તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈક્લોન નિવારના આંખે જોયેલા હાલ:તોફાનથી પણ વધુ ભયાનક હતો, તોફાનનો એ ડર

ચેન્નાઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. - Divya Bhaskar
ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે.

ચેન્નઈ એરપોર્ટથી બહાર નીકળ્યો હતો કે ટેક્સીવાળાએ ઘેરી લીધો. બધું બંધ થઈ ગયું. બસ પણ ન હતી કે ના ટ્રેન. તોફાન આવે છે, ક્યાં જવું છે? હું લઈ જઈશ. ઘૂંટણ સુધીની લુંગી અને શર્ટ પહેરેલો સાઉથ ઈન્ડિયન ટેક્સીવાળો મારી પાછળ પડી ગયો. હિન્દી, અંગ્રેજીની ખીચડી બનાવી તે સતત તોફાનની વાતો કરતો રહ્યો. મને સમજણ નહોતી પડતી કે તે મને તોફાનથી બિવડાવી રહ્યો છે કે પછી પોતાની અંદરની બીકને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તોફાન હાલ પણ બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું હતું. ચેન્નઈથી લગભગ 400 કિમી દૂર, પણ તેની બીક ચેન્નઈના માથે ચઢીને પોકારી રહી હતી.

તોફાનને કારણે આખાય તામિલનાડુમાંથી એક લાખથી વધુ લોકોને કાઢવામાં આવ્યા અને પુડ્ડુચેરીમાં 1,000થી વધુ લોકોને કાઢી મુકાયા છે.
તોફાનને કારણે આખાય તામિલનાડુમાંથી એક લાખથી વધુ લોકોને કાઢવામાં આવ્યા અને પુડ્ડુચેરીમાં 1,000થી વધુ લોકોને કાઢી મુકાયા છે.

હું હવે પહેલી બુક ટેક્સીમાં સવાર થઈને મહાબલીપુરમની તરફ નીકળી ગયો હતો. છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે શહેર પાણી પાણી હતું. નિવાર સાઈક્લોનનાં એંધાણ આકાશમાં હતાં, પણ એનો અવાજ મધ્યમ પર હતો. તોફાનને કારણે બુધવારના દિવસે શાળા-ઓફિસમાં રજા આપી દેવાઈ હતી. આખા શહેરમાં અલગ જ સન્નાટો હતો. કદાચ મગજમાં ઊભા થઈ રહેલા તોફાનની છાપ આગળ બંગાળની ખાડીનું તોફાન પણ નાનું હતું.

મહાબલીપુરમ સુધી પહોંચતાં પહોંચતાં હવાની ગતિ વધી ગઈ હતી. વરસાદ અને હવા વચ્ચે હવે મુકાબલાની સ્થિતિ હતી. રસ્તાના કાંઠે લાગેલા ઝાડની લાઈન આ મુકાબલાથી ગભરાઈ હોય તેવું લાગી રહ્યું હતું. મિથકોમાં વર્ણેલું છે કે મહાબલીપુરમને અસુરરાજ દાનવીર મહાબલીએ વસાવ્યું હતું.

ભારે વરસાદ પછી ચેન્નઈની આસપાસના વિસ્તારમાં ગંભીર જળ ભરાવ થઈ ગયો છે.
ભારે વરસાદ પછી ચેન્નઈની આસપાસના વિસ્તારમાં ગંભીર જળ ભરાવ થઈ ગયો છે.

ઈતિહાસના સાક્ષ્ય પલ્લવ વંશના સંસ્થાપક નરસિંહ વર્મનનો ઉલ્લેખ કરે છે, જેમણે આ ઐતિહાસિક નગરીને મામલ્લાપુરમ નામ આપ્યું. ઈતિહાસના ઐશ્વર્યમાં ડૂબેલી આ નગરના સમુદ્રકાંઠામાં અજુગતો અવાજ હતો. આની લહેરોમાં નિવાર તોફાનનું જોર આવી ચૂક્યું હતું. અચાનક લહેરોનું એક ઝોકું પગને અડીને પસાર થયું. પાછા જતા પગ પણ સમુદ્રની દિશામાં ખેંચાવા લાગ્યા. હવા પણ લહેરોની મદદથી ઊતર ગઈ. હું સમુદ્રના એકદમ કાંઠેથી નિવારની વિભીષિકાના લાઈવ ટેલિકાસ્ટમાં મશગૂલ હતો. પૂરેપૂરું જોર લગાવીને બહાર નીકળ્યો. કદાચ આ નિવારની ચેતવણી હતી. આગળની યાત્રામાં સાવધાન કરવા માટે.

મહાબલીપુરમથી પુડ્ડુચેરીના રસ્તામાં સમુદ્ર અમારી સાથે સાથે ચાલી રહ્યો હતો. સમુદ્રકાંઠે વસેલાં ઘર એકદમ નિર્જન જોવા મળી રહ્યાં હતાં. ત્યાંના રહેવાસીઓ બીજે સ્થળાંતર કરી ચૂક્યા હતા. રસ્તામાં NDRFની અવરજવર જોવા મળી રહી હતી. તામિલનાડુ પોલીસ અને તેના રેસ્ક્યૂ ટ્રૂપર્સ કોઈપણ અણબનાવ સામે લડવા માટે એલર્ટ જોવા મળી રહ્યા હતા. અમે અત્યારસુધી તામિલનાડુ-પુડ્ડુચેરીની સરહદ પર વસેલા અરિયાનકુપ્પન સુધી પહોંચી ચૂક્યા હતા. આ માછીમારોનું ગામ હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તામિલનાડુના થંજાવુરસ,મઈલાદુતિર્ઈ, અરિયાલુર, પેરંબલૂર, કલ્લાકુર્ચી, વિલ્લુરમ, તિરુવન્નામલઈ જિલ્લા ઉપરાંત પુડ્ડુચેરી અને કરાર્ઈકલમાં ભારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તામિલનાડુના થંજાવુરસ,મઈલાદુતિર્ઈ, અરિયાલુર, પેરંબલૂર, કલ્લાકુર્ચી, વિલ્લુરમ, તિરુવન્નામલઈ જિલ્લા ઉપરાંત પુડ્ડુચેરી અને કરાર્ઈકલમાં ભારે વરસાદ પડ્યો છે.

અહીંના સમુદ્રકાંઠા પર માછીમાર તેમની બોટ અને ફિશિંગ નેટ એક કાંઠા પર હતી. તે સૂની નજરોથી સમુદ્રને જોઈ રહ્યા હતા. સમુદ્ર તેમનો અન્નદાતા હતો. તેમના પરિવારનો પાલનકર્તા હતો. એ સમજી શક્યા ન હતા કે તેમનો પાલનકર્તા કઈ વાત માટે આટલો નારાજ છે? તેમણે જણાવ્યું હતું કે પ્રશાસને તેમને પાંચ દિવસ પહેલાં જ આ તોફાનની ચેતવણી આપી હતી. એટલા માટે કોઈપણ સમુદ્રમાં નથી આવ્યું. તેમનું કોઈ પોતાનું જોખમમાં નથી.

અમે હવે પુડ્ડુચેરીમાં દાખલ થઈ ચૂક્યા હતા. અહીં મહર્ષિ અરવિંદની તપોસ્થલી છે. આ તોફાનના રડારમાં તામિલનાડુના મહાબલીપુરમ ઉર્ફે મામલ્લાપુરમથી માંડી પુડ્ડુચેરીના કરાર્ઈકલના કાંઠા હતા. અમારો હેતુ આ આખાય રૂટની સમીક્ષા કરીને નિવારની આપત્તિનો અંદાજો લગાવવાનો હતો. પુડ્ડુચેરીના ગાંધી બીચ અથવા રોક બીચ પર બંગાળની ખાડીની ગર્જના વધી રહી હતી. અહીંથી પણ અમારે લાઈવ કરવાનું હતું. મહાબલીપુરમની ચેતવણી મગજમાં હતી. એટલા માટે અમે અહીં લહેરોથી થોડેક અંતરે હતા.

તામિલાનડુના ચેન્નઈ, વેલ્લોર, કુડલ્લોર, વિલુપ્પુરમ, નાગપટ્ટનમ, તિરુવુર, ચેંગલપટ્ટુ અને પેરમ્બોલર સહિત 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજા જાહેર કરી દેવાઈ છે.
તામિલાનડુના ચેન્નઈ, વેલ્લોર, કુડલ્લોર, વિલુપ્પુરમ, નાગપટ્ટનમ, તિરુવુર, ચેંગલપટ્ટુ અને પેરમ્બોલર સહિત 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજા જાહેર કરી દેવાઈ છે.

લહેરોની જગ્યા તો નક્કી છે, પણ પવનનું શું? એ ક્યાં કોઈનું સાંભળે છે. ગાંધી બીચ પર સન્નાટો હતો. પવન એટલી જોરે ફૂંકાયો કે અમારી છત્રીઓ ઊડી ગઈ. વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા દબાણના કારણે છત્રીઓ ઊલટી થઈ ગઈ. આ એક દિવસની અંદર નિવારની મને બીજી વખત ચેતવણી હતી.

હવે હું કરાર્ઈકલમાં છું. અહીં બીકની વચ્ચે પણ રોજી રોટીનો સવાલ છે. અમને અહીં ઠેર ઠેર એવા લોકો મળ્યા છે, જેઓ તોફાનના જોખમ વચ્ચે પણ રોજી રોટીની ભટ્ઠી માંડીને બેઠા હતા. તેમને લીધે જ ચા અને ખાવાની થોડી વ્યવસ્થા થઈ રહી હતી. તેમને જોઈને લાગ્યું કે સાચ્ચે જ મનુષ્યની જિજીવિષાનો કોઈ જવાબ નથી. નિવાર ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, પણ આ જિજીવિષાથી હારી જશે.

અભિષેક ઉપાધ્યાય, TV9 ભારત વર્ષમાં એડિટર, સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે કાર્યરત છે.