડ બંદૂકો છે અને તેમાંથી માત્ર 13.6% પાસે લાઇસન્સ છે.

જો કે, અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ છે. બંદૂકોની નોંધણી અથવા લાઇસન્સ અંગે કોઈ કેન્દ્રીય કાયદો નથી.

કેટલાંક રાજ્યોમાં બંદૂકોની નોંધણી કરાવવી જરૂરી છે, પરંતુ આ સંખ્યા ઘણી ઓછી છે. 39 કરોડથી વધુ બંદૂકોમાંથી માત્ર 0.27% જ નોંધાયેલી છે.

અમેરિકામાં ગન કન્ટ્રોલનો ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે… દરેક વખતે નિષ્ફળ ગયો
કોર્ટે બંધારણના બીજા સુધારાના આધારે અમેરિકામાં ઘણાં રાજ્યોના ગન કન્ટ્રોલના નિર્ણયોને બદલ્યા છે. 2008માં, યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટે કોલંબિયામાં હેન્ડગન પરના પ્રતિબંધને રદ કર્યો હતો.

ગયા વર્ષે, યુએસ સુપ્રીમ કોર્ટે ન્યૂયોર્કના ગન કન્ટ્રોલ કાયદાને ફગાવી દીધો હતો. આ કાયદા હેઠળ, લોકોએ હથિયાર રાખવા માટે પૂરતું કારણ સાબિત કરવું પડતું હતું.

આ વર્ષે 3 ફેબ્રુઆરીના રોજ, યુએસ કોર્ટે 30 વર્ષ જૂના કાયદાને હટાવ્યો હતો જે ઘરેલુ હિંસામાં સામેલ લોકોને બંદૂક રાખવાથી અટકાવતો હતો.

રાજકીય લડાઈમાં હટ્યો અસોલ્ટ વેપન પરથી પ્રતિબંધ

AR-15 રાઇફલ્સ એ અમેરિકામાં સૌથી વધુ વેચાતું એસોલ્ટ હથિયાર છે. સામૂહિક ગોળીબારમાં પણ આ હુમલાના શસ્ત્રોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
AR-15 રાઇફલ્સ એ અમેરિકામાં સૌથી વધુ વેચાતું એસોલ્ટ હથિયાર છે. સામૂહિક ગોળીબારમાં પણ આ હુમલાના શસ્ત્રોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોર્ટના નિર્ણયો ઉપરાંત, રાજકીય કારણોસર પણ ગન કન્ટ્રોલ કાયદાઓ બનાવવામાં આવતા નથી. સામાન્ય રીતે જો બાઇડેનના ડેમોક્રેટ્સ ગન કન્ટ્રોલના કાયદાનું સમર્થન કરે છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન ગન કન્ટ્રોલના કાયદાનો વિરોધ કરે છે.

અમેરિકામાં, 1994માં, એક એક્ટથી, અસોલ્ટ વેપન અને વધુ ગોળીઓ મેગઝીન્સ રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

જોકે, આ એક્ટ 10 વર્ષ માટે હતો. આ પછી ફરી એકવાર તેને સંસદમાંથી પસાર કરાવવો જરૂરી હતો. પરંતુ 10 વર્ષ બાદ સંસદમાં રિપબ્લિકન બહુમતીમાં હતા. આવી સ્થિતિમાં, આ એક્ટને રિન્યૂ નહોતો કરવામાં આવ્યો.

જો કે, ગયા વર્ષે જૂનમાં, બંદૂક સુરક્ષા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને બન્ને પક્ષોએ સમર્થન આપ્યું હતું. આ બિલે 21 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ કે જેઓ બંદૂક ખરીદવા માગે છે તેમના માટે બેકગ્રાઉન્ડ ચેક વધુ મુશ્કેલ બનાવી દીધી છે.

ગન કન્ટ્રોલમાં ભારત અમેરિકા કરતાં ઘણું આગળ છે... એક બંદૂકના લાઇસન્સ માટે અહીં લોઢાના ચણા ચાવવા સમાન છે.

ભારતીય આર્મ્સ એક્ટ, 1959 હેઠળ, ભારતમાં બંદૂકોને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે-

નોન પ્રોહિબિટેડ બોર (NPB) - આ અંતર્ગત .35, .32, .22 અને 0.380 કેલિબરની બંદૂકો આવે છે. આ સામાન્ય રીતે નાના કદની બંદૂકો હોય છે. સામાન્ય નાગરિકો આ બંદૂકોના લાઇસન્સ માટે અરજી કરી શકે છે. આ લાઇસન્સ રાજ્ય સરકાર આપે છે.

પ્રતિબંધિત બોર (PB) - આ અંતગર્ત ફૂલી ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક બંદૂકો આવે છે. 9 MM પિસ્તોલ, 0.455 કેલિબર હેન્ડગન અને 0.303 કેલિબર રાઇફલ્સ પણ આ હેઠળ આવે છે.

માત્ર ડિફેન્સ પર્સનલ અને આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રોના લોકો જ આ લાઇસન્સ માટે એપ્લાય કરી શકે છે. આ લાઇસન્સ માત્ર કેન્દ્ર સરકાર જ આપે છે.

સતત વધી રહ્યા છે અમેરિકામાં માસ શૂટિંગના બનાવો
ગયા વર્ષે બેકગ્રાઉન્ડ ચેકને કડક કરવા અને રાજ્યોને વધુ સત્તા આપવા છતાં, અમેરિકામાં બંદૂકનું વેચાણ કે સામૂહિક ગોળીબારમાં ઘટાડો થયો નથી.

2023ના બે મહિનામાં બનેલી 88 ઘટનાઓ પહેલાં 2022માં સામૂહિક ગોળીબારની 21 ઘટનાઓ બની હતી જેમાં 5 કે તેથી વધુ લોકોનાં મોત થયાં હતાં.

'ધ વાયોલન્સ પ્રોજેક્ટ' મુજબ, 1966થી અત્યાર સુધી અમેરિકામાં સામૂહિક ગોળીબારની 187 ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 1,346 લોકોએ જીવ ગુમાવ્યા છે.

23% સામૂહિક ગોળીબાર નોકરી ગુમાવવાને કારણે થાય છે
'ધ વાયોલન્સ પ્રોજેક્ટ' મુજબ, હુમલાખોરોએ અલગ-અલગ કારણોસર સામૂહિક ગોળીબારની ઘટનાઓને અંજામ આપ્યો હતો.

ધાર્મિક દ્વેષના કારણે કેટલાક લોકોના જીવ ગયા અને કેટલાકે નોકરી ગુમાવી હતી. એકસાથે અનેક ઘટનાઓ પાછળ ઘણાં કારણો હતાં.

કુલ હિંસામાં ગન વાયલન્સથી થતા મોતના મામલે સિરિયાથી પણ ખરાબ હાલત છે અમેરિકામાં
અમેરિકામાં દર વર્ષે જેટલા લોકો હિંસાથી મૃત્યુ પામે છે, તેમાં 80% સુધી ગન વાયલન્સનો શિકાર હોય છે.

આ પરિસ્થિતિ સિરિયાથી પણ ખરાબ છે. 2020માં સિરિયામાં હિંસામાં 12343 લોકોનાં મોત થયાં, પરંતુ આમાં ગન વાયલન્સના શિકાર 3204 જ હતા. એટલે કે 25.95 હિંસક મોત બંદૂકોના કારણે થયા છે.

ભારતમાં હિંસક મોતની કુલ સંખ્યા અમેરિકાથી વધુ અંદાજે 50 હજાર છે. પરંતુ આમાં ગન વાયલન્સની કારણે થયેલા મોત અંદાજે 10 હજાર જ છે.

46.5% સામૂહિક ગોળીબારમાં વપરાતી બંદૂક કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી
રિસર્ચ સ્કોલર જિલિઇન પીટરસન અને જેમ્સ ડેંસ્લેએ 172 સામૂહિક ગોળીબારમાં સામેલ હુમલાખોરોનો ડેટાબેસ તૈયાર કર્યો, તેમાં જણાવ્યા પ્રમાણે...

30.8% સામૂહિક ગોળીબાર વર્કપ્લેસ પર થયો. હુમલાખોર કામ કરતો, અથવા પૂર્વ કર્મચારી હતો. મોટાભાગના લોકોને નોકરીમાં કાઢી નાખ્યા છે.

52% હુમલાખોરો શ્વેત હતા. 20.9% ઘટનાઓમાં હુમલાખોરો અશ્વેત હતા અને 6.4% ઘટનાઓમાં હુમલાખોરો એશિયન હતા. બાકીની ઘટનાઓમાં, હુમલાખોરનું મૂળ જાણી શકાયું નથી.

46.5% કેસોમાં વપરાતી બંદૂકો કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી. 50% કેસોમાં વપરાયેલી ઓછામાં ઓછી એક બંદૂક કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી.

28.5% કેસોમાં તમામ બંદૂકો ગેરકાયદેસર રીતે ખરીદવામાં આવી હતી. 18% કેસોમાં ઓછામાં ઓછી એક બંદૂક ગેરકાયદેસર રીતે ખરીદવામાં આવી હતી.

12% કેસોમાં બંદૂક ઉધાર લેવામાં આવી હતી અથવા ચોરીની હતી.

61.6% કિસ્સાઓમાં હુમલાખોર પીડિતોમાંથી કેટલાકને ઓળખતો હતો.

33.7% કિસ્સાઓમાં, હુમલાખોર માર્યા ગયેલા લોકોને જાણતો જ નહોતો.

4.7% કેસોમાં તે સ્પષ્ટ નથી થયું કે હુમલાખોર પીડિતોને જાણતો હતો કે નહીં.

68.6% કેસમાં હુમલાખોરો માનસિક રીતે બીમાર હતા.

71.5% કિસ્સાઓમાં, હુમલાખોરો આત્મઘાતી વલણ દર્શાવતા હતા.

50% હુમલાખોરોએ આલ્કોહોલ, ડ્રગ્સ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...