તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નૉલેજ:શું 5G ટેક્નોલોજી આરોગ્ય માટે ખતરનાક છે?, જાણો સ્ટડી શું કહે છે

13 દિવસ પહેલા

દેશમાં 5G નેટવર્ક ટ્રાયલ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ટ્રાયલની મંજૂરી આપતાં જ વિવાદ શરૂ થયો છે. ત્યારે રોલઆઉટ પહેલા યૂઝર્સે 5G ટેક્નોલોજી વિશે જાણવું ખુબ જ જરૂરી છે.

5G ટેક્નોલોજી શું છે?
5G એટલે પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક. આ નેટવર્ક એટલું ફાસ્ટ હશે કે, પ્રતિ સેકન્ડ 10 GB ડેટા પણ ડાઉનલોડ કરી શકાશે. એક સાથે વધુ યૂઝર્સ હશે તો પણ સ્પીડની સમસ્યા રહેશે નહીં. આ ટેક્નોલોજીથી ડ્રાઈવરલેસ કાર, હેલ્થકેર, વર્ચ્યુઅલ રિયાલિટી, ક્લાઉડ ગેમિંગના પણ નવા રસ્તા ખુલશે. આ ટેક્નોલોજીમાં લેટેંસી ખુબ જ ઓછી હશે અને નેટવર્ક કેપેસિટી વધારે હશે.

ફાયદાની સામે આ ટેક્નોલોજીના નુકસાનની પણ ચર્ચાઓ થઈ રહી છે. એવા દાવાઓ થઈ રહ્યા છે કે, આ ટેક્નોલોજીને કારણે રેડિયેશનનો ખતરો 10થી 100 ગણો વધી જશે. જેને કારણે પશુ-પક્ષી, વૃક્ષો અને માનવજાતને મોટું નુકસાન થશે.

શું 5G ટેક્નોલોજી આરોગ્ય માટે ખતરો છે?
રેડયેશન બે પ્રકારના હોય છે. એક-આયોનાઈજિંગ અને બીજું-નોન આયોનાઈઝિંગ. આયોનાઇઝિંગ રેડિયેશનની તીવ્રતા વધુ હોય છે. જે શરીરની કોશિકા અને DNAને નુકસાન કરી શકે છે. એક્સરે અને ગામ-રે આયોનાઇઝિંગ રેડિયેશનના ઉદાહરણ છે. જેમ કે વધુ એક્સરે કરાવવાથી કે સતત તડકામાં બેસવાથી હેલ્થને નુકસાન થાય છે.

નોન આયોનાઇઝિંગ રેડિયેશનમાં એટલી તાકાત નથી કે તે શરીરને નુકસાન કરે. જેમ કે, FM વેવ્ઝ, રેડિયો વેવ્ઝ કે શોર્ટ વેવ્ઝ. તેનો ઉપયોગ ટીવી સિગ્નલ, સેલફોન, 4G અને 5Gમાં કરવામાં આવે છે.

અત્યાર સુધીના સ્ટડી શું કહે છે?
અમેરિકન કેન્સર સોસાયટીના રેડિયો વેવ્ઝ પરના એક સ્ટડી મુજબ તેનાથી માનવજાતને કોઈ નુકસાન થતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના મતે અત્યાર સુધીના રિસર્ચમાં વાયરલેસ ટેક્નોલોજીથી હેલ્થને નુકસાન થતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...