• Gujarati News
  • Dvb original
  • Is Pakistan Going To Be Divided Into 3 Parts? Find Out Why Former PM Imran Khan Expressed Apprehension

ભાસ્કર એક્સપ્લેનર:શું પાકિસ્તાનના 3 ટુકડા થવાના છે? જાણો શા માટે પૂર્વ PM ઈમરાન ખાને વ્યક્ત કરી આશંકા

22 દિવસ પહેલા
  • બલૂચિસ્તાન, સિંધમાં લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ થઈ રહી છે.

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનના ત્રણ ટુકડા થવાનો દાવો કર્યો છે. તેમે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આ વાત જણાવી છે. ઈમરાને માત્ર આ વાતો જ નથી કરી પરંતુ પાકિસ્તાનના ટુકડા થવાનું કારણ પણ આપ્યું છે. ઈમરાને જણાવ્યું હતું કે આ માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા જવાબદાર રહેશે. બલૂચિસ્તાન, સિંધ, ખૈબર પખ્તુનખ્વામાં પણ લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનથી અલગ થયા પહેલા પણ પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ અલગ રાષ્ટ્ર બની ગયું છે.

આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પૂર્વ PMએ શા માટે કહ્યું કે પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ જશે? આખરે પાકિસ્તાનના 3 ટુકડા કયા હશે? ભારત માટે આ કેટલું મહત્વનું રહેશે?

ઈમરાન ખાને પાકિસ્તાનના ત્રણ ટુકડા કરવાની વાત કેમ કરી?

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો શાહબાઝ સરકારે યોગ્ય નિર્ણય ન લીધો તો સેના નષ્ટ થઈ જશે અને પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ જશે.

ઈમરાને આ ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું, 'વડાપ્રધાન શાહબાઝ શરીફ અત્યારે યોગ્ય નિર્ણય નહીં લે, તેથી હું તમને લેખિતમાં આપુ છું કે તેઓ પણ બરબાદ થશે અને સેના પણ બરબાદ થશે. આ સાથે જ શાહબાઝ સરકારની ખામીઓ ગણાવતા કહ્યું કે આ સરકારમાં જ્યારથી રૂપિયો અને શેરબજાર ઘટી રહ્યું છે, ત્યારથી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

ઈમરાને કહ્યું કે પાકિસ્તાન ડિફોલ્ટ તરફ જઈ રહ્યું છે. જો આમ થશે તો તેની સૌથી વધુ અસર પાકિસ્તાનની સેનાને થશે.

પોતાના દેશની તુલના યુક્રેન સાથે કરતા ઈમરાને કહ્યું કે જ્યારે પાકિસ્તાનની સેના નબળી પડી જશે ત્યારે દુનિયાના સૌથી શક્તિશાળી દેશો અમારી સામે ડી-ન્યુક્લિયરાઈજેશનની શરત થોપશે, જેમ કે તેઓએ 1990 માં યુક્રેન સાથે કર્યું હતું. આ કારણે આપણે પરમાણુ હથિયારોને ખતમ કરવા પડશે.

ઈમરાને કહ્યું કે પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર ઈસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ હથિયાર છે. જ્યારે તે જતા રહેશે પછી શું થશે? આજે તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ જશે.

દુનિયાભરના થિંક ટેન્કોએ પણ પાકિસ્તાનના ત્રણ ભાગ થવાની વાત કરી છે.

પાકિસ્તાનમાં ચાર મુખ્ય પ્રાંતો છે, દરેકની પોતાની ભાષા અને વંશીય વસ્તી છે.

પ્રથમ: ખૈબર પખ્તુનખ્વા અફઘાનિસ્તાનની સરહદે આવેલું છે.

બીજું: ઈરાનની સરહદે આવેલું બલૂચિસ્તાન છે.

ત્રીજો અને ચોથો: ભારતની સરહદે આવેલા સિંધ અને પંજાબ પ્રદેશ છે.

વિશ્વભરની થિંક ટેન્કોએ પણ ઘણી વખત કહ્યું છે કે સ્થાયી શાંતિ અને વિકાસ માટે પાકિસ્તાનને ત્રણથી ચાર જુદા જુદા દેશોમાં વિભાજીત થવું પડશે.

ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાન ખાને એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય થિંક ટેન્ક પણ બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવા માટે ઘણા વર્ષોથી રણનીતિ બનાવી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં હલચલ વધી ગઈ હતી. આ કારણે પણ તેની આશંકા ઘેરી બની છે.

પાકિસ્તાનના ત્રણ ટુકડામાં વહેંચાઈ જવાના ઈમરાનના શબ્દો એટલા માટે પણ દેખાઈ રહ્યા છે કારણ કે બલૂચિસ્તાન, સિંધ અને ખૈબર પખ્તુનખ્વામાં પહેલેથી જ અલગ દેશની માંગ થઈ રહી છે. સાથે જ અહીં સશસ્ત્ર વિદ્રોહ પાકિસ્તાનની સાર્વભૌમત્વને પડકારી રહ્યાં છે.

આ 3 પ્રાંત પાકિસ્તાનથી અલગ થઈને નવા દેશ બની શકે છે

1. બલૂચિસ્તાન: બલૂચ રાષ્ટ્રવાદી સેનાએ બળવો શરૂ કર્યો

પાકિસ્તાનમાં અલગ દેશ બલૂચિસ્તાનની માંગ આજની નથી પરંતુ 7 દાયકાથી વધુ જૂની છે. પાકિસ્તાનથી બલૂચિસ્તાનનાં અંતરને

હબીબ જાલિબની કવિતાની આ પંક્તિ પરથી સમજી શકાય છે-

મુજે જંગે- આઝાદી કા મજા માલુમ હૈ,

બલોચોં પર જુલ્મ કી ઈન્તેહા માલુમ હૈ,

મુજે જિંદગીભર પાકિસ્તાનમેં જીને કી દુઆ મત દો,

મુજે પાકિસ્તાનમેં સાઠ સાલ જીને કી સજા માલુમ હૈ.

'ધ બલૂચિસ્તાન કોનનડ્રમ'ના લેખક તિલક દેવેશર માને છે કે 1948માં બલૂચિસ્તાનનું પાકિસ્તાન સાથે જોડાણ થયું ત્યારથી અહીં રહેતા લોકો તેનો વિરોધ કરે છે. બલૂચિસ્તાન અગાઉ બ્રિટિશ ભારતનો ભાગ ન હતો, પરંતુ તેના મોટા ભાગ પર બ્રિટિશરોનો કબજો હતો.

હવે પાકિસ્તાનમાં અલગ દેશ બલૂચિસ્તાનની માંગ પહેલા કરતા વધુ પ્રબળ બની રહી છે. બલૂચિસ્તાનમાં જાન્યુઆરીથી માર્ચ 2022, એટલે કે 3 મહિનામાં બલૂચ વિદ્રોહીઓએ 20 ઘાતક હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 80 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. એટલું જ નહીં, મહિલાઓએ ખભે ખભા મિલાવીને વિરોધ પ્રદર્શનની જવાબદારી ઉઠાવી છે. 26 એપ્રિલ 2022ના રોજ 30 વર્ષના રિસર્ચ સ્કોલર અને શિક્ષક શારી બલૂચે બલૂચિસ્તાનની માંગણી કરતા પોતાનો જીવ આપી દીધો. શારી બલૂચે કરાચી યુનિવર્સિટીમાં આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ચીનના શિક્ષકો સહિત 4 લોકો માર્યા ગયા હતા.

2. સિંધઃ અલગ દેશની માંગ 5 દાયકા કરતાં પણ જૂની છે
પાકિસ્તાનમાં અલગ દેશ સિંધની માંગ 5 દાયકા કરતાં પણ જૂની છે. હકીકતમાં 1967માં પાકિસ્તાન સરકારે સિંધ પ્રાંતના લોકો પર ઉર્દૂ ભાષા લાદી હતી, જેનો અહીંના લોકોએ જોરદાર વિરોધ કર્યો. આ સમયથી અહીંનાં લોકોમાં સિંધી અસ્મિતાનો જન્મ થયો. જે બાદ આ વંશીય સમુદાયોએ પાકિસ્તાન સિવાય પોતાના માટે અલગ માતૃભૂમિની માંગણી શરૂ કરી હતી.

હવે પાકિસ્તાનમાં આ માંગ ખુબ જ મજબુતાઈથી કરવામાં આવી રહી છે. તેને અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે સિંધ સરકારે સમગ્ર પ્રદેશમાં જૂનના બીજા સપ્તાહ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યાં ઝડપથી વધી રહેલી આતંકવાદી ઘટનાઓને કારણે સ્થાનિક સરકારે આ નિર્ણય લીધો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 30 દિવસમાં કરાચીમાં ઘણી આતંકી ઘટનાઓ બની છે, જેની જવાબદારી બલૂચ અને સિંધી રાષ્ટ્રવાદીઓએ લીધી છે.

3. ખૈબર પખ્તુનખ્વાઃ અહીંનાં મુખ્યમંત્રી જ સત્તા વિરુદ્ધ 'ફોર્સ'ના ઉપયોગની વાત કરી રહ્યા છે.
ખૈબર પખ્તુનખ્વામાં પણ સમયાંતરે પાકિસ્તાનથી અલગ થવાની માંગ ઉઠી છે. ખૈબર પખ્તુનખ્વાના સીએમ મહેમૂદ ખાનનાં આ નિવેદન પરથી પણ સ્પષ્ટ થાય છે. ઈમરાને 25 મેના રોજ રેલી બોલાવી હતી, ત્યારે મહમૂદ ખાને પોતાના પ્રાંતની ફોર્સ, એટલે કે બળનો ઉપયોગ સરકાર (પાકિસ્તાન સરકાર) વિરુદ્ધ કરવાની વાત કરી હતી.

મહમૂદ ખાને શાહબાઝ સરકારને આયાતી અને અસમર્થ સરકાર ગણાવી હતી. સાથે જ તેણે ખૈબર પખ્તુનખ્વા અને તેના લોકો સાથે આ સરકારે કરેલા અત્યાચારનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કહ્યું કે અમે ખૈબર પખ્તુનખ્વાથી અમે તમારા (શાહબાઝ સરકાર) અધિકારો છીનવી લઈશું.

અન્ય સમાચારો પણ છે...