હીરા સોલંકીનો હુંકાર:'મોટાભાઈ એ મોટાભાઈ જ છે, હજુ તેઓ કહે એમ જ થાય છે, અન્યાય થશે તો અવાજ ઉઠાવીશું'

ગાંધીગનર2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • હાલમાં પોલીસ સાથે માથાકૂટ બાદ ફરીથી ચર્ચા આવ્યા હતા હીરાભાઈ સોલંકી
  • લોકો માઈન્ડ ડાઇવર્ટ કરવા જુગાર રમે છે: હીરાભાઈ સોલંકી

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોળી સમાજ પણ પોતાની વિવિધ પડતર માગણીઓ સંતોષાય એ મુદ્દે વધારે આક્રમક બનતો હોય એમ જણાય છે. કોળી સમાજના આક્રમક નેતા હીરા સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં કોળી સમાજની હાલની સ્થિતિ તેમજ રાજુલા વિધાનસભા બેઠક પર રાજકીય સ્થિતિ તથા સોલંકીબંધુઓનાં ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન અંગે નિવેદન સામે આવ્યાં છે.

દિવ્ય ભાસ્કરના સીધા સવાલ અને હીરા સોલંકીએ આપેલા શબ્દશ: જવાબ

સવાલ - પોલીસ સાથે માથાકૂટ થયા બાદ ફરીથી ચર્ચામાં આવ્યા?
જવાબ - સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગિયારસ જેવા પર્વ દરમિયાન લોકો માઈન્ડ ડાઇવર્ટ કરવા જુગાર રમતા હોય છે. કાયદેસર નથી એ સૌકોઈ જાણે છે, પોલીસ કામ કરે એમાં વાંધો પણ ના હોઈ શકે. બે દિવસ પહેલાં બનેલા બનાવમાં ક્યારેક અધિકારીઓને કારણે સરકાર બદનામ થાય છે. વર્ષોથી જે અધિકારીઓ પેઢી ગયા છે તેઓ બદલી બાદ તેમનો પટ્ટો રિન્યુ થાય, જેને કારણે પ્રજાને ગળી ગયા છે. 98 વિધાનસભા વિસ્તાર (રાજુલા વિધાનસભા)માં આ નહિ ચલાવી લેવાય. કાયદામાં રહીને કામ કરતા હતા તેમને રોકવા જ જોઈએ.

સવાલ - રેલવેની જમીન અંગેનો નિર્ણય તમારી જાણ બહાર લેવાયો?
જવાબ - કેન્દ્ર સરકારનો પ્રશ્ન હતો. મત વિસ્તારનો રાજકીય ઈસ્યુ હતો. બગીચો જો બન્યો હોત તો અન્ય જગ્યાએ પણ મંજૂરી આપવી પડે, એટલે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે હીરા સોલંકી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે હીરા સોલંકી.

સવાલ - વિરોધનું નેતૃત્વ કરનારા અંબરીશ ડેરને ભાજપમાં આવવા સીઆર પાટીલે ઓફર કરી છે?
જવાબ - આહીર સમાજના સમૂહલગ્નમાં આવી હળવાશમાં વાત કરી હશે. વિચારીને બોલ્યા હશે, જેની સ્પષ્ટતા પણ કરી હતી. આશય નહોતો કે તેમનો સમાવેશ કરવો. સાહેબની વાતમાં વજન હોય છે એ સૌકોઈ જાણે છે.

સવાલ - સીઆર પાટીલે વિચારીને ટિપ્પણી કરી છે તો હીરા સોલંકીને નુકસાન થશે?
જવાબ - પાર્ટી લાઇનનો માણસ છું. ભાજપમાં મારો જન્મ થયો છે. ભાજપમાં સાચા સૈનિક તરીકે કામ કરું છું. પાર્ટી અમારા હિતમાં નિર્ણય લેશે.

સવાલ - કોળી સમાજના સંગઠનમાં મજબૂતી નથી કે સંકલનનો અભાવ છે?
જવાબ - દરેક પક્ષમાં કોળી સમાજના નેતા તેમના પક્ષનું કામ કરે છે. સમયાંતરે સમાજે કરેલી માગણી સમયાંતરે પૂરી થાય છે. બધી વાતોનો સંતોષ ના મળે તો સરકાર વિરુદ્ધ જવાથી સંતોષ મળે એમ ના હોય. અન્યાય થાય ત્યારે મોટા ભાઈ પુરુષોત્તમ સોલંકી હોય કે અમે અવાજ ઉપાડીને સરકાર સામે વાત કરીએ છીએ.

સવાલ - પુરુષોત્તમ સોલંકીને ટિકિટ નહિ આપે તો?
જવાબ - ટિકિટ ના આપે એમ હું નથી માનતો. પુરુષોત્તમભાઈ કહેશે એમ થશે. મોવડીમંડળ અમારી સાથે છે. અમને ક્યાંય નથી લાગતું કે આવું થશે. મોવડીમંડળ અમારા હિતમાં જ નિર્ણય લેશે.

સવાલ - કોને કહેશે અને અમલ કોણ કરશે?
જવાબ - સેન્સ લેવાશે એટલે મોવડીમંડળ ગાંધીનગર કહેશે અને બાદમાં પાર્ટી નિર્ણય લેશે.

સવાલ - કુંવરજી બાવળિયાને ભાજપમાં લાવી કેબિનેટ મંત્રી બનાવાયા અને તમને લોલીપોપ કેમ?
જવાબ - લોલીપોપ હોય એમ ધ્યાનમાં નથી. મોટાભાઈની તબિયત ખરાબ હોવાને કારણે સક્રિય નહોતા, એટલે જવાબદારી સ્વીકારવા તેઓ પોતે પણ તૈયાર નહોતા. કુંવરજીભાઈ અમારા સમાજના આગેવાન છે અને મોટાભાઈ છે.

મોટાભાઈ પુરુષોત્તમ સોલંકી સાથે હીરાભાઈ સોલંકી.
મોટાભાઈ પુરુષોત્તમ સોલંકી સાથે હીરાભાઈ સોલંકી.

સવાલ - સોલંકીબંધુઓને છોડી ભાજપ બીજા રસ્તા શોધી રહી છે?
જવાબ - અમારા ધ્યાન પર આવ્યું નથી. પાર્ટી વિચારી પણ શકે છે.

સવાલ - પાર્ટી ના ગાંઠે તો તમારું રાજકારણ પૂરું?
જવાબ - અમને ગાંઠે જ છે. અમારા કોઈ પ્રશ્નો લઈને ગયા હોય તો અમારાં કામ થાય જ છે.

સવાલ - ટિકિટ માટે પ્રયાસ કરશો ? ટિકિટ મળશે?
જવાબ - પાર્ટી નક્કી કરશે. ભાજપ પોતાની રીતે પાર્ટીના હિતમાં નિર્ણય કરે છે.

સવાલ - તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયે મળતો મોભો અને આજના મોભાની સરખામણી કેવી?
જવાબ - એ જ અમારું માન છે, આવકાર મળે છે અને અમારાં કામ થાય છે.

સવાલ - ભારતી શિયાળ, દેવજી ફતેપરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, હીરા સોલંકીમાંથી સર્વસ્વીકૃત નેતા કોણ?
જવાબ - પાંચેય નેતા. બધા સાથે મળીને સમાજ માટે લડીએ છીએ. સમાજ માટે કામ કરે તે આગેવાન.

સવાલ - વર્ષ 2022ની ચૂંટણીમાં કોળી સમાજનું સ્ટેન્ડ કેવું રહેશે?
જવાબ - ગુજરાતમાં સૌથો મોટો સમાજ અમારી દૃષ્ટિએ કોળી સમાજ છે. દક્ષિણ ગુજરાતમાં રહેતા કોળી લોકો પોતાની અટક પટેલ લખાવે છે, એટલે પાટીદારની વસતિ વધારે દેખાય છે. જોકે હકીકત આગામી સમયમાં વાસ્તવિકતા બહાર આવશે. સૌથી વધારે કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે. તળપદા, ઘેડિયા, ચુવાળિયા, ઠાકોરને અલગ કરી નાખ્યા છે. બધા સમાજ એક થાય તો સૌથી વધારે કોળી સમાજના લોકો જ છે.

પત્ની અને દીકરી સાથે હળવાશના મૂડમાં હીરા સોલંકી.
પત્ની અને દીકરી સાથે હળવાશના મૂડમાં હીરા સોલંકી.

સવાલ - કોળી સમાજ પોતાની વિવિધ માગો માટે વિરોધ કરે છે?
જવાબ - કોળી ઠાકોર વિકાસ બોર્ડમાં બજેટ વધારાશે એવી સૂચના સીઆર પાટીલે આપી હતી.

સવાલ - પાર્ટી અધ્યક્ષનું વર્ચસ્વ સરકારમાં વધારે હોય એમ નથી લાગતું?
જવાબ - કોઈપણ રજૂઆતના અમલીકરણમાં સમય લાગતો હોય અને પ્રોસેસ હોય છે. કોળી વિકાસ બોર્ડનું પણ બજેટ આવનારા દિવસોમાં પાસ થઈ જશે.

સવાલ - 2022માં હીરા સોલંકી જાતે જ પ્રમોટ થશે કે પુરુષોત્તમ સોલંકી?
જવાબ - મોટાભાઈ જ પ્રમોટ થાય.

સવાલ - ટિકિટ માટે દાવેદારી નહિ કરો?
જવાબ - મોટાભાઈ એ મોટાભાઈ જ છે.

અન્ય સમાચારો પણ છે...